લવ બાઇટ્સ - પ્રકરણ-34 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-34

લવ બાઇટ્સ
પ્રકરણ-34
આશાએ ગીત ગાયું અને સ્તવન સાવ હળવો કુલ થઇ ગયો. એણે આશાને પોતાનાં હાથ વીંટાળી દીધાં અને આંખમાંથી આવતા આંસુ રોકી ના શક્યો આશાએ ઇશારાથી માથું હલાવી ના પાડી આમ આંસુ ના સાર.... તારાં એક એક આંસુ ખૂબ કિંમતી છે મારાં સ્તવન તમારી બધી તકલીફ હવે મારી છે હું બધીજ સ્થિતિમાં તમારી સાથે છું જે કંઇ હશે એનો સામનો કરીશું તમે તમારાં કામમાંજ ધ્યાન આપજો અને હાં કામમાં પણ મારું ધ્યાન ઘરજો મને ક્યારેય આધી ના કાઢશો.
બંન્ને જણાં વાતો કરતાં કરતાં એજ સ્થિતિમાં ક્યારે ઊંધી ગયાં ખબરજ ના પડી....
***********
સ્તુતિ કોઇ અગમ્ય ખેંચાણમાં ખેંચાઇ રહી હતી અડધી રાત થઇ ગઇ હતી એનાં કાને કોઇ જાણીતો સ્વર પડી રહેલો એની આંખો ભરાઇ આવી હતી એને થયું મને કોઇ પોકારે છે એજ પોકાર એનાં મુખેથી નીકળી રહી હતી એનાં શરીરમાંથી કોઇ શક્તિ અગમ્ય રીતે નીકળી રહી હતી એણે શ્લોક બોલવા ચાલુ કર્યા પણ કોઇ પરિણામ ના આવ્યું એની અંદર રહેલી કોઇ અગમ્ય ભૂખ અચાનક જાગી ગઇ હતી એની આંખો રડી રહી હતી કોઇ પ્રેમભર્યાં સાથે સાથે વિરહથી પીડાતાં શબ્દો એનાં હૈયે વાગી રહેલાં....
પછી એણે પોતાનું શરીર પથારીમાં છોડી દીધું. અગમ્ય પીડામાં સરી ગઇ રડતી રડતી એની આંખો ક્યારે મીંચાઇ ગઇ એને ખબરજ ના પડી અને ઊંઘમાં સરી ગઇ...
સ્તુતિનાં ઊંધી ગયાંનાં થોડાં સમય પછી એની બારીઓ પવનથી ફરીથી અથડાવા માંડી પવન ફુંકાયો અને આખાં રૂમમાં પ્રસરી ગયો. સ્તુતિનાં વાળ ઉડવા માંડ્યાં. એનાં ચહેરાં પર જાણે કોઇનો સ્પર્શ થવા લાગ્યો એણે આંખો ખોલી એની આંખો ભયથી થીજી ગઇ એનાં શરીર પર ભાર લાગવા માંડયો.
એણે પૂછ્યુ કોણ છે ? હટો મારાં ઉપરથી એનાં શરીરની ભીંસ વધતી ગઇ એને આ સ્પર્શ બીલકુલ ગમી નહોતો રહ્યો. એણે મહાદેવને યાદ કર્યા શ્લોક બોલવા ચાલુ કર્યાં.
સ્તુતિનાં શરીરનું એક એક અંગ કળતર અનુભવતું હતું એનાં નાક પાસે કોઇ શ્વાસ લેતું હોય એવો અનુભવ થયો એનાં હોઠને કોઇ પવન સ્પર્શતતો હોય એવું લાગતાં એણે હોઠ ભીડી દીધાં... કોણ છે ? શા માટે મને પજ્વો છો ? હું તમારાથી ડરતી નથી તમારો નાશ નજીક છે એમ કહીને પથારીમાં બેઠી થઇ ગઇ અને બેડની બાજુની ટીપોય પર પડેલી ડબલી લઇ એમાંથી ભસ્મ કાઢીને એનાં કપાળે લગાવી દીધી અને એને થતો સ્પર્શ અદશ્ય થઇ ગયો....
સ્તુતિએ થોડો રાહતનો શ્વાસ લીધો એણે મનમાં યાદ રાખેલાં અગોચર શાસ્ત્રનાં શ્લોક બોલવા માંડ્યા અને રૂમમાંથી પવનનું તોફાન અલોપ થયું બારીઓ શાંત થઇ ગઇ.
સ્તુતિને થયુ આ મારી સાથે શું થઇ રહ્યું છે ? સૂઇ ગઇ પહેલાં હું કોઇ તરફ ખેંચાઇ રહી હતી મારુ દીલ મારુ હૃદય એને મળવા સાંભળવા વિહવળ હતું મને ખેચતું હતું મને પ્રેમનો આભાસ થતો હતો હું તડપતી હતી અને હમણાં આ પવનનો સ્પર્શ મને દઝાડતો હતો હું આ પવનને ઘીક્કારી રહી હતી મને અણગમો થઇ રહેલો એ કોઇ શક્તિ મારી સાથે જબરજસ્તી કરતું હોય એવું લાગી રહેવું આ બધું. શુ છે ? હું અધોરીબાબા પાસે જઊ ? મને બીજી મદદના કરે તો કંઇ નહીં પણ આ બંન્ને જુદા જુદા અનુભવો શું છે ? એનાં અંગે તો સમજાવે હું એ પ્રમાણે શાંતિપાઠ કરુ જેવું કહેશે એવી તપશ્યા કરીશ આમાથી છુટકારો મેળવું એ જીવ બંન્ને ક્યાં છે ? મારી ઇચ્છાઓ વિરૂધ્ધ અને મને આકર્ષાતી શક્તિ કોણ છે ? મારે જાણવુંજ પડશે.
મનમાં કોઇક નિર્ણય લઇને પાછી એ સૂઇ ગઇ. એનાં સૂઇ ગયાં પછી પણ એનાં વિચારો શાંત ના થયાં. મનોમન એ એનાલીસીસ કરતી રહી કે આ શું થાય છે ? મને ગમતું અને ના ગમતુ બે ક્રિયાઓ એકજ રાત્રીમાં થઇ એ પોકાર કોની હતી ?
અઘોરીબાબાની મદદ લઇશ હવે પછી જે કંઇ શક્તિ આવશે એનો સાક્ષાત્કાર કરીને કાયમ માટે આ તકલીફને નિર્મૂળ કરી નાંખીશ...
****************
બીજા દિવસે બપોર સુધીમાં માણેકસિંહ ભંવરીદેવી વીણાબહેન યુવરાજસિહને લઇને રાજમલસિંહ ઘરે આવી ગયાં. સ્તવન જોબ પર ગયો હતો. મયુર પણ એનાં પિતાની લાટી પર ગયો હતો. મીહીકા અને આશાએ લલિતાબહેનને મદદ કરી હતી બધી રસોઇ તૈયાર રાખી હતી. બધા આવીને ફ્રેશ થયાં પછી ગરમા ગરમ રસોઇ જમ્યાં અને શાંતિથી પછી બેઠાં...
મીહીકા અને આશાને કૂતૂહલ હતું જાણવાની જીજ્ઞાસા હતી કે ક્યારનું મૂહૂર્ત હતું ક્યારે વિવાહ અને લગ્ન લેવાશે. બધાં વતી રાજમલસિંહે કહ્યું સ્તવન અને મયુર સાંજે આવે પછી બધી વાતો કરશું અત્યારે અમે આરામ કરીએ.
યુવરાજસિંહે કહ્યું સાચી વાત છે અને સાંજે મેં મારી બહેન બનેવી મયુરનાં માતાપિતાને પણ બોલાવી લીધાં છે બધાની હાજરીમાં બધી વાત જણાવીશું અને બેન બનેવી તો અહીં આવવા નીકળી પણ ગયાં છે.
ભંવરીદેવીએ કહ્યું "લલીતાબેન ક્યા ભવનું ઋણ છે કે તમે આટલી મદદ કરી રહ્યાં છો. ક્યાંતો હું ઋણ બાંધી રહી છું લલીતાબહેને કહ્યું તમે કેમ આવી બધી વાતો કરો છો ? મે તમને અગાઉ પણ કીધુ છે કે ભગવાને મારો ખોળો નથી ભર્યો.... પણ સ્તવનને મારો દીકરાથી વધારે ગણ્યો છે એમ કહેતાં એમની આંખ ભરાઇ આવી પછી બોલ્યાં મહીકા આશા મારીજ દીકરીઓ છે આવું બોલી મારુ માન ઓછું ના કરો.
ભંવરીદેવી બોલ્યાં. આવું શું બોલો છો ? અમે તો તમારાં ઋણી છીએ આ બદલો ક્યારેય વાળી નહીં શકીએ.
આમ વાતો કરતાં હતાં અને યુવરાજસિંહનાં બેન બનેવી પણ આવી ગયાં. મીહીકાએ એ લોકોને પાણી આપ્યું પછી ચા નાસ્તો લઇ આવી...
યુવરાજસિંહની બેને કહ્યું મારાં ભાઇએ છોકરી પસંદ કરી હોય એમાં જોવાનું ના હોય કેટલી રૂપાળી અને ડાહી છે સંસ્કાર શોધવા ના પડે એ વર્તનમાં જણાઇ આવે. બધાં એકબીજાનાં વખાણ કરી પ્રેમમાં વધારો કરી રહેલાં એને આમને આમ સાંજ પડી ગઇ. સ્તવન પણ જોબ પરથી આવી ગયો એની પાછળ પાછળ મયુર પણ આવી ગયો.
બધાનાં આવી ગયાં પછી રાજમલસિંહે સ્તવન અને મયુરને કહ્યું દીકરાઓ આવો અહીં અમારી પાસે બેસો બધાં વડીલોની સાથે બંન્ને છોકરાઓ બેઠા આશા અને મીહીકા દૂર કીચન પાસે ઉભા ઉભા બધાની વાતો સાંભળતાં હતાં.
રાજમલસિહે કહ્યું અમે માણેકસિંહજીનાં ઘરે ગયાં હતાં ત્યાંથી મહાદેવજીનાં મંદિરે પ્રસાદ ચઢાવી ત્યાંનો પૂજારીજીની પાસે ચારે છોકરાઓની કૂંડળી બતાવીને મૂહૂર્ત કઢાવ્યાં છે.
લલિતાબહેને કહ્યું છોકરાઓની કૂંડળી જોઇને શું કહ્યું બધુ સારાવાટે વાત છે ને ? મૂહૂર્ત ક્યારનાં નીકળ્યાં છે ?
રાજમલસિંહે કહ્યું આશા સ્તવનની કુંડળી ખૂબજ સરસ મળી છે સ્તવન ખૂબ પ્રગતિ કરશે એનાં પિતાનું નામ કરશે અને મયુર મીહીકા જીવનભર સુખમય જીવન વિતાવશે.
વીણાબહેને કહ્યું પુજારીજીએ સ્તવન માટે કહ્યું છે કે.... અને આશા મીહીકા સહિત બધાનાં કાન સરવા થયાં સત્વન પણ સાંભળવા અધિરો થઇ ગયો એને ગઇકાલની ઘટના યાદ આવી ગઇ..
વીણાબહેને કહ્યું સ્તવનનાં જીવનમાં કોઇક અગમ્ય ઘટનાઓ ઘટશે પણ કોઇ ધાર્મિક વિધી થયાં પછી કાયમી એ ઋણમુક્ત થશે એમાં આશાનો સાથ ખૂબ હશે એટલે ....
યુવરાજસિહે કહ્યું મારી દીકરી આશાએ મને પ્રથમ દિવસેજ કહેલું કે હું સ્તવનને સાથ આપીશ અને એની સાથેજ લગ્ન કરીશ. સ્તવનની નજર આશા પર પડી આશાએ દૂરથીજ એને હોઠ બતાવી ચૂમી ભરવાનો ઇશારો કર્યો
સ્તવન જોઇને શરમાયો અને આંખો કાઢી પછી રાજમલભાઇએ કહ્યું એ ખૂબ પ્રગતિ કરશે અને મયુર પણ ખૂબ આગળ વધશે ટૂંકમાં બંન્ને છોકરાઓ સુખી થશે.
વચ્ચે આશા બોલી ગઇ પણ પાપા મૂહૂર્ત ક્યારે છે ? એ સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. યુવરાજસિહે કહ્યું ધીરજ રાખ દીકરી એ પણ કહીએ છીએ. ધૂળેટીનાં દિવસે વિવાહ અને વૈશાખી પૂનમે લગ્ન....
બધાનાં ચહેરાં આનંદીત થઇ ગયાં. સ્તવનનો ચહેરાં પર આનંદ સાથે ચિંતા અંકતી થઇ ગઇ અને એ આશાથી છુપુનાં રહ્યું. એણે સ્તવનને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -35