રક્ત ચરિત્ર - 15 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 15

૧૫

"આ તું શું બોલી રહી છે રતન? મારી સામે બીજીવાર આવી બકવાસ ના કરતી." શિવાનીએ એક ઝટકા સાથે રતન નો હાથ છોડાવી દીધો.
"તમે સમજતા કેમ નથી શિવાનીબેન, બેનબા જાણશે કે નીરજએ શું કર્યું છે તો એ નીરજને શુળી પર ચડાવી દેશે." રતનએ આજીજીના શૂરમાં કહ્યું.

"નીરજ જેવા છોકરા માટે તું આટલું બધું કઈ રીતે વિચારી શકે છે?" શિવાનીએ અવિશ્વાસથી રતન સામે જોયું.
"તમે મારી વાત માનશો કે નઈ શિવાનીબેન? મેહરબાની કરીને માની જાઓ, જો બેનબા સામે આ વાત આવી તો મોટો અનર્થ થઇ જશે." રતનએ શિવાનીના બંન્ને હાથ પકડી લીધા.
શિવાનીએ ઊંડો શ્વાસ લીધો અને હકારમાં માથું હલાવ્યું.
"તમે ચાલો મારી સાથે આપણે સાંજ પડે એના પેલા જ આ કામ પતાવવાનું છે." રતનએ શિવાનીનો હાથ પકડ્યો અને તેને લઈને ઘરની બહાર જવા નીકળી.

સાંજ અને દેવજીકાકા સંધ્યા ટાણે પાછા આવ્યા, સાંજએ આવતા જ સૌથી પેહલા પારેખ પરિવારનું સ્વાગત કર્યું અને અચાનક જતા રહેવા માટે માફી માંગી.
"શિવાની ક્યાં છે? દેખાતી નથી કયાંય." સાંજએ આશ્ચર્યથી પૂછ્યું.
"એ આવીને સીધી નીરજને મળવા ગઈ હતી, પછી જોઈ નઈ એને. ઘરમાં જ ક્યાંક હશે, તું જા જઈને ફ્રેશ થઇ જા બેટા." મહેશભાઈએ જવાબ આપ્યો.
સાંજએ હકારમાં માથું હલાવ્યું, એક નજર સૂરજ પર નાખી અને તેના ઓરડા તરફ જતી રહી.

"રતન ક્યાં છે કાકા? શિવાની અને નીરજ પણ કયાંય દેખાયાં નઈ." વાળુંના સમયે આ ત્રણેય ગાયબ હતાં એટલે સાંજને ચિંતા થઇ.
"હું ચોકિયાતને પૂછી જોઉં, કદાચ એ લોકો બાર ગયાં હોય." દેવજીકાકા ચોકિયાતને પૂછી આવ્યા પણ એણે ત્રણેયને બહાર નીકળતા નહોતા જોયાં.
"ગાડી નીકાળો કાકા, બધા માણસોને કંઈ દો કે જલ્દી ત્રણેયને શોધવા નીકળી પડે." સાંજએ તેના ઓરડા તરફ દોડી.

"જોયું તમે? હજું અહીં આવ્યાને એક દિવસ પણ નથી થયો અને આ બધું થવા લાગ્યું છે, એટલે જ કહ્યું હતું કે આ સાંજના પરિવાર સાથે કોઈ સબંધ ના રાખો. આ છોકરીને એની જીદ સિવાય કોઈની પડી નથી એટલે એની સાથે આટલી લાગણીયો ના બતાવો કહ્યું હતું ને મેં? પણ તમારે તો ભાઈબંધી નિભાવવી હતી, હે ભગવાન! મારી દીકરી ક્યાં હશે? કેવા હાલમાં હશે?" ભાવનાબેન રડવા લાગ્યા.
"શાંતિ તારી મમ્મીને થોડું ટાઢું પાણી આપ, ગરમી બઉ છે અહીં." સાંજએ વેધક નજરે ભાવનાબેન તરફ જોયું, એના હાથમા જે બંદૂક હતી એ પોકેટમાં મૂકી અને ઘરની બહાર જવા નીકળી.
હજું તો એ ઘરની બહાર પગ મૂકે એ પહેલાં જ શિવાની અને નીરજ ઘરે પરત ફર્યા. બન્નેને જોઈને ઘરમાં હાજર બધાયના હોશ ઉડી ગયા, શિવાની અને નીરજના ગળામાં માળા હતી અને શિવાનીના સેંથામાં સિંદૂર.

