રક્ત ચરિત્ર - 14 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 14

14

"તું કોની રાહ જોઈ રહ્યો હતો નીરજ?" શિવાનીએ ગંભીરતાથી પૂછ્યું.
"કક... કોઈની નઈ, તું અહીં? અચાનક જ?" શિવાનીના અચાનક આવવાથી નીરજ હેબતાઈ ગયો હતો.
"સાંજ નો ફોન આવ્યો હતો સવારે, કીધું કે નીરજની સગાઇ નક્કી કરવાની છે તો અમે બધા આજે જ ગામ આવી જઇયે." શિવાનીએ નીરજને પલંગ પર બેસાડ્યો અને તેના ખભા પર માથું ઢાળી તેની બાજુમાં બેસી ગઈ.

"નીરજ સાંભળો છો કે, સાંજ બેન શે'ર ગયા છે. તમારે કંઈ......" રતન નીરજ ના ઓરડામા આવીને દરવાજે જ અટકી ગઈ. તેની આંખોની સામે તેનો નીરજ બીજી છોકરી સાથે બેઠો હતો.
"સાંજ ઘરે નથી? અરે યાર આ છોકરી પણ ગમે ત્યારે ગમે ત્યાં જતી રહે છે, કોઈ ની ચાલ. અરે હા તું કંઈ કેહવાની હતી ને, શું કેહતી હતી તું? અને તારું નામ શું છે?" શિવાની એ ઉભા થઈને પૂછ્યું.

"સાંજ બેન શે'ર ગયા છે અને કઈને ગયા છે કે ત્યાંથી નીરજ ને કંઈ લાવવાનું હોય તો એમને ફોન કરી દેજો અને મારું નામ રતન છે." રતનએ નીરજ સામે જોઈને કહ્યું.
"ઓહ રતન! નાઇસ નેમ, મારું નામ શિવાની છે નીરજ ની ફિયોન્સી." શિવાનીએ નીરજ નો હાથ પકડીને કહ્યું.
"ફિયોન્સી એટલે? અને તમે અહીં નીરજ ના ઓરડામાં?" રતનએ નીરજ તરફ ધારદાર નજરે જોયું, એ નીચું ઘાલી ને ઉભો હતો.

"ફિયોન્સી એટલે મંગેતર, અને મારા થનાર પતિના ઓરડામાં આવવા માટે હવે મારે તારી મંજૂરી લેવી પડશે? તું છે કોણ? આ ઘર મા અને નીરજ ના ઓરડામા આટલા હક થી કંઈ રીતે ફરે છે?" શિવાનીના અવાજ મા ધાર હતી.
"હું કામ કરું છું અહીં અને બેન બા એ મને આ ઘર ની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે તો મેં બસ..... તમે બેસો હું જઉં છું." રતનની આંખો ભીંજાઈ ગઈ.
"શિવાની તને રતન સાથે આવી રીતે વાત કરવાનો કોઈજ હક નથી. રોવડાવી દીધીને બિચારીને, શું મળ્યું એને રોવડાવીને?" નીરજ રતનની પાછળ દોડ્યો.

"રતન મારી વાત સાંભળ, રતન..... રતન..... ઉભી રે ને રતન......" નીરજ એ રતન નો હાથ પકડ્યો.
"મને જવા દો કુંવર સાહેબ તમારી થનાર પત્ની તમને જોઈ જશે આમ તો ખોટું સમજશે, અને સવાલ મારા પર જ ઉઠશે." રતનએ નીરજ સામે જોયા વગર જ તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો.

"એ મારી થનાર પત્ની નથી રતન, તું છે મારી થનાર પત્ની. શિવાની વિશે હું તને જણાવવા માંગતો હતો બસ મને સમય ન મળ્યો." નીરજ એ કહ્યું.
"સમય ન મળ્યો? હું સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ ઢળે ત્યાં સુધી અહીં જ હોઉં છું અને તમે પણ, તમે સમય ન મળ્યા નું બહાનું બનાવીને તમારી ભૂલને છુપાવી નહીં શકો કુંવર સાહેબ." રતનએ એક ઝાટકે થી તેનો હાથ છોડાવી લીધો.

"રતન કંઈ ભૂલ ની વાત કરી રહી છે નીરજ? આ છોકરી તારી સાથે આટલા અધિકાર થી કેમ વાત કરી રહી છે નીરજ?" શિવાની પાછળથી આવીને બોલી.
"તમે બંન્ને મારી સાથે મારા ઓરડામાં ચાલો, હું તમને બન્નેને બધુંજ જણાવીશ પણ અહીંયા નઈ પ્લીઝ ચાલો." નીરજ એ આજીજી કરી.
બંન્ને છોકરીયો નીરજની સાથે તેના ઓરડામાં ગઈ, દરવાજો બંધ કરીને નીરજ તેના પલંગ પર બેસી પડ્યો.
"રતન, શિવાની.... મને માફ કરી દો, તમારી બન્નેની સાથે મેં બઉજ ખોટું કર્યું છે......" નીરજ એ બંન્નેને જે સત્ય હતું એ જણાવ્યું.

