લવ બાઇટ્સ - પ્રકરણ-7 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-7

લવ બાઇટ્સ
પ્રકરણ-7
સ્તુતિ જમી પરવારીને માં પાપાને કહ્યું હું ખૂબ થાકી છું સૂઇ જઊં અને પોતાનાં રૂમમાં આવી... થાકેલું શરીર હતું આંખો ભારે થવા લાગી અને આંખ મીંચાઇ ગઇ. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગઇ જાણે પ્રવાસનો થાક નહીં પણ જન્મોનાં પ્રવાસનો થાક હોય એવું લાગી રહ્યું હતું એ બે કલાક માંડ ઊંઘી હશે અને એનાં જન્મની સાથે આવેલાં લીલા ઘા જાણે વધારે લીલા થયાં એને મહેસૂસ થયું કે મને પીડા થઇ રહી છે એનો હાથ પીડા પર ફર્યો અને એની આંખો ખૂલી ગઇ એનાં રૂમની બારીનાં પડદાં પવનનાં જોરે જાણે ઉડવા માંડ્યા ઘોર અંધારી રાતમાં પણ જાણે દીવા પ્રગટ્યા હોય એવો ઉજાસ થયો અને એક આકૃતિ રચાતી દેખિ એની આંખો વિસ્ફારીત થઇ ગઇ.
રચાતી આકૃતિને જાણે ઓળખતી હોય એમ એ કંઇ બોલવા ગઇ પણ ગળામાં અવાજ અટક્યો... ઠંડો પવન ફૂંકાયો એનાં વાળ ઉડવા લાગ્યા ફેંદાવા લાગ્યાં વાળની લટો ચહેરાં પર આવી ગઇ ગળામાં અટકેલાં શબ્દોએ આંખ પર કબજો જમાવ્યો એની આંખમાંથી અશ્રુધારા છૂટી... એ બોલવા માટે હોઠ ફફડાવ્યા કોઇ નામ હોઠ પર આવીને જતું રહ્યુ એ આકૃતિને જોતી જ રહી ઓળખ પાકી હતી છતાં વિસ્મૃતિ હતી અને એ આકૃતિ જાણે ધીમે ધીમે એની નજીક આવી રહી હતી એનાં શરીરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં એ પથારીમાં ગભરાઇને બેઠી થઇ ગઇ અચાનક એનાં હાથ પહોળાં થઇ ગયાં આવનાર આકૃતિને એ બાંહોમાં પરોવવા માંગતી હતી એની આંખો રડી રહી હતી એ અશ્રુ વિરહનાં કે પ્રેમનાં એ સમજી નહોતી રહી.
સ્તુતિ આગળ કંઇ સમજે એ પહેલાંજ એ આકૃતિ જાણે એની બાહોમાં સમાય ગઇ અને અચાનક મોઢામાંથી અવાજ નીકળ્યો.. આવીજા અને એટલું જોરથી બોલી કે એનાં માં-પાપા ઘેરી નીંદરમાંથી જાગી ગયાં.
બંન્ને જણાં દોડ મૂકીને સ્તુતિનાં રૂમમાં આવી ગયાં પાપાએ તરત જ લાઇટ ચાલુ કરી. માં દોડીને સ્તુતિ પાસે આવી ગઇ એણે કહ્યું "સ્તુતિ તું આમ કેમ બેઠી છે ? શું થયું તારો ચહેરો આટલો... બેટા આટલો બધો પરસેવો કેમ ? તું કેમ રડી રહી છે ? તેં શું જોયું ?
સ્તુતિ સ્થિતિપ્રસ હતી એ જવાબ નહોતી આપી રહી માંએ એને ઢંઢોળી... સ્તુતિ... સ્તુતિ બેટા બોલને શું થયું ? કોઇ ખરાબ સ્વપ્ન જોયું. શું થયુ ? સ્તુતિ અવાચક બનીને માં-પાપ તરફ જોવા લાગી અને ત્યાંજ એક તેજ લિસોટો બારીની બહાર નીકળી ગયો અને પવનની થપાટથી બારી બંધ થઇ ગઇ.
માં-પાપા બંન્ને આર્શ્ચથી એકબીજા સામે જોવાં લાગ્યાં આ શું હતું ? શું થઇ ગયું. માં એ કહ્યું સ્તુતિ બોલને શું થયુ ? સ્તુતિ જાણે ઉંઘમાંથી જાગ્રત થઇ હોય એમ માં સામે જોવા લાગી અને બોલી "માં પાપા તમે ? કેમ શું થયું ? તમે અહીંયા ? મને શું થયું હતું ? અને એની આંખો હજી ભીંજાયેલી હતી અને ચહેરા પર અશ્રુબિંદુથી અંકિત થયેલી કોઇ જાણે કથા હતી.
માંએ કહ્યું "તારો કંઇ બોલવાનો મોથી અવાજ આવ્યો એટલે એ સાંભળીને અને દોડી આવ્યા. શું બોલતી હતી ? કોણ હતું સ્વપ્નમાં ? તને શું થયુ ?
સ્તુતિમાં કહ્યું માં મને કંઇ ખબર નથી હું તો ખૂબ જ થાકી ગયેલી સૂઇ ગયેલી પણ મને એવુ થયુ કે કોઇ મને જગાડી રહ્યું છે પણ... પણ.. માં મને કંઇ... એમ બોલતાં બોલતાં ઢળી પડી....
માં બાપા બંન્ને જણાં ગભરાઇ ગયાં. સ્તુતિ સ્તુતિ તને શું થયું ? અને એમનાં અવાજ સાંભળીને સૂતેલો તુષાર પણ ત્યાં દોડી આવ્યો. એણે પૂછ્યુ "પાપા દીદીને શું થયું ? પાપા પાલીનો ગ્લાસ લાવી સ્તુતિનાં ચહેરાં પર છાંટ્યુ અને ઉઠાડવા પ્રયત્ન કર્યો. થોડીવારમાં સ્તુતિ જાણે ભાનમાં આવી અને બોલી "પાપા મને કંઇ થયેલું પણ યાદ નથી એમ કહીને ધુસ્કે ને ધુસ્કે રડી પડી.
બંન્ને માં પાપા ચિંતામાં પડી ગયાં. તુષારની સામે જોવા લાગ્યાં. તુષારે કહ્યું માં તમે દીદી સાથે સૂઇ જાવ.. આવું દીદીને પહેલાં ક્યારેય નથી થયું. દીદીને શું થયુ છે ? એ પણ ઢીલો થઇ ગયો આંખો ભીંજાઇ ગઇ.
વામનભાઇએ કહ્યું "કાલે આનો ઉપાય કરવો પડશે એ પણ ચિંતામાં પડી ગયાં. એમણે તરુણીબહેનને કહ્યુ તમે સ્તુતિ સાથે સૂઇ જાવ અને એનું ધ્યાન રાખજો અને ઉદાસ મને એ અને તુષાર રૂમની બહાર નીકળી ગયાં અને નીકળતાં.
તરુણીબહેનને ઇશારામાં સમજાવ્યું ચિંતા ના કરશો સૂઇ જાવ હું કાલે બધું કરીશ. તરુણીબહેને કહ્યું સવાર પડે શીરોમણ કરીને સીધાં જ અધોરનાથજી પાસે જજો આવું થાય ના ચાલે આતો સમય જતાં વધતું જાય છે મારી દીકરી હેરાન થાય છે. વામન ભાઇએ કહ્યું" તમે નિશ્ચિંત રહો હું સવારે નીકળી જઇશ.
ભારે હેયે વામનભાઇ અને તુષાર સ્તુતિનો રૂમ છોડી ગયાં માં એ સ્તુતિને થાબડીને સૂવાડી. થોડીવારમાં એ સીધી ઘસઘસાટ ઊંઘી ગઇ જાણે કશું થયું જ નથી. માં એ સ્તુતિનાં ચહેરા સામે જોયા કર્યું કેવી નિશ્ચિંત ઊંઘે છે. આ છોકરીને શું થયું હશે ? અને અચાનક એમની નજર સ્તુતિમાં ગળાનાં લીલા ઘા તરફ ગઇ અને અચંબામાં પડી ગયાં કે આ બાલ-ગુલાબી રગનું કેવી રીતે થઇ ગયું ? એ ગભરાયા સ્તુતિને ઊંઘતી મૂકીને વામનભાઇએ બોલાવવા ગયાં.
પાપાએ આવીને માં એ બતાવેલ સ્તુતિનાં ગળાનો ઘા જોયો તો એનો રંગ બદલાઇ ગયો હતો એ પણ આર્શ્ચયમાં પડયા કે આટલા વર્ષોમાં પહેલીવાર આવો ફેરફાર જોયો. ચિંતા વધી ગઇ. બંન્ને માં-બાપ પછી સ્તુતિની સામે જ બેસી રહ્યાં. સ્તુતિતો ઘસઘસાટ ઊંઘી રહી હતી.
