લવ બાઇટ્સ - પ્રકરણ-62 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-62

લવ બાઇટ્સ
પ્રકરણ-62
સ્તુતિ આખી રાત સ્તવનનાં એહસાસમાં રહી. સ્તવને એને પ્રેમ કર્યો બંન્ને જણાં સંપૂર્ણ તૃપ્ત થયાં. સ્તુતિ એ સ્તવનને શરીર પર નિશાની કરી આપ્યું. સ્તવન કંઇજ સમજી નહોતો રહ્યો કે આ શું થઇ રહ્યું છે ? એને આ ભ્રમણાં થાય છે કે ખરેખર કોઇ અનુભવ છે ? એણે સ્તુતિને બૂમ પાડી અને જોયું કે મીહીકા દોડી આવી છે.
મીહીકાએ કહ્યું ભાઇ કોને બૂમ પાડો છો ? ક્યારનાં તમારી રૂમમાંથી અવાજો આવે છે. બધું બરાબર છેને ? ભાઇ બોલોને ? સ્તવન તો મીહીકાને જોઇને સાવ ચૂપજ થઇ ગયો એણે કહ્યું અરે કંઇ નહીં.. કંઇ નહીં માત્ર ભ્રમણાંજ થયા કરે છે.
મીહીકાએ કહ્યું ભાઇ તમે પણ શું હવે માત્ર રાત્રીજ બાકી છે પછી તો ભાભી...કેમ આટલી પણ ધીરજ નથી રહી એમ કહીને હસી પડી. એણે કહ્યું શાંતિથી સૂઇ જાવ હમણાં સવાર પડી જશે ખબર પણ નહીં પડે.
સ્તવને મીહીકાને રૂમમાંથી કાઢવા કહ્યું હાં હાં મને ખબર છે કંઇ નહીં હું સૂઇ જઊં છું તું પણ સૂઇ જા.. પણ તું કેમ જાગે છે ? તું સૂઇ જાને..
મીહીકાએ કહ્યું અરે હું તો ક્યારની સૂઇ ગઇ હતી પણ તમારાં અવાજથી ઉઠી ગઇ સારુ થયું બીજું કોઇ ઉઠ્યું નથી નહીંતર બધાં ચિંતામાં પડી જાત ક્યાંક તમે પાછા હુમલાનાં શિકાર તો નથી થયાને ? હું એ બીકમાંજ ઉઠી ગઇ.. કંઇ નહીં સૂઇ જાવ. રાત્રીનાં બે વાગ્યા છે.
સ્તવને કહ્યું જા જા તું સૂઇજા મીહી.. મને કોઇ હુમલા નથી આવતા હવે... હવે તો એ જાતેજ આવે છે... એમ મનમાં બોલ્યો. મીહીકાએ કહ્યું શું કીધું ? કંઇ બોલ્યાં ?
સ્તવને કહ્યું ના ના જા તું સૂઇ જા ભાઇ કેટલું તું બોલ બોલ કરે છે રાત્રીનાં ટાણે.. જા સૂઇ જા હું સૂઇ જાઊં છું
સ્તવન એમ કહીને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સૂઇ ગયો. રૂમમાં આવી બેડ પર આડો પડ્યો એણે વિચાર્યુ સ્તુતિ શું સાચેજ આવતી હશે ? તો આ સમય કેમ ખસતો નથી ? પણ હમણાં મીહી બોલી રાત્રીના 2 વાગ્યા છે. તો મને કેમ આવો ભ્રમ ?
સ્તવન સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એને થુયં શું આવી કોઇ શક્તિ હોઇ શકે ? અગોચર અગમ્ય શક્તિ ? જો આવું સ્તુતિ કરી શકે તો મને એહસાસ થાય છે તો હું કંઇ કરુ તો સ્તુતિ કે આશાને એહસાસ થવા જોઇએ ને.. મારાં પ્રેમમાં એવી પાત્રતા કેળવાય તો હું પણ કરી શકું.. મારાં મનનાં વિચારો મારો પ્રેમ મારાં સ્પંદનો સામે વાળી વ્યક્તિઓને થવાજ જોઇએ. મેં સાંભળ્યુ છે અને વાંચ્યુ છે કે પહેલાનાં સમયમાં આવું બધું શક્ય બનતું... પેલા મોટાં તાંત્રીકો કે મોટાં ઋષિમુનીઓ પરાકાય પ્રવેશ કરતાં. પણ આમાં તો પરકાયા પ્રવેશ નથી આતો અગોચર વિશ્વ છે. જે પ્રેમી હોય એ એનાંજ શરીરથી અગોચર રૂપ લઇને આવે કોઇને દેખાય નહીં છતાં મારી સાથે પ્રેમ કરે મને સ્પર્શ કરે અમે દેહની તૃપ્તિ પણ કરીએ આ છેલ્લા 10 કલાકમાં સ્તુતિ મારી સાથે બે વાર.. આવું શક્ય છે ?
