પૃથ્વીનો છેડો Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વીનો છેડો

THE END OF THE EARTH

શહેરથી થોડાક દુર એક નિરવ શાંતિ ધરાવતી અને ચારેય તરફ હરિયાળી છવાયેલ જગ્યામાં એક વૃદ્ધાશ્રમ આવેલ છે. જેનું નામ THE END OF THE EARTH રાખવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમમાં આવનાર બધા માટે આજ પૃથ્વીનો છેડો હતો. આ ધરમાં પંદર-વીસ વૃદ્ધો શાંત લાઈફ વિતાવતા હતા. જીવનની લાંબી મુસાફરીમાં આવેલ ઉતાર- ચઢાવ થી થાકીને અહિયાં આવ્યા પછી એ લોકો એક અલગજ આરામ મેળવી રહ્યા હતા. આખી જીંદગી દોડાદોડી કરીને જે સંતાનોનું ઉછેર કર્યો હતો અને એ લોકોને સમાજમાં સારા ઉચા હોદ્દા ઉપર ગોઠવ્યા હતા. એજ સંતાનોને કારણે કદાચ વૃદ્ધાશ્રમની જરૂર પડે છે.

THE END OF THE EARTH માં પણ બધા એવાજ હતા જેઓએ એમની લાઈફનાં મોટાભાગનાં વર્ષો સંધર્ષમાં કાઢીને પોતાના સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા અને સમાજમાં એક આદરણીય સ્થાન અપાવવા માટે બધું જ કરી ચુક્યા હતા. એમના સંતાનો અને એમની કહેવાતી શિક્ષિત, સંસ્કારી અને ઉચા પરિવારની પત્નીઓએ હવે એક અલગ દુનિયા બનાવેલ હતી. જ્યાં સંધર્ષ કરીને થાકેલા માતા-પિતા માટે કોઈ જગ્યા ન હતી.

લગભગ પંદર વીસ લોકો એ વૃદ્ધાશ્રમ હતા. તેમાં એક રીટાયર્ડ પોલીસ ઓફિસર, કોઈ વકીલ કોઈ પ્રોફેસર તો કોઈ મધ્યમ અને ગરીબ પરિવારમાંથી પણ આવતા હતા. જેવો ભૂતકાળમાં સારી લાઈફ જીવીને આવ્યા હતા. આ ગ્રુપમાં જે સ્ત્રીઓ હતી એમાં કેટલીક ઉચ્ચ પરિવાર માંથી આવતી હતી કેટલીક વિધવા અને નિસહાય પણ હતી. અહિયાં આવનાર કોઈને કોઈ પણ જાતનું ઘમંડ ન હતું કે ન હતો નાત -જાત નો ભેદ. બધા સવારે વહેલા ઉઠી પ્રર્થના-પૂજા નમાઝ જેમાં માનતા હોઈ એ કરતા. સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોગા કસરત કરતા અને ત્યાંર બાદ બધા નાસ્તા માટે હોલ માં ભેગા થતા. ત્યાં ન્યુજ પેપર અને અન્ય વાતચીત કરી બધા પોતા પોતાના કામે વળગતા.

એક દિવસ સવારે એક જાજરમાન દેખાતા આશરે પચાસ વર્ષીય એક સ્ત્રીએ આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કર્યો. ઓટો આવીને ઝાંપા ઉપર ઉભી રહી ત્યારે બધા યોગા કરવામાં વ્યસ્ત હતા. એટલે કોઈનો ધ્યાન ગયો. નહિ. પરતું જેવા એ બેન અંદર આવ્યા બધાનો ધ્યાન એમના તરફ ખેંચાયો. ધીમી ગતિ અને હતાશા સાથે સરોજબેને વૃધ્ધાશ્રમમના પ્રવેશ કર્યો. જ્યાં સુધી એમના પતિ જીવિત હતા તેઓએ એક સુખી જીવન જીવતા હતા. કોઈપણ તકલીફ એમને પડી ન હતી. પરતું છ મહિના પહેલા એમના પતિને હાર્ટએટેક આવ્યો અને એ ગુજરી ગયા. થોડાક દિવસ તો બધું બરાબર ચાલ્યું. પણ પછી ધીરી ધીરી છોકરાઓ એમની લાઈફ માં વ્યસ્ત થતા રહ્યા. અને ઘરમાં વહુઓ સાથે નાની નાની વાતમાં બોલાચાલી થવા લાગી.. અને પછી એમના છોકરાઓ અને એમની કહેવાતી શિક્ષિત, ઉચ્ચ પરિવારની અને સંસ્કારી વહુઓને એવું લાગ્યું કે ઘરમાં જે કંકાસ થાય છે એ માટે માત્ર સરોજબેન જિમ્મેદાર છે. બે દિવસ પહેલે થયેલા ઝગડાને કારણે બંને પુત્રોએ સરોજબેનને કહી દીધું કે તમે તો તમારી જીંદગી જીવી લીધી હવે અમને શાંતિથી જીવવા દો. તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો જેથી તમને પણ શાંતિ મળે અને અમને પણ. એના બે દિવસ પછી આજે સરોજબેન ઘરમાં પુત્રોનાં નામે પત્ર મૂકીને વહેલી સવારે જાતે જ વૃદ્ધાશ્રમમાં આવી ગયા.

