વિશ્વાસ - ભાગ-1 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-1

રાધિકા એના રૂમ માં ખુબ જ રડી રહી હતી,રડી રડી ને આંખો પણ સૂજી ગઈ હતી. રડતા રડતા એ એની કોલેજ ના પહેલા દિવસ વિશે વિચારે છે.

6 વાગ્યાનું એલાર્મ વાગતા જ રાધિકા ઉઠી ગઈ.તે આજે ખુબ જ ઉત્સાહિત હતી આજે તેનો કોલેજ માં પ્રથમ દિવસ હતો,તે દૈનિકક્રિયા પતાવી ને જયારે રસોડા માં આવે છે ત્યાંતો એની મમ્મી તેના માટે નાસ્તો બનાવતી હતી તેને જોઈને તેની મમ્મી બોલી,

'અરે બેટા તૈયાર પણ થઇ ગઈ ,આજે તો તારો પહેલો દિવસ છે ને,કેવું લાગે છે'.?

"અરે મમ્મી હું તો ખુબ જ ખુશ છું, કેવી મજા આવશે બધા નવા ફ્રેન્ડ્સ મળશે, નવું જાણવા મળશે,નવું શીખવા મળશે".

"એ વાત તો સાચી બેટા પણ ધ્યાન રાખજે કોઈ એવું કામ ના કરતી કે તારા પપ્પા ને નીચું જોવાનું થાય".

"અરે મમ્મી શું તું પણ મારા પર વિશ્વાસ નથી તમને તે આવી વાત કરો છો".?

"અરે બેટા તારા પર તો મને મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે પણ આ જમાનો એવો એટલે".?

"મમ્મી મારા પર વિશ્વાસ રાખો હું કોઈ દિવસ એવું કોઈ કામ નહિ કરુ જેથી તમારે લોકોએ નીચું જોવાનું થાય".

"સારું ચાલ ચાંપલી નાસ્તો કરી લે મોડું થઇ જશે".એના મમ્મી એ કહ્યું.

રાધિકા નાસ્તો કરી ને બહાર આવે છે તો તેના પપ્પા છાપું વાંચતા હોઈ છે,તે તેના પપ્પા ને કહે છે,

"પપ્પા જય શ્રી કૃષ્ણં હું કોલેજ જવ છું".

"સારું બેટા જય શ્રી કૃષ્ણં,સાચવીને જજે".એના પપ્પા એ પ્રેમ થી કહ્યું.

"મમ્મી હું જવ છું જય શ્રી કૃષ્ણં".રાધિકાએ મોટેથી કીધું અને કોલેજ જવા માટે નીકળી ગઈ.

રાધિકા કોલેજ પહોંચે છે તો જુએ છે કે બહુ ઓછા લોકો આવ્યા હતા, એ એના કલાસરૂમ માં પહોછે છે તો જોવે છે કે તે બહુ વહેલી આવી ગઈ હતી.રાધિકા બેન્ચ પર બેસે છે અને વિચારે છે.

એના પપ્પા મહેશભાઈ ને સામાન્ય નોકરી હતી જેનાથી એના ઘર નું ગુજરાન સરસ રીતે ચાલતું હતું એનું કારણ એના મમ્મી હતા એમ તો બહુ ભણેલા નહોતા ઉમાબેન પણ ગણેલા હતા ,વ્યવહારિક જ્ઞાન બહુ સારું હતું.

રાધિકા અને નીરજ બંને ભાઈ-બહેનમાં નાનપણ થીજ માં-બાપ ના સંસ્કાર ઉતરીયા હતા મહેશભાઈ ખુબ ધાર્મિક હતા જયારે ઉમાબેન ખુબ સમજુ અને દયાળુ હતા.

રાધિકા સ્વભાવે ખુબ જ શાંત હતી.નાનપણથીજ એને ધાર્મિક પુસ્તકો વાંચવા ખુબ ગમતા હતા.બધા જયારે કાર્ટૂન ને સિરિયલ દેખતા ત્યારે તે વાંચતી હતી અને મમ્મી ની મદદ પણ કરતી હતી.

તેને યાદ છે કે જ્યારથી તે મોટી થઇ ત્યારથી મમ્મી તેને એક જ શિખામણ અપતા હતા કે, "બેટા ક્યારેય એવું કામ ના કરતી કે તારા પપ્પા ને નીચું જોવું પડે".અને તેથી જ એના મન માં વાત દઢ પને ઘર કરી ગઈ હતી.

તે વિચારો માં ખોવાયેલી હતી એટલામાં એક બે છોકરાઓ અને છોકરીઓ કલાસ માં દાખલ થાય છે તેથી એમના અવાજ થી તે એકદમ ચમકી ને વિચારો માંથી બહાર આવે છે. અને પેલી બે છોકરીઓ ની સાથે વાત કરે છે.એટલામાં મોટાભાગે બધા આવી જાય છેઅને કોલાહલ ચાલુ થાય છે અને એજ સમયે પ્રોફેસર આવે છે. એટલે બધા શાંત થઇ ને પ્રોફેસર ને સાંભળે છે

પ્રોફેસર સામાન્ય પરિચય આપીને લેક્ચર ચાલુ કરે છે બધા ખુબ શાંતિ થી સાંભળે છે. એમ એ દિવસે બે જ લેક્ચર લેવાય છે અને ત્યાર પછી રજા આપી દેવાય છે તેથી રાધિકા સીધી ઘરે જવા નીકળી જાય છે.

રાધિકા તો ખુશ થતી થતી ઘરે પહોંચે છે કારણ કે એને તો ભણવાની ખુબ મજા આવી હોય છે તે જેવી ઘર માં દાખલ થાય છે તો જુએ છે કે તેની મમ્મી તેની રાહ જોતી જ બેઠી હોય છે,તે જેવી અંદર દાખલ થાય છે તે બહુ ખુશ થઇ જાય છે.


