આઆઆઆ - ઋતુ Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઆઆઆ - ઋતુ

ઋતુ ખુબ જ ચંચલ સ્વભાવ ધરાવતી છોકરી હતી જે રાજસ્થાનનાં નાના ગામમાં જન્મેલ હતી. એક તો ગામ માં જનમ લેવું અને પાછું છોકરીનું અવતાર એ આજે વીસ સદી પછી પણ જાણે કોઈ મોટું પાપ હોવાનું પુરવાર થતો હતો. એની માતાનો એ ત્રીજું પણ પ્રથમ સ્ત્રી સંતાન. જોત જોતામાં એ ત્રણ વર્ષ ની થઇ ગઈ. જ્યારે એ ત્રણ વર્ષ ની થઇ ત્યારે એનો મોટો ભાઈ જે એનાથી સાત વર્ષ મોટો એટલે કે દસ વર્ષનો અને બીજો ભાઈ આઠ વર્ષ નો હતો, તે બંનેનાં લગ્ન લેવાયા. આજે પણ મોટા ભાગનાં ગામમાં આ પ્રથા ચાલી આવી છે કે મોટા ભાઈ-બહેન નાં લગ્ન લેવાતા હોય તો કેટલાક અનુભવી લોકો માં-બાપ ને સલાહ આપે છે કે આ નાનો છોકરો-છોકરી નું પણ ગોઠવી દો તો આગળ જતા એટલી ચિંતા ઓછી! અને માં-બાપ પણ પોતાની ચિંતા ઓછી કરવા માટે એમની વાત માની લેતા. એવું જ કઈક ઋતુ સાથે પણ થયું. એના મોટા ભાઈઓ ના લગ્ન લેવાતા હતા ત્યારે જ એની વાત પણ નક્કી થઇ ગઈ અને જ્યારે એ દસ વર્ષ ની થાય ત્યારે લગ્ન કરવાનું નક્કી કરી નાખવામાં આવ્યું. કેટલા સારા નસીબ લઇને આવેલ છે છોકરી ત્રણ વર્ષેમાં લગ્ન પણ નક્કી કરી નાખ્યા એવું પડોસીઓ દ્વારા અભિનંદન પણ એના માં-બાપને આપવામાં પણ આવ્યા. સમયનો પ્રવાહ એની ગતિએ ચાલ્યા કરે છે, ગામડાની ગરીબી, મહેનતુ જીવન , સ્ત્રીઓ પ્રત્યે ઓછી દેખભાળ, નાની ઉમરમાં લગ્ન અને ઉપરાઉપરી થયેલ પ્રસુતિ/કાપ્રસુતી, ઓછું આહાર, આરોગ્ય પ્રત્યે અભણ એવી સ્ત્રી ત્રીસ પાર કરતા તો વૃદ્ધ થઇ જાય છે અને ચાલીસ પૂરી કરતા મોટા ભાગે મુત્યુ પામે છે આવું જ કઇક ઋતુની માં સાથે થયું. હજુ એના ભાભીઓ નું આણું પણ થયેલ ન હતું અને એની માં મુત્યુ પામી. હજુ ઋતુ છ વર્ષની હતી હવે શું કરવું એ વિચારતા પાછા ગામના કેટલાક અનુભવી લોકોએ વહુઓને તેડી લાવવા જણાવ્યું અને એની મોટી ભાભી ઘરમાં આવી. એની ઉમર પણ નવ વર્ષ કરતા વધારે ન હતી પણ ગામમાં જે થતું હોય તે તો કરવું જ પડે? ઘરમાં આવેલ નવી વહુ અને ઋતુ જાણે બે બેનપણી હોય એવી રીતે ઘરમાં રહેવા લાગ્યા. ઘરમાં રહેવું શું એ ઘરમાં રમવા લાગ્યા. ઘરમાં કોઈ મોટી સ્ત્રી ન હોવાથી આજુબાજુ નાં લોકો આવી ને એની ભાભી ને સાસરામાં કેવી રીતે રહેવું એ સમજાવતા. અને કેટલીકવાર તો એને ધમકાવી પણ દેતા.કેટલાક લોકો એના ભાભીનાં માં-બાપ ને જઈ કહી આવતા કે તમારી છોકરીને સાસરીયામાં કેમ રહેવું એ તમે શીખવ્યું જ નથી. એ ત્યાં જઈને ધાર સાચવવાની જગ્યા એ ઘર ઘર રમવા બેસી જાય છે. કેટલીક વાર એની ભાભી નાં માં બાપ આવી ને એની ભાભીને ધમકાવતા અને ક્યારેક માર પણ મારતા. ઋતુ આ બધું જોયા કરતી. અને એ વિચારતી કે આમ કેમ થાય છે . જો હું મારા સાસરીયે જઈશ તો મારે પણ આ બધું સહન કરવું પડશે? એના માટે એક વાત સારી હતી કે એના બાપુ અને ભાઈ એની ભાભી સાથે સારી રીતે રહેતા હતા.

