DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 5 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 5

0 રોમન શૈલેષ ને પાછળથી હસીને કહે છે હજુ વિચારી લે શૈલેષ મારા જેવો હોસ્ટ અને એન્કર તને ક્યાંય નહિ મળે .
શૈલેષ મંચ ઉપરથી તેનો કેમેરો અને કીટ નીચે ઉતરે છે અને કહે છે છેલ્લી વાર પૂછું છું આર યૂ કમિંગ ઓર નોટ ?
રોમન કહે છે નો વે આઈ એમ નોટ કમિંગ.
એક જંગલ ઈન્ટેલિજન્ટ હોવાના નાતે મારે તો એ જાણવું જ રહ્યું કે માત્ર પાંચ જ મિનિટમાં આવું કેવી રીતે બની ગયું?
વધુ ડીપ માતો નહીં પરંતુ ફુલ એન્ડ ફાઇનલી શૈલેષ સમજી ગયો હતો કે મામલો શું છે ? પરંતુ શૈલેષ એ પણ જાણતો હતો કે રોમન બૌધિક છે. એ મારી વાત પર ક્યારેય વિશ્વાસ નહીં કરે .અને એને સમજાવો પણ બેકાર છે .
શૈલેષ રોમન ની સામે છેલ્લી વાર જોતો હોય તેમ કહે છે બેસ્ટ ઓફ લક રોમન .
સાંજે સાત વાગ્યા પહેલા જીપ પર પહોંચી જજે નહિતર હું જીપ લઈને નીકળી જઈશ.
રોમન કહે છે ઓલ રાઇટ એન્ડ બાય . શૈલેષ ના ગયા પછી રોમન સુવર ની સામે જોઈને કહે છે ખાલી પેલી‌ માં મારો લંચ બરબાદ કરી નાખ્યો .રોમન ધરાશાયી થયેલા એ વૃક્ષની પાસે ફરીથી જવાનું વિચારે છે પરંતુ એ થોડીક મજાક કરીને તેનો એક કદમ આગળ વધારી ને હવા મા રાખે છે અને કહે છે દોસ્ત બીજુ કોઇ જાડ તો ધરાશાયી નથી થાવું ને ?
રોમન તેનો પગ હવા માંથી નીચે મૂકે છે અને કહે છે ચાલો બાકી તો બધુ બરાબર જ છે .રોમન એ ઝાડ પાસે જઈને તેની એક ડાળી તોડીને જુએ છે અને કહે છે આ ઝાડ તો એવી રીતે સુકું થઈ ગયું છે કે જાણે પાછલા પાંચ વર્ષથી આ હાલતમાં પડયું .હોય રોમન ફરીથી તેના ટીપીકલ શબ્દનું ઉચ્ચારણ કરે છે અને કહે છે strange.
રોમન પાછળ વળી ને તેની મશાલ સામે જોવે છે અને કહે છે ચાલો મસાજ હજુ જીવે છે .
રોમન એ જાડ ની ફરતે થોડાક આંટા મારે છે અને અચાનક જ તેના કાનમાં ગરોળી ના ત્રુટક અવાજો સંભળાવા લાગે છે પરંતુ રોમન આ અવાજને જંગલ નું routine અને કેઝ્યુઅલ સમજીને નજરઅંદાજ કરે છે અને મનમાં બોલે છે ગરોળિયો ક્યારેય ત્રુટક અવાજ નથી કરતી .એનો અવાજ તો એક કે બે મિનિટ સુધી કંટીન્યુઅસ ચાલતો હોય છે.છતાં પણ રોમન આ અવાજને ગરોળિયો ના જ છે અવાજ માની લઈને તેનું કામ ચાલુ રાખે છે .રોમન ના આશ્ચર્ય માં વધારો ત્યારે થવા લાગે છે જ્યારે એ ગરોળી નો ત્રુટક અવાજ વધવા લાગે છે અને રોમનના તેની આજુબાજુ અને થોડે દુર જોવા છતાં પણ તેને એક પણ ગરોળી નથી દેખાતી. રોમન ફરીથી બોલે છે strange .
અચાનક જ રોમન નું પ્રેક્ટીકલ સેન્સ તેને તેની મશાલ સામે જોવા વિવશ કરે છે અને રોમને વિદ્યુત ગતિએ પાછળ વળીને જોયું તો એની મશાલ માંથી ધુમાડા માત્ર જ નીકળતા હતા .તેની મશાલ ઓલવાઈ ગઈ હતી.
રોમન થોડોક અપસેટ થાય છે અને તેની મશાલને સળગાવવા પાછો ફરે છે . રોમન તેના સ્પેશિયલ લાઇટર વડે મશાલ ને ફરીથી સળગાવે છે અને તરત જ ગરોળી ના તૃટક અવાજો આવવાના પણ બંધ થાય છે
.રોમન એના કાન સ્તબ્ધ કરે છે અને બે મિનિટ રહી ને ફરી થી કહે છે strange .
રોમન નું પ્રેક્ટિકલ સેન્સ જંગલના ચપ્પા ચપ્પા સુધી પહોંચી જાય છે અને રોમન છેલ્લે ફુલ સ્ટોપ મૂકીને કહે છે જંગલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. રોમન ફરી પાછો પોતાની જાતને સવાલ કરે છે તો પછી પ્રોબ્લેમ હતો શું ?
થોડીવાર પછી રોમન ની મશાલ નું પ્રાકૃતિક ઈંધણ પૂરું થાય છે અને તેની મશાલ ઓલવાઈ જાય છે .
રોમન મશાલ ની સામુ જોઈને કહે છે લો આ તો કંઈ કામ થી.
રોમન પેલા પડેલા જંગલી સુવર ની ચામડી બાજુ જુવે છે અને કહે છે આ થોડીક ઓઇલી હોય છે .જે મારી મશાલ ના કામમાં આવી શકે છે .રોમન એ સુવર ની ચામડી ને ભેગી કરે છે અને સૂકા પત્તા ઓ અને તે ચામડીને મિક્સ કરીને મશાલ બનાવવા બેસે છે .
અચાનક જ રોમન ને કોઈક દુર્ગંધ ની અનુભૂતિ થવા લાગે છે અને રોમન સુઘવાનો પ્રયત્ન કરતો હોય તેમ શ્વાસ લઈને કહે છે આતો ફીમેલ કોબ્રાના ગર્ભાશયનાં લુબ્રિકન્ટ ની માથું ફાડી નાંખે તેવી વાસ છે. રોમન તેનો શ્વાસ પાછો જોરથી ખેંચે છે તો એ દુર્ગંધની અનુભૂતિ બંધ થાય છે અને રોમન નોર્મલી તેનો શ્વાસ લે છે તો ફરીથી એ દુર્ગંધ ની અનુભૂતિ થવા લાગે છે .રોમન ફરીથી દુર્ગંધ પર એકાગ્ર થઈને કહે છે આ કેમિકલ લુબ્રિકન્ટ તો ત્યારે જ ફીમેલ કોબ્રાના ગર્ભાશયમાં બને છે જ્યારે શુક્ર જંતુઓ insert થઈ ગયા હોય છે .બાકી નોર્મલ કન્ડિશન માં લુબ્રિકન્ટની દુર્ગંધ પણ કંઈક જુદી જ આવતી હોય છે .
રોમન તેની મશાલ પર સુવર ની ચામડી બાંધતો બાંધતો આજુબાજુમાં જુએ છે અને ફરીથી આશ્ચર્ય પામીને કહે છે strange રોમન ને તેની આસપાસ કે થોડેક દૂર ક્યાંય પણ female કોબ્રા નથી દેખાતી .