લવ બાઇટ્સ
પ્રકરણ-8
વામનભાઇ સવારે વહેલાંજ ઉઠી ગયાં. પૂજાપાઠ પરવારીને તરતજ તરુણીબહેનને કહ્યું હું અઘોરનાથને મળીને આવુ છું. આજે બધુજ પાકું પૂછી આ સંકટનું નિવારણ કાઢીનેજ આવીશ. તરુણીબહેને કહ્યું પણ તમે ચા-શીરામણ કરીને નીકળો... વામનભાઇએ કહ્યું "ના મારે જળ પણ ગળે નથી ઉતારવું. આવીને કરીશ બધુ અત્યારે મને જવાદે અઘોરનાથ પૂજા કે ધ્યાનમાં બેસી જાય પહેલાંજ પહોંચી જઊ. તરુણીબહેને કહ્યું એક મીનીટ ઉભા રહો તેઓ ઝડપથી રસોઇઘરમાં જઇ ગોળની કાંકરી લઇને આવ્યાં અને કહ્યું આ મોઢામાં મૂકો તમે ભલે શીરામણ ના કરો નામ લીધુ છે એટલે આ લો નહીંતર કંઇ થયું.. તો વહેમ આવશે.
કમને વામનભાઇએ ગોળની કાંકરી મોઢાંમાં મૂકીને નીકળી ગયાં. જયપુરના બાણગંગા નદીના કિનારે એકાંતમાં આવેલાં અઘોરનાથજીનાં આશ્રમ પહોંચી ગયાં. વિશાળ આશ્રમનાં પાછળનાં ભાગે અઘોરનાથજીની સમાધી રૂમ, પ્રાર્થના હોલને બધુ હતું વામનભાઇ ખૂબ જાણીતાં હતાં તેથી સેવકોએ સીધાંજ બાબા પાસે જવા દીધાં.
વામનભાઇ બાબા અઘોરનાથજી પાસે પહોચ્યાં અને એમનાં રૂમમાં પ્રવેશતાં પહેલાં જોડા બહાર કાઢી વિનમ્રતાથી અંદર પ્રવેશ્યા બાબા મહાકાલ ભગવાનનાં શિવલીંગ અને માં હરસિધ્ધીની મૂર્તિ સમક્ષ બેઠાં હતાં. વામનભાઇને જોઇને થોડાં આર્શ્ચયમાં પડ્યાં અને આનંદીત પણ થયાં એમણે ક્યુ. અરે વામન તું અત્યારે સવાર સવારમાં ? અને કેમ આટલો ચિંતિત જણાય છે ?
વામનભાઇએ બાબાનાં ચરણ સ્પર્શ કરી પગે લાગીને કહ્યું "બાબા એક મોટી વિપદા આવી પડી છે એટલે તમારી પાસે આવ્યો છું તમારે એવું નિરાકરણ લાવવુ પડશે નહીંતર મારું જીવવું પણ અઘરું થઇ પડશે.
બાબા થોડીવાર વામનભાઇની સામે જોયા કર્યુ પછી હાથ ઊંચો કરી શાંત થવા કહ્યુ એમણે આંખો બંધ કરીને પછી થોડીવાર રહીને આંખો ખોલીને ત્રાટક કરતાં હોય એમ બોલ્યાં તું તો ગૂઢ વિદ્યાનો જાણકાર આટલો અસ્વસ્થ કેમ છે ? તારી દીકરી મજામાં છે ને ? એનાં વિશે જાણવા આવ્યો છે ને ? એ જન્મથી ગત જન્મની યાદો અને નિશાની સાથે જન્મી છે હવે ઉંમર થતાં બહુ જાગ્રત થઇ રહ્યુ છે.
વામનભાઇથી ફરીથી હાથ જોડાઇ ગયાં. બાબા બાબા દીકરીનીજ ચિંતા છે એમ કહીને ગત રાત્રે બનેલી બધી જ બીના કહી સભળાવી.
બાબા મંદ મંદ હાસ્ય સાથે વધી વિગત સાંભળી રહેલાં, પછી બોલ્યાં તે કહી દીધુ મેં સાંભળી લીધુ... પછી પાછા આંખે બંધ કરીને ધ્યાનમાં જતા રહ્યાં. વામનભાઇ વિસ્મય પૂર્વક એમની સામે જોઇ રહેલાં થોડીવાર પછી બાબાએ કહ્યું "ગઇ રાત્રે દીકરીને એક આત્મા જે જીવીત છે એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને મળી ગયો. દીકરીએ એનું નામ આપ્યું ?