એક દિવસ સવારેનો સમય હતો એની ભાભી નાની હોવાથી એના બાપુ જ ઘરની રસોઈ કરતા હતા. એવામાં પડોસ માંથી કોઈ આવ્યું અને એમને રસોઈ કરતા જોઈ લીધું. બસ પછી પૂછવું જ શું જઈ ને એના ભાભીનાં માં-બાપને બોલાવી આવ્યા. એ આવ્યા ત્યારે ઋતુ નાં બાપુ બધાને જમવાનું આપતા હતા. એ જોઈને અણી ભાભીની માં ખુબ જ ગુસ્સે થઇ અને ગુસ્સામાં એની ભાભી ને મારવા લાગી. પણ ઋતુનાં બાપુ એ એમને રોક્યા. આ બનાવની એના ભાભીનાં મન ઉપર એવી અસર થઇ કે એને ખુબ જ તાવ આવી ગયો. બે ત્રણ દિવસે જ્યારે તાવ ઓછો થયો તો ઋતુ એની પાસે આવી અને એને વળગી ને રડવા લાગી. થોડીવાર પછી શાંત થતા એની ભાભીએ વાતની શરૂઆત કરી, “ મને નથી સમજાતું કે કેમ બધા એવું કરે છે? મને કેમ મારવામાં આવે છે એ પણ મને ખબર નથી. મને રમવાનું ગમે છે પણ કોઈ રમવા દેતું નથી. મારે સ્કુલ પણ જવું હોય છે પણ એનાં માટે પણ મને નાં કહેવામાં આવે છે. આ બધું ટો નથી જ સમજાતું એ વાત તો છે પણ મારી મમ્મીએ મને અહિયાં કેમ મોકલી દેઢી એ પણ નથી સમજાતું. મારે એની સાથે રહેવું હોય છે.પણ મને એ બોલાવતી નથી. મારા નાના ભાઈ સાથે મારે વાતો કરાવી હોય છે પણ મને ત્યાં કોઈ બોલાવતું નથી. મારે અહિયાં નથી રહેવું હોતું પણ મને અહિયાં કેમ મોકલી એ મને નથી સમજાતું. બંને નાની છોકરીઓ મુંઝવણ થી એક બીજા સામે જોઈ રહી અને પાછી રડવા લાગી. અને અચાનક ઋતુ એ પૂછ્યું કે મારે પણ અહિયાંથી જવું પડશે. ? આ આ સાંભળીને એની ભાભી વધારે રડવા લાગી, પણ બંને ને ખબર ન હતી કે એ બંને જ્યારે વાતો કરતા હતા ત્યારે એક અભણ પુરુષ જે રુતાનો બાપ હતો એ બધું સાંભળતું હતું. આખા સમાજમાં આ જ રીત હતી અને આ પ્રથા હતી. એની આંખોમાં પણ આંસુ આવી ગયા. અને એ ત્યાંથી જતો રહ્યો.

બીજા દિવસે સવારે બધા જ્યારે નાસ્તો કરવા બેઠા ત્યારે એને બધા બાળકોને કહ્યું કે તમે બધા તૈયાર થઇ જજો આપણે બહાર જવાનું છે. ચારેય બાળકો ખુશ થઇ ગયા અને ઝડપથી તૈયાર થવા લાગ્યા. જ્યારે ત્યાર થયા ત્યારે ઋતાનાં બાપુએ બંને છોકરીઓ નું હાથ પકડીને ચાલવા લાગ્યા અને ગામનાં છેવાડે આવેલ સ્કુલમાં જ્યાં બંને છોકરાઓ ભણતા હતા ત્યાં બંને છોકરીઓને દાખલ કરી દીધી. થોડાકજ સમયમાં આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. અને કેટલાક ગામનાં અનુભવી લોકોએ આવી ને સલાહ આપવી શરુ કરી દીધી , આટલીવારમાં ઋતુની ભાભીનાં માં-બાપ પણ આવી ગયા અને એમની સાથે વાત કરવા લાગ્યા. ત્યારે ઋતુનાં બાપુજીએ કહ્યું કે હવે તમારી દીકરી એ અમારા ઘરની વહુ છે અમે જે રાખીએ એમ એને રહેવું પડે. એટલે તમારે કઈ કહેવાનું નહિ. અને મારી દીકરી વિશે બોલવાનું તો કોઈને હક્ક નથી. એના સાસરીયાઓને પણ મેં કહું તો તેઓએ વિવાહ તોડી નાખ્યા. એટલે હવે તો હું બંને દીકરીઓને ખુબજ ભણાવીશ ગામનાં લોકો એ જે કહેવું હોય એ કહ્યા કરે. *****