**********
સ્તવન આમે વહેલો ઉઠી ગયેલો એ તૈયાર થઇ ગયો આજે એની જોબનો પ્રથમ દિવસ હતો. રાજમલ સિંહે પત્નીને કહ્યુ તમે ચા નાસ્તાની તૈયારી કરો હું પણ વહેલો તૈયાર થઇ જઊં સ્તવનને આજે એની ઓફીસ મૂકી આવીશ.
સ્તવને ચા નાસ્તો રાજમલસિંહ સાથે કરી લીધો અને કાકીએ કહ્યું જમવાનું ટીફીન પણ તૈયાર જ છે સાથે લઇ જા અને કોઇ રીતે ચિંતા ના કરીશ.. સમયસર જમી લેજે અને સાંજે પણ તારા કાકા લેવા આવશે બસ કે રીક્ષામાં ના આવીશ પછી કાલથી બધુ સમજીને જાતે જજે આવજે.
એમણે દહીં લાવીને સ્તવનને ખવરાવ્યુ અને પછી સાંકર ખવડાવી કહ્યું આજે પહેલો દિવસ છે ખૂબ આનંદથી જજે ઇશ્વર તારી ખૂબ પ્રગતિ કરશે એમ કહીને આશીર્વાદ આવ્યાં. સ્તવનને માં યાદ આવી ગઇ પણ એની ખોટ કાકીએ પુરી કરી દીધી હતી. અને રાજમલસિંહનાં પત્નિ લલિતાદેવી પોતાને કોઇ સંતાન નહોતું. પણ સ્તવનને જોઇને એમનું માતૃત્વ જાગી ગયું હતું તેઓ ખૂબ લાગણી અને પ્રેમથી સ્તવનને સાચવી રહેલાં જાણે એમને ખોળાની ખોટ પુરાઇ ગઇ હોય એવુ લાગી રહેલું રાજમલસિંહ પણ બહુ સમજી રહેલાં પરંતુ પત્નિની લાગણીને માન આપી સાથ આપી રહેલાં.
સ્તવન અને રાજમલસિંહ બંન્ને જણાં નીકળી ગયાં અને 15-20 મીનીટનાં કારનાં ડ્રાઇવીંગ કર્યા પછી એની ઓફીસ પહોચી ગયાં. ઓફીસ બિલ્ડીંગ જોઇને સ્તવન ખુશ થઇ ગયો એ રાજમલસિંહને ચરણે પડી પગે લાગ્યો અને કહ્યું "કાકા થેંક્યુ તમારી કેર હું નહીં ભૂલી શકુ મારાં માંબાપ મને જાણે યાદ નથી આવ્યા એટલું તમે ને કાકી સાચીવ રહ્યાં છો તમે જાવ ઘરે તમારે દુકાને પણ જવાનું છે અને હાં કાકા સાંજે ધક્કો ના ખાશો હું ઘરે મારી રીતે આવી જઇશ.
રાજમલસિંહે કહ્યું "તારી કાકીએ કહ્યું છે એટલે હું આવીશ કાલથી તને બધુ સમજાવ્યા પ્રમાણે જજે આવજે અને સરસ રીતે કામ કરજે તારાં બાપુ સાથે હું વાત કરી લઇશ અને જો તને ઓફીસમાંથી વાત કરવા મળે તો એકવાર એમની સાથે વાત કરી લેજે નહીંતર સાંજે હું કરાવી લઇશ.
બધી સૂચના આપ્યા પછી એમણે ખીસામાં હાથ નાંખી 500/- રૂપિયા કાઢીને આપતાં કહ્યું. આ તારી પાસે રાખજે બીજા જરૂર પડે માંગજે સંકોચના રાખીશ.
સત્વને કહ્યું "ના કાકા મારી પાસે છે મને બાપુજીએ આપ્યા છે નથી જરૂર રાજમલસિંહે કહ્યું "અરે ગાંડા રાખ તારી પાસ હુ તારાં બાપા પાસેથી લઇ લઇશ તું સંકોચ ના રાખ અને પૈસા તારાં વોલેટમાં મૂકી દે હું સાંજે સમયસર આવી જઇશ.
સ્તવન પછી આગળ કંઇ બોલી ના શક્યો. કાકાની લાગણીને માન આપી પૈસા રાખી લીધાં અને આશીર્વાદ લઇ અંદર બિલ્ડીંગમાં જતો રહ્યો.
રાજમલસિંહ ત્યાંજ ઉભા રહી એને અંદર જતો જોઇ રહ્યાં મનમાં વિચારી રહ્યાં. કાશ મારે દિકરો હોત તો આવડો જ હોત... અને પછી વિચાર કરતાં કરતાં નીકળી ગયાં.
વધુ આવતાં અંકે -- પ્રકરણ-8