લવ બાઇટ્સ - પ્રકરણ-33 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-33

લવ બાઇટ્સ
પ્રકરણ-33
કરુણરસમા ગદગદ કંઠે ગવાતું ગીત એની પાછળ ખેંચાતો સ્તવન.... એની આંખમાંથી આંસુ પડી રહેલાં. આશા તો ખૂબજ આર્શ્ચય અને આઘાત સાથે સ્તવનની પાછળ જઇ રહી હતી એની આંખમાં પણ આંસુ આવી ગયાં.
સ્તવન હજી થોડો આગળ વધ્યો અને અચાનકજ ખૂબ પવન ફુંકાયો રોડ પરનાં કાગળ પત્તા બધું ઉડવા માંડ્યું અને જાણે ધુમરી કરતો પવન વંટોળમાં પરિણમ્યો અને ટોર્નેડોનું રૂપ લીધું. એમાંથી હસવાનો પછી રડવાનો અવાજ આવવા લાગ્યો અને એ ઘુમરાતાં પવનમાંથી એક આકૃતિ રચાઇ અને એમાંથી અવાજ સંભળાયો હું છું મને ઓળખી નહીં ? તેં મને એ ગીત ગાઇને પુકારી હું આવી ગઇ... સ્તવન થોડીકવાર એમજ જોઇ રહ્યો અને એને ચક્કર આવ્યાં એ જમીન પર પડી ગયો.
આશા દોડી આવી સ્તવનનું માથુ ખોળામાં મૂકીને રડવા માંડી મીહીકા અને મયુર પણ દોડી આવ્યા. મયુરે કહ્યું આમ અચાનક જીજાજીને શું થઇ ગયું ?
મીહીકા રડવા માંડી એણે સ્તવનને ઢંઢોળ્યો ચીસ પાડી ઉઠી ભાઇ ભાઇ ઉઠો શું થયું ? સ્તવનનાં ચહેરા પર પરસેવો પરસેવો થઇ ગયેલો એણે ધીમે રહીને આંખો ખોલી એની નજર આશા પર પડી... થોડીવાર અપલક નજરે જોઇ રહ્યો પછી બોલ્યો આશા ? એકદમ બેઠો થઇ ગયો પોતાનો રોડ પર બેઠેલો જોઇને આશ્ચર્ય પામ્યો જાણે કંઇ થયુંજ ના હોય અને કંઇ જાણતો ના હોય એમ બોલ્યો હું અહીં કેમ છું ? શું થયું મને ? તું રડે છે કેમ આશા ?
મીહીકાએ રડતાં રડતાં કહ્યું ભાઈ તમે ગીત સાંભળીને ઘરમાંથી બહાર આવી ગયેલાં પવનનું તોફાન અને કોઇનો અવાજ અમે પણ સાંભળ્યો ભાઇ પાછું આવું શું થયુ ?
સ્તવન બાઘાની જેમ આશા મીહીકા અને મયુર તરફ જોઇ રહ્યો. એણે પોતાનાં હાથ ચહેરા પર મૂકીને કહ્યું મને કંઇ ખબર નથી... અને પછી આશા તરફ જોઇને કહ્યું મને આવું ઘણાં સમયે થયું મને ચક્કર આવતા દીલ ખૂબ જોરથી ધબકાર કરતું પણ આજે આમ અચાનક ....
આશાએ આંસુ લૂછીને સ્તવનને કહ્યું "કંઇ નહીં જે થયું એ થયું તમે ઉભા થાવ આવું કશું હોય નહીં તમારે આટલાં લાગણીશીલ નહીં થવાનું અને હાં મીહીકાબેન અને મયુર તમને બંન્નેને કહુ છું હમણાં જે કંઇ થયું છે એ કોઇને પણ કહેવાની જરૂર નથી. મારી અને સ્તવનની વચ્ચેજ હવે જે છે એ રહેશે. હું સ્તવનને આટલાં લાગણીશીલ નહીં થવા દઊ. એમનું હૃદય ખૂબ નાજુક લાગણીશીલ છે એનાં કારણેજ આવું થાય છે ચાલો ઘરે પાછાં લલીતામાસી જાગી ના ગયાં હોય તો સારું અને જો જાગી ગયાં હોય તો કહેજો આંટો મારવા નીકળ્યાં હતાં.
મીહીકા આશાની તરફજ જોયાં કરતી હતી એને આશાની વાત સાંભળીને આનંદ થયો એણે કહ્યું ભાભી તમે કહો છો એમજ થશે તમે આટલાં મક્કમ અને મજબૂત મનોબળ વાળાં છો મને ખૂબ સારું લાગ્યું છે ચાલો ઘરે જઇએ.
સ્તવન ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યો હતો. એણે આશાની સામે જોઇને પછી બોલ્યો થેંક્યુ આશા. પછી બધાં ઘરે પાછા આવી ગયાં. લલિતાબહેન જાગી નહોતાં ગયાં બધાને હાંશ થઇ.
આશાએ કહ્યું હવે હમણાં સૂવાનું નથી ભલે રાત્રીનાં બે વાગ્યાં છે આપણે સાથે બેસીશું સ્તવનને હું એકલા નહીં મૂકુ.
મીહીકાએ કહ્યું ભલે અમે પણ સાથે બેસીશું મયુરે કહ્યું જીજાજી સ્વસ્થ થાય એટલે પત્તાની બાજી એક રમી નાંખીએ.. સ્તવન મયુરની સામે જોઇ રહ્યો. પછી બોલ્યો ઓકે હું સ્વસ્થજ છું ચાલો રમીએ.
આશા સતત સ્તવનનું ધ્યાન રાખી રહી હતી એણે સ્તવનને કહ્યું તમારું બીજું પાન હજી પડી રહ્યું છે. ખોલો આપણે બંન્ને ખાઇએ. આશાએ આખો માહોલ બદલી નાંખ્યો.
મયુરે કહ્યું મારુ પણ હજી બાકી છે ચાલો પાન ખાઇને બાજી રમી નાંખીએ સ્તવન બધું ભૂલીને પાનનું બીડુ ખોલવા માંડ્યો પછી બોલ્યો આશુ એમાં કિમામ છે તારાથી નહીં ખવાય... આશાએ કહ્યું સ્તવન તમે જે ખાવ એ મારાથી ખવાયજ લાવો મારો ભાગ.
મીહીકાએ કહ્યું મયુર તમારાં પાનમાં મારો પણ ભાગ મયુરે હસતાં હસતાં કહ્યું તમને બંન્નેને ખબર પડે છે ? એમાં કિમામ છે તમારું છે તમને ચક્કર આવશે અથવા ઉલ્ટી કરશો. આશાએ કહ્યું તો તમે કેવી રીતે ખાવ છો ? અમે તો ખાવનાંજ અથવા તમારે ના ખાવું જોઇએ.
સ્તવને પાનનું બીડુ ખોલીને પાન પોતાનાં મોઢામાં મૂકી દીધુ અને અડધો ભાગ બહાર રાખ્યો પછી ઇશારામાં આશાને કહ્યું લે ખાઈ લે હવે....
આશાએ મીહીકા સામે જોઇને ઇશારો કર્યો અને થોડી શરમાઇ પછી સ્તવનનાં મોઢામાં બાકી બહાર રહેલો પાનનો ભાગ ખાવા ગઇ અને સ્તવને આશાનાં હોઠ ચૂમી લીધાં. એનાં મોઢામાંથી લાલ લાળ બહાર નીકળી ગઇ બંન્ને જણાં હસી પડ્યાં.
મયુરે સ્તવનની બરાબર કોપી કરી અને મીહીકાને કહ્યું લે તારો ભાગ તું ખાઇ લે.. મીહીકાએ શરમાતાં કહ્યું મારે નથી ખાવુ આવી રીતે તમને શરમજ નથી આવતી...
સ્તવન અને આશા સમજી ગયાં બંન્ને જણાં ઉભા થઇને બાલ્કનીમાં આવ્યાં. મીહીકાએ તક સાંધીને પાન ખાઈ લીધુ મયુરે પણ ચૂસ્ત ચુંબન લઇ લીધું.
સ્તવન અને આશાએ એજ સમયે મીહીકા મયુર સામે જોયું અને ચારે ખડખડાટ હસી પડ્યાં. આશાએ મીહીકાને ઇશારો કરી કહ્યું મસ્ત...
આશાએ કહ્યું ચાલો બાજી માંડીજ છે તો રમત પુરી કરીએ એમ કહીને પત્તા રમવા ચાલુ કર્યા. ખાસી વાર પછી આશાએ કહ્યું અત્યારે પરોઢના 4 વાગવા આવ્યાં છે કોઇની આંખમાં ઊંઘ નથી. પણ હું આજે સ્તવનની સાથેજ રહીશ તમને ઊંઘ આવે તો બાજુનાં રૂમમાં જઇ શકો છો.
મીહીકાએ કહ્યું ના હું પણ ભાઇ સાથેજ રહીશ. મયુરે કહ્યું મને વાંધો નથી પણ એ લોકોને વાતો કરવા દે આપણે બાજુનાં રૂમમાં જઇને વાતો કરીએ ચાલ આવો ચાન્સ ક્યારે મળશે ? કાલે તો બધાં વડીલો આવી જશે. અને લલીતામાસીએ આપેલી તક એમજ સરી જશે.
મીહીકાએ આશાની સામે જોઇને પછી કહ્યું ઓકે ચાલો સમયની માંગ અને આશાભાભીની આશા નથી તોડવી એમ કહી હસતા હસતાં એ અને મયુર બાજુનાં રૂમમાં જતાં રહ્યાં. આશાએ એ બંન્ને જણાં ગયાં પછી સ્તવનને કહ્યું સ્તવન તમને શું થયું હતું ? તમે ગીતો ગાઇને લાગણીમાં ખેંચાયા હતાં પણ તમે ઉઠીને શું સાંભળીને ઘરની બહાર નીકળી ગયા ?
સ્તવને કહ્યું મને કંઇ ખબર નથી હાં મને એટલું યાદ છે મેં ગીતો ગાયાં એનાં જવાબમાં કોઇ ગીત ગાતું હોય રડતું હોય એવો આભાસ થયો એ કોણ છે જોવા હું જઇ રહેલો અવાજની દિશામાં પણ મને બાકી કંઇ ખબર નથી.
આશાએ સ્તવનનાં કપાળે હાથ ફેરવયો માથામાં હાથ ફેરવતી બોલી તમે ખૂબ લાગણીશીલ છો તમે એટલાં લયમાં સૂરમાં અને ઓતપ્રોત થઇને ગીત ગાયાં હતાં. એનાં નશામાંજ ચાલતાં ચાલતાં જઇ રહ્યાં હતાં. બાકી કંઇ નહોતું એમ ખોટાં વહેમ કે ચિંતા છોડી દો થોડાં મક્કમ અને મનમાં મજબૂત થાવ... તમને કશુ નથી કોઇ તકલીફ નથી તમને કંઇ તકલીફ થવા પણ નહીં દઊં મારાં સ્તવન તમે ફક્ત મારાં છો એમ કહીને સ્તવનને ચૂમીને કહ્યું તમે મારા ખોળામાં સૂઇ જાવ હવે હું એક ગીત ગાવા માંગુ છું પછી જોઉં છું કે શું થાય છે ?
સ્તવનને એનાં ખોળામાં સૂવાડ્યો અને એનાં કપાળે હાથ ફેરવી એની બંન્ને આંખો ચૂમી લીધી અને પછી એણે ગીત ગાવાનું શરૂ કર્યું....
તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુઝે દેદો.... તુમ્હે ગમ કી કસમ ઇસ દીલકી વિરાની મુઝે દે દો ...
ગીત ગાતી ગાતી સ્તવનને હાથ ફેરવી પ્રેમ કરી રહી હતી..
યે માના મેં કીસી કબીલ નહીં હૂં ઇન નિગાહોં ને માના..
યે દુઃખ યે હેરાની મુજે દે દો.... તુમ અપના રંજો ગમ...
મૈં દેખુ તો સહી દુનિયા તુમ્હે કૈસે સતાતી હૈ કોઇ દીનકે લીયે અપની નિગેહબાની મુઝે દેદો .... તુમ અપના..
સ્તવનની આંખો પ્રેમથી ઉભરાઇ ગઇ... આશાનાં ગીતથી એને ઘણું સારું લાગી રહ્યું હતું એનાં ચહેરાં પર રાહત લાગી રહી હતી એણે આશાનો ફરતે એનાં હાથ વીંટાળી દીધાં. બારીઓ ખખડી... શાંત થઇ ગઇ....
વધુ આવતા અંકે - પ્રકરણ -34