મહેશભાઈ અને સૂરજ બેગ લઇને નીચે આવ્યા.
"તમે બન્ને ક્યાં જાઓ છો?" ભાવનાબેન એ શાક સમારતા પૂછ્યું.
"ક્યાં જાઓ છો એટલે? અને તું હજું સુધી શાક કેમ સમારી રહી છે? તૈયાર થા જઈને આપણે નીકળવાનું છે." મહેશભાઈ હજું પણ ખુશીમાં નાચી રહ્યા હતા.
"નીરજ ની સગાઇ છે એમાં આપણે શું? સૂરજ જાય એ તો સમજાય છે પણ તમે સુકામ આટલા હરખપદુડા થાઓ છો?" ભાવનાબેન એ શાંતિ થી કહ્યું.
"અરે ભાવના, અનિલ મારો ગોઠી મારો બાળપણ નો ભેરુ હતો. અમે બંને એ દોસ્ત નઈ ભાઈ ની જેમ એકબીજા નો સુખ દુઃખ માં સાથ આપ્યો છે. ને આજે મારાં ભાઈબંધ ની ગેરહાજરી માં હું એના દીકરા ને તેના ખાસ દિવસે એકલું નહીં લાગવા દઉં. તારે આવવું હોય તો તૈયાર થઇ જા નહિ તો હું એકલો જઈશ." મહેશભાઈ એ સ્પષ્ટ જવાબ આપ્યો.
ભાવનાબેન કંઈક બોલવા જતા હતા પણ શિવાની વચ્ચે જ બોલી ઉઠી, " માં તમને ખબર છે નીરજ સાથે કોની સગાઇ થવાની છે?" શિવાની થોડી શરમાઈ ગઈ.
"એટલે? તું?" સૂરજ ને આશ્ચર્ય થયું.
"હા ભાઈ, હું નીરજ ને ખુબ જ પ્રેમ કરું છું અને એ પણ મને એટલો જ પ્રેમ કરે છે. એટલે જ તો સંજુ એ તમને બધાયને બોલાવ્યા છે, હું પણ તમને બધા ને સરપ્રાઈઝ આપવા માંગતી હતી પણ મમ્મા માની નઈ એટલે સાચી વાત કરવી પડી." શિવાની શરમ થી લાલ થઇ ગઈ હતી.
"તને એ સાંજ ના ભાઈ સિવાય કોઈ ના ગમ્યું? તારા દિલ ની વાત છે તો વધારે કંઈ તો હું નહીં કહું પણ એ પરિવાર માં જવા નો વિચાર હજુયે બદલી નાખ દીકરા. સગાઇ પેલા નો સમય છે તારી પાસે, હજું પણ વિચારી લે." ભાવનાબેન એમના ઓરડા માં જતા રહ્યાં.
"સાંજ શાળા ના કામકાજ માટે હાલ જ આપણે શહેર જવા માટે નીકળવું પડશે." દેવજી ભાઈ એ ફાઈલ લીધી અને સાંજ સાથે નીકળી પડ્યા. બપોર નો સમય હતો, તાપ એની સીમા પર હતો, એસી ગાડી માં પણ સાંજ ને ગુંગલમણ થતી હતી.
"કાકા, પ્રેમ કેવી રીતે થાય?" સાંજ એ અચાનક જ પૂછ્યું.
"પ્રેમ? તમે અચાનક જ આવો સવાલ કાં પૂછ્યો બેટા?" દેવજીકાકા ને સાંજ નો પ્રશ્ન સાંભળીને નવાઈ લાગી.
"બસ એમજ, ભાઈ ને રતન સાથે અચાનક જ પ્રેમ થઇ ગયો અને....." સાંજ ને સૂરજ ની યાદ આવી ગઈ.
"અને? અને શું બેટા?" દેવજીકાકા એ પૂછ્યું.
"કંઈ નઈ, બસ બાપું ની યાદ આવી ગઈ. એમની આંખો માં હંમેશા માં માટે અગાથ પ્રેમ જોયો હતો પણ કાકા એવો જ પ્રેમ હું ભાઈ ની આંખો માં રતન માટે ન જોઈ શકી. આ નજર નો ફેર છે? મારો વહેમ છે કે પછી વાસ્તવિકતા?" સાંજ એ એક બાળક ની જેમ પૂછ્યું.
"પ્રેમ ની પરિભાષા હું શું જાણું બેટા? જાણતો હોત તો ગુંડો થોડો બનત? પણ હા એટલું જાણું છું કે બે અલગ માણસો ની લાગણીયો ક્યારેય એક સરખી ના હોઈ શકે અને એમની વચ્ચે ક્યારેય કોઈ તુલના પણ ન થઇ શકે." દેવજીકાકા એ હસી ને જવાબ આપ્યો.
સામે સાંજ પણ હસી પડી, જોકે એના સવાલ નો જવાબ એને હજુયે ન્હોતો મળ્યો. નીરજ અને રતન ના સંબંધ થી એ ખુશ તો હતી પણ ઊંડે ઊંડે ક્યાંક એના મન માં પ્રશ્નો ઉઠી રહ્યા હતા, આ આખી ઘટના ને લઈને.
"ઘરે જઈને એકવાર ફરી થી રતન અને ભાઈ સાથે ખુલ્લા મન થી વાત કરીશ તો આ શંકા નું સમાધાન થઇ જશે." સાંજ મનોમન બોલી અને આંખો બંધ કરીને ઊંઘવા નો પ્રયત્ન કર્યો.
"સગાઇ ના દિવસે સાંજ પારેખ પરિવાર ને જરૂર થી બોલાવશે, મારે શિવાની સાથે એકલા માં વાત કરવી પડશે અને એને સમજાવવી પડશે." નીરજ મનોમન શિવાની અને રતન ને કંઈ રીતે એકબીજા થી દૂર રાખવી એવું વિચારી રહ્યો હતો.
બપોર પછી નીરજ હંમેશાની જેમ એના ઓરડામાં બેસીને હિસાબ કિતાબ કરી રહ્યો હતો, અચાનક જ એના ઓરડામાં કોઈકના આવવાનો અવાજ સંભળાયો. ધીરે થી દરવાજો બંધ થયો અને એ પગલાં નો અવાજ નીરજ ની નજીક થી આવવા લાગ્યો અને બે કોમળ હાથ નીરજ ની કમર પર મુકાયા.
"મને ખબર હતી કે તું જરૂર થી આવીશ, આટલી વાર કેમ કરી આવવામાં?" નીરજ એ બંન્ને હાથ મજબૂતાઈ થી પકડ્યા.
"હું તો આવવા ની જ હતી ને મારા નીરજ પાસે." એ બોલી.
અવાજ સાંભળી ને નીરજ ની પકડ ઢીલી પડી ગઈ, એને પાછળ ફરી ને જોયું.
"શિવાની? તું અહીં?"
ક્રમશ: