વિશ્વાસ - ભાગ-7 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-7

(આપણે આગળના અંક માં જોયું કે રાધિકા એના લગ્નજીવન માં ખુબ ખુશ હોય છે પણ છતાંય કઈ ખૂટતું હોય તેવું લાગે છે પણ તે એના માટે પોતાને જ દોષ આપે છે,એની ત્રીજી અનિવર્સરી પર તે અનીલ ને સરપ્રાઈઝ આપવા ઓફીસ જાય છે પણ ત્યાં કૈક એવું જોઈ જાય છે કે તે પાછી ફરે છે અને રડ્યા કરે છે.હવે આગળ...)

ભાગ -7 રાધિકા નો વિશ્વાસઘાત

રાધિકા ફરી રડવા લાગે છે તેે ફરી પાછી કાલ ની ઘટના વિશે વિચારવા લાગે છે.

એ જયારે અનીલ ના ઓફીસ પાસે જાય છે ત્યારે એ અનીલ નો અવાજ સાંભળે છે.

"દેખ, રિયા તને ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું,એતો મમ્મી પપ્પા ને તું ગમતી નહોતી,એમનું કહેવું હતું કે તારામાં સંસ્કાર જેવું કઈ નથી,મેં એમને ખુબ મણાવ્યાં હતા પણ એમને મરવાની વાત કરી એટલે મેં રાધિકા માટે હા કહી,
એમ પણ એ ખુબ જ ડાહિ છોકરી હતી બીજી સ્ત્રીઓ ની જેમ એે કોઈ માથાકૂટ નહિ કરે એની મને ખબર હતી.અનીલ રિયાને કહેતો હતો.

"હા, યાર એમાં જ તો આપણે ફસાઈ ગયા મમ્મી અને પપ્પા ની તો કેટલી લાડલી બની ગઈ છે,કોઈ ખોટ જ એમને તો દેખાતી નથી".રિયાએ ઉદાસ સ્વરે કહ્યું.

"તારી વાત સાચી છે, મારા મમ્મી પપ્પા ને તો મારા કરતાંય એ વધારે વ્હાલી છે એટલે શું કરવું કઈ જ સમજાતું નથી".અનીલે ઉદાસ થઈને કહ્યું.

"હા' પણ હું પણ શું કરું એક તો તું મારી પાસે ખુબ ઓછું આવે છે અને તે કીધું હતું કે ડિવોર્સ લઇ લઈશ પણ એના વિશેે તો વિચારતો પણ નથી".રિયાએ થોડા ગુસ્સાથી કહ્યું.

"અરેે, રે તું તું ગુસ્સે થઇ ગઈ એના વિશેે જ તો કહેવા તને બોલાવી છે તને શું લાગે છે કે મેં ત્રણ વર્ષ એમ જ કાઢી નાખ્યા, ના આ ત્રણ વર્ષ માં મેં રાધિકા નો પુરેપુરો વિશ્વાસ મેળવી લીધો છે અને એટલેજ મને એની ખામી મળી ગઈ છે".અનિલે ખુશ થતા કહ્યું.

"શું વાત કરે છે યાર! ક્યારનોય કહેતો નથી,જલ્દી બોલને કઈ ખામી મળી ગઈ.રિયાએ ઉત્સાહ માં આવી ને પૂછ્યું.

રાધિકા અમારા લગ્ન પહેલા માધવ ને પ્રેમ કરતી હતી,એમ તો એ બંનેએ એકબીજા ને કીધું નહોતું પણ રાધિકા ની વાત પરથી એટલો ખ્યાલ તો આવ્યો જ કે પેલો માધવ પણ એને પ્રેમ કરતો હશે.અનિલે કહ્યું.

"શું વાત છે યાર, તારી આ સીધીસાદી પત્ની તો બહુ ચાલુ નીકળી,લે હવે તો એકદમ આસાન છે બંને ને મેળવીએ અને મમ્મી પપ્પા ને બતાવીએ". રિયાએ ખુશ થતા કહ્યું.

ના યાર એટલું આસાન નથી,કારણ કે રાધિકા એને મળવા પણ નથી માંગતી મેં એને કીધું પણ એ માનતી જ નથી.

તો તો હવે એનું મૃત્યુ જ ...એટલું રિયા બોલે છે ને રાધિકા થી સહન નથી થતું અને ડૂસકું લેવાઈ જાય છે,અને તે ત્યાંથી ભાગી નીકળે છે,રિયાને તેનો અવાજ સંભળાઈ છે તેથી અનીલ અને રિયા બહાર આવે છે પણ કોઈ દેખાતું નથી પણ અનીલ ને લાગે છે કે નક્કી રાધિકા જ હોવી જોઈએ તેથી તે પણ પાછળ જાય છે.

રાધિકા એલાર્મ વાગતા વિચારો માંથી બહાર આવે છે પણ ફરી ફરી ને એને એજ વિચાર આવે છે કે જે વ્યક્તિ ને એટલો બધો વિશ્વાસ કર્યો હતો તે વ્યક્તિ એટલો બધો વિશ્વાસઘાત કરી ગયો એને એકદમ ખ્યાલ આવે છે કે અનીલ રાત નો ઘરે જ નથી આવ્યો અને આજે તેને પહેલી વાર અનીલ પર ગુસ્સો આવે છે.

રાધિકા થી એજ સહન નહોતું થતું કે જેની પર એને પોતાની જાત કરતા વધુ વિશ્વાસ કર્યો એ એવો નીકળશે.

થોડીક વાર વિચાર કર્યા પછી એ મક્કમ મને એક નિર્ણય લે છે અને તૈયાર થવા જાય છે,એ તૈયાર થઈને એના રૂમ માં કેટલાક કાગળ શોધતી હોય છે ત્યારે તેને એક એમ્બ્યુલન્સ નો અવાજ સંભળાઈ છે એ બહાર જુએ છે તો એ તેના ઘર પાસે જ ઉભી રહે છે.

રાધિકા દોડી ને બહાર જાય છે એને એવું થાય છે કે મમ્મી પપ્પા ને તો કશું નથી થયું ને?ત્યાંતો એના સાસુ સસરા ઘર માંથી બહાર આવે છે એ લોકો પણ એટલા જ ચિંતિત દેખાય છે.રાધિકા એમને પૂછે છે કે શું થયું પણ એ લોકો ને પણ કંઇજ ખબર નથી હોતી.

ક્રમશઃ

એમ્બ્યુલન્સ માં કોણ આવ્યું હશે?
શું અનીલ અને રિયાએ કોઈ નવો પ્લાન બનાવ્યો હશે?

વધુ જાણવા માટે આગળ નો ભાગ વાંચો...