સવાર પડતા જ આયુષ અને અરુણ ઓફિસ જવાના બહાને ગાડી લઈને ક્રિશ્નાના ધરે પહોંચ્યા ત્યાંથી ત્રણે જણ ક્રિષ્ના ના ગામડે જવા નીકળી ગયા..
ક્રિષ્ના જ્યાં સુધી આપણે મારા ગામડે પહોંચીયે નહીં... ત્યાં સુધી આપણે સૌ ફોન સ્વીચ ઓફ રાખીશું એટલે વિન્સી આપનો કોન્ટેક કરી શકે નહીં... આજે તો તે એવું જ સમજશે કે તમે બન્ને જણ ઓફિસે ગયા છો પણ સાંજ પડતા જ્યારે તમે બંને ઘરે નહીં પહોંચો ત્યારે તેને ડાઉટ જરૂર પડશે કે કંઈક ગરબડ છે એટલે તે શોધખોળ ચાલુ કરી દેશે.. અને સૌથી પહેલા તેનો શક મારી પર જ જશે..પણ આપને સાંજ સુધી ગામડે પહોંચી જઈશું અને કાલે સવારે સ્વામીજીને મળ્યા બાદ રાત્રે અમાસ પર જે વિધિ સ્વામીજી કરવાના છે.. તે પૂરી થઈ જાય અને ત્યાં સુધી બધું સમુસુતરું પાર ઉતરી જાય તો બસ.
અરુણ: હા સાચું કહ્યું ક્રિષ્ના આ ભીમ કી જલ્દી છુટકારો મળી જાય તો સારું....અમે બંને તો આખી રાત ઊંઘયા જ નથી.. ઘરમાં એક ભૂતની હાજર હોય તો ઊંઘ કેવી રીતે આવે.
આયુષ: મને તો તે છોકરીને જોઈને જરા પણ લાગતું નહોતું કે તે ચૂડેલ છે તેને જોઇને ડર તો લાગતો હતો પણ કરવું શું.
ત્રણેય જણ વાતો માં મશગુલ હતા ત્યાં તો અચાનક ગાડી બંધ પડી ગઈ..
આયુષ ગાડી સ્ટાર્ટ કરી રહ્યો હતો તે કોઈપણ સંજોગોમાં ગાડી બંધ પાડવા નહોતો માગતો.
અરુણ: મને તો લાગે છે વિન્સી આવી ગઈ છે.. તેને જ ગાડી બંધ કરાવી દીધી છે... તેને સો ટકા ખબર પડી ગઈ હોવી જોઈએ..
ક્રિષ્ના :મને એવું નથી લાગતું કઈ ટેકનિકલી પ્રોબ્લેમ પણ હોઈ શકે છે.
આયુષ :એક કામ કર અરુણ નીચે ઉતરીને ગાડીને ધક્કો માર તો ગાડી ચાલુ થઈ જશે..
અરુણ :મને તો ડર લાગી રહ્યો છે અને આ તો જંગલ એરીયા છે્... આખો ઇલાકો સુમસામ દેખાઈ રહ્યો છે્.. જો ગાડી ચાલુ નહીં થાય તો આપણે શું કરીશું..
ક્રિષ્ના :અરુણ ડર નહીં એક કામ કરો તમે બંને ગાડીને ધક્કો લગાવો ગાડી ને હું હેન્ડલ કરી લઉં છું. વીન્સી ને તો હજુ ખબર પણ નહીં હોય કે આપણે ગામડે જવા નીકળી ગયા છીએ એટલે એનાથી ડરવાની જરૂર નથી..
આયુષ :હા ક્રિષ્ના બરાબર કહે છે...ચલ આપણે બંને ગાડીને ધક્કો લગાવીએ.
જંગલ એરીયા હોવાથી દૂરદૂરથી જાનવરો નો અવાજ આવી રહ્યો હતો.. આયુષ અને અરુણ ડરત્તા...ડરતા ગાડીને ધક્કો મારવા લાગ્યા.. તેઓ વિચારવા લાગ્યા કે કોઈ બીજી ગાડી મળી જાય તો તેમાં બેસીને ફટાફટ અહીંથી નીકળી જવું જોઈએ પણ એટલામાં તો ગાડી ચાલુ થઈ ગઈ... ત્રણે જણને હાસ થઈ.. સારું થયુ ગાડી ચાલુ થઈ ગઈ નહીંતો આ સુમસામ જંગલમા મિકેનિકને પણ ક્યાં શોધવો અને કોઈ ગાડીની અવર જવર પણ નથી...કે તમને લિફટ મળી જાય... ચાલતા ચાલતા પણ જવું શક્ય નહોતુ કેમકે જંગલના જાનવરો નો ભોગ જરૂર બની જવાય..
આયુષ્ય હવે ગાડી પૂરપાટે હંકારી રહ્યો હતો પણ આ જંગલમાંથી બહાર જ નીકળાતું નહોતું જાણે એવું લાગી રહ્યું હતું કે તે ગાડી ગોળ ગોળ ફેરવી રહ્યો છે.
આયુષ: ક્રિષ્ના તને એવું નથી લાગતું કે આપણે રસ્તો ભૂલી ગયા હોઈએ આ જંગલમાંથી ફરી ફરીને એક જ જગ્યાએ પાછા આવતા હોય એવું મને લાગે છે.
ક્રિષ્ના:મોબાઈલ ઓન કરીને લોકેશન જોઈ લઈએ પણ કરવાનું શું મોબાઈલ ચાલુ કરાય એવું પણ નહોતું..
સારું હું તો મોબાઈલ ચાલુ કરીને લોકેશન જોઈ લઉં છુ.. જોયા પછી પાછો સ્વીચ ઓફ કરી દઈશું.
આયુષ :હા બરાબર છે તું લોકેશન જોઈ લે હાઇવે નજીક માં જ હોવો જોઈએ ખાસો ટાઈમ થઇ ગયો છે આ જંગલમાં.
અરુણ: મોબાઇલમાં તો ટાવર પણ પકડાતું નથી લોકેશન જોવું પણ કેવી રીતે?
ક્રિષ્ના અને આયુષે તેમનો મોબાઈલ ચાલુ કરી ને જોયો પણ ગાઢ જંગલ ના કારણે ટાવર પકડાતું નહોતું..
આયુષ:મને લાગે છે કોઈ મળી જાય તો તેને રસ્તો પૂછી લેવો જોઈએ પણ આ સુમસામ એરિયામાં મળે પણ કોણ?