રોમન તેના હાથમાં ની મશાલ ને ફરીથી જમીનમાં ખુપી ને કહે છે ડુ યુ નો મારો આખો મંચ ધૃજતો હતો .
શૈલેષ કહે છે વોટ? આર યુ જોકિંગ ?.આપણે મંચ એવી રીતે બનાવ્યો છે કે એનાકોન્ડા પણ મુશ્કેલીથી જ ચડી શકે તેમ છે અને જ્યારે હું આવ્યો ત્યારે એનાકોન્ડા નો ખ્યાલ પણ નહોતો.
રોમન કહે છે હું એટલે જ તો કહું છું કે અહીં બધું જ અજીબો ગરીબ થાય છે .શૈલેષ કહે છે વોટ નેક્સ્ટ strange.
રોમન કહે છે મંચ વાળો જ પરંતુ તેના કરતાં સહેજ મંદ કંપન હમણાં જ મારા પગ નીચે થયેલા .
શૈલેષ કહે છે કદાચ અહીં ક્યાંક ભૂકંપ આવ્યો હશે
રોમન કહે છે હા મે બી ૫૦ ફૂટના રાઉન્ડમાં કદાચ ભૂકંપ આવ્યો હોય.
આ સાંભળીને પેહેલા શૈલેષ રોમન ની સામે હસી પડે છે અને પછી રોમન શૈલેષ ની સામે હસી પડે છે. શૈલેષ કહે છે એની વે જે હોય તે હવે જરા પેટ પુજા કરીશું? કારણ કે આપણે હજુ 7 થી 10 કિલોમીટર ડીપ ઇન્ટિરિયર માં જવાનું છે .રોમન આજુબાજુમાં ફરી એકવાર જુએ છે અને વિચારતા વિચારતા શૈલેષ ને કહે છે ઓકે લેટ્સ સ્ટાર્ટ .
શૈલેષ સુવર નું ગોષ્ટ ખાતા ખાતા કહે છે કેવું અજીબ લાગે છે જ્યારે પાનખરની ઋતુ પહેલા જ કોઈ ઝાડ પરથી સુકા પત્તા નીચે ટપકતા હોય. રોમન મીટ નો એક ટુકડો મોહ મા મૂકીને કહે છે હું કંઈ સમજ્યો નહીં .
શૈલેષ રોમન ને કહે છે તારી પાછળ જો પેલા ઝાડ પરથી બધા જ પત્તા ઓ વન બાય વન નીચે આવી રહ્યા છે.
રોમન પાછળ વળીને એ જાડા સામુ જુએ છે અને તેનુંં ચાવ વાનું બંધ થઈ જાય છે અને એની આંખો પહોળી થઇ જાય છે રોમન વિદ્યુત ગતિએ ઓકીને ઊભો થાય છે. અને એ ઝાડ બાજુ હાથનો ઇશારો કરીને કહે છે શૈલેષ તું આવ્યો તે પહેલા સુધી તો આ ઝાડ હર્યુભર્યું હતું અને બસ પાંચ-સાત મિનિટમાં આ આખું જાડ સૂકું ભાટ કેવી રીતે બની ગયું?
શૈલેષ તેની જગ્યા એ થી ઊભો થાય છે અને કહે છે આર યુ શયોર રોમન ?
રોમન કહેેેે છે યા હું મશાલ લઈનેેેેેેે એ ઝાડ પાસે ગયો હતો અને મેં તેને ચેક પણ કર્યું હતું .ઈટ વોઝ ઓકે.
શૈલેષે ઝાડ સામેે જોતા જોતા રોમન ને પુછ્યુ કે તું એને ચેક કરવા કેમ ગયો હતો ? રોમન એ કહ્યું હું તને ચેક કરવા ગયો તેની એક જ મિનિટ પહેલા એ ઝાડ માંથી બધા જ જંગલીઓ નું માઈગરેશન થઇ ગયું હતું મને આ migration થોડુંક એબનોર્મલ લાગ્યું એટલે હું એ ઝાડ પાસે ગયો.
શૈલેષ તેના હાથમાંથી મિટ નો ટુકડો નીચે ફેકે છે અને એ ઝાડ બાજુ પ્રયાણ કરવા માટે એક કદમ આગળ વધારે છે અને બીજી જ સેકન્ડે એ આખું ઝાડ ધરાશાયી થઇ જાય છે. એ ઝાડ એટલું મોટું હતું કે વન્ય પ્રાણીઓના ભયને કારણે નિર્માણ પામેલા સન્નાટો પણ ઝાડ ના ધરાશાયી થવાથી ડિસ્ટર્બ થઈ જાય છે.
શૈલેષ તેનું આગળ વધેલો એક કદમ પાછળ ખેંચી લે છે અને રોમન ની સામે જોઈને કહે છે strange.
રોમન 99.9 પરસેન્ટ પ્રેક્ટીકલ મેન છે અર્થાત્ જેને બોધિક પુરુષ કહેવાય છે એટલે રોમન મગજમાં તો એવી કલ્પના સુધ્ધા નથી આવતી કે આ કોઈ એ સૂક્ષ્મ સત્તા હોઈ શકે છે. પરંતુ શલેશ ભારતીય મૂળનો હતો અને તે આવા અસંખ્ય કિસ્સાઓ અને કહાનીઓ સાંભળી ચૂક્યો હતો
શૈલેષ થોડીક અંશે સમજી જાય છે કે માઈક્રોકલી some thing is rong here .
શૈલેષ તેના પગ થી સુવર ના ગોષ્ટી ને લાત મારે છે અને તેના પગ વડે આગ નો મંચ પણ બરબાદ કરી નાખે છે. અને તેનો પરસેવો લૂછતો લૂછતો રોમને કહે છે આપણે અહીંથી નીકળી જવું જોઈએ. રોમન કહે છે બટ વાય .?
શૈલેષ કહે છે એ હું તને રસ્તામાં કહીશ અત્યારે તો તું અહી થી નીકળ બસ રોમન શૈલેષ ને સમજાવતા કહે છે આપણે એક જવાબદાર જંગલ એક્સપોર્ટ છીએ આપણી જવાબદારી બને છે કે આપણે એ જાણીએ કે આખરે એ ઝાડ સાથે એવું તે શું બન્યું ? મેબી આપણે બીજા વૃક્ષોને પણ બચાવી શકીએ છીએ.
શૈલેષને રોમન પર ગુસ્સો આવે છે અને તે રોમન ને કહે છે તું આવે છે કે હું એકલો જતો રહું .?રોમન શૈલેષને આશ્ચર્યથી જોઈને કહે છે તો તું એમ કહેવા માગે છે કે 10 કિલોમીટર ડીપ ઇન્ટિરિયર માં જઈને તું એકલો ફિલ્મ બનાવીશ? શૈલેષ અકળાઈને તેનો પગ પછાડી ને કહે છે ગોટુ હેલ આઈ એમ ગોઈંગ.