સંવેદના Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદના

સંવેદના


મુકામ જીવન ભર નો એક સ્થિરતા માટે ઝંખતો હોય છે. શાંતિ મન ની મનોકામના અને હાશકારો સભર જીવન ની નેમ દરેક માનવી મનમાં સજાવીને બેઠો હોય છે. કુદરત ને માનતો હોય છે પણ તે ધાર્મિક ભાવના થી બંધાઈ ને જીવન ની નૈયા ને ચલાવાની નેમ રાખતો હોય છે. જીવન છે તો મૃત્યુ તો સનાતન છે. સાથે સાથે કર્મ અને આચરણ ની યાત્રા જીવન ની નૈયા ને હલેસાં મારવા માં મદદ રૂપ થતાં હોય છે.
ઈશ્વર પોતાના રૂપ ગુણ કે હાજરી પોતે પ્રસ્થાપિત નથી કરતાં. જીવન ને જન્મ આપનાર માતા પિતા ને તે ઈશ્વરી વરદાન રૂપે મોકલે છે. અને પછી બાળક નું જીવન માતા-પિતા જતન કરી સારો ઉછેર સંસ્કાર અને શિક્ષણ આપી બાળક ને સભ્ય સમાજ માટે તૈયાર કરે છે.

જીવનમાં પરમાત્મા પાસે આપણી માગણી શું હોય? દેવી દેવતા,વ્યન્તર, કે શુભ જીવ જેને પુરા જીવન ભર પુજી ને આપણી માંગણી શું હોય છે?

બસ એકજ કે રક્ષા કરજે, બધાં મારાં કામ સફળ કરજે, કોઈ તકલીફ ના આવે તેનું ધ્યાનમાં રાખજે, નોકરી ના હોય તો નોકરી અપાવજે નોકરી હોય તો સેલેરી માં પ્રગતિ થાય તેનું ધ્યાન રાખજે.

વેપારી હોય તો ધંધો ધમધોકાર ચલાવજે, માંદગી ના આવે તેનું ધ્યાન રાખજે. આવી ઘણીએ માંગણી જરૂરિયાત મુજબ માંગતા હોઇએ છે.

તો આ માગણી નો રાહબર કોણ? આ માગણી સુધી પહોચાડનાર કોણ? બીજું કોણ હોય?
માતા પિતા તેના સિવાય હિત કોણ ઇચ્છે?
જરા બતાવશો તમે!!

ભણાવ્યા કેમ કે સાચાં ખોટાનો ભેદ કરી શકીયે, યોગ્ય અયોગ્ય સમજાવાનું કામ પણ તેમને પોતાના શીરે લીધું. પુરા જીવન‌ ભર નોકરી ધંધે ના લાગ્યાં ત્યાં સુધી અને લગ્ન કરાવી સંસાર સુખદ ના થાય ત્યાં સુધી, તે ફરજ રૂપે તમારી પડખે અડીખમ ઊભાં હોય. અને જીવ સિવાય બધુજ તમારી પર ન્યોછાવર કરી દે તે માતા પિતા ભગવાન થી ઓછા કેમને આકલન કરી શકાય?

આ ફાની દુનિયામાં કોઈ કોઈનું નથી તે રાગ સદાય આપણે છેડતા હોઇએ છીએ, પણ જે માતા પિતા ફરજ રૂપે પોતાનું જીવન તમારી ઉપર સમર્પિત કર્યું તે શું બતાવે છે? કે ઈશ્વર પહેલા જો તમારે નામ લેવુ હોય તો હક્કદાર માતા પિતા જ છે. તેની ના ગમતી અનેક કુટેવ હશે, જુના જમાના અને નવા જમાના નો ભેદ પડતો હશે( જનરેશન ગેપ) પણ સબૂર જે જીવનભર આપની પર મહેનત કરી ને તેની તોલે આમાં નું કંઈ પણ ખડું રહી શકતું નથી.

તે માતા તે પિતા ના શુભાશિષ થી જ્યારે પ્રગતિ થાય અને આપણે હવામાં ઉડીએ તોય માતા પિતા તો ખુશ જ રહેવાનાં!!

કેમ કે તમને કાબીલ બનાવ્યા અને તેમનાં સંઘર્ષ, તેમની સાધના ફળીભૂત થઈ. અને માતા પિતા બન્યા નો જન્મારો સુધરી ગયો.

આપ ગમે એટલા મોટા થવાના આપ જે નામ લખો તેમાં પિતા ને એક અક્ષર માં ભલે કરી દો, કે લખતા હશો. પણ તમારાં અસ્તિત્વ નાં બધાજ પુરાવામાં પિતા હંમેશા પુરા હાજર રહે છે. પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે, અને જ્યારે દીકરા નું મૃત્યુ થતાં પિતા નું નામ જાય છે!! કારણ પિતા ની મહેનત પરસેવો અને આવડત નો સંપૂર્ણ ઉપયોગ તમારાં જીવન માટે કર્યો છે. અને તમારા અસ્તિત્વ ની તે ધરોહર સમાન હતાં માટે.

આજ મારાં માતા ની માસિક પુણ્યતિથિ એ લખવા બેસું છું. તો મને મારા અસ્તિત્વ ની શંકા જાય છે. જે પ્રેમાળ હાથ ગાલ પર ફરતાં અને જીવનની પાઠશાળા ના પાઠ નું સિંચન કરતા તે આજ રહ્દય માથી વિસરી શકતો નથી.
માતા નાં પાલવ થી આ દુનિયા ને જોઈ છે. તેના સાનિધ્ય થી ડગમગાતા પગ ને સંતુલન મળ્યુ છે. તેની કાયા ને કષ્ટ આપી મને ધાવણ આપી મોટો કર્યો છે. જીવન ની દરેક પરિક્ષા માં જાણે તેજ બેઠી છે અને હું તો ફક્ત નમિત છું તેમ લાગ્યાં કરતું.

પ્રત્યક્ષ કે પરોક્ષ તેમને જીવન ની હર બાજી ને સમતલ, કુણી અને શાંત કરેલી કે જેથી રસ્તે આવતા તકલીફો ના કંકણ આસાનીથી દુર થઈ શકે.

માંરી માતા પરમાત્મા એ પરત લઈ લીધી તે ઠીક પણ કેમનું તેમના વગર જીવાય એ તો સમજાવું હતું? મારા હસ્ત ને પકડી કોણ રાહ બતાવશે તે તો જણાવું હતું? મારી વાચા ને ઓળખી લોકો સુધી કોણ લાવશે તે તો જણાવું હતું? અરે આ આક્રંદ નો પર્યાય તો મને બતાવશો!! સાવ અચાનક વિદાય થી તન મન અને ધ્યાન વિચલિત થઈ ગયા તેનો ઉકેલ પ્રભુ બતાવશો.
હું જાવું છું.!! ને જતાં રહ્યાં. સાવ નિસહાય મુકીને.
ઓમ શાંતિ ઓમ શાંતિ.
જીજ્ઞેશ શાહ