રતન જમીન પર જ બેસી પડી, શિવાની જડ ની જેમ ત્યાંજ ઉભી રહી. નીરજ લમણે હાથ દઈને બેઠો હતો.
"મેં માત્ર તને પ્રેમ કર્યો અને તે પ્રેમ ના બદલા માં દગો આપ્યો નીરજ, બબ્બે છોકરીયોના જીવતર સાથે રમત રમવાનો હક કોણે આપ્યો તને નીરજ?" શિવાનીએ સપાટ ચેહરે પૂછ્યું.
શિવાનીનો ભાવનાવિહીન ચેહરો જોઈને નીરજ એક પળ માટે ઘબરાઈ ગયો.

"હું સાંજ પાસે જઉં છું, મારી સાથે થયેલા અન્યાયનો ન્યાય માંગવા." શિવાની દરવાજા તરફ આગળ વધી પણ રતન એ દોડીને એને રોકી લીધી.
"ના શિવાનીબેન, આવું ભૂલથી પણ ના કરતા નહિ તો અનર્થ થઇ જશે." રતનના ચેહરા પર ડર હતો.
"તું હજુયે આ પુરુષનો પક્ષ લે છે રતન? તને મારા વિશે કાંઈજ ખબર નતી એટલે તને તો શું દોષ દઉં હું? પણ આ નફ્ફટ ને તો ખબર હતીને? જાણીજોઈને આપણા બન્નેના મન અને શરીર સાથે રમત રમ્યો છે આ પુરુષ." શિવાની ગુસ્સામાં ધ્રુજી રહી હતી.

"નીરજનો કોઈજ વાંક ન્હોતો શિવાનીબેન, હું જાણીજોઈને એમની જિંદગીમાં આવી હતી. નીરજ ના જીવનમાં આવીને એમને મારા પ્રેમના જાળમાં ફસાવવાના ઈરાદા સાથે જ મેં આ હવેલીમાં પગ મુક્યો હતો, જેથી મારી જિંદગી હું એક અમીર પરિવારની વહુ બનીને આરામથી કાઢી શકું. નીરજની કોઈ જ ભૂલ નથી શિવાનીબેન." રતનએ અરજણની યોજના વિશેની વાત છુપાવી દીધી.

"તું ભલે કોઈ પણ ઈરાદાથી આવી હોય રતન, પણ ભૂલ નીરજની જ છે. કેમ પુરુષની ભૂલનો ટોકરો હંમેશા સ્ત્રીના ખભા પર ઢોળી દેવામાં આવે છે? મને લગ્નનું વચન આપીને એ તારા પ્રેમમાં પડી ગયો એ નીરજની જ ભૂલ છે રતન, નીરજની જ ભૂલ છે." શિવાનીએ નીરજ સામે એક નજર નાખી, એમાં ભારોભાર તિરસ્કારની લાગણી હતી.
નીરજ એ તિરસ્કાર સહન ન કરી શક્યો અને નીચું જોઈ ગયો.
શિવાની ઝડપભેર ઓરડાની બહાર નીકળી ગઈ.

"તું મને પ્રેમ નથી કરતી રતન? તું માત્ર પૈસા માટે મારી સાથે?" નીરજ માંડ આટલુ બોલી શક્યો.
"હા, હું અહીં માત્ર પૈસા માટે આવી હતી અને હા મેં ક્યારેય તમને પ્રેમ નથી કર્યો કુંવર સાહેબ." રતન આટલું બોલીને ઓરડામાંથી બહાર નીકળી ગઈ, ઓરડામાંથી નીકળતી વખતે તેણીએ તેનું મોઢું બંન્ને હાથથી દબાવી દીધું હતું જેથી એ રડી ના પડે. એ દોડતી રસોડામાં આવી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

"હે ભગવાન! આ બધું શું થઇ ગયું, મેં ત્રણ ત્રણ જીંદગીઓ હંમેશા માટે બરબાદ કરી નાખી." નીરજ રડી પડ્યો તો બીજી તરફ શિવાની પણ એના ઓરડામાં જઈને રડી રહી હતી.

આ વિશાળ હવેલી ના ત્રણ ખૂણા આજે પ્રેમમાં ભાંગેલા હૈયાના આંસુના સાક્ષી બન્યા હતા, આ ત્રણેયના રુદનમાં એમના તૂટેલા હૈયાનો અવાજ ક્યાંક છુપાઈ ગયો હતો. જો તૂટેલા હૈયાનો અવાજ પણ સાંભળી શકાતો હોત તો આજે આ હવેલીની દીવાલો ફાટી પડી હોત.

ક્રમશ: