લવ બાઇટ્સ - પ્રકરણ-35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-35

લવ બાઇટ્સ
પ્રકરણ-35
સ્તુતિ સવારે ફ્રેશ થઇને લેપટોપ લઇને બેઠી હતી એણે નક્કી કર્યા પ્રમાણે ઓનલાઇન ડીજીટલ માર્કેટીંગનો કોર્સ કરી લીધેલો હવે એ અંગેના કામ સર્ચ કરી રહી હતી કે ઓનલાઇન કામ મળી થાય ત્યાજ એને નેટ પર એક જાહેરાત વાંચવા મળી કે ઘરે બેઠાં ઓનલાઇન કામ કરો અને આપેલા વિષય પર આર્ટીક્સ લખીને પૈસા કમાવો. એણે કંપનીની ડીટેઇલ્સ લીધી એનાં ડેટા લઇને એમાં સર્ચ કરીને જોયું તો જેન્યુઈન લાગી રહેલું કોઇ (UP) ઉત્તર પ્રદેશની કંપની હતી લખનૌ અને બનારસ બંન્ને જગ્યાએ એની બ્રાન્ચ હતી રજીસ્ટર્ડ ઓફીસ એડ્રેસ બનારસ વધુ એમાં પુરાણો નાં અધ્યાય આપવામાં આવે એનાં પરથી એનાં અર્થ ટૂંકમાં કેન્દ્રીમાં અને ઇગ્લીશમાં લખીને તૈયાર કરવાનાં. એક વર્ડ (શબ્દ) દીઠ 30 થી 50 પૈસા મળે. અમુક આર્ટીકલનાં શબ્દ દીઠ રૂપિયો પણ મળે જેવું કામ જેવો અર્થ વિસ્તાર.
સ્તુતિને એમાં રસ પડ્યો એને થયું આમાં મને જાણવા પણ વધુ મળશે અને મને હિન્દી, સંસ્કૃત, ઇગ્લીશ પર પ્રભુત્વ છે. હું કામ કરીશ. મારાં મહાદેવની કૃપા છે કે મને આવી તક મળી એણે એમાં એપ્લાય કરી દીધુ...પણ સાંજ સુધી એનો જવાબ આવ્યો નહોતો. સ્તુતિ ત્યાં સુધી પાપાએ સોંપેલુ કામ કરવા માંડી ત્યાં સમય ક્યાં પસાર થઇ ગયો ખબર ના પડી રાત્રી પડી ગઇ.
બીજા દિવસે સવારે સ્તુતિ ઉઠી પહેલાંજ લેપટોપ ચાલુ કર્યુ અને જે એપ્લાય કરેલું આમનો કોઇ મેઇલ છે કે કેમ ? એ ચેક કર્યુ. એને આનંદની સીમા ના રહી એને સીલેક્ટ કરવામાં આવી હતી એનો બાયોડેટા એલોકેને પસંદ આવેલો. એને કંપનીનું નામ મોઢે યાદ કરી લીધુ. Indian Culture & Religion Systems Research Pvt. Ltd. ટૂંકમાં (ICRCR) હતું પણ એમાં એને એક સબજેક્ટ મોકલવામાં આવ્યો હતો કોઇ વેદનો અધ્યાય સંસ્કૃતમાં શામવેદ પર એનું અર્થ વિસ્તાર હિંદી અને અંગ્રેજીમાં કરી મોકલવાનો હતો આ ટેસ્ટ હતો જો એમાં પાસ થઇ જાય તો એનાં પૈસા મળવા ચાલુ અને રોજ એને આમ પ્રોજેક્ટ મળતાં રહેશે. બેઇઝ સનાતન ધર્મજ રહેશે.
સ્તુતિને તો મજા પડી ગઇ આમ પણ એ એનાં પાપાનાં અગોચર વિધાનાં પુસ્તકો પોતાનાં કામ માટે વાંચતીજ હતી તેથી એને સંસ્કૃત વાંચવાનો અને એનો અર્થ વિસ્તાર કરવાનો મહાવરો હતોજ નાનપણથી એને સંસ્કૃત ભાવી પ્રત્યે લગાવ હતો.
એણે એને મળેલાં વિષય પર તરતજ અર્થવિસ્તાર કરવા બેસી ગઇ અને એકાગ્રતા સાથે ખૂબ ઝીણવટી અર્થવિસ્તાર એણે માત્ર બે કલાકમાં પુરો કરી નાંખ્યો અને રીચેક કરીને મેઇલ કરી દીધો અને મહાદેવનો આભાર માનવા લાગી.
સ્તુતિ આજે ખૂબ ખુશ હતી એનું મન ગમતુ કામ મળી ગયુ હતું ઉપરથી ઘણી સારી આવક થવાની આશા હતી. ત્યાં વામનરાવજી એનાં રૂમમાં આવ્યાં. સ્તુતિને ક્યારથી એનાં લેપટોપ પર કામ કરતી જોઇને પૂછ્યું દીકરા હું જોઉ 2-3 કલાકથી તું લેપટોપ પર કામ કરી રહી છે શું છે ? તેં જે ડીજીટલ માર્કેટીંગનો કોર્ષ કર્યો એનું કંઇ કામ મળ્યુ છે ?
સ્તુતિએ પાપાને કહ્યું પાપા એનાંથી પણ સારું અને મને ખૂબ ઇન્ટરેસ્ટ પડે એવું કામ મળી ગયુ છે એમ કરીને ICRSR કંપની વિશે વાત કરીને કહ્યું આપણાં સનાતન ધર્મને રીલેટેડ બધાં કામ કરવાનાં છે અને શબ્દ દીઠ 50 પૈસા થી માંડીને 1 રૂ. સુધી મહેનતાણુ મળશે પાપા વિચારો એ લોકો બે અધ્યાય મોકલવાનાં એકઅધ્યાયમાં ઓછામાં ઓછા 1000 થી 1500 શબ્દ હોય આવાં બે અધ્યાય અરે પાપા 50/- પૈસા શબ્દો આવે તો પણ રોજના 1500/- 2000/- રૂપિયા કોણ આપે ? એ પણ ઘરે બેઠાં ?
પાપા હું તમે મારી ડીજીટલ માર્કેટીંગની ફી આપેલી એ તમને 10 દિવસમાં પાછી આપી દઇશ કહીને ખડખડાટ હસી પડી. પાપા આજે મેં ડેમો કરી મોકલ્યો છે જે એ લોકો પસંદ આવી ગયો તો સમજો મેરી નીકલ પડી...
દિકરીને ખૂબ ખુશ અને આનંદમાં જોઇને વામનરાવ ની આંખમાં પણ આનંદ આંસુ આવી ગયાં એમણે સ્તુતિનાં માથે હાથ ફેરવ્યો અને આશિર્વાદ આપતા કહ્યું સ્તુતિ તારું ખૂબ સારુ થશે ખૂબ પ્રગતિ થશે તારાં બે દિવસથી ગ્રહ બદલાય ગયાં છે હવે શુભ જ થશે....
સ્તુતિ પણ આનંદથી વામનરાવને વળગી ગઇ અને બોલી પાપા સાચેજ મારાં ગ્રહ બદલાયાં લાગે છે મને અંતરમનમાં પણ આનંદ છવાઇ રહ્યો છે બસ આશિષ આપો આ કંપનીનું કામ કરવા હું સીલેક્ટ થઇ જઊં મારી મનની બધી આશા હું પુરી કરી શકું અને આંખનાં ખૂણે એનાં અગ્નિ સળગી ગયો...
***********
રાજમલભાઇનાં ઘરમાં આનંદ મંગળ થઇ રહ્યું હતું ધૂળેટીનાં દિવસે વિવાહ અને બે મહિના પછી વૈશાખી પૂનમ રાત્રે 12.30 વાગે હસ્તમેળાપનું મૂહૂર્ત હતું.
આશાએ બધાનાં દેખતાં પાપાને દિવસ અને મૂહૂર્ત અંગે પૂછી લીધું હતું. બધાનાં હાસ્ય વચ્ચે સ્તવનને ખૂબ આનંદ થયો હતો અને ઊંડે ઊંડે કોઇ ઉદાસી હતી અને એ આશાની નજરમાં આવી ગઇ હતી.
આજે આશા લલિતામાસીનાં ઘરે એનાં પાપાનાં ઘરે પાછી જવાની હતી. એને કંઇ ગમી નહોતું રહ્યું રહી રહીને સ્તવન સાથે વિતાવેલી પળો યાદ આવી રહી હતી પણ એક આનંદ હતો કે હવે વિવાહ ખૂબ નજીક હતાં.
બધાંએ જમી પરવારીને પછી ઔપચારીક વાતો કર્યા પછી છૂટા પડવાનું નક્કી કર્યુ યુવરાજસિહે માણેકસિહ અને ભંવરીદેવીની વિદાય લેતાં કહ્યું. આ ત્રણ દિવસનો સહવાસ ખૂબ આનંદ ભર્યો હતો યાદ રહેશે અને હવે પ્રસંગની તૈયારીઓ કરવાનોજ સમય છે... સમય પણ ઓછો છે દિકરીનાં લગ્નની તૈયારી અમારે પણ છે તમારે પણછે એટલે સૌ ઇશ્વર સારાવાના કરે અમે વિદાય લઇએ છીએ. આશા દોડીને સ્તવન પાસે આવીને બોલી હમણાં તો જઊં છું પણ પછી મોડાં ફોન કરીશ કેવી રીતે ક્યારે મળવું નક્કી કરીશું. સ્તવન હસી પડ્યો અને કહ્યું ઓકે.
મયુરનાં માતાપિતાએ પણ બધાને વિદાય આવતા કહ્યું અમે પણ હવે તૈયારી કરીશું દીકરી મીહીકાને અમે આ બે ત્રણ દિવાસમાં તેડાવીશું સાથે સ્તવન-આશાએ પણ આવવાનું છે ત્યાં લલીતાબહેને કહ્યું કેમ એકલા છોકરા ? મયુરનાં પાપાએ કહ્યું ના ના બધાજ કુટુંબીજનોએ આવવાનુ છે આતો છોકરાઓ કારણ છે અને આતિથ્ય તમારુ છે બધાં એક સાથે હસી પડ્યાં.
રાજમલભાઇનાં ઘરમાંથી આશા એનાં માતા-પિતા સાથે બહાર નીકળી અને ગાડીમાં બેઠી એની સતત નજર સ્તવન પરજ હતી એક સકેન્ડ માટે એણે નજર હટાવી નહોતી. એને કોઇ શરમ સંકોચજ નહોતો ખબર નહીં એ જાણે ત્રાટક કરી રહી હતી સ્તવન હસી રહ્યો હતો.
મયુરે મીહીકાને કહ્યું હું મોડાં ફોન કરીશ અને બે ત્રણ દિવસમાં બધાની સાથે રૂબરૂ મળીએ અને બધાં પોતપોતાની કારમાં બેઠાં અને વિદાય લીધી.
ભંવરીદેવીએ કહ્યું લલીતાબહેન આ તમારું ભર્યુ ભર્યુ ઘર ખાલી થઇ ગયું પણ ખૂબજ પાવન અને શુકનવંત્યુ છે મારાં બંન્ને છોકરાઓની સગાઇ તમારી આ ભૂમિ પરથી નક્કી થઇ સાચેજ અમે તમારાં ઋણી છીએ. માણેકસિંહજીએ પણ આજ શબ્દો રાજમલભાઇને કીધા કે ભાઇ આટલા વર્ષો મૂર્તિનો ધંધો કર્યો મેં બનાવી બનાવી તમને મોકલી તમે વેચી આમ આપણે વ્યવહાર ચાલતો રહ્યો. પરંતુ આજે મારાં છોકરાઓ નાં સંબંધ માટે તમે નિમિત બન્યાં અને આપણાં વ્યવહારને તમે તેહાવર બનાવી દીધો ખૂબ ખૂબ આભાર એમ કહીને હાથ જોડી દીધો.
રાજમલભાઇ અને લલિતાબેન બન્ને એક સાથે બોલી ઉઠ્યાં આ શું બોલો છો ? આ તમારુજ ઘર છે અને આ છોકરા અમારાંજ છે આવું ફરી ના બોલશો આતો ઉપકાર વધાવી અમને પારકા કરી નાંખ્યાં.
આ સ્તવન મારો જ છે મીહીકાનું કન્યાદાન પણ અમે આપવા નક્કી કર્યુ છે જો જો એમાં વચ્ચે કોઇ કારણ લાવતાં... એમ કહી લલીતાબેન રડી પડ્યાં.
ભંવરીદેવીએ કહ્યું તમારાં ઋણ સ્વીકાર તમનેજ આપ્યો હક્ક કન્યાદાનનો બસ.....
ઉપરવાળો ખબર નહીં કેમ આવાં ઋણ ઉભા કરે છે અને ચૂકતે કરાવે છે ખબર નહીં શું થવાનું છે ?
વધુ આવતા અંકે - પ્રકરણ -36