DEATH AFTER DEATH. the evil of brut - 8 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 8

અને અંહી જંગલ માં રોમન જંગલના સુમશાન પણા અને તેની ભયાનકતા ને લઈને નહીં પરંતુ અસમય અસામાન્ય અને અકારણ થયેલા વન્યજીવોના સ્થળાંતર ને લઇને ચિંતિત છે. રોમન વિચારે છે કે આવું ભયંકર સ્થળાંતર કોઈ વિદ્વાન લેખક ની જંગલ બુક માં પણ લખેલું વાંચેલું નથી મળ્યું. રોમન કહે છે બીજું બધું તો થોડો પરંતુ આ વન્ય જીવો અહીંથી જતા કેમ રહ્યા?

રોમન ના માનસપટલ ઉપર હજુ પણ બે દિવસ પહેલા ના female કોબ્રાના કરૂણ મૃત્યુ ની ઘટના ઉતરી નથી આવતી. એટલે એની અસમંજસમાં વધારો થાય છે. અને રોમન દિશાહીન ચિંતામાં વધારે ઊંડો ઊતરતો જાય છે.રોમન એક નૈષ્ઠિક વન્ય વિદ્વાન છે એટલે સ્વાભાવિક રીતે જ જંગલની ભયાનકતા કરતાં જંગલીઓ ના migration તેને વધારે ચિંતિત કરી રહ્યા છે. રોમન ની આ ચિંતા આગળ જંગલ ની સુમશાન ભયાનકતા બહુ જ નાની લાગે છે.અને સાચું પૂછો તો રોમન પણ એટલો બધો ચિંતિત છે કે તે જંગલની આ noise લેસ ભયાનકતા ને રીતસર નજર અંદાજ જ કરી રહ્યો છે. રોમન ની સમસ્યા તો પાછી એ પણ છે કે તેને સૂર્યોદય થયાના લગભગ એક કલાક પછી જ અજવાળાની પ્રાપ્તિ થવાની છે. અર્થાત રોમન એટલો બધો ઘનઘોર જંગલ ની વચમાં ઊભો છે. અને રોમન આ વાતથી અજાણ પણ નથી જ. રોમન તેના ઈયર એન્ટેના ને મંચ બાજુ કરે છે અને કોઈક આહટ સાંભળવાનો પ્રયત્ન કરે છે. રોમનના વેરી વેરી ચાર્જડ એન્ડ પાવરફુલ ઈયર્સ જવાબ આપી દે છે કે કોઈ અદ્રશ્ય સર્પ તેના મંચ પરથી નીચે ઉતરી રહ્યો છે. રોમન તેના એક હાથથી મશાલ કસસીનેપકડે છે અને બીજા હાથથી તેના નાઈફ ના કેસ નું બટન ખોલે છે.
જંગલ એટલું બધુ નોઈસલેસ હતું કે પ્રેતઆત્માની હરકતની આહટ પણ સાભળી શકાતી હતી જે સામાન્ય સંજોગોમાં અસંભવ જ હોય છે. લુબ્રિકન્ટ ની ગંધ પણ હજુ વાતાવરણમાં યથાવત જ છે અને રોમન શયોર થઈ ગયો છે કે આ કોઈ ઇનવિઝિબલ કોબ્રા જ છે. રોમન નું પ્રેક્ટીકલ સેન્સ થોડુંક લાલચી પણ બની જાય છે અને વિચારે છે કે જો આ કોબ્રાની તદ્દન નવી પ્રજાતિ ને હું દુનિયાની સામે લાઈશ તો હું માલામાલ પણ થઈ જઈશ.

રોમન હવે સુ સ્પષ્ટપણે સિમેન્સ મિકસડ લુબ્રિકન્ટ કેમિકલની દુર્ગંધ અનુભવી શકે છે અને રોમન પૂરેપૂરી રીતે સ્વીકારી લેછે કે આ female કોબ્રા જ છે. રોમન એમ પણ વિચારે છે કે આ ફીમેલે રીસન્ટ જ સેક્સ એન્જોય કર્યું લાગે છે અને હવે તે માતૃત્વ ને પણ પ્રાપ્ત થવાની તૈયારીમાં લાગે છે. રોમન એમ પણ વિચાર છે કે તો પછી તેના વડવાઓ પણ અદ્રશ્ય જ હશે કે દેખાતા હશે ?આવા અસંખ્ય પ્રશ્નો રોમન કરી રહ્યો છે જેનો તેને કોઇ પણ પ્રકારે ઉત્તર નથી મળી રહ્યો.
રોમન ની માનસિક અને શારીરિક બધી જ ગતિવિધિઓથી પ્રેત કોબ્રા સારી રીતે પરિચિત છે અને અબોવ ઑલ વાત એ છે કે તે પ્રેત કોબ્રા રોમન ની અંદર પોતાના શુભત્વની સંભાવનાઓને સુધી ચૂકી છે. એટલે એ તો સંભવ જ નથી કે તે પ્રેત કોબ્રા રોમન ને કોઈ પણ નુકસાન પહોંચાડે. અને રોમન નો જે મંચ ધૃજતો હતો તથા શરીર જકડાઈ જતું હતું એ બધું તો પ્રેત લોકો ના ચાહે તો પણ થઇ જતું હોય છે. આ જ પ્રેત લોકો ની પ્રકૃતિ હોય છે. it was all નેચરલ એન્ડ ઓબવીએસ. એટલે આનો અર્થ એવો પણ ના કરી શકાય કે દુનિયાના બધા જ પ્રેત લોકો ઘાતક હોય છે .
કેટલાક પ્રેત લોકો માનવીની પાસેથી કેટલીક અપેક્ષાઓ પણ રાખતા હોય છે અને આવી અપેક્ષાની પૂર્તિ ખાતર પણ તેઓ માનવીની રક્ષા પણ કરી જાણતા હોય છે પરંતુ આવી રક્ષા વિધિ માં પણ ચીજ-વસ્તુઓનું ધૃજવુ અને શરીરનું જકડાઈ જવું પણ બહુ જ સ્વાભાવિક હોય છે.રોમન ના મસ્તિષ્ક માં ઉત્પન્ન થનારા હજારો પ્રશ્નો નો અંત તો નથી આવતો પરંતુ જોત જોતાંમાં કાળી ડિબાગ રાત્રિ નો અંત ચોક્કસ આવી જાય છે. અને રોમન સૂર્યપ્રકાશ ની ગંધ અનુભવી લે છે.અને રોમન કહે છે i think its મોર્નિંગ. આટલું કહીને રોમન ઉપર આકાશ બાજુ જુએ છે તો તેને માડ માંડ સૂર્યનું એકાદ કિરણ જંગલ ની ધરતી પર પડતું દેખાય છે. અને રોમન કહે છે યા ઈટસ મોર્નિંગ.કાળી ડિબાંગ રાત્રીનો અંધકાર તો દૂર થઈ ગયો પરંતુ પ્રેત કોબ્રાની ઉપસ્થિતિનો એ અદ્રશ્ય અંધકાર હજુ પણ રોમન ના આત્મા અને સંપૂર્ણ જીવન ઉપર છવાયેલો છે. જે અંધકાર રોમન ને બીજા બધા જ કર્મો થી વિમુખ કરીને કોઈ એક નિશ્ચિત દિશા તરફ જઈ રહ્યો છે.
રોમન નિરાશ થઈને તેની મશાલ જમીન પર ફેકે છે અને કહે છે આખી રાત નીકળી પરંતું મને એક પણ પ્રશ્નનો જવાબ ના મળ્યો.

રોમન આટલું વિચારવાનું ચાલુ કરે છે અને તરત જ એના મગજમાં એક નામ એમ્બોસ થાય છે અને એ નામ હતું પ્રોફેસર અલી કોચર .

પ્રોફેસર અલી કોચર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. અને તેઓ ઇનવિઝિબલ એલિમેન્ટ અને એનિમલ પર રિસર્ચ કરી ચૂક્યા છે.અને ખાસ વાત તો એ છે કે પ્રોફેસર અલી કોચર રોમન ના બહુ ખાસ ફેન છે. તેઓ રેગ્યુલરલી રોમન ના બધા જ વાઈલ્ડ લાઈફ પ્રોગ્રામ જોવે છે.

રોમન ના મગજમાં આશા નુ કિરણ જાગે છે અને રોમન તરત જ જંગલની બહાર નીકળવાનો નીશ્વય કરે છે.

અને વિચારે છે કે હવે સીધો પ્રોફેસર અલી કોચર ને જ મળીશ. રોમન જંગલની બહાર નીકળી જાય છે અને ખુલ્લા મેદાનમાં આવે છે તો સામે શૈલેષ જીપ ની આજુબાજુ આંટા મારતો દેખાય છે. રોમન સમજી જાય છે કે શૈલેષ હજુ પણ ગભરાયેલો જ છે. રોમન સીટી મારે છે અને શૈલેષ પાછળ ફરીને જોવે છે .

શૈલેષ રોમનને જોઈને ખુશ ખુશાલ થઈ જાય છે.અને દોડીને રોમન ની પાસે જઈને કહે છે આર યુ alright?. રોમન કહે છે કેમ મને શું થવાનું હતું વળી?

શૈલેષ ફરીથી રોમન પર અકળાઈ ઊઠે છે અને કહે છે તું મારી વાત નો ગંભીરતાથી જવાબ નથી આપી શકતો?

રોમન કહે છે એવું કશું ગંભીર થયું હોય તો તને ગંભીર તા થી જવાબ આપુ ને?

શૈલેષ રોમન ને ચાલતા ચાલતા પૂછે છે કે તો જંગલમાં કશું જ સીરીયસ ન હતું? આ સાંભળીને રોમન થોડોક અકકડ થઈ જાય છે અને એવી જ અકકડ ચાલે આજુબાજુમાં જોતા જોતા કટાક્ષ ભરેલા સ્વર થી શૈલેષ ને કહે છે કઈ ખાસ નહીં બસ આજ કાલ જંગલ ની છીપકલી ઓ જરા બદમાશ થઈ ગઈ લાગે છે. continues noise આપવાને બદલે બ્રેકિંગ નોઈસ આપવા લાગી છે.

શૈલેષ કહે છે ઓહ આઈ સી .રોમન તેના સ્થાન પર ઊભો રહી જાય છે અને તેના હોઠ પર હાથ ફેરવવા ની એકટીંગ કરતા કરતા શૈલેષ ને કહે છે શું આવું પોસિબલ છે?

શૈલેષ કહે છે મે બી પોસિબલ. રોમન કહે છે તો પછી કોઈ વાંધો નથી કમોન લેટ્સ ગો.

જીપમાં બેસીને રોમન તેની સામે પડેલા તેના brown ગોગલ્સ ઉઠાવે છે અને એ બ્રાઉન ગોગલ્સ ઠસાવીને શૈલેષ ની સામે દેખીને કહે છે કમોન યાર સેલ માર. મારી સામે શંકા ભરેલી નજર થી તું ના જોઈશ.
શૈલેષ કશુંકશ વિચારતો વિચારતો જીપ ને સેલ માંરે છે
અને રોમન ને કહે છે કોણ જાણે પણ મને કેમ એવું લાગે છે કે તું મારાથી કશુંકછુપાવે છે.
રોમન કહે છે એવું હતું તો તારે જંગલમાં મારી સાથે રાત્રે રોકાઈ જવું હતું.
શૈલેષભાઈ છે હા હવે તો તું મને ટોન્ટ જ મારીશ ને?

રોમન અને શૈલેષ બંનેએ અમેરીકા પહોંચીને પોતપોતાના ઘરે જાય છે. રોમન ડોરબેલ વગાડે છે અને તેની પત્ની લસ્સિ કૌર દોડતા પગે આવી ને દરવાજો ખોલે છે. રોમન ને દરવાજા પાસે ઊભેલો જોઈને લસસિ roman ને કસસી ને ભેટી પડે છે.અને કહે છે થેંક ગોડ તું આવી ગયો.
રોમન લસસિ ઉપર અકળાય છે અને કહે છે તું તો એવી રીતે કહે છે જાણે હું પહેલીવાર ઘરની બહાર ગયો હોઉં.

સામે લસસિ પણ રોમન પર અકળાય છે. અને કહે છે તું ક્યારેય કોઈને સમજી નથી શકવાનો રોમન.
રોમન ઘરમાં પ્રવેશી જાય છે અને લસ્સિ રોમન ને પાછળથી જોઈને હસી ને મનમાં બોલે છે જંગલી જેવો છે સાવ. Brut and absolutely brut.
લસ્સિ ખુશ થતી થતી ફરીથી રોમન નેપાછળથી કસસી ને ભેટી પડે છે.અને કહે છે કેવી રહી તારી trip? i mean મારા વગર.
રોમન સમજી જાય છે અને લસ્સિ ને ઊંચકી લે છેઅને કહે છે tripતો સારી રહી પણ તારા વગર બિલકુલ બોરિંગ. આટલું કહીને રોમાંચના બેડરૂમના દરવાજાને જોરથી લાત મારે છે અને લસ્સિ ને બેડ ઉપર ફેકે છે. અને બેડરૂમ નો દરવાજો બંધ કરી દે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED