લવ બાઇટ્સ - પ્રકરણ-63 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-63

લવ બાઇટ્સ
પ્રકરણ-63
શહેરની મધ્યમાં આવેલો મિથિલા હોલ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવેલો રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી હતી. મિથીલા હોલનાં રાજસ્થાની નક્શી કારીગરીથી સુશોભીત દરવાજાને ફૂલો અને કળીઓથી સજાવવામાં આવેલો. દરવાજાથી અટારી પર શહનાઇ તબલા અને સંગીતનાં વાજિન્દ્રો લઇને એનાં કલાકારો સંગીત પીરસી રહેલાં. દરવાજાની આગળ હાથમાં કળા કારીગરી કરેલાં અત્તરની અત્તરદાનીઓ પકડીને સેવકો અત્તર છાંટી રહેલાં.
રેશ્મી અને રંગબેરંગી કપડાં પહેરીને હાથમાં અમૂલ્ય ઘરેણાં અને કાચની બંગડીઓ પહેરીને બધી છોકરીઓ સ્ત્રીઓ એમનાં પતિ સાથે કુટુંબ સાથે આવી રહી હતી મુખ્ય દરવાજે યુવરાજસિહ -વીણાબહેન- મયુરનાં પિતા ભંવરસિહ માતા મીતાદેવી, માણેકસિહજી ભંવરી દેવી રાજમલભાઇસા અને લલિતાદેવી ઉભા હતાં બધાં રજવાડી વેશમાં ખૂબ શોબી રહેલાં.
સ્તવન-મીહીકા અંદર રૂમમાં શાંતિથી બેઠાં હતાં. બીજા રૂમમાં મયુર અને આશા રાહ જોતાં બેઠાં હતાં. બંન્ને રૂમ વાતાનુકુલીત હતાં એટલે પરેશાની નહોતી. ત્યાંજ સેવક દોડતો આવ્યો અને સ્તવનને કહ્યું ભાઇસા તમે તૈયાર રહેજો તમને તેડવા માટે આવશે.
બધાં મહેમાન આવીને એમની જગ્યાએ બેસી ગયાં હતાં. મોટાં વિશાળ હોલમાં રજવાડી સોફા-બેઠકો મૂકી હતી બધા મહેમાન બેઠાં હતાં મધ્યમાં બે ચોરી જેવું બનાવેલું ત્યાં, બ્રાહ્મણો મંત્ર બોલતાં હતાં. ઉપર માંથે વિશાળ રત્ન જડીત લાગે એવું ઝુમ્મર લટકતું હતું. એમાંથી સોનેરી પ્રકાશ પડી રહેલો. દિગ્વીજયસિંહ અને વીણાબહેન બેઠાં હતાં એમની પાસે આશા બેઠી હતી.
આશા ખૂબજ સુંદર લાગી રહેલી એનાં રૂપકડો ચહેરાં પર શરમ હતી ગુલાબી હોઠ થરથરતાં હતાં આંખો નમેલી હતી એણે ગુલાબી અને મોરપીંછ રંગની સાડી અને ચણીયો પહેર્યો હતો કચુંકી ગોલ્ડન ભરતકામવાળી હતી ગળામાં 7 સેરનો હાર હતો કાનમાં હીરાના કાપ ગળામાં હાર સાથે હીરાનો નેકલેસ હાથમાં હીરા જડીત બંગડીઓ સાથે કાચની બંગડીઓ. માથામાં હીરાની ડીઝાઇનવાળો ટીકો એ ખુબ સુંદર રાજકુમારીની જેમ શોભી રહી હતી.
ત્યાં પંડિતજીએ કહ્યું વરરાજાને બોલાવો અહીં લગ્નથી વિરૂધ્ધ કન્યા આવી ગઇ હતી પછી વરને તેડાવ્યો. સ્તવનને લઇને મીહીકા અને ભંવરીદેવી આવ્યા. લલિતાબહેને ગણેશ દીવો લીધો હતો અને ચોરી પાસે આવ્યાં. આશા ઊંચી નજર કરીને સ્તવનને જોઇ રહી એ જોયાં વિના ના રહી શકી. સ્તવન અને આશાની નજર મળી અને સ્તવને હોઠથી ચુંબનનો ઇશારો કર્યો અને આશા શરમાઇને નીચુ જોઇ ગઇ.
આશા અને સ્તવનને સાથે બેસાડ્યાં અને પંડિતે વીધી ચાલુ કરી પંડીતે બંન્નેને હાર પહેરાવાનું અને શ્લોક બોલી અક્ષત વેરીને આશીર્વાદ આપ્યાં.
પંડિતની નજર સ્તવનનાં મોતીનાં હાર પર પડી અને એ એનેજ જોતો રહ્યો. એ શ્લોક ભૂલવા માંડ્યો. એ માંડ નજર હટાવીને શ્લોક બોલ્યો પણ એની નજર હાર જોયા પછી સ્તવનનાં ગળા પરજ ચોંટી જતી હતી.
વિધી પુરી થઇ અને પંડિતથી ના રહેવાયુ એણે માણેકસિંહજીને પૂછ્યું યજમાન આ દીકરાનાં ગળામાં હાર છે ખૂબ સુંદર અને કીંમતી લાગે છે એને ખૂબ શોભે છે. મેં આ હાર.. એટલે કે આવા હાર રાજાનાં ગળામાંજ જોયાં છે. વાહ ખૂબ સુંદર છે.
યુવરાજસિહે કહ્યું આ અમારો રાજકુમારજ છે. એનેજ શોભેને.. તમે વિધી પુરી કરો પછી છોકરાઓને દર્શન કરવા લઇ જઇએ. પંડીતે શ્લોક બોલીને આશીર્વાદ આપ્યાં પણ નજર સ્તવનનાં હાર પરજ ચોંટી રહી...
આજ પ્રમાણે મીહીકા અને મયુરની પણ વિધી થઇ ગઇ. ચારે છોકરાઓ પછી અનુક્રમે એમનાં માતા પિતા વડીલો અમને સગાસંબંધીઓને પગે લાગ્યાં.
આશા સ્તવન માણેકસિહજી - ભંવરીદેવી પછી યુવરાજસિંહ અને વીણા બહેનને પગે લાગ્યાં. પછી સ્તવન સીધો લલિતાબહેન પાસે જઇને બોલ્યો તમે મારા માંજ છો આશીર્વાદ આપો. લલિતાબહેનની આંખમાં પાણી આવી ગયાં. એમણે સ્તવનને ગળે વળગાવતાં કહ્યું તું મારોજ દીકરો મારો ખોટનો દીકરો છે ખૂબ ખૂબ આશીર્વાદ- સ્તવન પછી રાજમલકાકાને પગે લાગીને કહ્યું કાકા તમે સાચેજ મારાં માવતર છો તમારાં આશીર્વાદ મને જરૂરી. રાજમલભાઇએ પણ એને ગળે વળગાવી વ્હાલ કરતાં આશીર્વાદ આપ્યાં. આશા પણ બધાને પગે લાગી આશીર્વાદ લીધાં.
સ્તવન યુવરાજસિંહને પગે લાગ્યો યુવરાજસિંહે એને બે સેરની ભારે સોનાની ચેઇન પહેરાવી અને હાથમાં સોના, બ્રેસલેટ અને વીણાબહેને આશાને વીંટી આપી એ વીંટી આશાએ સ્તવનને પહેરાવી.
ભંવરીદેવીએ સ્તવનને બોક્ષમાં બધી જણસ આપી સ્તવને આશાનાં ગાળામાં મંગળસૂત્ર ડીઝાઇનનો હીરા જડીત નેકલેસ પહેરાવ્યો. હાથમાં સોનાની બંગડીઓ પગમાં ચાંદીના પહોચા-ઝાંઝર બધુ પહેરાવ્યું અને એકદમ એનાં ચહેરા પાસે જઇને બોલ્યો ધીમેથી હવે રાત્રે બધુજ ઉતારીને તને...
આશાને જોરથી હસુ આવી ગયું અને એ ધીમેથી બોલી લુચ્ચાજ છો ચૂપ રહો. બોલશો નહીં પણ કરજો ખરાં કહીને ફરીથી હસી પડી.
બધાંએ નવવધુને આશીર્વાદ આપ્યાં. ભંવરીદેવીએ કહ્યું લગ્નથી વધુ આ વેવીશાળ છે આપણામાં આનું મહત્વ વધારે છે બંન્ને છોકરા ખૂબ ખુશ થાય અને સુખી રહે આજ રીતે પછી બધાં મીહીકા અને મયુરની વિધીમાં જોડાયાં.
મીહીકાને એની સાસુ મીતાદેવીએ 10 સેરની સોનાની મગમાળા, હીરાનો નેકલેસ, મોટાં કુંદન, હાથમાં બંગડીઓ બધુ ચઢાવ્યું અને અનેક જયપુરી ડ્રેસ બીજી સાડીઓ બધુ આપ્યું અને ભંવરી દેવીએ મયુરને બે સેરની ભારે સોનાની ચેઇન, વીટીં અને હાથનું સોનાનું બ્રેસલેટ આપ્યુ બધી વિધી પુરી થઇ આજે ચારે છોકરાઓને રાજવી બેઠક પર બેસાડ્યાં.
બધાં સગાવ્હાલાએ ભેટ સોગાદ આપીને આશીર્વાદ આવ્યાં. બધાને સાથે સાથે જમવા માટે નિમંત્રણ આપ્યાં બધાને ટેબલ પરથી પરજ રજવાડી જમણ પીરસવામાં આવ્યું હવે બધાં થોડાં રીલેક્ષ થયાં હતાં. સેવકો બધાનું ધ્યાન રાખી રહેલાં જેને જે જોઇએ એ પીરસી રહેલાં આપી રહેલાં.
અમુક ખાસ ઘરનાં નોકરો બહાર જઇને ફટાકડા ફોડી રહેલા મોટી મોટી ફટાકડાની લૂમ ફોડી રહેલાં.
સ્તવન અને આશાએ મીહીકા અને મયુરને પણ અભિનંદન આપ્યા અને કહ્યું 1 દિવસ આરામ કરી લો પછી આપણે ચારે સાથે ક્યાંય દૂર ફરવા જઇએ મયુરે કહ્યું મારાં મનની વાત કીધી સ્થળ પછી નક્કી કરીએ.
આશાએ સ્તવનને કહ્યું મારાં રાજકુંવર બહુ તમે લુચ્ચાઇ કરતાં હતાં. અને એની નજર મોતીની માળા અને નંગ પર પડી એણે કહ્યું વાહ કેટલી સુંદર માળા છે કોણે આપી ? ક્યાંથી લાવ્યાં ?
સ્તવને કહ્યું અરે કોણ આપવાનું ? બજારમાં એક ઝવેરીને ત્યાં જોઇ ખૂબ ગમી ગઇ લઇ લીધી ? તને ગમીને ?
આશાએ કહ્યું અરે ખૂબ ગમી છે એટલે તો પૂછ્યું. અને એમાંય આ વચ્ચે મોટો નંગ વાહ શું પાણીદાર છે અરીસા જેવો છે ખૂબ સુંદર છે મને ગમ્યો. આંખો તો એનાં તરફથી ખસતીજ નથી અને આશાની આંખો એકદમજ.... એણે કહ્યું આ નંગ....
વધુ આવતા અંકે - પ્રકરણ -64