રાધિકા જમવાનું જમી ને એના રૂમ માં જઈ ને વાંચવા માંડે છે. બસ હવે તો એનો નિતાયક્રમ બની ગયો રોજ કોલેજ જવાનું મમ્મી ને મદદ કરવાની અને વાંચવાનું.

આમ કરતા પહેલુ સેમેસ્ટર પૂરું થાય છે અને અત્યાર સુધી માં તો ઘણી બધી ફ્રેન્ડ્સ બની ગઈ હતી.અને આખી કોલેજ તેને ઓળખતી હતી કારણ કે તેની પ્રતિભા જ એવી હતી.
આજે રીઝલ્ટ હતું બધા કોલેજ ના નોટિસ બોર્ડ પાસે જોવા ભેગા થયા હતા,તે જેવી નજીક ગઈ કે તરત જ જીયા અને કુસુમ તેને કહેવા લાગી,

"અરે રાધિકા ચાલ તારે તો પાર્ટી આપવાની છે,તુંતો આખી કોલેજ માં ફર્સ્ટ આવી છે". જિયાએ ખુશ થઈને કહ્યું.

"અને હા આજે કોઈ બહાનું નહિ ચાલે કે મોડું થાય છે, મમ્મી રાહ જોતી હશે".કુસુમ બોલે છે.

કુસુમ અને જીયા એ બે તેની ખાસ ફ્રેન્ડ હતી.તેમની વાત સાંભળી ને રાધિકા હસે છે અને કહે છે.

"હા,હા,પાર્ટી આપીશ પણ મને પહેલા મારુ રિઝલ્ટ જોવા તો જવાદો". અને એમ કહીનેે રાધિકા નોટિસ બોર્ડ પાસે પહોંચે છે.

રાધિકા જેવી નોટિસ બોર્ડ પાસે પહોંચે છે અને રિઝલ્ટ જુએ છે તે બહુ ખુશ થઇ જાય છે તે ખરેખર આખી કોલેજ માં ફર્સ્ટ આવી હતી.અને અહીથી જ એના જીવન માં ઉથલ-પાથલ થવાની શરૂઆત થવાની હતી, તેને જિજ્ઞાસાવશ જોયું કે સેકેન્ડ કોણ આવ્યું છે તો તેની આંખો પહોળી થઇ જાય છે કારણકે ખાલી એક જ પોઇન્ટ માટે તે સેકેન્ડ આવ્યો હતો એનું નામ હતું માધવ.

ખબર નહિ કેમ રાધિકાને તેના વીશે જાણવાની ઈચ્છા થઇ.તે જેવી ભીડ માંથી બહાર આવી જીયા અને કૂસુમ તેની રાહ જ જોતા હતા.તે આવી ને સીધીજ તે માધવ વિશે પૂછવા માંડી.

"આ માધવ કોણ છે"?. સીધોજ સવાલ કરી દીધો.

જીયા અને કૂસુમ થોડા અશ્ચર્ય થી તેની સામે જોવા માંડ્યા કારણ કે જે છોકરી કોઈ છોકરા ની સામે જોવા તૈયાર નથી તે આજે કોઈ છોકરા વિષે પૂછે છે.રાધિકા ફરીથી એમને એ જ સવાલ પૂછે છે ત્યારે તેમને વિશ્વાસ થાય છે.

" એ માધવ તારા જેવોજ છે એકદમ પુસ્તક નો કીડો, એ સમાજશાસ્ર ના લેકચર માં આવે છે ને એ તું નહિ ઓળખે કારણ કે તારું ધ્યાન તો ભણવા શીવાય બીજે હોય છે જ ક્યા"?કૂસુમ એની મસ્કરી કરતા બોલી.

" સારું હવે છોડો આપણે કેન્ટીન માં જઇયે પાર્ટી જોઈએ છે ને"?વાત નો છેદ ઉડાડવા માટે રાધિકાએ કહ્યું.


પણ આજે તેને માધવ ને જોવાનું મન થઇ ગયું કારણકે એને એના જેવું કોઈ મળયું એવું થતું હતું.

આ બાજુ માધવ પોતાનું રિઝલ્ટ જુએ છે અને તેને પણ રાધિકાને જોવાની ઈચ્છા થાય છે તેથી એનાથી તેના મિત્ર રાકેશ ને પુછાય જાય છે, "અલ્યા રાકા, આ રાધિકા કોણ છે?"

"શું વાત છે ભાઈ આજે છોકરી વિશે પૂછે છે,શું ચક્કર છે ઠેકાણે તો છે ને તારુ"? રાકેશ એને ચીડવતા બોલ્યો.

"ઓ ભાઈ તું સીધો સીધો જવાબ આપ ને ન અપાવો હોઈ તો ના આપીશ,એ તો એ ફર્સ્ટ આવી છે એટલે જાણવું હતું કે એ કોણ છે." માધવ ગુસ્સે થી બોલ્યો.

"સારું કહું છું યાર ગુસ્સે ના થઈશ,આ પેલી છોકરી છે જે તારી જેમ પુસ્તક નો કીડો છે ને ખાસ કોઈ ની જોડે વાત નથી કરતી".રાકેશે રાધિકા વિશે કહ્યું.

માધવ વિચારવા મંડ્યો કોઈ તો મારા જેવું મળ્યું.


ક્રમશઃ

હવે શું માધવ અને રાધિકા મળશે?

શું રાધિકા માધવ સાથે વાત કરશે?

રાધિકા કેમ રડતી હતી?

વધુ આવતા અંકે.