વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-4 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-4

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-4
ચારે મિત્રો નીકળી ગયાં પછી સ્વાતી રૂમ પર આવી અને જોયુ તો રૂમનાં અંધારુ છે અને સુરેખા બારીની બહાર જોઇ રહી છે એની આંખો સૂજેલી છે. સ્વાતીએ કહ્યું "એય આમ અંધારામાં શું કરે છે ?
સુરેખાએ કહ્યું "શું કરુ ? આ બધાં જઇ રહેલાં એ જોતી હતી તને પાછી આવતી જોઇ નહીં મને થયુ તું અભી જોડે આંટો મારવા ગઇ હોઇશ પણ મને અંધારામાં કોઇનાં ચહેરાં દેખાયા નહીં અને કબીર એનાં રૂમ પર ગયો હતો.
સ્વાતીએ કહ્યું "ના તારો મૂડ ગયો એમાં બધાનો ગયો કોઇ કંઇ પછી બોલ્યુ જ નહીં સુરેખનો ચહેરો પડી ગયેલો એ બહાર ટહેલવા નીકળી ગયો હું અભી સાથે વાતો કરતી હતી.
સુરેખાની સામે જોઇને સ્વાતી બોલી. "સુરેખા એકવાત કહું ? બીજી રીતે ના લઇશ તો જ કહુ "એક વિચાર આવેલો મને....
સુરેખાએ કહ્યું "કહીને તારી વાતનું શું ખરાબ લગાડવાનુ કે બીજી રીતે લેવાનું ? બોલ કહે મને શું કહેવું છે ?
સ્વાતીએ કહ્યું "સુરેખા... આ સુરેખ તારી સાથે કોઇ ટાઇમપાસ કરતો હોય એવુ મને ક્યારેય નથી લાગ્યું એ સ્કૂલ સમયથી તને ખૂબ પસંદ કરે છે. તને અહીં જોઇને એની આંખો કેવી થઇ ગઇ હતી કે જાણે લોટરી લાગી. ભલે કલેકટરનો છોકરો રહ્યો પણ એવો ગંદા વિચારનો કે ટાઇમપાસ માટે ફ્રેન્ડશીપ કરતો હોય એવો નથીજ તને સાચીજ રીતે લાઇક કરે છે કદાચ પ્રેમ કરે છે.
સ્વાતી આગળ બોલી તે તારાં પાપાની ઘરની રુંપાની વાતો કરી હું સમજું છું બધુ તને વિચાર આવે ચિંતા થાય પણ અમે લોકો તારાં સાથમાંજ છીએ ન કરે નારાયણ એવી કોઇ સ્થિતિ આવે અને તારાં સાથમાંજ રહીશું એ મદદ નહીં હોય "સાથ હશે અને એવી તક અમારે જોઇતી નથી કે તને કોઇ તકલીફ આવે પરંતુ આ ફ્રેન્ડશીપ પણ ટાઇમપાસ નથી...સાચી છે.
સુરેખાની આંખમાં આંસુ આવી ગયાં એ બોલી મારો ટાઇમપાસ શબ્દ તારાં માટે નહોતો હું તને ઓળખુ છું એમ કહીને ઉભી થઇ સ્વાતીને વળગી પડી. બોલી "મને બધી ખબર પડે છે મારાંમાં પણ દીલ છે પણ મને આ ટાઇમપાસ કે પ્રેમ જે કરવાનુ હોય મને પોષાય એવુ નથી. મેં છાતી પર પત્થર રાખ્યો છે ને એને એમ રહેવા દે સ્વાતી પ્લીઝ...
સ્વાતી અને સુરેખા બંન્ને લાગણીભીના થયાં બંન્ને જણાં ભેટીને આંખો ભીની કરી રહેલાં....
*************
અભિએ અને મસ્કીને ચાની કીટલીનાં ગલ્લે ઉતાર્યો. બાકી બધાં મિત્રો ઘરે જતાં રહેલાં. કબીરે કહ્યું "મસ્કી તારી ટોયેટા તને મુબારક હું મર્સીડીઝ લઇને પાછો હોસ્ટેલ જઊ. એમ કહીને ખભે ધબો માર્યો મસ્કીએ કહ્યું "ઓકે ચલ મળ્યા પછી ફોન પર વાત કરીશું કબીરે બધાને બાય કહ્યું અને જતાં જતાં સુરેખને કહ્યું "યાર આમ દેવદાસ ના થઇશ એ પારો તારીજ છે પણ થોડી ધીરજ રાખવી પડશે એમ કહીને બાઇક મારી મૂકી.
અભીએ પોતાની બાઇક સ્ટાર્ટ કરી બધાને બાય કહીને એ પણ ગયો મસ્કીએ કહ્યું "ભાઇ ચાલ હું પણ નીકળું મારે હજી કલબનાં જવાનુ છે જીજાજી આવ્યાં છે એમને કંપની આપવાની છે હું નીકળુ.
સુરેખને બધાંજ બાય કહીને નીકળી ગયાં. સુરેખ થોડીવાર બાઇક પરજ બેસી રહ્યો. અને સુરેખાની સ્થિતિનાં વિચારીમાં હતો એને થયું. "આમ બે હૈયા વચ્ચે "અંતર" નથી પણ આ આર્થિક સ્થિતિએ "અંતર કરી નાંખ્યુ વિચારતાં વિચારતાં કીક મારી અને એ પણ ઘરતરફ જવા લાગ્યો.
*****************
સુરેખ ઘર પહોંચી ગયો. આજે સનડે હતો પાપા પણ ઘરેજ હતાં. બંકીમચંદ્ર અધ્વર્યુ બરોડાનાં કલેક્ટર હતો. સરકારી બંગલો મળેલો એમાં રહેતાં હતાં. એમનું પોતાનું પણ ઘર હતુ પણ અહીં રહેવાનુ રાખેલું. એમનો ગોત્રી રોડ પર બંગલો હતો એમાં ઇન્ટીરીયરનું કામ ચાલતું હતું સુરેખ એકનો એક દીકરો એટલે માંબાપ બંન્નેનો લાડકો હતો. નાનપણથી ખૂબ લાડમાં ઉછેરેલો... પણ એક અવગુણ નહોતો નહોતી કોઇ આડી લાઇન કે વ્યસન.
સુરેખ બાઇક પાર્ક કરીને ઘરમાં આવ્યો. એણે કહ્યું "પાપા ચાલો ક્યાંક બહાર જઇએ આજે કંટાળો આવ્યો છે રાત્રીનું ડીનર બહારજ લઈશું પ્લીઝ કોલેજ ચાલુ થઇ ગઇ છે પછી સમય ક્યાં જશે ખબર જ નહીં પડે.
પાપાએ કહ્યું "અમે તો ક્યારનાં તૈયાર બેઠા છીએ તારીજ રાહ જોવાતી હતી. તું ફ્રેન્ડ્સને મળીને આવ્યો લાગે છે પણ... પણ... તુ થોડા ઉદાસ ઉદાસ લાગે છે કંઇ થયુ ? ઓલ વેલ ? સુરેખે ખોટું ખોટું હસતાં કહ્યું "અરે અધ્વર્યુ સાહેબ કંઇ નથી કેમ આવું પૂછો છો ? ફેન્ડ્સને મળીને આવી કોઇ ઉદાસ હોય ?
પાપાએ કહ્યું "દીકરા તારો ચહેરો નાનપણથી જોતો આવ્યો છું વાંચતો આવ્યો છું મારી ડ્યુટીમાં હજારો માણસોને મળું છું એમનાં ચહેરા પરથી માપી લઊં છું કે એ સાચો કે ખોટો. અને મારાં દીકરાનો ચહેરો જોઇને હું સમજી ના શકું ? શું વાત છે ? દીકરા કહી દે પછી નીકળીએ આમ પણ તારી મંમી તૈયાર થવા ગઇ છે કલાક સાચો એમ કહીને હસી પડ્યાં પછી બોલ્યાં "આપણે બેજ છીએ કહી દે ને શું વાત છે ?
સુરેખે પાપાનાં પ્રશ્નનો સાચોજ જવાબ આપી દીધો. મારી સાથે સ્કુલમાં એક છોકરી ભણતી હતી આજે એ એમ એસ. આર્ટ કોલેજની કેન્ટીનમાં મળી ગઇ. ઘણાં સમયે મળી હું વાતો કરતો હતો મેં ફ્રેન્ડશીપ માટે હાથ લંબાવ્યો એણે કહ્યું ટાઇમપાસ માટે મારી પાસે સમય નથી સોરી...
સુરેખે એની ભાષામાં વાત રજૂ કરી.. એણે સોરી કીધુ એ ચાલ્યુ પણ એ સોરી પાછળનું કારણ મને નથી પચ્યુ એ છોકરી મને ખૂબ ગમે છે પાપા પણ એણે ના પાડી... એટલે....
સુરેખ આગળ બોલે એ પહેલાં પાપાએ કહ્યું "મારો અનુભવ એવું કહે છે કે એ છોકરીએ તને સાચો જવાબ આપ્યો એ સંસ્કારી અને જવાબદાર ઘરની છોકરી હોવી જોઇએ ચોક્કસ એની ઘરની સ્થિતિ પ્રમાણે એણે સમજણથી તને ના પાડી છે...
