લવ બાઇટ્સ - પ્રકરણ-6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-6

લવ બાઇટ્સ
પ્રકરણ-6
સ્તવન જયપુર આવી ગયો. રાજમલસિંહમાં ઘરે એની સાથે આવી ગયો. ઘર શોધવાની વાત થઇ. રાજમલસિંહનાં પત્નિએ અહીં એમની સાથેજ રહેવાં આગ્રહ કર્યો. રાજમલસિંહે કહ્યું" સ્તવન તું આજે શાંતિથી સૂઇ જા. ભલે તારી કંપનીનું એડ્રેસ સમજાવ્યુ છે પણ કાલનો દિવસ હું જ તને મૂકવા આવીશ. પછીથી તું તારી રીતે જજે. ચાલ તું થાંક્યો હોઇશ શાંતિથી તારાં રૂમમાં સૂઇ જા.
સ્તવન એને ફાળવેલાં રૂમનાં આવ્યો અને બેડ પર લંબાવ્યું થોડો થાક તો હતો એટલે આંખ ધેરાવી શરૂ થઇ હતી. એને આંખો બંધ થવા સામે મેગેઝીનમાં જોયેલો ફોટો યાદ આવ્યો એ મેગેઝીન એ સાથે લઇનેજ આવેલો એ મેગેઝીનમાં એ ફોટો એણે ફરીથી જોયો અને નીચે લખેલી લાઇન એ જગ્યાનું નામ ફરી ફરી વાંચી ગયો એને થયું ના આ જગ્યાનું નામ આ ના હોઇ શકે હું અહીં ગયેલો છું પણ ક્યારે ? એનાં મનમાં વિચારો આવવા લાગ્યાં એને સમજ નહોતી પડતી કે આ ફોટો જોઇને મને મારી સ્મૃતિમાં કેમ આવું બધું આવે છે ? શું છે રહસ્ય ? જગ્યા જાણીતી લાગે છે પણ નામ ખોટું છપાયુ છે. એનાં શ્વાસ જોર જોરથી ચાલી રહેલાં એ કોઇ એહસાસને યાદ કરી રહેલો કોઇ ચહેરો જાણે શોધી રહેલો પણ ક્યાંય છેડાં મળતાં નહોતાં....
ધીમે ધીમે શરીરનાં થાકે મન પર કાબૂ જમાવ્યો અને આંખો નીંદરથી ભરાઇ અને ક્યારે નીંદર આવી ગઇ ખબર ના પડી.
**************
પ્લેટફોર્મ પરથી ટ્રેઇન ઉપડી અને સ્તુતિને હાંશ થઇ. એણે જોયું કે કોઇ યુવાન એનાં તરફ ટીકી ટીકીને જોઇ રહ્યો છે. એને હૃદયમાં ઉચાટ થયો એને સમજજ ના પડી કે એને કેવી લાગણી થઇ રહી છે આંખમાં અને હૈયામાં અગમ્ય ભય છવાયો એ તરતજ પાણીની બોટલ લઇને ટ્રેઇનમાં ચડી ગઇ અને ત્યાંજ ટ્રેઇન ઉપડી એ એની જગ્યાએ બારી પાસે આવીને બેસી ગઇ.
થોડો વખત સ્તુતિને બારીની બહાર જોવાની હિંમતજ ના થઇ પછી એની નજર પડી કે એ યુવાન બૂમો પાડતો પાડતાં ટ્રેઇનની પાછળ દોડી રહ્યો છે. એ જોઇને એનાં શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યાં એની માંએ એને પૂછ્યું સ્તુતિ બેટા શું થયું ? કોણ છે. તું આટલી ગભરાયેલી કેમ છે ?
સ્તુતિથી એની માં ને વળગી પડાયું એની છાતી હજી જાણે ઝડપથી હાંફી રહેલી. એણે કહ્યું" કંઇ નહીં માં પણ મને એવું લાગુ કે કોઇ યુવાન ટ્રેઇન પાછળ દોડી રહ્યો છે. એની માં એ કહ્યું કોણ છે ? એમ કહી બારીની બહાર જોવાનો પ્રયત્ન કર્યો પણ પ્લેટફોર્મ તો ક્યાંય પાછળ રહી ગયેલું.
સ્તુતિની માંએ કહ્યું "દીકરા આમ કરે છે કેમ ? પણ અંદરને અંદર એમને ચિંતા થઇ કે કોણ હશે ? સ્તુતિ આમ આટલી ડરી કેમ ગઇ ? એકતો જન્મથી એનાં ગળાનાં નીરેતાં ભાગમાં જે નિશાન હતાં એની ગુથથી ઉકલતી નહોતી અને જાણે નિશાન લીલા ઘા હોય એમ એને હેરાન કરી રહેલાં.
ઘણાં ડોક્ટરને બતાવ્યું પણ કોઇને સમજાતું નહોતું સ્કીન સ્પેશીયાલીસ્ટે હાથ ધોઇ નાંખેલા એ નિશાન એ ઘા હંમેશા ઢાંકેલા રાખતી... માં વિચારમાં પડી ગઇ આ છોકરી ક્યારેય પહેલાં આટલી ડરી નથી કોણ હશે ? વિચારમાં પડી ગઇ.
સ્તુતિ માંનાં ખોળામાં માથુ રાખી સૂઇ ગઇ. એની આંખનાં નીંદર નહોતી કોઇ અગમ્ય ભાવ હતો. એમ કરતાં એની નીંદર આવી ગઇ.
જયપુર આવ્યું અને માં દીકરી ઉતર્યા અને સ્ટેશન પર એનાં પિતા અને ભાઇ લેવા માટે આવ્યાં. બંન્ને માં દીકરીનાં ચહેરા જોઇને પિતા વામનભાઇની આંખોમાં પ્રશ્નાર્થ આપ્યો એમણે પૂછ્યું. શું થયું કેમ તમારાં ચહેરાં આવાં છે ? તમે દીકરીનાં મોસાળ તમારાં ઘરે ગયાં હતાં કેવું રહ્યું ?
ભાઇ તુષાર પણ બોલતો "એકલી એકલી મામા ઘરે જઇ આવી.. મારાંથી ના અવાયું જલસા કરીને આવી તોય કેમ તું ?.. પ્રશ્ન એનાં હોઠમાં રહી ગયો. માં એ કહ્યું "ચલો પહેલાં ઘરે જઇએ શાંતિથી વાત કરુ છું.
વામન શર્મા એક પ્રતિષ્ઠિત સંસ્કૃતનાં પ્રોફેસર સાથે ગૂઢ વિદ્યાઓનાં જાણકાર એમનાં ચહેરાં પર ચિંતાની લકીર આવી પણ ચૂપ રહ્યાં. બધાં ગાડીમાં બેઠાં અને ઘરે જવા નીકળ્યાં. રસ્તામાં તુષારે પૂછી લીધું. પાલી મારે પણ જવું હતું પણ પાપાએ ના પાડી ઠીક છે ફરીથી હું જવાનો છું. બધાં ચૂપ રહ્યાં. સ્તુતિ હજી જાણે એ દશ્યમાં પરોવાયેલી હતી. ઘરે પહોંચી સ્તુતિ એનાં રૂમમાં ગઇ અને સીધી બાથ લેવા જતી રહી. વામન શર્માએ એમની પત્નની તરુણીદેવીને કહ્યું શું વાત છે ? એતો એનાં રૂમમાં ગઇ અને તુષાર પણ ટીવી જુએ છે બોલને.
તરુણીદેવીએ સ્તુતિએ જે કહ્યું બધુજ એમની પાસે વર્ણન કર્યુ. વામન શર્મા વિચારમાં પડી ગયાં. એમની વિદ્યા એમને સાથ નહોતી આપી રહીં છતાં બોલ્યાં આટલી મોટી થઇએ આટલા વર્ષોમાં એને આવું કદી નથી થયું નથી તમે લોકો પાલી પહેલીવાર થોડા ગયાં છો?.. એને શું થયું ?
વામન શર્માએ આગળ કહ્યું હમણાં હું એની સાથે વાત કરું છું એનાં ગળાની નીચેનાં નિશાન અને એ વેદનાતો એ છોકરી સહે છે આ શું નવું આજે થયું.
તરુણીદેવીએ કહ્યું "આજે નહીં આજે ખૂબ થાકેલી છે ગભરાયેલી છે એ ન્હાઇને આવે પછી જમી લઇએ એને સૂઇ જવાજ કહો. એનું મન શાંત થાય કાલે તમારે જે પૂછવું હોય તો પૂછજો. તમે તમારાં મિત્ર તાંત્રિક છે એમને પણ બતાવી જુઓને.. આટલાં ડોક્ટર કર્યા કોઇનાથી એનાં ઘા રુઝાયા નથી કોઇ અગમ્ય શક્તિનો પરચોજ લાગે મને તમે આટલાં ગૂઢવિજ્ઞાનમાં અભ્યાસી અને જ્ઞાતા છો તો મારી છોકરીનું જુઓને એને સારું થઇ જાય એવું કરો.
આમને આમ જુવાન થઇ ગઇ ક્યાં સુધી આમ એં ઘા કે નિશાન જોયા કરીશું ? કાલે ઉઠીને પરણારવાનો સમય આવશે. એનાં સાસરીયાને શું ખુલાસા કરીશું ? એમ વાત કરતાં કરતાં આંખમાં આસું આવી ગયાં.
વામન શર્મા પણ લાગણીભીના થયાં એમણે કહ્યું હું કાલેજ અઘોરનાથ પાસે જઇશ ચર્ચા કરીશ આનો કોઇ ઉકેલ આવે એવો રસ્તો શોધીશું.
ત્યાંજ સ્તુતિ ન્હાઇધોઇ ફ્રેશ થઇને આવી. આવી એવી તરતજ એનાં પિતાને વળગીને વ્હાલ કર્યું. એ એકદમ તાજગી સભર લાગી રહી હતી. માં એ પિતાને ઇશારો કરી વાત ન કાઢવા કહ્યું વામન શર્મા સમજી ગયાં એમણે કહ્યું ચલો દીકરા બધાં જમી લઇએ મને તો ભૂખ લાગી છે તમારાં આવ્યાની રાજ જોતો હતો. હું અને તુષાર આપણી પ્રખ્યાત દાલબાટી અને ચૂરમુ લઇ આવ્યાં છીએ તુષારને બોલાવ આપણે જમી લઇએ. બધાં સાથે જમવા બેસી ગયાં.
જમ્યા પછી માં ને કામમાં મદદ કરી સ્તુતિએ કહ્યું માં હું સૂવાં જઊં મને ખૂબ નીંદર આવે છે. ત્યાં તુષાર કહ્યું એય સ્તુતિ થોડીવાર બેસને જો ઇન્ડીયન આઇટલ ચાલુ છે. કેવા મસ્ત ગીતો આવે છે લાઇવ સાંભળવાની મજાજ જુદી છે.
સ્તુતિએ કહ્યું આતો જૂનુ છે નવું શરૂ થવાનુ છે એની જાહેરાત આવે છે એમાં જોઇએ કેવા કેવા બધાં આવે છે. તુષારે કહ્યું અરે હજી બે-ત્રણ મહીના પછી શરૃ થવાનુ છે ખાલી જાહેરાતો કરે છે.
સ્તુતિએ કહ્યું તું જો મને તો ખૂબ ઊંઘ આવે છે હું સૂવા જઊ. પિતા વામન શર્માએ કહ્યું "થોડીવાર બેસને પછી જા. મામાને ત્યાં શું કર્યુ ક્યાં ક્યાં ફરી આવ્યા ? બધી વાત તો કર.
સ્તુતિએ કહ્યું પાપા ખૂબ મજા કરી એ ઉત્સાહમાં આવી બોલી પાપા અને મામા સાથે કુંભલગઢ ગયાં હતાં. એવી મસ્ત જગ્યા છે વાઉ... આપણાં ઐતિહાસિક સ્થળો જોરદાર છે. આપણે બધાં સાથે ફરીથી જઇશું. મને યાદ છે હું બહુ જ નાની હતી ત્યારે એક વાર ગયેલાં છીએ.
પાપા મને તો લાગે એ જગ્યાએ હું ઘણીવાર ગઇ છું. વામન શર્મા એની સામે આશ્ચર્યથી જોઇ રહ્યાં અને બોલ્યાં દીકરા તું ત્યાં એકજ વાર ગયેલી આ વખતે બીજીવાર વધારે વાર ક્યાં ગઇ છું ? તારી ભૂલ થાય છે ભ્રમ છે તને.
સ્તુતિ હસતાં હસ્તાં ગંભીર થઇ ગઇ અને બોલી "તમને તો પાપા મારી કોઇવાત સાચીજ નથી લાગતી પણ સાચું કહું છું ત્યાં ગઇ ત્યારે એવું લાગ્યું કે હું અહીં ઘણીવાર આવી ગઇ છું.
તરુણીબહેને વામન શર્માને ઇશારો કર્યો. પાપાએ વાત બદલી કહ્યું" કંઇ નહી. દીકરા તું થાકી છે જા સૂઇ જા.
સ્તુતિ રૂમમાં સૂવા આવી બેડ પર આડી પડી અને એનાં લીલા ઘા માંથી.... એને પીડા થઇ અને આજે પહેલીવાર જ અચાનક એની આંખ સામે.....
વધુ આવતા અંકે - પ્રકરણ-7