સ્તવન ઊંડા વિચારોમાં પડી ગયો હતો એની ઊંઘ હરામ થઇ હતી કાલે સવારે તો વિવાહ પ્રસંગ છે અને મારી આંખમાં ઊંઘ નથી એ ઉઠીને અરીસાની સામે આવ્યો એણે સ્તુતિએ કરેલું નિશાન જોયું અરીસામાં કંઇ સ્પષ્ટ દેખાતું નહોતું પણ હતું જરૂર. એને થયું. આમને આમ સવાર પડી જશે મારે હવે સૂઇ જઊ જોઇએ.
સ્તવન પાછો આવીને બેડ પર આડો પડ્યો એણે આંખો બંધ કરી સૂવાનો પ્રયત્ન કર્યો. એણે આંખો બંધ કરી અને સામે સ્તુતિ જોવા મળી પછી સ્તુતિ સાથે વીતાવેલી આનંદની પળો એ દ્રશ્યો નજર સામે આવવા લાગ્યા એણે એનું ઓશીકું છાતીએ દાબી દીધું અને ચુંબન કરવા લાગ્યો અને કહી રહ્યો સ્તુતિ આવીજા તારામાંજ મારું સુખનું સ્વર્ગ છે. આવ. આવ. આવ. એમ કરતાં કરતાં એ ક્યારે સૂઇ ગયો એને ખબરજ ના પડી. વહેલી સવારે 6.00 વાગે ઘરમાં ધીમો ધીમો અવાજ આવવા માંડ્યો. સ્તવને થોડી આંખ ખોલીને જોયું અજવાળું થઇ ગયું છે...
સ્તવન ઉઠી ગયો એણે જોયુ બધાં ઉઠી ગયાં છે અને બધાં પરવારીને તૈયારીઓમાં લાગ્યાં છે. એણે ઘડીયાળમાં જોયું તો 7.00 વાગી ગયાં છે એ બાથરૂમમાં ઘૂસ્યો અને પછી સ્નાનાદી પરવારીને એણે નવા કપડાં પહેરવાનાં શરૂ કર્યા. એ મીરર સામે આવી ગયો એણે સુરવાલ અને સુંદર એમ્બ્રોડરી કરેલો ઝભ્ભો પહેર્યો અને સોનાની એની ગમતી ચેઇન ગળામાં નાંખી અને વાળ ઓળ્યાં. ત્યાંજ પાછળથી અવાજ આવ્યો વાહ મારો સ્તવનતો રાજકુમાર જેવો શોભે છે સ્તવને મીરરમાંથીજ જોયુ તો પાછળ સ્તુતિ ઉભી છે એ ચમક્યો એનાં હોંશ ઉડી ગયાં.
એણે કહ્યું તું ? અત્યારે ક્યાંથી ? તું તો ફરીથી મારી સામે આવવાની નહોતી હું યાદ.. મેં તને યાદ પણ નથી કરી તું તારું વચન કેમ તોડે ?
સ્તુતિએ કહ્યું હું કોઇ વચન નથી તોડી રહી પણ તારાંવિવાહ અંગે સરસ ભેટ આપવા આવી છું. જો હું તને સ્પર્શ પણ નહીં કરું એમ તો તું રાજકુમાર જેવો લાગે છે ખૂબ મીઠો.. તદને સ્પર્શયાં ની ખૂબ ઇચ્છા પણ થાય છે પણ કાબુ કરું છું. મારાં સ્તવન.. જો આ નાનકડી મારી ભેટ એમ કહીને એક સુંદર કિંમતી મોતીની માળા એમાં નાનકડાં મીરર જેવો ચળકતો નંગ હતો એ સ્તવનનાં ગળામાં પહેરાવી દીધો બીલકુલ સ્પર્શ ના કર્યો.
સ્તુતિએ કહ્યું સ્તવન આ મોતીનો હાર ખૂબજ કિંમતી છે ખૂબજ રાજા રજવાડાને શોભે એવો અને એક ખૂબસુરત યાદ છે આ મીરર જેવાં નંગમાં તને તું જોવા માંગીશ ત્યારે મારો ચહેરો દેખાશે મને તો આપણો ગત જન્મ પણ યાદ આવી ગયો છે પણ કમનસીબ મારાં તને કંઇજ યાદ નથી કંઇ નહીં. મારાં પ્રેમનો એહસાસ અને હાર બધુ યાદ કરાવશે.
લવ યુ મારાં રાજા... બેસ્ટ લક બાય એમ કહી ફ્લાઇંગ કીસ કરીને સ્તુતિ જતી રહી. સ્તવન હારને અડીને જોવા લાગ્યો.એને થયું હું કાઢીને જોઊં પણ હાર નીકળ્યોજ નહીં. એણે થાકીને આ મોતી અને નંગ વાળી માળા-હાર અરીસામાં જોયો એનાં આર્શ્ચર્યનો પાર ના રહ્યો એને એ નંગમાં સ્તુતિનો હસતો ચહરો દેખાતો હતો. એ ગભરાયો બધાને આમાં સ્તુતિ દેખાશે તો ? પણ સ્તુતિનું કહેવું યાદ આવ્યું તારાં સિવાય મને કોઇ નહીં જોઇ શકે.
સ્તવન તૈયાર થઇ પગમાં સુંદર નકશી વાળી મોજડી પહેરીને નીચે આવ્યો, મીહીકા પણ તૈયાર થઇને નીચે આવી ગઇ હતી. મીહીકાએ સ્તવનને જોઇને કહ્યું અરે વાહ મારાં રાજા ભૈયા તમે તો અસલ રાજકુમાર લાગો છો. માથે હવે પાઘડીજ બાકી છે વાહ ભાઇ.
બધાંજ સ્તવનને જોઇ રહ્યાં ત્યારે ભંવરી દેવીએ કહ્યું મારાં સ્તવનને યુવરાજસિંહ ભાઈસા પાઘડી પહેરાવશે એટલે મારો રાજા બેટો સાચેજ રાજા લાગશે એમ કહીને સ્તવનની નજીક આવ્યાં અને આંખમાંથી કાજળ લઇને સ્તવનનાં, કાન પાસે મેશનો ચાંદલો કરી લીધો.
ત્યાં ભંવરીદેવીની નજર મોતીની માળા અને નંગ તરફ પડી એમણે એને હાથ લગાડી જોઇને પૂછ્યું. સ્તવન-દીકરા આવો અમૂલ્ય હાર કોણે આપ્યો છે ? આશાએ ?
સ્તવને ક્હ્યું ના ના માં આતો મેં લીધો છે મને ઝવેરીને ત્યા ખૂબ ગમી ગયેલો તો લઇ લીધો. ભંવરીદેવીએ કહ્યું ક્યારે લીધો ? અમને તો ખબર પણ નથી પણ ખૂબજ સુંદર લાગે છે રાજવી ડીઝાઇન છે ખૂબ મોંઘો લાગે છે.
રાજમલકાકાએ ભંવરીદેવીનાં વર્ણન સાંભળીને સ્તવનનાં ગળાનો મોતીનો હાર જોયો એ તો જોઇને જોતાંજ રહી ગયાં. એમણે કહ્યું આતો જયપુરનાં કોઇ રાજવીનો હોય એવો છે ખૂબ સુંદર દીકરા વાહ વાહ તું પણ રાજા જેવો દેખાય છે. સાચવજે.
સ્તવને કહ્યું હાં એવીજ ડીઝાઇન લાગે છે એટલેજ મને ગમી ગયો. કંઇ નહીં ચલો હવે બધી તૈયારી થઇ ગઇ હોય તો આપણે નીકળીએ એમ કહી બધાનું ધ્યાન જવા પાછળ દોર્યું....
વધુ આવતા અંકે - પ્રકરણ -63