ફેસબુક એકાઉન્ટ Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ફેસબુક એકાઉન્ટ

પાંચ વર્ષ પછી આજે મેં ફેસબુક નું એકાઉન્ટ ઓપન કર્યું. એક અલગ નામ સાથે બનાવેલ તદ્દન સાચું એનું એકાઉન્ટ હતું. મારું નામ નેહા થી મળતું નામ હીના થી એકાઉન્ટ બનાવ્યું હતું. હા, અમુક વિગત પર્શનલ હોવાથી મેં કોઈની સાથે શેયર કરી ન હતી. એ વખતે લગભગ ૨૦૧૩-૧૪માં ફેસબુક એક સાફસુથરી એપ હતી આજના સમય કરતા. એ વખતે મોટા ભાગના લોકો માત્ર મનોરંજન માટેજ ફેસબુક વાપરતા હતા. અને મેં પણ જિંદગીએ આપેલ એક મોટા ધક્કા નો સામનો કરવા માટે જ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જેવી લાગણી જુના ઘર માં દાખલ થતા થાય કઈક એ જ પ્રકારની લાગણી મને એકાઉન્ટ ઓપન કરતા થઇ આવી. કઇક કેટલીય વાતો સામે આવવા લાગી. ફેસબુક ની વોલ ઉપર નજર ફેરવતા ફેરવતા હું ઈનબોક્સ માં પહોચી કઈ કેટલાય મેસેજ એક સાથે ડિસ્પ્લે થયા . હું બધા મેસેજ વાંચતી ગયી અને જૂની વાતો યાદ કરતી ગઈ.

કેવી મજા આવતી હતી જ્યારે જય વસાવડા ની પોસ્ટ ઉપર કોમેન્ટ્સ કરવાની. વગર વાંચે એમની પોસ્ટ લાઈક કરવાની. મારા મોટા ભાગનાં ફ્રેન્ડસ એમના ફોલોવર્સ હતા. સાચું કહું કોઈ માને કે નાં માને પણ આ ફેસબુકે લાઈફ ની એ ટ્રેજડી માંથી બહાર આવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. ઈનબોક્સ જોતા જોતા અચાનક જ મારી નજર એક નામ ઉપર અટકી. અને અનાયસે જ હસવું આવી ગયું. એ નામ હતું અંકિત પટેલ. એમ તો અંકિત ગુજરાતી જ હતા પણ પાંચ – છ વર્ષ પહેલા કેનેડામાં જઈ ને વસ્યા હતા. એક દિવસ જયવસાવડા એ કોઈ પોસ્ટ મૂકી અને મેં એમાં કોમેન્ટ કરી. જેવી કોમેન્ટ કરી એને મિનીટ પણ પાસ થઇ ન હતી કે મને એક ફ્રેન રીક્વેસ્ટ આવી. મેં જોઈ પણ મારી આદત મુજબ એ વખતે કમ્ફ્ન ના કરી. અને પાછી પેલી પોસ્ટ ઉપર કોમેન્ટ્સ અને મજાક કરવા લાગી. જેની રીક્વેસ્ટ આવી હતી એ પણ જય વસાવડા નાં ફ્રેન્ડ લીસ્ટ માં હતા એટલે એમની પણ કોમેન્ટ્સ ચાલુ થઇ ગઈ. એ પછી હું લોગઆઉટ થઇ મારા ઓફીસ નાં કામમાં બીઝી થઇ ગઈ. એ વખતે જનરલી એવું બનતું કે મને કોઈ રીક્વેસ્ટ સેન્ડ કરે અને હું કમ્ફ્ર્મ નાં કરું તો સીધો એનો મેસેજ આવી જાય. અને આ અંકિત નાં વિષે પણ મારી માન્યતા એવી જ હતી કે એકાદ તો મેસેજ આવવો જ જોઈએ. ત્યાર બાદ ઠેક રાત્રે જમીને મેં ફેસબુક ઓપન કર્યું. મારી ધારણા વિરુધ અંકિત નો કોઈ મેસેજ આવ્યો ન હતો. મને થોડુક લાગી આવ્યું પણ પછી તરતજ દિમાગ એક્ટીવ થયો અને વિચાર્યું કે જ્યારે રીક્વેસ્ટ આવી ત્યારે ત્યાં રાત હશે એટલે કોઈ મેસેજ નથી આવ્યો પણ મેસેજ આવવું જ જોઈએ. આટલું વિચારી ને હું પણ ઊંઘી ગઈ. આમ ને આમ એક અઠવાડિયું પાસ થયો, પણ અંકિત નો એકેય મેસેજ નાં આવતા મેં ફ્રેન્સ રીક્વેસ્ટ કન્ફર્મ કરી. ધીરે ધીરે અમારી વચ્ચે ઈનબોક્સ માં હાય હેલો થવા લાગી. મારી બીજા બધા કરતા અલગ રીતે જ વાત કરતો અંકિત. અમારી વાતો માં સામાજિક મુદ્દા હોય, ગવર્નમેન્ટ સીસ્ટમ વિષે વાત હોય. કેટલીક ગઝલો હોય, વાર્તાઓ હોય, બાળ વાર્તાઓ પણ હોય, એક સભ્ય વ્યક્તિ ને શોભે એ રીતે જ એ વાત કરતો.

