DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 2 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 2

આફ્રિકાના ઘનઘોર જંગલ માં એક wildlife એક્સપર્ટ રોમન રેગન તેના લગભગ ૩૦ ફૂટ ઊંચા માંચડા પર સૂતો છે અને તેનો કેમેરામેન માંચડા ના વાસ પર જ કેમેરો અને તેની કીટ લટકાવીને ખાવાનું શોધવા જંગલમાં ગયો છે. સવારથી લઈને બપોર સુધી નિરંતર ચાલ ચાલ કરીને રોમન થાકી ગયો છે અને હવે તે થોડો આરામ કરવા માંચડા પર ચડ્યો છે.
રોમન ની આંખ almost લાગી ગઈ છે અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ પહોંચી ગયો છે .અચાનક જ રોમન નો વાસ નો આખો માચડો જોરજોરથી ધ્રુજવા લાગે છે અને રોમન નું આખું શરીર જકડાઈ જાય છે .રોમન નિદ્રા અવસ્થામાં જ તેની બધી જ તાકાત લગાવીને તેના બંને હાથ વડે કોઈક અદ્રશ્ય શક્તિને ધક્કો મારી રહ્યો છે .પરંતુ કદાચ રોમન નિષ્ફળ જઈ રહ્યો છે. અચાનક જ રોમન નો માંચડો ધૃજવાનો બંધ થાય છે અને રોમન ને તેના જ શરીરનો ધક્કો વાગે છે અને તે તેના ૩૦ ફૂટ ઊંચા માચડા પરથી નીચે જમીન પર પડે છે .જમીન પર પડતા ની સાથે જ રોમન ની સામે વાઈલ્ડ શુઝ પહેરેલા બે પગ દેખાય છે .અને રોમન તેનું માથું ઊંચુ કરીને જુએ છે અને કહે છે ઓહ શૈલેષ હું તો ડરી જ ગયો હતો કે આ વળી કોણ છે ?શૈલેષ રોમન ના માચડા સામું જુએ છે અને રોમન ને પૂછે છે તું નીચે કેવી રીતે આવ્યો તું તો ઉપર સૂઈ ગયો હતો ને ?
રોમને કહ્યું હા હું તો ઉપર સૂઈ જ ગયો હતો પરંતુ આઇ થિક હું નીચે પડી ગયો છું .
શૈલેષ તેના ખભા પર થી જંગલી સુવર નીચે ઉતારે છે .અને રોમન ને હસીને કહે છે તારો પણ જવાબ નથી રોમન
શૈલેષ પડેલા જંગલી સુવર ની સામે હાથનો ઇશારો કરીને કહે છે આ રહ્યું તમારું લંચ મિસ્ટર રોમન પરંતુ એને પકવવાની જવાબદારી તારી રહેશે મારી નહીં.
રોમન કહે છે alright મને આમેય ખાવાનું બનાવવા નો બહુ શોખ છે .

શૈલેષ ના થોડે દૂર ગયા પછી રોમન થોડોક મૂંઝાતો મુઝાતો તેના ગાલ પર હાથ ફેરવે છે અને મનમાં કહે છે એ લપ લપાતીપાાાા જીભ કોની હતી? રોમન ને આ પ્રશ્નનો જવાબ તો નથી મળતો પરંતુ તેની પ્રેકટિકલ સેન્સ બે દિવસ પહેલા થયેલા female કોબ્રા સ્નેક નાા કરૂણ મૃત્યુ ઉપર સ્થિર થાય છે. અને રોમન એ ઘટનાને યાદ કરવા લાગે છે કે જેમાં એક કોબરા કપલ રતિક્રીડા માં એકાકાર હતું અને ત્રણ કલાક જેટલા ચાલેલા અવિરત વાળાા સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ ની પુર્ણાહુતી પછી એક બીજો મેલ કોબ્રા snake ત્યાં આવ્યો હતો જેણે પહેેલા વાળામેલ કોબ્રા સ્નેકને મારી ને ત્યાંથીીીી ભગાડી દીધો હતો અને પાછળથી female કોબ્રાની હત્યા કરી નાખી હતી .

જોકે રોમન જાણતો હતો કે એ ફીમેલ કોબ્રાની પાછળથી આવેલા બીજા કોબ્રા ની સાથે રતીક્રીડા કરવાની કોઈ જ ઈચ્છા નહોતી કારણકે ઓલરેડી female કોબ્રા ના ગર્ભાશયમાં પહેલા વાળા મેલ કોબ્રા ના શુક્ર જંતુઓ પ્રવેશ કરી ગયા હતા અનેેેે આ કારણે female કોબ્રા સંતુષઠ હતી અને સેક્સ માટે અનઇચ્છુક પણ હતી. અને આ જ કારણે એક વન્ય પશુ નો અહંકાર ઘવાયો હતો અને પેલા બીજા આવેલા મેલ કોબ્રાને આ વાતની જાણ થતાં તેણે ફીમેલ કોબ્રાને મારી નાખી હતી .રોમને આખી ઘટનાને કેમેરામાં કેદ કરી હતી અને આ ઘટના દરમિયાન શૈલેષ એક વાર પાછળથી બોલ્યો પણ હતો કે રોમન આપણે ફીમેલ ને બચાવી લેવી જોઈએ .પરંતુ રોમને ત્યારે શૈલેષ ને એમ જ કહ્યું હતું કે જંગલ લૉ મા નો interference .