Hu tane medvine j rahish - 14 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ - 14

ક્રિષ્ના :જો દૂર એક ઘર દેખાય છે અને ત્યાં તેના ખેતરમાં એક મજુર જેવી વ્યક્તિ દેખાય છે.. ગાડી ઉભી રાખીને તેને પૂછી લઈએ આ રસ્તો ક્યાં સુધી જાય છે અને હાઈવે કેટલો દુર છે..આમ તો હું આ રસ્તા પરથી કાયમ આવન-જાવન કરું છું પણ જંગલ એરીયા હોવાથી બધે એક સરખૉ જ દેખાય છે.. એટલે પૂછી લેવું જ સારું.
આયુષે ગાડી ઉભી રાખી..ક્રિશ્નાએ તે મજુર ને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ ખોટા રસ્તે ચડી ગયા છે ફરી આજ રસ્તે બહાર નીકળીને ડાબી સાઈડ જે રસ્તો હોય છે તે રસ્તે આગળ વધતાં હાઈવે આવી જશે..
તેઓ જે રસ્તે અંદર આવ્યા છે .. તે ખોટો રસ્તો પકડાયો છે...આ રસ્તો ક્યાંય નીકળતો નથી તે જંગલમાં ગોળ ગોળ ફરે છે..
મજુર ની વાત સાંભળીને ત્રણે જ લખાઈ ગયા આ વીંછી ના ચક્કરમાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને કેટલાય ટાઈમથી જંગલમાં ગોળ ગોળ ફરી રહ્યા હતા મજૂરના કહ્યા પ્રમાણે તે રસ્તો પર આગળ વધતાં હાઈવે દૂરથી જ દેખાવા લાગ્યો..
હાઈવે દેખાતા ત્રણે જનમાં શ્વાસમાં શ્વાસ આવ્યો.
હવે ક્રિષ્ના નું પણ ઘર આવી ગયું હતું... ત્રણેય જણ ઘરે પહોંચીને હાસ અનુભવી... હવે બસ સવાર પડવાની રાહ જોવાની હતી..
આ બાજુ સાંજ પડતા વિન્સી... આયુષ અને અરુણ ની રાહ જોઈ રહી હતી પણ ખાસો ટાઈમ વીતી ચૂક્યો હોવા છતાં તેઓ આવ્યા નહીં એટલે તેને ઓફિસે પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ તો રજા પર છે.. આજે તો ઓફિસ આવવાના જ નહોતા..
વિન્સી ને આવું સાંભળીને ખ્યાલ આવી ચૂક્યો હતો કે આયુષ મને છોડીને ભાગી ગયો છે .આયુષ મને ઉલ્લુ બનાવી રહ્યો હતો હવે તો હું તેને નહીં છોડુ.
જોડે જોડે તેનો સાથ આપનાર ક્રિષ્ના અને અરુણને પણ સબક શિખવાડવો જ પડશે... એમ નક્કી કરીને તે નીકળી પડી..
સ્વામીજી : હું જ્યાં સુધી પરમિશન ના આપું ત્યાં સુધી આ મંદિરની બહાર પગ મૂકવાનો નથી..કોઈ પણ ગમે તેવી લાલચ આપે... તે કોઈનુ પણ રૂપ ધારણ કરી ને તને ફસાવવાની કોશિશ કરશે.. તેથી વિન્સીની કોઈ પણ પ્રકારની વાતો મા બિલકુલ આવતો નહિ.. હું મારી પૂજા અર્ચના ની શરૂઆત કરુ છું..
'હા જરુર સ્વામી જી.'
' તું આવી ગયી કિષ્ણા.. જલ્દી આવ અંદર મારે આજે મંદિર ની બહાર નથી નીકળવાનું તેથી તુ જ અંદર આવી જા.'
'મારે અંદર આવી શકાય એવું નથી તું બહાર આવી જા આયુષ.'
તું મને બહાર બોલાવે છે એનો મતલબ તું ક્રિષ્ના નહીં વિન્સી છે.. તારા દાવ પેચ મારી સામે નહીં ચાલે.

"સારું તો હવે તું મને ઓળખી ગયો છે તો સાંભળી લે... તારે બહાર આવવું જ પડશે નહીં તો હું આ ક્રિષ્ના ને મારી નાખીશ..
તું મારો છે અને મારો જ રહીશ. હું તને આ દુનિયામાંથી લઈને જઈશ... તું તારી જાતે બહાર આવ...
હું ક્રિષ્ના ને લઈને આ ફ્લેટના ઉપરના માળે જવું છું. હું તેને ત્યાંથી નીચે ફેકી દઈશ."
"તું એવું ના કર.. તે બે ગુનાહ છે..તેને છોડી દે."
હું ફલેટના ઉપરના માળે જવું છું તું ત્યાં આવી જા.. બધી ત્યાં જ વાત કરીશું."
અરુણ:આયુષ તું આ વિન્સી ની વાતો માં આવીશ નહીં તે તને ફસાવવા માગે છે..
આયુષ: મને ખબર છે પણ મારા લીધે ક્રિષ્ના ની જાન જાય એવું હું કેવી રીતે જોઈ શકું.
'સારું તો આયુષ આખરે તો તું આવી જ ગયો સૌ પ્રથમ તું તારા હાથમાં બાંધેલ રક્ષા કવચ છોડી નાખ.. નહીં તો હું ક્રિષ્ના ને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈશ.'

'તું એને રહેવા દે..જો આ રક્ષા કવચ ને મારા હાથમાંથી તોડી નાખું છું.'

ક્રિષ્ના :વિન્સી તારો પ્રેમ નકલી, સ્વાર્થી છે..સાચો પ્રેમ કરતી હોત તું આયુષ ને મારવાનુ વિચારત જ નહીં.

'કોણ મારે છે.. તે મારો પ્રેમ છે... એટલે તો હું તેને જોડે લઈ જવા માગું છું.. અને તેના શરીર નું મોત થાય તો જ તેની આત્મા મારી જોડે આવી શકે... તે મારી જાન થી પણ વધારે વહાલો છે પણ હું શું કરું તેને મારો કરવા માટે નો એકજ રસ્તો છે.'
અરુણ: વિન્સી પ્રેમ કરવાવાળા ક્યારેય કોઈની જાન નથી લેતા.. આ જન્મમાં એ તારા નસીબમાં નથી આવતા જન્મમાં તને જરૂર મળશે..
વિન્સી: આયુષ આ બિલ્ડિંગ પરથી જાતે કૂદીને આત્મહત્યા કરી લે.. તુ પણ મારી જેમ મારા રૂપમાં આવી જઈશ જેથી આપણે પછીથી એક સાથે રહી શકીશું.

આયુષ :વિન્સી પ્લીઝ મને છોડી દે.. હું તને પ્રેમ કરતો નથી.. અને આત્મા પણ તને પ્રેમ નહીં કરી શકે કારણ કે પ્રેમ તો આત્માથી આત્માઓનું મિલન છે.

સ્વામી જી: એને મારી નાખવું યોગ્ય નથી... તારો પ્રેમ સાચો હશે તો તને આવતા જન્મમાં જરૂર મળશે ભંગ... તું છોડી દે.... જો તુ એને નહીં છોડે તો તે સાચો પ્રેમ નહીં કહેવાય... પ્રેમ હંમેશા ત્યાગ માગે છે... તેને મારીને મેળવવો યોગ્ય નથી.
દરેક શરીરને પોતાની આત્મા છે... એટલે કોઈ બીજાના શરીરમાં રહીને તેની ઉપર હક જમાવવા ખોટું કામ છે..
વિન્સી: મારી શું ભૂલ છે? તેની જોડે રહેવું મારી ભૂલ છે? પ્રેમ કરવો એ મારી ભૂલ છે?
સ્વામી જી: ના પણ તે ઈશ્વરના નિયમોનો ભંગ કર્યો છે એ તારી ભૂલ છે.
વિન્સી: તો પછી મને એટલી જલ્દી આ ભગવાન ઈશ્વરે મારી જોડે કેમ આવું કર્યું? મારા પણ સપના હતા?
મારે પણ બીજા બધાની જેમ મારી જિંદગી જીવવી હતી?
હું મારા પ્રેમ જોડે રહેવા માંગુ છું તો અમારા વચ્ચે કેમ આવો છો તમે બધા?
સ્વામી જી: તુ જે કરી રહી છે... તે પ્રકૃતિની વિરુદ્ધ છે . કોઈ ના શરીર મા જઈને તેની પર કબજો જમાવવો શું યોગ્ય છે? તેમના પર હક જમાવીને કોઈની કમજોરીને તાકાત બનાવી બેવકૂફી છે.
તું આયુષ્યને પણ મુક્ત કરી દે... તું એક આત્મા છે.
અને જો તું મારું કહ્યું નહીં માને તો હું મંત્ર તંત્ર દ્વારા તને દૂર કરીશ...હું આત્માના કલ્યાણ માટે કામ કરું છું . એટલે હું તને આ ખોટું કામ કરવા નહીં દઉં...
જો તું આયુષને મુક્ત નહીં કરે તો મંત્ર તંત્ર થી હું તેને મુક્ત કરાવીને જ રહીશ..
જો તું સામેથી તેને છોડી દઈશ તો હું તારી આત્માને શાંતિ માટે પ્રયત્ન કરીશ.. તેથી તું તારી જાતે બોટલમાં પોતાની સમાવી લે અને સમય આવતા હું તને સદગતી અપાવીશ...તું સાચો પ્રેમ કરતી હોય તો તુ એટલું સમજી શકીશ કે આયુષને આ જન્મ તેની જિંદગી જીવવા દેવી જોઈએ..
હું આત્માની શાંતિ માટે કામ કરું છું એટલે જ હું તને રોકવા માટે આવ્યો છું.અને જો તું પ્રેમની શોધમાં અહીં રોકાઈશ તો તને શાંતિ નહિ મળે અને પ્રેમ તો હંમેશા શાંતિ માગે છે. સામેવાળા નું હિત ચાહે છે.

વિન્સી : આયુષ તું ખૂબ જ સારી વ્યક્તિ છે.. અને એટલે જ હું પણ તારાથી દૂર ના રહી શકી. હું પણ પ્રેમ નો મિનિંગ સમજુ છું... આવેશ માં આવી જઈને.. મારો બનાવવા માટે તને મારવાનું વિચાર્યું પણ હવે હું જતી રહીશ... મારો પ્રેમ સાચો છે... તેથી આપણે આવતા જન્મમાં જરૂર મળીશું.

સ્વામી જી: વિન્સી તે ખુબ જ સરસ નિર્ણય લીધો છે....હું અનુકુળ સમય આવતા તારું પરમાત્મા જોડે મિલન કરાવી દઈશ આ મારું વચન છે તને..

(આ કહાની માત્ર કાલ્પનિક અને મનોરંજન માટે જ લખી છે તેથી કોઈપણ પ્રકારના અંધવિશ્વાસમાં રહેવું નહીં.)
ધન્યવાદ 🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED