LOVE BYTES - 4 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-4

લવ બાઇટ્સ
પ્રકરણ-4
સ્તવનનાં પિતા માણેકસિંહ હરખાતાં હરખાતાં જયપુર એમનાં મિત્ર રાજમલસિંહ ચૌહાણને ફોન કરવા નીકળ્યાં અને હરખાતુ મન હીલોળે ચઢેલુ થનગનતાં પગ ક્યાં પડે છે એ ધ્યાનના રહ્યું અને એક એવી ઠેસ વાગી કે પડ્યા પત્થર લમણામાં એવો વાગ્યો કે લોહી લોહી નીકળી આવ્યું એમનાંતી રાડ પડાઇ ગઇ સ્તવન... સ્તવન...
ઘરથી હજી એટલાં દૂર નહોતાં અને સ્તવને પિતાની રાડ સાંભળી અને એ દોડ્યો.. પિતાની નજીક જોઇ જોયું તો સામાન્ય ઠોકરે પણ લમણું ચીરી નાંખેલુ એક અણીદાર પત્થર કપાળમાં પેસી ગયેલો લોહીલુહાણ ચેહરો અને ઘા હાથથી દાબી રાખેલો.
એ જોઇને સ્તવન ગભરાયો એણે કહ્યું "પાપા આવું કેવું વગાડ્યું ? અને એની નજર અણીદાર અણીયામાં પત્થર પર પડી એણે તુરંતજ એમનો હાથ પકડી ઉભા કર્યા અને પોતાનો હાથરૂમાલ કાઢી કપાળે બાંધ્યો લોહી બંધ કરવા પ્રયત્ન કર્યો, ગામમાં એકજ ડોક્ટરવાડા ઉતાવળે પગલે એમને ત્યાં લઇ ગયો.
ડોક્ટરે ઘા જોયો અને રૂ અને દવા લઇને ઘા સાફ કરીને પાટો બાંધ્યો. એમણે કહ્યું સહેજમાં બચી ગયાં છો નહીંતર ટાંકા લેવા પડત અને તમને ફાલના કે પાલી લઇ જવા પડત અને બે ત્રણ જાતની રંગીન ગોળીઓ આપી કહ્યું આ દવા દિવસમાં ત્રણ વાર લેજો પાકણીના થાય એટલે ધ્યાન રાખજો.
એકબાજુ સ્તવન સાથે જોધપુર જવાની હોંશ હતી અને બીજી બાજુ આમ ધાયલ થયેલાં. ડોક્ટર કાકાને થેંક્યુ કહીને સારવારનાં પૈસા આપવા માંડ્યા પણ
લીધા વિના ડોક્ટર કાકાએ કહ્યું પછી લઇ લઇશ માણેકસિંહ તમારાં દીકરાને નોકરી મળી ગઇ અભિનંદન.
સ્તવને પૂછ્યું "બધે ખબર પડી ગઇ ? ડોક્ટર કાકાએ કહ્યું અરે પોસ્ટમેન બધે ખબર ફેલાવી દીધી ઘણો હોંશિલો છે. સ્તવન હસી પડ્યો. માણેકસિંહ કહ્યું દીકરા હવે ફોન કરીને જ ઘરે જઇએ હું રાજમલ સાથે વાત કરી લઊં. આવાં ઘા અને પાટા સાથે મારાથી સાથે નહીં અવાય પણ રાજમલ છે વાંધો નથી તને હું એને ત્યાં લઇ ગયેલો છું તને એ ઓળખે છે અને તું પણ તને ડોકટરને બતાવવા જયપુર ગયાં હતાં એજ સાથે આવોલ.
ડોક્ટર કાકાએ કહ્યું "અરે અહીંથીજ ફોન કરીલો. તમારોજ છે દિકરાનું કામ પતાવીને શાંતિથી ઘરે જાવ.
માણેકસિંહ આભારવશ ડોક્ટર સામે જોયું. ડોક્ટરકાકાએ કહ્યું. અરે માણેકસિંહ સંકોચ શું કરો છો ? અહીંથીજ લગાવો ફોન.. અને માણેકસિંહે જયપુર રાજમલ ચૌહાન સાથે વાત કરી લીધી રાજમલે આશ્વત કરતાં કહ્યું "માણેક તું દીકરાને મારાં ઘરે મોકલી દે હું બાકીનું જોઇ લઇશ અને અભિનંદન સ્તવનને આટલી સારી નોકરી મળી ગઇ.. પછી રૂબરૂ મળીએ ત્યારે બીજી વાત કરીશું. હમણાં તું આરામ કરજે અને હાં પેલી હનુમાનજીની મૂર્તિ સમયસર તૈયાર થઇ જશે ને ? કંઇ નહીં પણ હમણાં આરામ કરજે 2-4 દિવસ આમ તેમ થાય તો ચિંતા ના કરીશ. અને માણેકસિંહ આભાર માની ફોન મૂક્યો.
આમને આમ ઉત્સાહમાં અને જયપુર જવાની તૈયારીમાં અઠવાડીયું ક્યાં નીકળી ગયું ખબરજ ના પડી અને સ્તવનને જયપુર જવાનું આવી ગયું. માણેકસિંહ રીક્ષા બોલાવી લીધી આપણે કીધુ. "જયપુર ના અવાય તો કંઇ નહીં સ્ટેશન સુધીતો આવું મને થોડો આરામ છે. આ કપાળનો ઘા આ બધી ખુશાલીમાં હવે રુઝ આવવા માંડી છે.
આ સાંભળી મીહીકાએ કહ્યું "બાપુ હું પણ આવુ છું ભાઇને સ્ટેશન સુધી છોડવા આપણે સાથે આવી જઇશું. સ્તવને હસતાં હસતાં કહ્યું "ભલે આવતી તમે બેઉ સાથે પાછાં આવી જશે અને માણેકસિંહ અને મીહીકા મૂકવા જવાનાં નક્કી થઇ ગયુ. માંએ બેગમાં સ્તવનને ભાવતાં લાડુ અને બીજો નાસ્તો સાથે ભરી આપેલો અને રાજમલનાં ઘરે આપવા લાડુ જુદા બાંધી આપેલાં.
માણેકસિંહ સલાહ આપતાં કહ્યું "સ્તવન રાજમલ કાકા ઘરનાંજ છે એટલે કોઇ સંકોચ ના કરીશ બહુ વર્ષો જૂનો સંબંધ છે વળી વેપારી વહેવાર તો છે જ એ તને બધીજ મદદ કરશે એકવાર ઘર મળી જાય ત્યાં ગોઠવાઇ જાય નોકરી ચાલુ થઇ જાય એટલે ભયો ભયો.
માં નાં આશીર્વાદ લીધાં. સજળ આંખે ભૈરવી દેવીએ સ્તવનને ગળે વળગાવ્યો અને રુસણાં લઇ ટોચકા ફોડ્યાં અને આશિષ આપ્યાં. અને કહ્યું ફોન કરજે પાપાનાં કારખાને કે ડોક્ટર કાકાને ત્યાં... તારાં સમાચાર મળતાં રહેશે.
સ્તવને કહ્યું "હું પાપાને નવો ફોનજ લાવી આપીશ. નવો મોબાઇલ પછી ગમે ત્યારે વાત કરવી હોય થઇ શકે હવે તો બધાં પાસે ફોન આવી ગયાં છે. હું જયપુરથી આવીશ ત્યારે લેતો આવીશ.
માણેકસિંહે એને કહ્યું "દીકરા કોઇ ખોટાં ખર્ચના કરીશ અમે તને કારખાનેથી ફોન કરીશું. તારાં સમાચાર લેતો રહીશ હું જયમલને ફોન કરી વિગત જાણી લઇશ પણ પગાર થાય પછી તું ફોન જરૂર લઇ લેજે જેથી સગવડ રહે.
સ્તવને કહ્યું "ચાલો પાપા ટ્રેઇનનો સમય થવા આવ્યો હું બધુ મારી રીતે કરીશ ચિંતા ના કરો. અને ભૈરવી દેવીએ પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં વિદાય આપી અને આંખમાં આંસુ ઘસી આવ્યાં.
મીહીકા, માણેકસિંહ અને સ્તવન સ્ટેશન જવા નીકળી ગયાં રીક્ષાવાળો પણ હરખાતો સ્ટેશન પર લઇ આવ્યો. રીક્ષાવાળાએ સામાન લઇ લીધો અને કહ્યું ચાલો હું પ્લેટફોર્મ સુધી મૂકી જઊં. સ્તવનભાઇને મૂકવાનું મને પણ મન છે અને એણે સામાન ઊંચકી લીધો.
બે પ્લેટફોર્મનું સ્ટેશન. આછી વસ્તી અને ટ્રેઇન આવી ત્યાં બધાં મુસાફર બેસવા દોડી ગયાં સ્ટેશનને રીઝર્વેશન કરાવી લીધેલુ એણે બોગી નંબર જોઇને ચઢી ગયો. રીક્ષાવાળાએ સામન અંદર સુધી મૂકી આપ્યો. ટ્રેઇન ઉપડી અને સ્તવને બારીમાંથી બધાને આવજો કહ્યું. ટ્રેઇન દેખાતી બંધ થઇ ત્યાં સુધી બધાં ઉભા રહ્યાં પછી સ્ટેશન બહાર નીકળી આવ્યાં. રીક્ષાવાળાનો પાછો ઘેર લઇ જવા નીકળી ગયો.
*************
માણેકસિંહ સ્તવનને મૂકવા સ્ટેશન ગયાં અને મંદિરનાં પૂજારીજી એમનાં ઘરે આવ્યાં. ભંવરીદેવીએ આમન્યામાં ધુમટો કાઢીને પુજારીજીનું સ્વાગત કરી બેસવા કહ્યું અને આગમનનું કારણ પૂછ્યું અને કહ્યું આપ બેસો સ્તવનનાં બાપુ ત્યાંજ પૂજારીજીએ કહ્યું મને ખબર છે માણેકસિંહજી જયપુર નથી ગયાં. અને હમણાંથી મહાદેવજીનાં દર્શન કરવા. પધારતાં નથી પછી જાણવા મળ્યુ કે એ પડી ગયાં હતાં એટલે ખબર કાઢવા આવ્યો ક્યાં છે ?
ભંવરીદેવીએ કહ્યું એ સ્તવનને મૂકવા સ્ટેશન ગયાં છે. હવે આવતાંજ હશે પણ તમને કેમ ખબર પડી કે એ જયપુર સ્તવન સાથે નથી ગયાં ?
પૂજારીજીએ કહ્યું એતો મને ખબર હતી અને ડોક્ટરકાકાએ કહ્યું એટલે પાકુ થયું. ત્યાંજ રીક્ષા આવી આંગણે ઉભી રહી. અને માણેકસિંહ અને મીહીકા ઉતર્યા. માણેકસિંહે ભાડુ ચૂકવ્યુ અને રીક્ષાવાળાનો આભાર માન્યો.
પૂજારીજીને જોઇને માણેકસિંહને આનંદ સાથે આશ્ચર્ય થયુ અને બોલ્યાં, અરે મહંત બાપુજી આપ આંગણે પધાર્યા ઘણો આનંદ થયો અને મીહીકા નમસ્કાર કરી ઘરમાં ગઇ.
પૂજારીજીએ કહ્યું તમારાં વિશે જાણકારી મેળવવી હતી તમે પડી ગયાં હતાં એ જાણ્યું એટલે ખબર કાઢવા આવેલો. માણેકસિંહ એમની પાસે આવી બેઠાં અને ભંવરીદેવીને ચા નાસ્તો લાવવા જણાવ્યું. થોડીવારમાં મીહીકા આવીને ચા-નાસ્તો આપી ગઇ.
પૂજારીએ માણેકસિંહની નજીક આવીને કહ્યું "તમારાં દીકરા સ્તવન અંગે વાત કરવા આવ્યો છું માણેકસિંહને કૂતૂહૂલ થતો પૂછ્યુ "સ્તવન અંગે ? શું વાત કરવા આવ્યાં છો ? એ આજેજ જયપુર જવા નીકળી ગયો.
પૂજારીજીએ કહ્યું મને ખબર છે દર્શન કરવાં આવેલો મારાં આશીર્વાદ લઇને ગયો છે. એનું નસીબ હવે ઉઘડ્યું છે બસ ખૂબ સુખી થવાનો છે દીકરો પણ...
માણકસિંહે કહ્યું "પૂજારીજી પણ.. એટલે કઈ ચિંતાની બાબત છે ? એમનાં કપાળનો ઘા જાણે લીલો થઇ ગયો અને ચહેરો પર ચિંતાની લકીરો આવી ગઇ.
ભંવરીદેવી પૂજારીજીનાં મોઢે સ્તવનનું નામ સાંભળી ધુમટો તાણી બહાર આવી ગયાં. શું વાત છે મારાં સ્તવનની ?
પૂજારીએ કહ્યું ચિંતા ના કરો પણ એ દર્શન કરી મારાં આશિષ લઇને ગયો પછી હું ધ્યાનમાં બેઠોલો મારાં મનમાં એનાંજ વિચાર હતાં. મને એની કુંડળી કંઠસ્થ છે એથી મને સ્કુરણા થઇ કે આ છોકરો જયપુર જાય છે અને ત્યાંજ એની જે બીમારી છે એનો ઇલાજ મળી જશે... પણ એ થોડો વધુ રીબાશે કોઇ ગત જન્મનું ઋણ છે. એને માથે એવું લાગે.. કોઇ સમાચાર આવે ગભરાશો નહીં સાથે સાથે...
વધુ આવતા અંકે - પ્રકરણ-5

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED