લવ બાઇટ્સ - પ્રકરણ-9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-9

લવ બાઇટ્સ
પ્રકરણ-9
ઓફીસનો પ્રથમ દિવસ પુરો થયો સ્તવન રાજમલકાકા સાથે કારમાં ઘરે આવી રહેલો અને અચાનક એને બેચેની લાગવા માંડી એનાં શ્વાસ ફૂલવા માંડ્યા. એણે રાજમલસિંહને કહ્યું "કાકા મને બેચેની લાગે છે પ્લીઝ ગાડી બાજુમાં ઉભી રાખોને. રાજમલસિંહે ગભરાતાં કહ્યું "ભલે દીકરા એમ કહીને ગાડી સાઇડમાં લીધી અને સ્તવનને પૂછ્યું કે તને શું થાય છે આમ અચાનક ?
સ્તવન થોડીવાર ચૂપ રહ્યો અને એનાં આંખનાં ડોળા જાણે મોટાં થવા લાગ્યા એ માથું પકડીને બેસી રહ્યો. રાજમલસિંહે કહ્યું બેટા ડોક્ટરને બતાવીને જઇએ આમ અચાનક તને શું થઇ ગયું ?
સ્તવને કહ્યું "કાકા આવું ઘણીવાર થાય છે એમ કહીને પાછો ચૂપ થઇ ગયો. થોડીવાર રાજમલસિંહ સમજીને શાંત રહ્યાં એને ભૂતકાળમાં આવુ થતુ હતું અને જ્યપુરમાંજ ટ્રીટમેન્ટ માટે આવેલો.
"કાકા હવે સારું છે સોરી તમને ચિંતા કરાવી અને એણે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. રાજમલસિંહે ગાડી આગળ એક સોડા સોપ પર ઉભી રાખી અને બંન્ને જણાએ ત્યાં સોડા પીધી પછી રાજમલસિંહે કહ્યું તને ઠીક નથી લાગતું તો કાલે ડોક્ટરને બતાવી દઇએ. આવુ વારે વારે થાય એ ઠીક નથી.
સ્તવને કહ્યું કાકા આ દર્દ મારી સાથે જન્મથી છે આનો કોઇ ઉકેલ કે ઉપાય નથી આ ડોક્ટરકે આજનું સાયન્સ મારાં માટે અધૂરા છે કોઇજ ઇલાજ નથી પણ મને ઠીક છે પાંચ-દસ મીનીટ હુમલો આવે છે પછી શાંત થઇ જાય છે...
રાજમલસિંહ કંઇ બોલ્યા નહીં મનમાં વિચાર કરવા લાગ્યાં. એમને કહ્યું તું જમીને આરામ કરજે હમણાં તને આ દોડધામ થઇ એનો થાક છે અને મનમાં કોઇ વિચારો ના કરીશ. શાંતિથી સૂઇ જજે.
સ્તવને કહ્યું "કાકા આજે મેં કંપનીમાં અરજી મૂકી છે થોડાં એડવાન્સ મળી શકે તો. જો કાલે મળી જાય તો હું પ્રથમ એક મોબાઇલ લેવા માંગુ છું મારે અચાનક કોઇનો સંપર્ક કરવો હોય કરી શકું... મને એની ખાસ જરૂર લાગે છે અને અહીં નોકરી જોઇન્ટ કર્યા પછી ખાસ જરૂર છે અહીં બધાં પાસે મોબાઇલ ફોન છે. મને લાગે છે મને એડવાન્સ મળી જશે.
રાજમલસિંહે કહ્યું "સાચી વાત છે કંઇ નહીં જો કાલે નહીંતર કોઇ રસ્તો કાઢીશું. બંન્ને જણાં ઘરે આવ્યાં. સ્તવન હવે સંપૂર્ણ સ્વસ્થ હતો એણે કાકાને કહ્યું "કાકા કાકીને કંઇ વાતના કરશો પ્લીઝ નાહક એમને ચિંતા થશે અને તમે પાપા સાથે વાત કરી હતી ?
રાજમલસિંહે કહ્યું હાં દીકરા તું અસ્વસ્થ થયો એમાં તને કહેવું ભૂલ્યો મેં માણેકસિંહ સાથે વાત કરી હતી તારાં બધાં સમાચાર આવ્યા છે અને ચિંતા ના કરશો એમ જણાવ્યું છે. તારે વાત થઇ ? સ્તવને કહ્યું "ના કાકા આજે મને ઓફીસમાંથી વાત કરવી ઠીક ના લાગ્યુ એટલેજ મોબાઇલ ફોનનો વિચાર આવેલો.
બંન્ને જણાં ફ્રેશ થઇને જમવા બેઠાં લલિતાબહેને એને ખૂબ પ્રેમથી જમાડ્યો. અને સ્તવને જમીને કહ્યું "કાકી હું આજે વેળાસર સુઈ જઊં કાલથી હું સીટીબસમાં ઓફીસ જઇશ અને આવીશ. બધુ મેં જોઇ લીધુ છે સીધોજ રસ્તો છે મને મળી જશે.
લલિતાબહેને કહેને કહ્યું ભલે પણ સાચવીને જજે અને જા આરામ કર. કાલે વેળાસર ઉઠીને પરવારી જજે. સ્તવન સૂવા માટે એને ફાળવેલા રૂમમાં સૂવા ગયો.
સ્તવનનાં ગયા પછી રાજમલસિંહે કહ્યું "આટલો સરસ યુવાન તંદુરસ્ત છોકરો છે આટલું ભણ્યો સરસ નોકરી મળી છે. એને ઇશ્વર સદાય હસતો સાજો માજો રાખે પણ એની તબીયત વિશે વાત ના કરી. સ્તવનની સૂચના યાદ હતી.
લલિતાબહેને કહ્યું "સ્તવન આવ્યો છે ત્યારથી મને એનાં માટે દીકરા જેવી લાગણી થાય છે ઇશ્વર એને સાજોમાજોજ રાખશે તમે ચિંતા ના કરો એટલો આગળ વધશે કે એનું નામ કરશે. જોજો. દેખાવમાંય કેવો રાજકુમાર જેવો લાગે છે.
રાજમલસિંહે કહ્યું હા એ તો છે. કાલથી એ એકલો જશે વાંધો નથી આમ પણ એકલો જશે તો શહેરમાં રસ્તાને બધુ ઓળખતો થશે જે એનાં માટે જરૂરી છે એમ કહી વિચારમાં પડી ગયાં.
લલિતાબહેને કહ્યું "એક વાત કહું ક્યારની મારાં મનમાં ફર્યા કરે છે. રાજમલસિંહે વિચાર અટકાવતાં કહ્યું "હાં બોલને શું વાત છે ? લલિતાબહેન કહે મારી બહેનની દીકરી આશા પણ પરણાવા લાયક થઇ ગઇ ચે એ પણ ખૂબ સુંદર છે કોલેજનું છેલ્લુ વર્ષ છે એનાં માટે છોકરો શોધવાનું ચાલુ કર્યું છે તો સ્તવન માટે વિચારી શકાય ?
રાજમલસિંહે કહ્યું તારી વાત સાચી પણ સ્તવન હજી આવે નોકરીએ લાગ્યો છે એને થોડો સેટ થવા દે અને આપણાં દીકરા જેવો છે દીકરો નથી એનાં માંબાપને પૂછવુ પડે એમને કોઇ બીજી ગેરસમજ ના થવી જોઇએ કે તારી બહેનની દીકરી એની સાથે પરણાવી દેવા આપણે સાચવીએ છીએ.
લલિતાબહેન કહે "અરે આ શું બોલો છો ? મારી ભાણી આશા પણ ખૂબ સુંદર અને ગુણીયલ છે તમે તો જાણો જ છો આતો આ છોકરો ઘણો સારો અને રાજકુમાર જેવો છે અને પાછો તમારાં ખાસ મિત્રનો છોકરો છે આપણે પહેલાં એનાં માંબાપને વાત કરીશુ પછી આગળ વાત અને આમે નોકરીએ લાગ્યો છે તો નોકરી ક્યાં જવાની છે ? તમે વિચાર કરજો આતો મને સવારથી વિચાર આવતાં હતાં. એટલે તમને વાત કહી દીધી પેટમાં ના રાખી.
રાજમલસિહને એને આવતા હુમલાની બીમારી યાદ આવી ગઇ એમણે આજની વાત છૂપાવીને કહ્યું "પણ તને ખબર છે ને એને કેવા અગોચર હુમલા આવતા હતાં એની સારવાર કરાવવા માણેકસિંહ અહીં લઇને આવેલાં. તારી બહેન બનેવીને એવી બધી વાત કરવી પડે આપણી છોકરીનું પણ વિચારવું પડે ભવિષ્યમાં કોઇ તકલીફ થાય તો આપણાં માથે આવે સમજે છે ને ?
લલિતાબહેન કહે હવે તો સારું થઇ ગયું છે આપણાં વિચારવુ પડે એવી વાત છે જોઇએ શું થાય છે ? આતો વિચાર આવેલો કહી દીધો. એનાં નસીબ હશે તો ત્યાં થશે. આવો સારો છોકરો આપણી નજરમાં છે અને હાથથી નીકળી ના જાય એટલે કહ્યું આપણી જ્ઞાતિમાં છોકરાઓ આટલું ભણેલાં ક્યાં હોય છે ? કંઇ નહીં તમે કહેશો તો વિચારીશું નહીંતર કંઇ નહીં....
કોઇ સમાધાન વિના વાત અટકી ગઇ. બંન્ને જણાં પરવારીને સૂવા માટે ચાલ્યા ગયાં...
***********
સ્તવનની નોકરી ચાલુ થએ હવે એક અઠવાડીયું નીકળી ગયું હતું એ પોતાની જાતે નોકરી જતો આવતો થઇ ગયો હતો. એને કંપનીમાંથી જ સ્માર્ટ ફોન સીમકાર્ડ સાથે મળી ગયો હતો ઉપરાંત 5000 રૂપિયા એડવાન્સ મળી ગયાં હતાં એ ખૂબજ ખુશ હતો મોબાઇલ આવ્યાં પછી ઘરે વાત પણ કરી હતી અને બધાં ખૂબ ખુશ હતાં. સ્તવને બજારમાંથી બીજો સાદો ફોન ખરીદેલો અને રાજમલકાકાને બતાવેલો કે મેં આ ફો સીમ સાથે ખરીદ્યો છે તો પાપાને મોકલવો છે અમારે કાયમ વાત કરવી હોયતો થાય કાકા તમે મોકવાનો બંદોબસ્ત કરશો ? આમ પણ તમારી પાસે કુરિયરવાળા બધાં ઓળખીતા છે તો પાપાને પહોચી જાય અને મારી બહેન મીહીકાને કહી દઇશ હું સમજાવી દઇશ એ રીતે પાપાને ફોન વાપરવા શીખવી દેશે પછી વાતચીતની ચિંતા જ નહીં.
રાજમલસિંહે ફોન લીધો જોવા અને કહ્યું "વાહ આતે સારું કર્યુ માણેકસિંહ સાથે વાત થશે હવે. સાચું કહ્યું આજ સુધી મેં પણ નથી લીધો કાલે મારાં માટે પણ લઇ આવીશુ હું પણ મોબાઇલ વાપરીશ લેન્ડલાઇન દુકાને છે ઘરે હવે લેવાની જરૂર નથી નવા જમાનાં પ્રમાણે થોડું રહીએ.
લલિતાકાકીએ કહ્યુ મે તમને કેટલાય સમયથી કહેલું કે તમે આવો મોબિલ લઇલો... કંઇ નહીં સ્તવન સાથે જઇને લઇલો કેટલું સરળ થઇ જાય.
બીજા દિવસે રાજમલસિંહ સ્તવન સાથે જ નીકળ્યાં અને મોબાઇલ શોધમાંથી એમનાં માટે મોબાઇલ ખરીધ્યાં અને સ્તવનનાં પિતા માણેકસિંહને ફોન કુરીયર દ્વારા મોકલી આવ્યો. મોબાઇલ લઇ રાજમલસિંહ ઘરે આવ્યાં અને સ્તવન ઓફીસપહોચી ગયો.
સ્તવનને આમને આમ મહીનો પુરો થયો એ આજે ખૂબજ ખુશ હતો એનાં હાથમાં પહેલો પગાર આવેલો એમાંથી હજાર રુપિયા ઘરે મોકલી દીધાં અને પછી પાપા સાથે ફોન પર વાત કરી. માણેકસિંહ કહ્યું "દીકરા આશીર્વાદ તેં ફોન માણેક મીહીકાએ શીખવી દીધો છે એ વારે વારે તને ફોન કરવા કહે પણ ના પાડુ કે પૈસા ના બગાડ પણ સાંભળતીજ નથી.
સ્તવને હસતાં હસ્તાં કહ્યું "કંઇ નહીં પાપા હું એનુ બીલ ભરતો રહીશ તમે શાંતિથી નશ્ચિંત જઇને વાપરજો અને ખાસ વાત પાપા રાજમલકાકા ઘર શોધવા હમણાં ના પાડે છે કાકીતો કહે હમણાં અહીંજ રહે એટલે શું કહ્યુ ?
માણેકસિંહે કહ્યું "કંઇ નહીં દીકરા હું વાત કરીશ અને હાં એમને તું પૈસા આપતો રહેતો અને હાં એક મીનીટ તારી...
વધુ આવતા અંકે -- પ્રકરણ-10

રેટ કરો અને રિવ્યુ આપો

Rita Rathod

Rita Rathod 4 માસ પહેલા

Chintal Patel

Chintal Patel 4 માસ પહેલા

Shefali

Shefali માતૃભારતી ચકાસાયેલ 6 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 7 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 7 માસ પહેલા