વામનભાઇએ કહ્યું બાબા તમે કીધું એ જ સત્ય દીકરી તો કહે મને કંઇ યાદ નથી પણ બાબા કૌતુક એ વાતનુ છે કે એનાં ગળાનાં નિશાનનો રંગ બદલાઇ ગયો ગુલાબી લાલ થઇ ગયો છે મને ચિંતા છે કોઇ આગોચર ઘટના ચોક્કસ બની છે એની સાથે પણ એણે કંઇ જણાવ્યુ નથી બાબા દીકરીને કંઇ નુકશાન પહોચે તો મારો તો જીવ જશે. મને ખબર છે કે કોઇ અગોચર શક્તિ છે પણ શું છે એ નથી સમજાતું.
મારી એકની એક દીકરી છે હવે એની ઊંમર પણ પરણાવાલાયક થઇ ગઇ છે મારી પત્ની પણ ખૂબ ચિંતાપુર છે આજે કોઇ ઉપાય બતાવો દીકરી હેરાન થઇ રહી છે.
બાબાએ કહ્યું "એનો ઉપાય છે અને થશે પણ હજી થોડી વાર છે થોડો સમય જવા દેવો. એવા દેવાશે એની સાથે થતાં અનુભવો હજી થશે પણ ચિંતાનું કોઇ કારણ નથી ગત જન્મનાં ત્રરણ, કર્મ જે સંચિત છે કોઇ પ્રેમ, જીજીવિષા, અધુરૂપ કે કંઇ બાકી રહી ગયેલું છે એની પીડા છે કોઇ ચોક્કસ કારણ છે પણ નિવારણ માટે હજી સમય છે હમણાં કંઇ કરવા જઇશું તો બાજુ બગડી શકે છે. મારું જ્ઞાન એવું કહે છે કે થોડો સમય જવા દે એનાં ઉપાય કરીશુ અને સટીક ઇલાજ થશે પણ જે ભોગવવાનુ છે એ ભોગવવાનું જ છે છતાં તારી દીકરી મારી દીકરી છે હું તને એક મંત્રેલો દોરો આપું છું એનાં ડાબા હાથે બાંધી દેજે એને કોઇ નુકશાન પહોચાડી નહીં શકે.
તારી દીકરીની પાછળ કોઇ સજીવ આત્મા છે અને એ એને મળવા માટે તરસે છે નુકશાન નહીં પહોચાડે પણ... વામનભાઇએ કહ્યું પણ ? બાબા પણ એટલે શું ? શું થશે ?
બાબાએ કહ્યું "વામન આ પણ ચણ જેવો છે અત્યારે એને વિચલીત કરવામાં મજા નથી દીકરી સાથે એ આવ્યા પણ હેરાન થશે આ કોઇ અજાયબ બીના છે આ સૃષ્ટિની ઉપર એક અગોચર દુનિયા છે ત્યાં શાસ્ત્ર અમુક મર્યાદામાં જ કામ કરી શકે મારી સલાહ એજ છે કે એને આ કાળો દોરો ડાબા હાથે બાંધી દેજે. સમય આવ્યે હું તને સામેથી કહીશ એમ કરીને ચૂપ થઇ ગયાં પછી બોલ્યો.. વામન એક વાતનું ધ્યાન રાખજે મારી સલાહ વિના બીજા કોઇ વિધી-વિધાન ના કરીશ નહીંતર પેલો આત્મા અને તારી દીકરી બંન્ને જણાનું મૃત્યુ નિશ્ચિત છે.. મને આગળ ઘણું દેખાઇ રહ્યુ છે પણ એમાં મારાં હાથ બંધાયેલા છે યોગ્ય સમય વિના એમાં આપણે કંઇ નહીં કરી શકીએ. થોડા સમય પછી હું તને બધુ જ સમજાવીશ.
વામન હાલ તું એટલું સમજ કે તારી દીકરીને કોઇ એવુ નુકશાન નથી પહોચવાનુ ભલે થોડો સમય એને અગોચર અનુભવ થવા દે. તારી દીકરી સામે ચઢીને કોઇ ફરિયાદ કરે તો એને લઇને મારી પાસે આવી જજો બાકી ચિંતા ના કરીશ.
વામનભાઇ બાબાનો પગે લાગીને કહ્યું "ઠીક છે બાબા તમે કહો છ એજ સત્ય છે હું થોડો સમય રાહ જોઇશ પણ આનું નિરાકરણ લાવી આપજો તમારો ઋણી રહીશ.
બાબાએ કહ્યું મને ખબર છે તારું બાપનું દિલ મારી સલાહ બળજબરીથી માની રહ્યુ છે પણ ધીરજ રાખ સહુ સારાવાના થશે. તું જઇ શકે છે આ કાળો દોરો બાંધજે બાકી મારાં વિશ્વાસ પર છોડી દે નિશ્ચિંત થઇ જા.
વામનભાઇએ કાળો દોરો લીધો બાબા પાસેથી એમ એમની રજા લીધી અને વિચારોમાં ફસાયેલાં ઘરે પાછાં આવવા નીકળ્યાં. ઘરે આવીને એમણે સ્તુતિને બોલાવી અને કહ્યું દિકરા આ કાળો દોરો તારાં ડાબા હાથે બાંધુ છું બધુ સારુ થશે.
સ્તુતિએ કાળો દોરો બંધાવી દીધો અને બોલી પાપા મારે લેપટોપ પર કામ છે ઘણું હું હવે જઇને એ બધું પતાવુ એમ કહીને પોતાનાં રૂમમાં જતી રહી. તરુણીબહેને કહ્યું "કયારની ધીરજ બાંધીને બેઠી છું સ્તુતિ ગઇ એનાં રૂમમાં. તમે કહો બાબાએ શું કહ્યું ? નિવારણ માટે કંઇ સમજાવ્યું ?
"વામનભાઇએ કહ્યું " તને બધુજ કહુ છું એમ કહીને બાબાએ સમજાવેલી બધી વાતો કીધી અને બોલ્યાં" તરુ આપણે રાહ જોવી પડશે નહીંતર ઉતાવળમાં આપણી દીકરીનેજ નુકશાન પહોંચાડી બેસીશું પણ બાબાને મળ્યા પછી મને મનમાં ચોક્કસ રાહત મળી છે તું પણ નિશ્ચિંત થઇ જા સારુજ થશે. બંન્ને જણાં ઉડાં વિચારોમાં પડી ગયાં.
*********
રાજમલસિંહ સ્તવનને ઓફીસે મૂકીને ઘરે આવ્યાં. આવતાવેત એમનાં પત્નિ લલીતાબદેવીએ કહ્યું "બરાબર બતાવ્યુ છે ને બધુ ? પણ સાંજે તમેજ લેવા જજો.
લલિતાદેવી બોલ્યાં "એક મારાં દીલની વાત કહું ? આપણે શેર માટીની ખોટ છે આપણને ઇશ્વરે જો દીકરો આપ્યો હોત તો આટલોજ હોત મારી આંખો ઠારતો હોત. પણ મારાં કમભાગ્ય કે મને માતૃત્વનાં આશીર્વાદ નથી.. નથી માં બની શકી પણ ખબર નહીં તમારાં મિત્ર માણેકસિંહજીનાં આ દીકરાને જોઇને મારી આંખ ઠરે છે. એને હમણાં આપણી સાથે આપણાં ઘરમાંજ રાખજો બીજુ આગવું ઘર શોધી આપવાની ઉતાવળનાં કરતાં હું વિનંતી કરુ છું.
રાજમલસિંહ લલીતાદેવીની લાગણી સમજી રહ્યાં અને આંખથીજ જવાબ આપીને કહ્યું હું દુકાન જઊં છું સાંજે સ્તવનને લઇનેજ ઘરે આવીશ. અને દુકાન જવા નીકળી ગયાં.
************
સ્તવનનો પહેલો દિવસ પુરો થયો આજે બધી ઇન્ડ્રોક્શન પતી એનો પોર્ટફોલીઓ એને મળી ગયેલો એ આજે ખૂબજ ખુશ હતો રાજમલસિંહ લેવા આવી ગયાં હતાં. બંન્ને કારમાં ઘરે જવા નીકળ્યાં. ગાડીમાં સ્તવન બેઠો પછી એને અચાનક બેચેની થવા માંડી કપાળમાં પરસેવો થઇ ગયો. એનો શ્વાસ ભરાવા લાગ્યો અને રાજમલસિંહને કહ્યું " કાકા મને...
વધુ આવતા અંકે - પ્રકરણ-9