Aayesha books and stories free download online pdf in Gujarati

આયેશા - એક દીકરી

હાલ જ્યાં જુઓ ત્યાં આયેશાની વાતો થઈ રહી છે. જેમ આયેશાની ખ્વાહિશ હવાઓમાં ઊડવાની અને પાણીમાં સમાવવાની હતી એ જ રીતે આયેશાની વાતો આજકલ હવા અને પાણીની જેમ ચારે કોર થાય છે.આયેશાના સુસાઇડ પાછળનું સાચું કારણ તો આયેશા જ જાણતી હશે. હાલ જે વાતો થઈ રહી છે એ તો આપણાં બધાના માત્ર અને માત્ર તર્ક છે.વોટ એવર જે હોય એ પણ એક વાત તો સાચી છે કે સ્ત્રીએ કરૂણાની મૂર્તિ છે. સહન શીલતાની પૂજારી છે. કોઈ નિમ્ન કે તુચ્છ કારણો થી બીજાને જીવ આપનાર ક્યારેય પોતાનું જીવ તો ના જ આપે.!!!આયેશા તો હવે આપણી યાદોમાં રહેવાની છે.પણ બીજી કોઈ આયેશા જનમ ના લે એ વાત ખરેખર આપણાં હાથમાં છે.સોસ્યલ મીડિયા પર અલગ અલગ વાતો થઈ રહી છે કોઈ આયેશા ના પિતાને જવાબદાર ગણે છે,કોઈ એના પતિને તો વળી કોઈક તો એના સમાજને દોષી ગણી રહ્યા છે. જેટલા લોકો એટલી વાત !!
આયેશાના બનાવે આજે મને એક સત્ય ઘટનાને મારા શબ્દોમાં ઢાળવા પ્રેરી. વાત છે એક દિવસની સવારના ૯.૦૦ વાગ્યા હશે ને મોબાઇલ પર ફોન આવે છે. દીકરીનો પિતા ફોન ઉપડે છે. રડતાં રડતાં દીકરી એના પિતાને જણાવી રહી છે ’’ પપ્પા મને ઘરની બહાર કાઢી મૂકી છે ,હું ચાર દિવસથી ભૂખી છું, આજે તો માર પીટ પણ થઈ છે. પ્રેગનેનસી ના પાંચમા મહિનામાં મારાથી આ બધુ સહન નથી થતું ગાયનેક પાસે લઈ જવાને બદલે મને પૈન કીલર આપે છે . હું શું કરું? હું અહી રહીશ તો આ લોકો મારી સાથે મારા બાળકને પણ મારી નાખશે મને કોઈ રસ્તો બતાવો .રડતાં અવાજમાં થયેલી વાતચીતના ૫૦% તો પિતાને સમજાઈ પણ નહીં છતાં પિતાએ એના રડતાં અવાજને પારખી સમજી લીધું કે દીકરીની સહન શીલતા તૂટી હશે એટ્લે જ એને મને યાદ કર્યો છે. અને પિતાએ એકજ વાક્યમાં જવાબ આપ્યો બેટા તું હમણાં જ ઘરે આવી જા આપણે નિરાંતે વાત કરીશું .”
કલાક પછી ફરી પિતાનો ફોન વાગે છે.નંબર તો દીકરીનો જ છે પણ અવાજ કોઈ અપરિચિત વ્યક્તિનો છે.જે જણાવી રહી છે કે. આપની દીકરી અર્ધ બેભાન અવસ્થામાં બસ સ્ટેશનના બાંકડા પર બેઠી છે.ફોન પૂરું થવાની રાહ જોયા વગર પિતા બસ સ્ટેશન તરફ રીતસરની ડોટ મૂકે છે અને દીકરીને ઘરે લઈ આવે છે. દીકરીને સ્વસ્થ થતાં પૂરા ચાર દિવસ લાગ્યા.આ ચાર દિવસ દરમ્યાન કોઈએ કોઈ વાત કરી નહીં. પણ એક બીજાની મનો સ્થિતિ સમજી સકતી હતી.અને એ એ જ હતી કે દીકરીને આટલું બધુ વેઠયા પછી સાસરીમાં જવું નથી અને દીકરીને જોઈને એની આપવીતી સાંભળીને માં-બાપની પણ ઈચ્છા ના થઈ કે એમની લાડલી દીકરી સાસરે જાય ॰ અહી માં-બાપનું એક જ સ્વાર્થ હતો કે દીકરી એમની વચ્ચે રહે.સમાજની ચિંતા કર્યા વગર દુનિયાથી ડર્યા વગર માં અને બાપે દીકરીને આશ્રય આપ્યો.
શરૂના દિવસોમાં દીકરી એટલા ટેનસન માં હતી કે ઘરમાં કોઇની સાથે વાતચિત પણ નોહતી કરતી. ખાવા પીવાનું કોઈ ભાન નહીં॰ માં એને જબરજસ્તી ખવડાવતી.દરેક કોળીયે એક જ વાત કહતી.” બેટા અમે છીએને, તારે કોઈ ફિકર ચિંતા કરવાની જરૂર નથી.આ શબ્દો સાંભળીનેજ દીકરી ધરાઇ જતી.
જો દીકરી ભણેલી હશે તો ટ્યુશન કરાવશે,સીવણ શીખી હશે તો કપડાં સિવીને પણ પોતાનું ગુજરાન કરી લેશે. કમ્પ્યુટર જાણતી હશે તો એનો પણ ઉપયોગ કરી એની સાથે માં-બાપનો પણ સહારો બનશે.પણ એને બળ જબરી થી સાસરે જવાનું ના કેહતા.દીકરી જે દિવસે સાસરેથી પાછી આવે એ દિવસે ખુશ થજો.પણ એને મોતના મુખમાં ના ધકેલતા. આ શબ્દો છે એ દીકરીની માં ના જે એને વારે ઘડીએ હૈયા ધારણા આપે છે કે બેટા અમે છીએ ને .તું ચિંતા ના કર.પોતાની વાત આગળ વધારતા એ માં કહે છે.દીકરી જ્યારથી સમજણી થાય છે ત્યારથીજ સાસરીના સપના જુએ છે. દીકરી માટે માં-બાપ, ભાઈ- બહેન અને પોતાના ઘર સિવાય બીજી કોઈ વિશ્વાસ પાત્ર જગ્યા અને પાત્ર હોય તો તે પતિ અને સાસરી છે.દરેક દીકરી પોતાની સાસરીને સ્વર્ગ સમજે છે.અને જો એ સ્વર્ગમાં જ દીકરી સ્યૂસાઇડ કરવા તૈયાર થાય તો દોષ કોનો?
દુખનું ઔસધ દહાડા એ કહેવત મુજબ અમારી લાડકી દીકરી જેણે અમે બાળપણથી દરેક પરિસ્થિતિમાં રેહતા શીખવી છે (અહી સવાલ થસે કે દરેક પરિસ્થિતિ તો પછી સાસરીમાં કેમ ના રહી ? એ માટે હું અહી સ્પસ્ટતા કરીશ કે મે એને જીવવા માટે દરેક પરિસ્થિતિમાં લડતા શીખવ્યું છે મારવા માટે નહીં) અને જેણે અમે ઉચ્ચ અભ્યાસ આપી જે હાલ સરકારી નોકરી કરે છે. હાલ તે સ્વમાનથી જીવી રહી છે.એની દીકરીને અમે નાના-નાની સાચવી રહ્યા છીએ.એકાદ વાર ઉડતા ઉડતા સાંભળવામાં પણ આવ્યું હતું કે “ એ તો કમાય છે એટ્લે એનો બાપ મોકલતો નથી.સમજી શકતા હશો કે આ શબ્દો કોના હશે.પણ અહી એ લોકો એ વાત ભૂલી જાય છે કે એના બાપની કરોડો ની સંપત્તિ અને દીકરીના બાપની સરકારમાં ઉચ્ચ પદ પરની સત્તા જોઇનેજ માંગુ લઈને આવ્યા હતા.
દીકરી ખુદ કબૂલે છે કે હું મારા માતા-પિતાના સાથથી જ આજે જીવિત છું.મને મારા માં-બાપે પૂરો સહકાર આપ્યો છે.હું જેમ બોલી એમ મારા માતા-પિતા કરી રહ્યા છે .એમને ક્યારેય મરી ઉપર દબાવ નથી કર્યો કે બેટા તું સાસરીમાં જતી રહે.અથવાતો મને ક્યારેય મારી દીકરી પર તરસ ખાઈને એમ નથી કહ્યું કે બેટા તારે દીકરી છે તું એનો તો વિચાર કર.ઉપર વાળો બધાના માટે કઈક ને કઈક પ્લાનિંગ કરતોજ હોય છે.બસ ક્યારેય નિરાસ ના થવું.અને ધૈર્ય ના ખોવું.છેલ્લા ત્રણ વર્ષમાં હું આટલું જ શીખી. જિંદગીમાં એક બે ખરાબ લોકોનો સામનો થાય તો એનાથી પૂરે પૂરી દુનિયાને ખરાબ ગણવી એ મૂર્ખામી જ છે. હું તો મારી દીકરીને પણ એ જ રીતે ઉછેરીશ જેવી રીતે મને મારા માં-બાપે ઉછેરી છે.હું મરી જાત ને ખરેખર ધન્ય ગણું છું કે મરી પાસે આટલા સારા માં-બાપ અને ભાઈ-બહેન છે.
દીકરીની મમ્મીને વાત આગળ વધારતા જણાવે છે કે સાસરેથી પાછી આવેલ દીકરી સાથે ક્યારેય બળ જબરી ના કરતાં.કોઈ પણ સ્ત્રી હોય એ નાના અમથા કારણથી પોતાનું ઘર ક્યારેય ના છોડે.એને સ્વીકરજો.એની પાસે કારણ જાણવાની કોશિશ કરજો પણ આખરી નિર્ણય તો દીકરી ને જ લેવાનું કહેજો.બની શકી કે સમાજની ચિંતા, માં-બાપની આબરૂ એ બધુ વિચારી દીકરી પાછી તો જતી રહેશે.પણ ના કરે ને નારાયણ સાસરે પાછી ગયા બાદ એ ફરી દુનિયા માંથી જ જતી રહે.!!દીકરીને ભણાવી પગભર બનાવો.સ્વમાનથી જીવતા શીખવો.આપણી દીકરીને આયેશા બનતી રોકીયે. સમાજની,લોકોની પરવા કર્યા વિના સ્વીકારી છે.
(ડાયરી માંથી.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED