એ ખુબ જ માલદાર વ્યક્તિ હતો. એને થોમસ કહીને બોલાવીશું. એનું બાળપણ જરૂરિયાતોથી વંચિત રહ્યું હતું એને સારી સ્કુલમાં ભણવું હતું. તેને તેના દોસ્તોની જેમ રોજ લંચ માં અવનવી વાનગીઓ ખાવી હતી. એને પણ એનો યુનિફોર્મ સુંદર અને સ્વચ્છ હોય એવું ઈચ્છતો હતો. પરતું એ ગરીબ ઘરમાં જન્મ લીધો હોવાથી એ હંમેશા સુખ સગવડોથી વંચિત રહ્યો હતો. એટલે જ એને નક્કી કરી લીધું હતું કે એક દિવસ માલદાર વ્યક્તિઓમાં સ્થાન પામશે અને પોતાની જરૂરિયાતો પૂ કરશે. અને એટલે જ એને એની ઉમર પ્રમાણે જે રસ્તો શક્ય હતો રૂપિયા કમાવવા માટે સારા ખરાબ કામ કરવા લાગ્યો. અને માત્ર વીસ બાવીસ વર્ષની ઉમરમાં એ શહેરના પ્રતિષ્ટિત લોકોમાં ઓળખાવવા લાગ્યો અને સાથે સાથે ઘમડી વ્યક્તિ તરીકે પણ. ચોવીસ વર્ષની ઉમરમાં તે એક માલદાર યુવતી સાથે લગ્ન કરે છે. અને લગ્નના બે વર્ષ માં એ એક પુત્રનો પિતા પણ બની જાય છે. એ ખુબ જ ખુશ થાય છે અને વિચારે છે કે પોતે અનુભવેલી પરિસ્થિતિનો સામનો એના છોકરાએ નહિ વેઠવી પડશે. પુત્રનાં જન્મ પછી તે ચર્ચમાં જાય છે અને ફાધરને કહે છે “ મારા ઘરે પુત્રનો જામ થયો છે. એનું નામ રાખવાનું છે એટલે રવિવારની પાર્થના પછી તમે શહેરનાં માલદાર લોકોને ભેગા કરજો. બધાની હાજરી માં મારા પુત્ર નું નામ રાખીશું. ફાધર એની સામે જોઈ રહ્યા અને પૂછ્યું કઈ નામ રાખવાનું છે કઈક વિચાર્યું છે? “ એનું નામ ડેવિડ રાખીશું. તે એક રાજા હતા અને મારો પુત્ર પણ એક દિવસ આ શહેર ઉપર રાજ કરશે એટલે એનું નામ ડેવિડ રાખીશું.” આમ કહી ને રૂપિયા ભરેલી થેલી ફાધર સામે ફેકી. અને ચાલતો થયો. ફાધર એને જોઈ રહ્યા.
એ વાતને પંદર વર્ષ થયા. થોમસ પાછો ચર્ચમાં ફાધર પાસે જાય છે ફાધર એને જોઈ ને આવકારે છે કોઈ પ્રતિકાર વગર થોમસ કહે છે કે મારો પુત્ર ડેવિડ આજે પંદર વર્ષનો થયો છે. એ અપણા દેશની સૌથી મોંઘી સ્કુલ માં ભણવા જઈ રહ્યો છે. એ જ્યારે ભણીને પાછો આવશે ત્યારે આખો શહેર એને જોવા આવશે. એને ફરીથી ફાધર સામે રૂપિયા ફેક્યા અને ચાલતો થયો. બીજા દસ વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ ફાધર જ્યારે ચર્ચામાં હતા ત્યારે બહારથી થોડોક અવાજ એમના કાને પડ્યો. એ બાહર આવીને જુએ છે કે એક પ્રતિભાશાળી વ્યક્તિ આગળ ચાલ્યો આવે છે અને એની પાછળ શહેરનાં બીજા કેટલાક પ્રમુખ લોકો પણ ચાલ્યા આવે છે. આગળ ચાલનાર વ્યક્તિને ફાધર ઓળખી ગયા તે થોમસ હતો. એને આવીને ફાધરને કહ્યું કે મારા પુત્રનાં લગ્નની તારીખ નક્કી કરાવી છે તે વિશ્વની શ્રેઠ સ્કુલમાં ભણી ને આવ્યો છે અને શહેરની એક માલદાર છોકરી સાથે એના લગ્ન થઇ રહ્યા છે. તમે આવતા અઠવાડીયાની તારીખ નક્કી કરી લેજો . શહેરનાં બધા માલદાર લોકો ની હાજરી માં એના લગ્ન કરવાના છે. પછી એને થોડાક રૂપિયા ફાધરને આપ્યા અને બધા ત્યાંથી જતા રહ્યા. બે દિવસ પછી થોમસ અને ડેવિડ બંને નાવમાં બેસીને નહેરમાં વિહાર કરવા જાય છે. નહેર આમ તો ઊંડી હતી પણ અત્યારે એ શાંત હતી અને એનું સ્વચ્છત પાણીમાં બંને આગળનાં ભવિષ્યની વાતો કરતા હતા. અચાનકજ નાવને એક આંચકો આવે છે અને ડેવિડ નહેરમાં ફેકાઈ જાય છે. થોમસ એને બચાવવા માટે પ્રયત્ન કરે છે પરતું ત્યાં આજુ બાજુ માં કોઈ હાજર હોતું નથી. એક બે વાર ડેવિડ પાણી માંથી બહાર આવે છે અને પછી નહેરમાં ઊંડે જતો રહે છે. પછી એ બહાર આવતો નથી. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી થોમસ ડેવિડનાં મુત્યુડેહ ને શોધવા રાત દિવસ એક કરે છે. ત્રીજા દિવસે ડેવિડનો મૃત્યુદેહ મળે છે જે લઈને થોમસ એના બાગમાં જાય છે અને ત્યાં એને દફનાવે છે. એક દિવસ સાંજે ફાધર ચર્ચાના પગથીયા ઉપર કોઈ વ્યક્તિને જુએ છે, એ થોમસ હોય છે. ફાધર એના નજીક આવીને બેસે છે થોમસ એમના પગમાં એક થેલી મુકે છે. ફાધર એ જુએ છે અને કહે છે કે આ તો બહુ મોટી રકમ છે. થોમસ કહે છે કે આ મારા બાગની અડઘી કિંમત છે. જ્યાં મારા દીકરાની કબર છે મેં એ વેંચી નાખ્યું છે. ફાધર એને જોતા રહ્યા એની આંખમાં આવતા આંસુઓને જોઈ ફાધર ઉભા થઇ જાય છે. *****