વિશ્વાસ - ભાગ-10 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-10

(આપણે આગળ ના અંક માં જોયું કે રિયા રાધિકા ને અનીલ ના મૃત્યુ નું રહસ્ય બતાવે છે જે તેના સાસુ સસરા પણ જાણી જાય છે અને ત્રણે ખુબ રડે છે રાધિકા જોબ ફરી ચાલુ કરે છે પણ તેના ચહેરા નું હાસ્ય પાછું આવતું નથી એવામાં એક દિવસ તેના સસરા ઘર માં તેમની ઓફીસ ની મીટીંગ રાખે છે તેથી એક યુવાન આવે છે જે રાધિકાને જોઈ ને ઉભો થઇ જાય છે.હવે આગળ...)

ભાગ - 10 પુનઃ મૂલાકાત

જે યુવાન રાધિકાને જોઈને ઉભો થઇ ગયો એ બીજું કોઈ નહિ માધવ હતો.માધવ એ કંપની નો માલિક હતો જેની સાથે ગોપાલભાઈ ને ડીલ કરવાની હતી આજે એની કંપની નો મેનેજર આવવાનો હતો પણ એને કોઈ અગત્ય નું કામ હોવાથી માધવ જાતે જ આવી ગયો હતો એમ પણ એના પિતા અને ગોપાલભાઈ ખાસ મિત્રો હતા.

માધવ જ્યારથી રાધિકાના લગ્ન થયા ત્યારથી એને જોવા માટે તડપતો હતો.આજે રાધિકાને જોઈને એને એની આંખો પર વિશ્વાસ નહોતો થતો.

રાધિકાની નજર માધવ પર પડે છે અને તે બોલી ઉઠે છે,

"માધવ તું અહીં ક્યાંથી"? રાધિકા વિસ્મય થી બોલે છે.

એટલે માધવ ખુશ થઇ જાય છે કે આ તો સાચ્ચેજ રાધિકા છે એ કોઈ સપનું નથી જોઈ રહ્યો અને બોલવા જાય છે

રાધિકા...એટલું બોલી ને ગળગળો થઇ જાય છે

એટલા દિવસ થી જે ચહેરા પર હાસ્ય જોવા નહોતું મળતું જે તેના મમ્મી પપ્પા ને મળવાથી પણ એટલી ખુશ નહોતી થતી એ રાધિકા ના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું,માધવ ને જોઈ ને એ ખુશ થઇ ગઈ હતી એ અનિલે કરેલા વિશ્વાસઘાત ને પણ જાણે ભૂલી ગઈ.

એટલામાં એના સસરા બોલે છે,જે ક્યારનાય ફાઇલ માં કૈક શોધી રહ્યા હતા તેમનું ધ્યાન જ નહોતું.

"અરે,માધવ બેટા તમે બંને એકબીજાને ઓળખો છો"?

"હા અંકલ અમે કોલેજમાં સાથે ભણતા હતા.માધવે ટૂંક માં જવાબ આપ્યો".

ગોપાલભાઈ ને કૈક યાદ આવ્યું તેથી માધવ ને કહે છે,

"માધવ બેટા, હું એક ફાઇલ ઉપર ભૂલી ગયો છું તો હું એ લઇને આવું તમે વાતો કરો".

"માધવ કેમ છે તું "?રાધિકા બોલી.

"હું તો ઠીક છું".એમ માધવ કહે છે પણ એને તો કહેવું હતું કે તારા વિના કઈ રીતે સારો હોવ.

"રાધિકા તું કેમ સાવ આવી થઇ ગઈ તારી આંખો ની ચમક અને તારા ચહેરા નું તેજ ગાયબ કેમ થઇ ગયું".માધવે દુઃખી સ્વરે કહ્યું.

પણ પછી યાદ આવતા "સોરી મારાથી ખોટો પ્રશ્ન પુછાય ગયો, મને માફ કરી દે મને અનીલ ના મૃત્યુ વિષે જાણવા મળયુ પણ તે તો જો તારી જાત ને કેવી બનાવી દીધી અને મને નહોતી ખબર કે અનીલ તારો પતિ છે".

રાધિકાની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા, માધવે તેને રડવા દીધી રડતા રડતા રાધિકા થી બધુજ કહેવાય ગયું,જે વાત તેના મમ્મી પપ્પા ને પણ નહોતી કરી એ બધુજ કહેવાય
જાય છે પછી તે પોતાની જાત ને ખુબ હળવી અનુભવે છે કારણ કે માધવ સાથે વાત કરવાથી એના મન નો ભાર હળવો થઇ જાય છે.

માધવ રાધિકાને સમજાવે છે કે તે બધું ભૂલી જાય અને શાંતિ થી જીવે કારણ કે એના લીધે તેના મમ્મી પપ્પા ને કેટલું દુઃખ થતું હશે.માધવ ના સમજાવ્યા પછી રાધિકા માધવ ને વચન આપે છે કે હવે તે ખુશ રહેશે એટલાંમાં એના સસરા ગોપાલભાઈ ફાઇલ લઈને આવે છે.

"સોરી માધવ બેટા તને રાહ જોવડાવી, ચાલ આપણે હવે કામ કરી લઈએ".

એટલા માં મીનાબેન આવે છે "તમે કામ પછી કરજો પહેલા મને એને ભાવતા ભજીયા ખવડાવાદો,મારો દીકરો કેટલા વર્ષે આવ્યો છે".

"વાહ ,આંટી તમારા હાથ ના ભજીયાતો મને કેટલા ભાવે છે લાવોને જલ્દી આપો".માધવે ખુશ થઇ ને કહ્યું.
માધવ ભજીયા ખાવા માંડે છે અને ખાતા ખાતા કામ પણ કરે છે.

રાધિકા તેના સાસુને કામ માં મદદ કરે છે,માધવ કામ પતાવી ને જવા નીકળે છે તો ગોપાલભાઈ તેને કહે છે કે હું તને બહાર સુધી છોડી જાવ છું એમ કહીને તેની સાથે જાય છે.

માધવ ની ગાડી સુધી પહોંચતા પહોંચતા તે માધવને કહે છે,

"દેખ, બેટા મારે તને એક અગત્ય ની વાત કરવી છે એટલે હું તારી સાથે બહાર આવ્યો છું,વાત બહુ ગંભીર છે અને બધા વચ્ચે થાય તેમ નથી".

ક્રમશઃ