"આ બધું શું છે?" સાંજએ ગુસ્સામાં પૂછ્યું.
"તમે મારી સાથે ચાલો હું તમને સમજાવું છું બેનબા." પાછળથી આવેલી રતન સાંજને અલગ ઓરડામાં લઇ ગઈ.
"હું જાણું છું તમે ગુસ્સામાં હશો બેનબા, પણ પહેલાં તમે મારી વાત સાંભળો અને પછી નિર્ણય લો કે આ જે કંઈ થયું એ બરોબર છે કે નઈ?" રતનએ સાંજનો હાથ પકડી આત્મીયતાથી કહ્યું.
સાંજની ચુપ્પીને તેની હા સમજી રતન આગળ બોલી, "શિવાનીબેન નીરજને પ્રેમ કરે છે બેનબા, નીરજને પણ બાળપણમાં શિવાનીબેન માટે લાગણી હતી. અને જ્યારે તમે શિવાનીબેનના ઘરે ફોને કરીને બધાંયને નીરજની સગાઈનું નિમંત્રણ આપ્યું તો શિવાનીબેનને લાગ્યું કે નીરજએ એમના વિશે તમને વાત કરી છે અને એમની સગાઇ નીરજ સાથે નક્કી કરવા બોલાવ્યા છે બધાને."

"તો તે મારા ભાઈના લગ્ન શિવાની સાથે કરાવી દીધા એમ? તને કોણે હક આપ્યો મારા ભાઈના લગ્નનો નિર્ણય લેવાનો?" સાંજ હજુયે ગુસ્સામાં હતી.

"એવું નથી બેનબા, શિવાનીબેનએ આ વાત એમના ઘરમાં કરી દીધી હતી અને પારેખ પરિવાર અહીં શિવાનીબેન અને નીરજના લગ્ન માટે આવ્યો છે. જો એમને ખબર પડોત કે મારા લગ્ન...... તો એમને તો એવુજ લાગતને કે નીરજએ શિવાનીબેનને દગો આપ્યો છે." રતનએ નક્કી કરેલ યોજના મુજબ અડધી હકીકત જણાવી.
"એ બધું હું જોઈ લેત રતન, પણ તે આમ ઉતાવળી બનીને ભાઈના લગ્ન કાં કરાવ્યા? આ લગ્ન નથી આ તારી સાથે થયેલો અન્યાય છે રતન અને હું અન્યાય સહન નથી કરી શકતી." સાંજએ રતનનો હાથ ધીમેથી છોડાવ્યો.
રતનએ સાંજનો હાથ તેના માથા પર મુક્યો અને બોલી," તમને મારા સમ છે બેનબા જો તમે આ લગ્નની વિરુદ્ધ જાઓ તો."

"આ બધું શું છે શિવાની? અમે તો તારા લગ્ન માટે માની ગયાં હતાં, તો પછી આમ ભાગીને લગ્ન કરવાનો મતલબ શું છે?" ભાવનાબેનએ શિવાનીને બાવડેથી પકડીને હલાવી મૂકી.
"મમ્મા, એવું છે ને કે..... હું અને નીર.. રતન ની સ...." શિવાનીને સમજાતું નહોતું કે એ શું બોલે.
"પંડિતજી એ કહ્યું હતું કે નીરજના લગ્ન આજે જ કરવા પડશે નહીં તો બીજા 7 વર્ષ માટે નીરજની કુંડળીમાં લગ્નનો કોઈ યોગ નથી." રતનએ આવીને પરિસ્થિતિ સંભાળી લીધી.
"હું નથી માનતી આ બધું, મારી શિવાનીના લગ્ન આમ મંદિરમાં થાય એ મને માન્ય નથી. હું આ લગ્નને મઁજુરી નથી આપતી." ભાવનાબેન બોલ્યા.

"હું સાંજ સિંહ ચૌહાણ, નીરજ સિંહ ચૌહાણ અને શિવાની પારેખ ના લગ્નને મઁજુરી આપું છું અને શિવાની પારેખનું ચૌહાણ પરિવારમાં સ્વાગત કરું છું." સાંજએ શિવાનીના ગૃહપ્રવેશ ની તૈયારી કરવાની સૂચના આપી. સાંજના નિર્ણય પછી કોઈએ કંઈ બોલવાની હિમ્મત ના કરી, વિધિવત શિવાનીના ગૃહપ્રવેશની રસમ થઇ અને કંકુવર્ણા પગલાંની છાપ મુકતા શિવાની હવેલીમાં દાખલ થઇ. બધા શિવાની અને નીરજ સાથે અંદર ગયાં પણ રતન દરવાજા પાસે જ ઉભી રઈ ગઈ.

કળશમાંથી ઢોળાયેલા ચોખા રતનના વિખરાયેલા સપના હતા અને શિવાનીના પગલાંની છાપમાં જાણેકે કંકુને બદલે તેના તૂટેલા દિલનું લોહી છપાયું હતું.
રતનનું દિલ ચીસો પાડી પાડીને રડવા મથી રહ્યું હતું પણ તેની કોરિધાકોર આંખો આજે તેણીનો સાથ આપવાની ના પાડી રહી હતી.

રતનએ છેલ્લી નજર તેની તરફ પીઠ ફેરવીને જઈ રહેલા નીરજ પર નાખી અને ઉલ્ટા પગલે હવેલીમાંથી બહાર નીકળી ગઈ.

ક્રમશ: