************* કેટલું ભયાનક સ્વપ્ન હતું , સ્વપ્ન હતું કે સાચે જ એ બધું થયું એ હજુ પણ સમજ માં નથી આવતું. એક વ્યક્તિ સવારે જાગે છે અને પોતાના આલીશાન કમરા માં ચારે બાજુ ધ્યાનથી જુએ છે, આ એજ કમરો છે જ્યાં કાલે એ સુઈ રહ્યો હતો. સ્વપ્ન એવું હતું કે એને ઉભા થવાની પણ હિમ્મત રહી ન હતી. એ ત્યાજ બેઠો રહ્યો. અને આંખો બંધ કરીને કઈક વિચારવા લાગ્યો.
***** ગઈ કાલે સવારે એની પત્નીએ કહ્યું કે આપણે થોડુક ધ્યાન આપીએ અને આપણી બીઝી લાઈફ માંથી થોડુક સમય બાળકોને આપીએ નિત્યા અને આનંદ દિવસે દિવસે બગડતા જાય છે અને એને જવાબ આપેલ કે આ એમની ઉમર છે
*******આનંદ એ બાળપણથી જ ગુસ્સામાં રહેતો અને પોતાની જીદ્ મનાવવા કોઈપણ હદે જઈ શકે એવો બનતો ગયો. દિવસે દિવસે એના કારનામાં એટલા ખતરનાક થવા લાગ્યા કે ના છૂટકે એને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવ્યો. જ્યાં ધીરે ધીરે એ ગુનાહિત પ્રવુતિમાં પ્રવેશવા લાગ્યો.
******નિત્યા હવે મોટી થઇ ગયેલ છે અને છેલ્લા બે વર્ષથી એક છોકરા સાથે રિલેશનશિપમાં છે એને અચાનક ખબર પડે છે કે એ જેની સાથે રિલેશનશિપમાં છે એ છોકરો બીજી પણ એક છોકરી સાથે રિલેશનશિપમાં છે. આ વાતની જાણ થતા એ ડિપ્રેશનમાં જતી રહે છે. આખો દિવસ કોઈને કોઈની સાથે ઝગડવા લાગે છે. એક દિવસ તો એને સ્કુલની કેન્ટીનમાં વેઈટર ઉપર ગરમ ચા ફેકી દીધી જેનાથી એ ખુબ બળી ગયો અને એને હોસ્પિટલ લઇ જવા પડ્યો. અને આની કમ્પ્લેઇન નિત્યાનાં ઘર સુધી પહોચી જેના લીધે એને ધરમાં જ રહેવા નું કહેવામાં આવ્યું. જેના લીધી એની માનશીક સ્થિતિ વધારે ખરાબ થઇ, એ ઘરમાં પણ તોડફોડ કરવા લાગી. અને છેલ્લે એને મનોચિકિત્સક પાસે લઇ જઈ ને એનો ઈલાજ કરાવવામાં આવ્યો. જેથી એની બીમારીમાં થોડુક ફરક પડતા એ પાછી સ્કુલે જવા લાગી.
**** એક દિવસ એને ખબર પડી કે એનો મિત્ર પેલી છોકરી સાથે એક ડાન્સ પાર્ટીમાં જવાનો છે. એ પણ બંને ની ઉપર નજર રાખીને એ જ પાર્ટીમાં ગઈ. થોડીવાર પછી નિત્યા બંને પાસે ગઈ અને પોતાના હાથમાં રાખેલ તેજ ચાકુ એનાં મિત્રનાં પેટમાં ખોંસી દીધો. થોડીક વારમાં આખી પાર્ટીમાં ભાગમભાગ થઇ ગઈ અને જેમ દરેક ગુનેગાર કરે એમ નિત્યા ત્યાંથી ભાગી ગઈ. આખા ટાઉન માં ઝડપથી વાત ફેલાઈ ગઈ. હવે શું કરવું એ સમજ ન આવતા નિત્યાએ નદીમાં ઝંપલાવ્યું અને બીજા દિવસે એની ડેડ બોડી મળતા એના માતા-પિતાને હકીકતની જાણ કરવામાં આવી. જે સાંભળીને એને હાર્ટએટેક આવ્યો હતો.
*******હવે સપનાની વિગત એવી છે કે નીત્યાને સ્વર્ગમાં આ લોકથી પરલોક લઇ જવા કેટલાક લોકો આવ્યા. નિત્યાએ કરેલ મર્ડરનાં લીધે એને નર્કમાં મોકલવાની સજા આપવામાં આવી. પરતું ત્યાં ઉપસ્થિત અન્ય એક દેવતાએ કહ્યું કે પૃથ્વી ઉપર જે થયું અને નિત્યાએ જે કર્યું એ સ્વાભાવિક હતું. એની સજા નિત્યાને નહિ પણ એના માં-બાપ ને થવી જોઈએ કેમ કે એ લોકોએ બાળકો ઉપર ધ્યાન આપવાને બદલે પોતાનીજ દુનિયામાં વ્યસ્ત રહ્યા એ લોકોએ બાળકોને પાસે બેસાડીને કઈ સીખાવ્યું જ ન હતું. બાળકો એમના પ્રેમથી વંચિત રહ્યા હતા અને એટલે જ એ બાળકોને ખબર જ નહિ કે નિષ્ફળતા એટલે શું? પોતાની બીઝી લાઈફ માંથી સમય કાઢીને બાળકો સાથે સમય વિતાવ્યું હોત તો બાળકો જીદ્દી ન થતા. જો એમને થોડીક વસ્તુથી વંચિત રાખ્યા હોત તો એ બાળકો પોતાને ન મળતી વસ્તુ ઓ ન મળવાને કારને હાર ન માનતા. એટલે આજે જે નિત્યાએ કર્યું છે એ ખરેખર તો એના માં-બાપે કર્યું કહેવાય તેથી નર્કમાં મોકલવાની સજા નીત્યાને નહિ એના માં-બાપ ને થવી જોઈએ.
બસ આજ સપનું હતું જે જોઈને એ પોતાના આલીશાન મકાનમાં અને ફૂલ એ સી માં પણ એને પરસેવો બાંઝી ગયો હતો.