લવ બાઇટ્સ - પ્રકરણ-64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-64

લવ બાઇટ્સ
પ્રકરણ-64
આશા સ્તવન, મીહીકા મયુરનાં ધામધૂમથી વેવીશાળ થઇ ગયાં. શહેરમાં આવેલો પ્રસિધ્ધ રજવાડી મીથીલા હોલમાં વેવીશાળ હતાં. એમાં શહેરનાં નામી પ્રસિદ્ધ લોકોને આમંત્રણ હતાં. સ્તવનનાં કંપનીનાં ચેરમેન-મેનેજીંગ ડાયરેક્ટર બધાં હાજર હતાં. બધાનું ભવ્ય સ્વાગત અને આગતા સ્વાગતા કરવામાં આવી હતી. બધાએ નવવધૂને ખૂબ સુંદર અને અમૂલ્ય ભેટ આપી હતી. એમનાં રીતરીવાજ પ્રમાણે લગ્નથી વધારે મહત્વ વેવીશાળનું હતું લગ્ન એ માત્ર ફોર્માલીટીજ રહી હતી. બંન્ને વરવધુને બધી જણસ ચઢાવી દીધી હતી સ્તવને મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પણ ભરી દીધેલું એ લોકો પ્રમાણે આજથીજ જાણે સંસાર ચાલુ થઇ ગયો.
સ્તવને કીધુ પણ ખરુ હવે લગ્નમાં બાકી શું રહ્યું આજે બધુજ તો કરી લીધુ પંડિતે કહ્યું આપણામાં આજ મહત્વ છે હવે લગ્ન સમયે ગોના કરાવીને દીકરીને સાસરે વળાવી દેવાની હોય છે. આજે લગ્નથી પણ વિશેષ વિધી થઇ ગઇ છે તમે બંન્ને વરકન્યા ખૂબ સુખી રહો.
સ્તવન અને આશા બંન્ને એમની રાજાશાહી જેવી ખૂરશીઓ પર બેઠાં છે. આશા ખૂબજ ખુશ છે એની આંખથી દરેક અંગ અંગ ખુશીઓથી નાચી રહ્યું છે. એની ઇચ્છાઓ જાણે આજેજ પુરી થઇ ગઇ હોય એમ ખુશ છે એણે સ્તવનને કહ્યું આપણે જમ્યા પહેલાં આશ્રમ જઇને દર્શન કરી આવીએ. મયુર અને મીહીકાને પણ લઇ જઇએ.
પછી એણે સ્તવનનાં ગળામાં રહેલી મોતીની સુંદર માળા જોઇને કહ્યું કેટલી સુંદર છે એમાંય આ પાણીદાર મોટું નંગ વાહ કહેવું પડે. તમને કોણે આપ્યું ? ક્યાંથી લાવ્યા ? સ્તવને કહ્યું મારી રાણી તને ગમીને માળા અરે ઝવેરી બજારથી એક દુકાનનાં શોકેશમાં હતી મને ખૂબજ ગમી એટલે લઇ લીધી.
આશાએ કહ્યું ખૂબ સુંદર છે આંખો ખેંચાય એવી છે એમાંય આ નંગ.. વાહ શું પાણીદાર છે એ નંગ તરફ સતત જોઇ રહી અને પછી બોલી અરે આમાં તો હું દેખાઊ છું જુઓ.
સ્તવને હસતાં હસતાં કહ્યું એ એટલું પાણીદાર છે કે એમાં અરીસાની જેમ આપણો ચહેરો દેખાય. પછી તું દેખાયજ ને... આશા હસી પડી પછી સ્તવને એ નંગ હાથમાં લઇને જોયું તો એમાં સ્તુતિ હસતી નજરે પડી એણે તરતજ નંગ છોડી દીધું. એણે આશાને કહ્યું નંગમાં તુંજ દેખાય છે ને ? આશાએ કહ્યું હાં જુઓ એય કહી ફરીથી નંગ તરફ જોયું તો પોતાનો ચહેરો જોયો હસતાં બોલી બીજુ કોણ દેખાય ? હુંજ દેખાઊને હું જોતી હોઊ તો.
સ્તવને હાંશકારો કર્યો એને મનમાં થયુ એ માળાને કફનીની અંદરજ લઇલે નહીંતર કંઇક લોચો થયો તો આવીજ બનશે.
એણે આશાને કહ્યું આ માળા કફનીની અંદરજ લઇ લઊં છું બઘાનું ધ્યાન ખેંચાયાં કરે છે. કંઇક.. પછી સ્વગત કંઇક ગણગણી માળા અંદર લઇ લીધી.
આશાએ કહ્યું સ્તવન પાપા લોકોને પૂછી લોને આપણે દર્શન જઇ આવીલો ભગવાનનાં ગુરુજીનાં માઁના આશીર્વાદ લઇ આવીએ તમને કોઇની નજર ના લાગે પ્લીઝ.
સ્તવને કહ્યું મને નહીં આપણને કોઇની નજર ના લાગે એમ કહી એણે માણેકસીહજી અને યુવરાજસિહને નજીક બોલાવીને કહ્યું પાપા અહીં બધી વિધી પતી ગઇ હોય તો અમે આશ્રમે અને મંદિરે જઇ આશીર્વાદ લઇ આવીઓ હું આશા, મયુર અને મીહીકા જઇને આવીએ પછીથી જમવા બેસી શકાય.
યુવરાજસિંહે કહ્યું હાં બરાબર છે જઇ આવો પણ ભંવરસિહજીનાં મહેમાન ખૂબ છે. મીહીકા-મયુર એમનાં બધાનાં આશીર્વાદ લેવા બીઝી છે ઘણું ટાઈટ છે તમે લોકો જઇ આવો એવું હોય તો એ લોકો પછી જઇ આવશે. સ્તવને કહ્યું ભલે તો અમે જઇ આવીએ. આશાએ કહ્યું ના થોડી રાહ જોવી પડે તો જોઇએ ચારે જણાએ સાથેજ જવાનું છે. આશાનાં આગ્રહથી સ્તવને કહ્યું ભલે.
આશા અને સ્તવન બંન્ને જણાં લલિતામાસી અને ભંવરીદેવી પાસે આવીને બેઠાં ત્યાં વીણાબહેન પણ આવી ગયાં. આશાએ કહ્યું મયુર-મીહીકા ફી થઇ જાય પછી અમે લોકો આશ્રમે મહાકાળીમાં નાં દર્શન કરી આવીએ. વીણાબહેન કહ્યું ભલે એ લોકો હમણાં ફી થઇ જશે ત્યાં લલીતામાસીએ કહ્યું સ્તવન બેટાં તારાં ગળામાં મોતીની માળા છે ? પણ આગળ દેખાતી નથી એને બહાર કાઢને તો શોભી ઉઠે તું છેજ રાજકુંવર જેવો.
સ્તવને કહ્યું માસી બધાં પૂછપૂછ કરે છે ક્યાંથી લાવ્યો.. વગેરે એટલે મેં અંદર કરી છે તમને ઘરે જઇને બતાવીશ. લલિતામાસી કહે ઘરે તો શાંતિથી જોઇશ હમણાં તો બતાવ પછી પાછી અંદર કરી દેજે.
સ્તવનને ધીમે રહીને માળા બહાર કાઢી અને એ જોઇને લલિતામાસીની આંખો ફાટીને ફાટેલીજ રહી ગઇ એમનાં ડોળા આર્શ્ચયથી પહોળા થઇ ગયાં એ બોલ્યાં આ માળા દીકરા તારી પાસે ક્યાંથી ? આતો... આતો.... પછી એ બોલ્યા વિના શબ્દો ગળીને ચૂપ થઇ ગયાં. પણ હજી આષ્ચર્ય એમની આંખોથી દૂર ના થયું.... પણ સતત સ્તવનનાં ગળાની માળાને જોઇ રહ્યાં.
સ્તવને માળા ગભરાઇને અંદર કરી દીધી અને મનમાં વિચારવા લાગ્યો આ માળા સ્તુતિએ આપી છે સ્તુતિ એવી કેવી માળા લઇ આવી ? એણે ચોરી કરી હશે ? આ માળા પાછળ શું સ્ટોરી છે ? કેમ બધાં જોઇને આવી રીતે રીએક્ટ કરે છે ?
ભંવરીદેવીએ લલિતાબહેનનાં આવાં પ્રતિધાતથી પૂછ્યું બહેન શું થયું ? આ માળા જોઇને તમે કેમ ચમક્યા ? આ માળામાં એવું તો શું છે ? સ્તવન તું આ માળા ક્યાંથી લાવ્યો છે ? કોણે આપી છે ?
સ્તવને કહ્યું હવે આ માળા મારે પહેરવીજ નથી કેટલાને કેટલી વાર જવાબ આપું કે એક ઝવેરીને ત્યાંથી મેં ખરીદી છે.
લલિતાબહેને કહ્યું ક્યા ઝવેરીને ત્યાંથી તું લાવ્યો દિકરા ? તને ખબર છે ? આ માળા કોની છે ? અથવા એનાં જેવીજ આ માળા છે.
સ્તવને જુઠુ બોલતાં કહ્યું ઝવેરી બજારથી લાવેલો પણ શું છે એવું આ માળા માં ? લલિતાબહેને કહ્યું હમણાં નહીં પછી જણાવીશ. હમણાં આ માળા અંદર રાખ.
સ્તવન હવે ડરવા લાગ્યો. ચોક્કસ સ્તુતિએ ક્યાંકથી ચોરી છે માળા આ મને ફસાવશે મેં નિદોર્ષતાથી એની ભેટ સ્વીકારી અને હવે હું ફસાયો છું એણે માળા અંદર કરી દીધી ત્યાં મયુર મીહીકા આવી ગયાં.
આશાએ સ્તવન સામે જોયું પછી બોલી ચાલો આ લોકો આવી ગયાં. આપણે પહેલાં દર્શન કરી આવા મીહીકાએ ક્યુ હાં ચાલો. મયુર અને મીહીકા બે જવા ખૂબજ આનંદમાં હતાં. એ લોકોને પણ અંગે કોઇ ખબર નહોતી પણ આશા અંદરને અંદરથી ડરી રહેલી એને ચોક્કસ એવું અનુમાન હતું કે સ્તવન ડરેલા છે એમણે આ ખરીદી નથી કોઇએ આપી લાગે છે.
ચારે જણાં કારમાં બેસીને આશ્રમે પહોચ્યાં ત્યાં સેવકે કહ્યું બાપજી અંદરજ છે આપ જઇ શકો છો. આજે પહેલીવાર કોઇ રાહ જોયા વિનાં સીધાંજ અંદર બોલાવી લીધાં બાપજીએ.
આશા અને સ્તવન બંન્ને બાપજીનાં ચરણોમાં પડીને આશીર્વાદ લીધાં. બાપજીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપતાં કહ્યું સદા સુહાગન રહો ખુશ રહો. પછી મયુર અને મીહીકાને આશીર્વાદ આપતાં કહ્યું મીહીકા સદા સુહાગન અને મયુરને કહ્યું ખૂબ સફળતા મેળવો ખુશ રહો. સ્તવન અને મયુરે બંન્નેએ યથાશક્તિ રૂપિયા બાપજીનાં ચરણોમાં મૂક્યાં.
આશા અને મીહીકાએ સાથે લાવેલ મીઠાઇ કપડાં, ફળની ટોકરી બધુ ચરણોમાં મૂકીને આશીર્વાદ લીધાં ચારે જણાંને સંપૂર્ણ આશીર્વાદ મળી ચૂક્યા હતાં.
બાપજીએ આશા-મયુર મીહીકાને રૂમની બહાર મોકલ્યાં અને આશાને મોકલતાં પહેલાં કહ્યું તને આપેલાં આશીર્વાદ આજે ફળી ગયાં... હવે... ત્યાં સ્તવનને કહ્યું તારાં ગળામાં આ શું પહેરી લાવ્યો છું ખબર છે ?
વધુ આવતા અંકે - પ્રકરણ -65