અને તેમાં આ આખી વાત ટપકાવે છે અને ફરીથી પાછો સુઈ જાય છે.
રોમન એ વાત ભલીભાતી જાણતો હતોો કે female ની પાસે મેન્ટલ prediction ની આગાધ શક્તિ છે. એટલે કે હું જેે વિચાર માત્ર જ કરું છું તેની પણ female ને જાણ થઈ જાય છે. પરંતુ રોમન ને એ નથી ખબર કે આ બ્રેકિંગ નૉઇસ ના prediction કેવી રીતે લેવાય છે?
સંસારના દરેક માનવીએ સૂક્ષ્મ જગત ની એક અને સર્વોપરી વાત જાણી લેવી અનિવાર્યય છે કેેે દરેક સૂક્ષ્મ
જીવાત્મા માનવી માટે પ્રેેરક જ બનતા હોય છે. અર્થાત તેઓ માનવીને માત્ર પ્રેરણા જે આપી શકતા હોય છે તેઓ ક્યારેેય માનવી નો હાથ પકડી ને ચાલતા નથી હોતા. જે સત્ય રોમન ને પણ થોડા જ સમય મા સમજાઈ જવાનું છે.
રોમન જંગલના સંન્નાટા થી જેટલો used to થઈ ગયો છે તેના કરતાં હજાર ગણો વધારે તે ફીમેલ થી યુઝ્ડ ટુ થઈ ગયો છે. કારણ કે આ નિર્જન સન્નાટા મા પણ તેને જો કોઈ નો સાથ હતો તો એ એકમાત્ર ફીમેલ નો જ .
એટલે કદાચ જંગલનો આ સન્નાટો નહીં હોય તો રોમન ને ચાલશે પરંતુુુ female વગર તો રોમન ને હવે ના જ ચાલે.એ નાનામાં નાની વાત પણ ફીમેલ ની સાથે શેર કરતો હતો. તેણે તેની બક બક માં તેના વિવાહિત જીવનની પણ કેટલીક વાતો ફીમેલ ની સાથે શેર કરી હતી. જોકે રોમન પ્રયોગાત્મક પુરુષ છે એટલે તેણે પહેલા સુરક્ષાના બધાં જ પાસાંઓનો વિચાર કરી લીધો હતો.અને પછી જ ફીમેલ ની સાથે આવી બધીી બકબક કરતો હતો.
આ પહેલા બે વર્ષ ના સમય ની અંદર રોમન અસંખ્ય વાર અનાયાસ જ ઉભો થઇ ગયો હતો. પરંતુુ તેનું આમ ઊભા થવુ તેના માટે હંમેશા લાભદાયક જ સિદ્ધ થતું હતું. રોમન એ નહોતો જાણતો કે હુંં જ્યારે જ્યારેે અનાયાસેજ અને અકારણ જ ઊભો થયો છુંં તે ત્રુટક અવાજ સાંભળ્યા પછી જ ઊભો થયો છું.અને મને દરેક વખતેેે કોઈ લાભ થયો જ છેે. પરંતુ હવે રોમન ને ધીરે-ધીરે ખબર પડવા લાગે છે કે તે જે તૃટક અવાજ સાંભળ્યા પછી તરત જ ઊભો થતો હતો તે વાસ્તવમાં હું પ્રેરિત થતો હતો .અને આ પ્રેરણા આપનાર અન્ય કોઈ નહીં પરંતુ ફીમેલ પોતે જ હતી.અને દરેક વખતે મને કોઈક નહીંં ને કોઈક શુુભત્વની પ્રાપ્તિ થઈ છે.
રોમને કેટલી વાર શિકાર કરવા જાય ત્યારે તેની તીવ્ર બુદ્ધિથી વિમુખ અન્ય જ કોઈ ઉપર ચાકુ ફેંકી દીધું હોય છે અને તેમ છતાં પણ બહુ જ આસાની તેને શિકાર મળી જતો હતો. પરંતુ રોમને ક્યારેય આ બધી વાતો પર ધ્યાન નહોતું આપ્યું.એ તો આવી સરલ સફળતાઓને પણ પોતાના જ અનુભવ ની સિદ્ધિ સમજતો હતો. પરંતુ વાસ્તવમાં female જ તેને પાછળ બેઠી બેઠી પ્રેરણા ઓ આપ્યા કરતી હતી અને રોમન ની પ્રકૃતિ તેનો સ્વીકાર કરીને પ્રવૃત્ત થતી હતી.
પરંતુ આ બધું પણ સેકન્ડ ના હજાર લાખ કે કરોડ માં ભાગની અંદર જ થતુહતું એટલે આને સમજવું એટલું બધું સરળ પણ નહોતું.લગભગ પોણા બે વર્ષ પુરા થઈ ચુક્યા છે તેમ છતાં પણ રોમન ને હજુ બ્રેકિંગ નૉઈઝ નું રહસ્ય નથી સમજાયું. એ હજુ પણ કોઈક ઊંડા અને ઘેરા વિચારોમાં જ ડૂબેલો છે. કારણકે રોમનના પ્રયોગાત્મક મંતવ્ય અનુસાર આ કાર્ય એટલું બધું અઘરું છે. પરંતુ રોમન ને એ નથી ખબર કે જો એને સામાન્ય સમજ પડી જાય તો આ બ્રેકિંગ નૉઇસ ના અર્થઘટન સમજવા કેટલા આસાન છે. બસ તેણે થોડીક એકાગ્રતા વધારવાની આવશ્યકતા છેઅને થોડીક સ્મરણ શક્તિ પણ.અને આ બે આયોજન તેને તેની મંઝિલ સુધી ચોક્કસ પહોંચાડી શકે તેમ છે પરંતુ છતાં પણ રોમન હજુ પણ ક્યાંક અટવાયો છે અને ક્યાંક ગોળ ગોળ ફરી રહ્યો છે.અને આ જ કારણે રોમન હજુ તેની મંજીલ થી દુર છે.