જ્યારે બધાનું ધ્યાન સરોજબેન તરફ ગયો એટલે બધાએ યોગા કરવાનું બંધ કર્યું અને સરોજબેન પાસે ગયા. સરોજબેન ની સ્થિતિ એવી હતી કે એ કઈ બોલી શક્યા નહિ. એમના આંસુઓ ને રોકવાની કોશીશ કરી પણ એ રોકી શક્યા નહિ. ત્યાં એ ગ્રુપમાં નીલુબેન હતા, જે એક સમયે નર્સ તરીકેની સેવા આપતા હતા અને અહિયાં બધાની ફિટનેસનું અને તંદુરસ્તીનો ધ્યાન રાખવાની વગર કહ્યે જવાબદારી ઉઠાવી હતી. તે આગળ આવ્યા અને સરોજબેન નો હાથ પકડી એમને નજીકનાં ઓટલા ઉપર બેસાડ્યા. થોડીવાર પછી બધાને નાસ્તા માટે આમત્રણ આપીને એ સરોજબેનને લઇ ને નાસ્તાના ટેબલ ઉપર ગયા.

જ્યારે સરોજબેન અંદર આવ્યા ત્યારે એમને એક પુરુષ ને જોયા એ રાજુભાઈ વકીલ હતા.. પણ એ વખતે સરોજબેન ને યાદ ન આવ્યું કે એ કોણ છે. રાજુભાઈ એ શહેરનાં નામાંકિત વકીલ હતા. ચાર વર્ષ પહેલા એમના પત્ની ગુજરી ગયા પછી એમને સંતાનો સાથે વધારે ફાવ્યું નહિ એટલે એ અહિયાં રહેવા આવી ગયા. પણ એમની વકીલ તરીકેની કામગીરી હજુ પણ ચાલુ રાખી હતી અને જે આવક થતી એ મોટા ભાગે THE END OF THE EARTH માટે ખર્ચ કરતા હતા. જ્યારે બધા લોકો ટેબલ ઉપર ગોઠવાયા ત્યારે રાજુભાઈએ જ વાતની શરૂઆત કરી. કોઈ મીટીંગમાં બધાને આવકાર આપતા હોય એમ એવોએ સરોજબેન ને આવકાર્યા. અને પછી બધાએ બેધા મળીને નાસ્તો કર્યો. જ્યારે સરોજબેને એમની સાથે કેવું થયું એ કહેવા લાગ્યા ત્યારે બધા હસવા લાગ્યા અને કહ્યું કે અમારા બધાની સાથે પણ આવું જ થયું છે એટલે કઈ કહેવાની જરૂર નથી. ત્યાર બાદ રાજુભાઈએ કહ્યું કે કદાચ સરોજબેન મને નહિ ઓળખાતા હોય પણ હું એમને સારી રીતે ઓળખું છું. અને પછી પોતાની ઓળખાણ આપી. નાસ્તો કરીને બધા પોતપોતાના કામે વળગ્યા.

આમને આમ સમય વીતવા લાગ્યો સરોજબેન ધીરે ધીરે બધું ભૂલીને અહિયાં શાંતિથી રહેવા લાગ્યા . કેટલીક વાર વાતવાતમાં તેઓ પોતાના પુત્રો નું મનોમન આભાર માનતા હતા કે તે લોકોએ એમને અહિયાં મોકલી દીધા. સરોજબેન શિક્ષિત તો હતા જ સાથે સાથે કઈક જુદુ કરવાની વૃતિ રાખવા વાળા હતા એટલે એમને રાજુભાઈની મદદથી એક જગ્યાએ ગરીબ સ્ત્રીઓને શિક્ષણ આપવાની કામગીર શરુ કરી સાથે જ ભગીની સમાજનાં સભ્ય બની ત્યાં આવતી બહેનો અલગ અલગ પ્રવૃત્તિ શીખાડવા ની કામગીરી કરવા લાગ્યા. એમને જોઈને ત્યાની અન્ય બહેનો પણ પોતાને જે આવડે એ કામગીરી કરીને લોકો ની સેવા કરવાની શરુ કરી. સાથે સાથે બધા લોકો રાજુભાઈ અને સરોઅજ્બેનનાં નજીક આવતા સંબધો ને લઈને પણ ઉત્સાહમાં આવી ગયા. ત્યાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓમાં જાણે નવી જ સ્ફૂર્તિ આવી ગઈ.એક વર્ષ જેટલું સમય વીતી ગયો પણ રાજુભાઈ અને સરોજબેન પોતાના સંબધો ને લઇ ને કઈ કહેતા ન હતા. જો કે એ એ બંને પણ ક્યાં એક બીજાને કઈ કહેતા હતા? એટલે એક દિવસ બધા લોકોએ મળી ને બંને સાથે વાત કરવાનું નક્કી કર્યું. અને જમવાના ટેબલ ઉપર સીધે સીધું પૂછી જ લીધું કે તમે બંને ક્યારે લગ્ન કરો છો. આ રીતે થયેલ અચાનક હુમલાથી પહેલા તો બંને ડરી ગયા. પણ પછી શાંતિથી કઈ કહ્યા વગર જમવાનું ચાલુ રાખ્યું. એટલે નીલુબેને બંનેને સમજાવવાનું શરુ કર્યું. એટલે રાજુભાઈએ સરોજબેન સામે જોઈને કહ્યું કે હું તો તૈયાર છું પણ સરોજ માનશે કે કેમ? અને પછી થોડુક વિચારીને સરોજબેને પણ હા કહ્યું એટલે આખી મંડળીએ રવિવારનાં દિવસે આર્યસમાજમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. અને રાજુભાઈએ રાત્રે બધાને પાર્ટી આપવાનું નક્કી કર્યું. રવિવારે રાત્રે વૃદ્ધાશ્રમમાં એક પાર્ટી આપવામાં આવી. બધા પોતાની ઉમરને ભૂલીને ડીજે ઉપર નાચવા લાગ્યા.

બીજા દિવસે સવારે બધા નાસ્તાના ટેબલ ઉપર બેઠાં ત્યાર બધાને એમ હતું કે હવે સરોજબેન અને રાજુભાઈ અહિયાં નહિ રહે પણ એ લોકોએ વૃદ્ધાશ્રમમાં જ રહેવાનું નક્કી કર્યું. બધા આ વિશે વાત કરતા હતા ત્યારેજ વોચમેનને એક વ્યક્તિને લઇને પ્રવેશ કર્યો. આવનાર વ્યક્તિ કોણ છે એ અને કોણે મળવા આવ્યો છે એ નક્કી થાય એ પહેલા તો પેલો આવનાર વ્યક્તિ રાજુભાઈનાં આશીર્વાદ લેવા એમની પાસે આવી જાય છે. રાજુભાઈ કઈ કહે એ પહેલા તો આવનાર વ્યક્તિ એમને ભેટી ને રડવા લાગે છે. રાજુભાઈ એને શાંત કરે છે અને પૂછે છે કે તું કોણ છે ? ત્યારે આવનાર વ્યક્તિ કહે છે, “ તમે માંનેભુલી ગયા પણ હું તમને કેવી રીતે ભૂલું” ? હું તમારા ઘરમાં માળીનો કામ કરતા જીવાભાઈ નો પુત્ર છું. મારા પિતાતો મને નાનો મૂકીને મારી ગયા હતા. પણ મારી ભણવાની લગન જોઈને આપે મને હોસ્ટેલ મોકલ્યો હતો. ત્યાર બાદ હું એમ.એસ.માં ભણી ને સ્કોલરશીપ મળતા જર્મની ગયો હતો. છેલ્લા બે મહિનાથી તમને શોધતો હતો. આજે હું જર્મનીમાં સારા હોદ્દા ઉપર છું મારી પાસે બધું છે પણ માતા-પિતા નથી. ત્રણ દિવસ પહેલા ખબર પડી કે તમે અહિયાં છો અને રવિવારે લગ્ન કરવાના છો એટલે હું અહિયાં આવ્યો છું. અને તમારે બંનેએ મારી સાથે મારા માતા-પિતા થઇને જર્મની આવવાનું છે.

******સમાપ્ત***** તારીખ ૦૩/૦૨/૨૦૨૧