જોકે આ ઘટના ઘટી ગયા પછી રોમને પણ શૈલેષ ને કહ્યું હતું કે યાર કોણ જાણે મને એમ લાગતું હતું કે એ ફીમેલ કોબ્રા મારી સામે જોયા કરતી હતી. અને મારી પાસે મદદ માંગતી હતી . રોમન થોડોક અપસેટ પણ હતો અને ફીમેલ કોબ્રા પ્રત્યે સહાનુભૂતિ પણ. પરંતુ છતાંય પણ રોમનના પ્રેકટિકલ સેન્સે રોમન ને નોઇન્ટરફીયરનસીની જ સલાહ આપી હતી .
આમ બે દિવસ પહેલાના ભૂતકાળમાંથી રોમન બહાર આવે છે અને શિકાર કરેલા સુવર ને અનસકીન કરવા લાગે છે .અને આગનો મંચ પર બનાવી ને તે સુવર ને ત્યા પકાવવા મુકે છે ..રોમન આગ થી આજુબાજુના ૧૦થી ૧૫ ફૂટ સરઉન્ડ સૂકા પાંદડાને દૂર કરે છે .અને પાછળ વળીને શૈલેષ ના આવવાની રાહ જોવા લાગે છે .રોમનના અંદાજ મુજબ એ ટાઈગર અને લાયન એરિયા થી દુર છે અને છતાં પણ રોમન ની સળગતી મશાલ બાજુમાં જમીનમાં ખુલેલી હાલત માં પડી છે.અને રોમન તેના બંને પગને ઉપરની બાજુ વાળીને તેના પર માથું ટેકવીને જંગલી સુવર ના પકવાની રાહ જોઈને બેસે છે.
રોમન થી થોડેક દુર એક ઝાડ ઉપર અસંખ્ય વાંદરા બેઠા હતા અને બસ એક જ મિનિટ પછી રોમન જ્યારે તેનું માથું ઊંચું કરીને આમતેમ સાવધાનીપૂર્વક જોવાનો પ્રયત્ન કરે છે તો અચાનક જ તેની નજર એ ઝાડ ઉપર પડે છે અને હવે તે ઝાડ વન્યજીવો થી આખેઆખું ખાલીખમ હતું. આ દ્રશ્યય જોઈને રોમન થોડો હેરાન રહી જાય છે અને ઉભો થઈને એ જાાડ પાસે જવા જાય છે .જ્યારે તે ઝાડ પાસે જઈને ઉપર અને આમતેમ જોવા લાગે છે ત્યારે આખું ઝાડ ખાલીખમ હતુ એટલે સુધી કે ઝાડના મૂળિયા માં રહેતી ઉધઈ અને કીડા મકોડા ઓ પણ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા હતા .રોમનના આશ્ચર્યનો પાર નથી રહેતો અને તેના પ્રેક્ટીકલ સેનસ ની ઉપરવાળી આ ઘટનાને રોમન તેનું માથું ખંજવાળતાં ખંજવાળતાં સમજવાનો પ્રયત્ન કરે છે.
રોમન જાડ ને હાથ પણ લગાવે છે અને સુંઘે પણ છે કે ઝાડ ને કોઈ ઝેરી ઇન્ફેક્શન તો નથી લાગી ગયું ને? પરંતુ રોમન ના મંતવ્યયે ઝાડ ઓકે હતુું.
રોમન શૈલેષલેષ ના આવવા ની પ્રતીક્ષા કરવા લાગે છે અને વિચારે છે કે કદાચ શૈલેષપાસે આનો જવાબ હોય .રોમન પાછો તેની જગ્યાએ આવીને બેસી જાય છે અને મંચ ઉપર ના સુવર ને થોડુંક ફેરવે છે. રોમન ફરીથી સુવર ની સામે તપ ધરીને બેસી જાય છે. અને અચાનક જ જંગલમાં નિર્માણ પામેલા સન્નાટાને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરવા લાગે છે.
થોડીવાર પછી અચાનક જ એ ઝાડમાં મ મંદ કંપનો ઉત્પન્ન થાય છે એ કંપનો પણ ઝાડ ના ટોચ થી તેના મુળીયા સુધી વ્યાપેલાં હતાં .એટલે એ કંપનો ની અસર રોમન ના પગ નીચે ની ધરતી સુધી વર્તાય છે .રોમન તેનો એક પગ ઊંચો કરીને જમીન પર મૂકી છે અને વિચારે છે કે કદાચ કોઈ જંતુ મારા શુઝ નીચે આવી ગયુ હશે એટલે કંપન થાય છે.
રોમન બીજો પગ પણ ઉંચો કરે છે અને છેલ્લે એ પોતે પણ આખો ઊભો થઈને તેનું ટ્રાઉઝર ખંખેરવા લાગેે છે પરંતુ રોમન ને તેની નીચે કશું નથી મળતું .અને રોમન માનસિક રીતે થોડો પરેશાન થતો થતો તેની મશાલ હાથમાં લે છે. રોમન તેના હાથમાં મશાલ લેતાં જ કંપનો બંધ થાય છે અને રોમન અકળાઇને કહે છે strange . રોમન તેનો strange વાળો શબ્દ પૂરો કરે છે અને તરત જ તેની પાછળ બે પગવાળા પ્રાણી ના પગ ના ટાપ સંભળાય છે અને રોમન સમજી જાય છે તે આ શૈલેષ જ છે.
રોમન પહેલા તો પાછા ફર્યા વગર જ સ્વસ્થ થઈ જાય છે અને પછી પાછળ ફરીને શૈલેષ ને કહે છે થેંક ગોડતું આવી ગયો શૈલેષ .
શૈલેષ કહે છે કેમ ફરી શું થયું ? રોમન કહે છેખબર નહીં યાર અહીં બહુ અજીબો ગરીબ થાય છે .
શૈલેષ ફરીથી romaniની સામે જોઈને હસી ને કહે છે રોમન ખરેખર જ તારો જવાબ નથી .
રોમને તેના હાથમાં ની મશાલ ને ફરીથી જમીનમાં ખોપીગોપીીી ને કહે do you know મારો મંચ આખો ધ્રૂજતો હતોછે રો ઝાંા