સુરેખે કહ્યું "એકદમ સાચુ પણ તમને કેવી રીતે સાચુ કારણ ગેસ કરી લીધુ યુ આર જીનીયસ પાપા.
મી. અધ્વર્યુએ કહ્યું "દીકરા તને ખબર નથી મેં આવાં દિવસો કાઢ્યાં છે હું સમજી શકું છું એ છોકરીનાં શબ્દો અને એ શબ્દો પાછળની સ્થિતિ વ્યથા અને કરુણતાં... એ છોકરી ચોક્કસ ખૂબ સમઝુ અને સીધી છે. એનાં ઘરની સ્થિતિ પ્રમાણે એણે નિર્ણય કર્યો છે.
સુરેખે કહ્યું "પણ પાપા મારે એની સાથે દોસ્તી કરવી છે એને હું... કંઇ નહીં પાપા છોડો પછી વાત.. આ મંમી આવી ગઇ ચાલો ડીનર માટે નીકળીએ...
*****************
મસ્કીએ બંગલાનાં કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરીને અંદર દોડ્યો અરે જીજુ સોરી થોડો લેઇટ થઇ ગયો. ચલો કલબમાં જઇએ મેં તમને પ્રોમીસ કરેલું કે હું આવી જઇશ. દીદી ક્યાં છે ? ચલો જવું નથી.
મસ્કીનાં જીજાજીએ કહ્યું "કુંવર તમારી દીદીનો મૂડ નથી એ મંમી પાસે બેઠી છે બધાં જૂના આલ્બંબ કાઢીને જોવા બેઠી છે બધી યાદો તાજી કરે છે. તારાં પાપા હજી આવ્યા નથી મેં એમને ફોન કર્યો કહે તમે કલબ પહોંચો હું સીધોજ ત્યાં જોઇન્ટ થઊં છું.
"તો ચાલો યાર કેટલાય સમય પછી... પછી આંખનાં ઇશારે કોઇ સાઇન કરી.. જીજાજીએ કહ્યું "એય હમણાં નહીં તારી દીદીએ મંમીએ જોયું તો તારી વલે નથી આ મુંબઇ નથી વડોદરા છે હજી હમણાં યુવાનીમાં પગ મૂક્યો છે. હું તો બે દિવસમાં પાછો જતો રહીશ તારી શું વલે થશે ?
મસ્કીએ કહ્યું "મારી શું થશે ? તમે છો ને મારી સાથે અરે જીજુ યુ આર માય ફ્રેન્ડ એન્ડ ગાડીર્યન યાર તમે શું આ વાતો કરો છો. પાપાની મને ચિંતા નથી બસ દીદી અને મંમીનીજ બહુ બીક લાગે છે.
જીજાજી હસતાં હસતાં ઉભા થયાં અને બોલ્યાં તારી ગાડીમાં કે પછી... ? મસ્કી કહે મારાં ઠાઠીયામાં નહીં તમારી ન્યૂ બ્રાડ મસીર્ડીઝમાં જઇશું બધાંને ખબર પડે કે મારાં જીજાજી ફીલ્મ ડીસ્ટ્રીટબ્યુટર છે તમારી સાથે મારો પણ વટ પડશે.
જીજાજુએ કહ્યું "એય બીલ્ડરનો દીકરો છું તારે વટ જ છે ને જેને ઠાઠીયું કહે છે એ 35 લાખની કાર છે સમજ્યો ? ચાલ આપણે નીકળીએ તારી દીદીને કહી આવ આપણે જઇએ છીએ...
*************
સાંજ આથમી ગઇ રાત્રીની રેશમનાં છવાઇ રહી હતી સુરેખાનાં રૂમમાં જાળીમાંથી ચાંદની આવી રહી હતી એ ઓશીકે માથુ મૂકીને એકીટશે ચંદ્રમાં જોઇ રહી હતી અને વિચારોમાં ગૂંથાઇ રહી હતી સ્વાતી ફોનમાં અભી સાથે વાતો કરી રહી હતી સુરેખા એને જોઇ રહી હતી...
સુરેખાએ ઇશ્વરને કહ્યું "કેવુ અધુરું અધુરું આપ્યું છે તેં બધાં પોતપોતાની "મઝા" માં છે અને હું જાણે આખી દુનિયામાં એકલી ચિંતાઓનો બોઝ ઉઠાવીને પડી રહી છું આંખો નમ થઇ ગઇ અને ફરીથી પાપાનાં શબ્દો યાદ આવી ગયાં કહેતાં હતાં કે...
વધુ આવતા અંકે ---પ્રકરણ-5