હું ઈનબોક્સ માં મેસેજ વાંચતી ગઈ છેલ્લો મેસેજ એક સરસ કવિતા હતી જે ૩ ઓગસ્ટ ૨૦૧૬ નાં રોજ એને મોકલ્યું હતું હિન્દી માં લખેલી એક સરસ કવિતા હતી. જેની છેલ્લી લાઈન આ મુજબ છે.

जब तक तुम पिता सा होना नहीं सीखोगे तब तक तुम प्रेयस नहीं हो सिर्फ पुरुष हो ! तुम स्त्री हासिल कर सकते हो प्रेयसी नहीं!

હું ધીરે ધીરે see older massages કરવા લાગી અને હસવા લાગી

એક દિવસ મેં પૂછ્યું કે તને શું પસંદ છે જમવામાં તો એને દાલ ઢોકળી નું કહ્યું. ઓહ! મને તો નથી આવડતી બનાવતા . તો પછી શું કામ પૂછ્યું? મને એમ હતું કે તું મેગી નું કહેશે. એટલે પૂછ્યું. અને સામેથી સ્માઈલ નો સિમ્બોલ આવ્યો.

એક દિવસ એને લખીને મોકલ્યું ૫૩૨૮ અને સાથે જ એક સરસ ગુલાબ નું ચિત્ર અને બુકે નું ચિત્ર હતું? એને જ્યારે મેસેજ કર્યું ત્યારે કેનેડા માં રાત નાં ૪ વાગ્યા હશે. મારા મોબાઈલ માં પ્રોબ્લેમ હતી તો એ મેસેજ મેં બે દિવસ પછી જોયું અને પૂછ્યું આ ૫૩૨૮ શું છે. તો સામેથી તરત જ જવાબ આવ્યો આપના બંને ની વાતચીત છે. અને મેં કહ્યું કે તમે મેસેજ સેવ રાખ્યા છે આટલા બધા? તો સામેથી કહ્યું કે આવા નિર્દોષ મેસેજ મારા ઈનબોક્સ માં એકેય નથી. હું કેટલીયે ગર્લ્સ સાથે વાત કરું છું પણ એ બધી વાત અલગ હોય છે. એક મેસેજ માં એને કહ્યું કે હું પછી વાત કરું છું TTUL, અને મેં કહ્યું કે કોણ ઓનલાઈન આવી ? તો એને કહ્યું કે આટલી જલન સારી વાત નથી હીના. અને અમે બંને હસી ગયા. ૧ ઓગસ્ટ ૨૦૧૪ નાં રોજ એને પૂછ્યું તારે મેરેજ નથી કરવા? નાં અત્યારે કોઈ વિચાર નથી. તારું શું પ્લાન છે ? હા કોઈ તારા જેવી હોય તો વિચારવા જેવું છે. હમમ તો વિચાર. નાં મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ભાગી ને કરવા પડે. હા તો શું પ્રોબ્લેમ છે ? હું તો એમ પણ એકલી જ રહું છું જો ઘરે નાં જવ તો ઘરેથી ભાગી ગઈ જ કહેવાવું. ઓહ! બહુ બધી હિમ્મત છે ને કઈ ? પણ મારા લગ્ન તો થઇ ગયા છે ? બહુ પહેલા ! બાળ વિવાહ થયો હતો અમારો ! ઓહ એમ, મારું તો દિલ તૂટી ગયો. . બસ એમ જ અમારા મેસેજ વાંચતા વાંચતા હું ઊંઘી ગઈ. જ્યારે જાગી ત્યારે સવાર નાં ૯ વાગ્યા હતા. મોડા ઉઠવાની આદત નથી. પણ યાદ આવ્યું કે રાત્રે ૪ વાગ્યા હતા મેસેજ વાંચવામાં. જાગી ને પહેલો કામ ફેસબુક માંથી લોગઆઉટ થવાનું કર્યું. આ વાત ને આઠ દિવસ થયા અને મેં પાછુ ફેસ્બુક માં લોગઇન કર્યું. મારા આશ્ચર્ય વચ્ચે એક મેસેજ હતો મેં મેસેજ જોયું તો એ અંકિત નો હતો જેમાં એક સ્ક્રીન શોર્ટ હતો 24 ડીસેમ્બર ૨૦૧૫નો કઇક આ મુજબ નો ME :- If I leave here tomorrow, would you still remember me ?

He:- may be , Cant promise, where r u going ? shadi kar rahi ho ? Me : are nahi status rakhaa hai ek song hai uska. He : oh mai samjha puch rahi ho. me :- isme puchhne ki kya jarur hai, kabhi to zahen me aa hi jaaugi. નીચે લખ્યું હતું હર સમયે તું યાદ આવી જ જાય છે. હું હસી અને પાછુ એકાઉન્ટ ડી એક્ટીવ કરી દીધું.

રેટ કરો અને રિવ્યુ આપો

Dr. Brijesh Mungra

Dr. Brijesh Mungra માતૃભારતી ચકાસાયેલ 12 માસ પહેલા

Sheetal

Sheetal માતૃભારતી ચકાસાયેલ 12 માસ પહેલા

Ecosafe

Ecosafe 12 માસ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 12 માસ પહેલા

Tanu Kadri

Tanu Kadri માતૃભારતી ચકાસાયેલ 12 માસ પહેલા