લગ જા ગલે - 13 Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લગ જા ગલે - 13

સવારે આઠ વાગે નિયતિ તન્મય ને જગાડે છે. તન્મય થોડી વાર કહી ફરી સૂઇ જાય છે. નિયતિ થોડી વાર પછી ફરી જગાડે છે,"ઉઠો... હવે, સાડા આઠ થયા.."

તન્મય ઉઠી ને નહાવા જાય છે. ત્યાં સુધી નિયતિ ચા અને નાસ્તો બનાવી દે છે.

નિયતિ વિવેક ને બોલાવે છે પછી ત્રણેય નાસ્તો કરે છે. નિયતિ રસોડામાં વાસણ ધોવા જાય છે. તન્મય રૂમમાંથી નિયતિ ને બૂમ મારી ને કહે છે, "હવે, ટ્રેન ચાલુ થઈ જવાની છે, તારે ઘરે જવું હોય તો બુકિંગ કરી દઇએ." નિયતિ એ કઇ જવાબ ના આપ્યો. તન્મય એ પણ ફરી ના પૂછયું. નિયતિ ને તન્મય થી દૂર જવાની બિલકુલ જ ઇચ્છા ન હતી. પરંતુ આ રીતે ખોટી આશા લઇ એની સાથે રહી દુખી થવું પણ બરાબર નથી. જો દૂર રહેશે તો જ એને ભૂલી શક્શે.

નિયતિ રૂમમાં આવે છે અને કમને ટ્રેનમાં બુકિંગ માટે હા પાડે છે. અઠવાડિયા પછી ની ટિકિટ મળી રહી હતી. તન્મય એ પૂછ્યું, "કરી દઉ ? કે હજુ થોડા દિવસ પછીની કરૂં." નિયતિ એ કહયું, "બે ત્રણ દિવસ મોડી કરો જેથી કામ સારી રીતે પુરૂ થઈ જાય." તન્મય દશ દિવસ પછી ની બૂક કરી દે છે.

હવે, તો દશ દિવસ પછી નિયતિ નું જવાનું પાકું થઇ જ ગયું.જે સમય એને તન્મય સાથે મળ્યો છે એ સમય પૂરો થવામાં હવે થોડા દિવસ જ બાકી છે. જે બચ્યા દિવસો છે એને નિયતિ દુખી થઇને કે રડીને વેડફવા નથી માંગતી. એ આ દિવસો ને મનભરીને માણી લેવા માંગે છે. જેથી એ જયારે પણ આ ઘર છોડે ત્યારે એની પાસે એક સુંદર સપના ના રૂપમાં આ હકીકત હમેશા રહે. તેથી એણે મનને શાંત કર્યુ અને બાકીના project પર કામ કરવા લાગી.

નિયતિ ના ફોન પર એની બહેન નો ફોન આવે છે તો એ વાત કરતી બીજા રૂમમાં જાય છે. થોડી વાર પછી તન્મય નિયતિ ને બૂમ મારે છે. નિયતિ ફોન મૂકી બહાર આવે છે અને તન્મય ને પૂછે છે, "શું થયું?"

તન્મય બહાર જવાની તૈયારી કરી રહયો હતો. આજે તન્મય ના બીજા start up નું પહેલું કામ હતું. તેથી તન્મય પણ ઉત્સાહમાં હતો.

તન્મય એ કહ્યુ, "હું નીકળું છું."

નિયતિ તન્મય ને એમનો બધો સામાન યાદ કરીને આપે છે, નવા કામના શરૂઆત ની શુભકામના આપે છે અને દરવાજા સુધી મૂકવા જાય છે. દરવાજો બંધ કરે છે.

નિયતિ ફરી રૂમમાં આવે છે. નિયતિ એ જે લોકોને પણ ફ્રેન્ડ બનાવ્યા એ બધાં જ સારા હતાં. એમના માં એ જ ગુણ હતા જે એને જોઇતા હતા..જયારે તન્મય માં આનાથી સાવ... જ ઉલટું હતું.

નિયતિ ને ગમતી એક જ વાત તન્મય માં હતી અને એ છે એનો સ્વભાવ. બીજુ કઇ જ પસંદ ન હતું. છતા પણ એ એને જ કેમ પ્રેમ કરે છે ? એ ખુદ ને પણ ન સમજાવી શકતી. બીજી બાજુ એના ઘણા સારા દોસ્ત છે. દેખાવે તન્મય કરતાં પણ સારા છે , જેની બધી વાતો એને ગમે છે પૈસા પણ સારા કમાય છે. સારી પોસ્ટ પર છે, છતાં પણ એ એમને એવો પ્રેમ નથી કરી શકતી.

કહેવાય ને કે પ્રેમ આંધળો હોય છે. અહીં પણ નિયતિ માટે આવું જ કંઈક હતું. તન્મયમાં એને પસંદ પડે એવું ઘણું ઓછું હતું પણ એ તન્મય ને પ્રેમ કરતી હતી. જયારે બીજા દોસ્તો માં નિયતિ ને પસંદ હોય એવું ઘણું હતું પણ એ એમને પ્રેમ નહોતી કરતી.

પરંતુ જેને પ્રેમ કરે છે એ પ્રેમ નથી કરતો.

સાંજના પાંચ વાગવા આવ્યા હતા. તન્મય ઘરે આવ્યો. નિયતિ ને કહયું, "જો હું શું લઇને આવ્યો." તન્મય એ બહુ બધા વેફર્સ ના પેકેટ બતાવ્યાં.

નિયતિ એ હસતાં કહ્યું, "હા... તમારા ચમચમ...."

બંને લિવિંગ રૂમમાં બેસે છે. નિયતિ એ તન્મય ને પૂછયું, "કેવું રહયું આજનું કામ?" તન્મય એના કામની વાત કરવા લાગ્યો. નિયતિ શાંતિથી સાંભળી રહી હતી.

ત્યાં જ તન્મય ના ફોન પર તન્મય ની મમ્મી નો ફોન આવે છે. તન્મય ફોન પર વાત કરે છે પછી નિયતિ ને ફોન આપે છે અને કહે છે, "મમ્મી વાત કરવાની છે." નિયતિ અચકાતા અચકાતા ફોન હાથમાં લે છે.

તન્મય ની મમ્મી નિયતિ ને કહે છે, "શું થયું છે તને?? અહી આવ્યા બાદ તો તું મારી સાથે વાત જ નથી કરતી. મારાથી કઇ ભૂલ થઈ ગઈ??"

નિયતિ એ કહયું, "અરે, ના આન્ટી. તમારાથી શું ભૂલ થવાની. આતો અચાનક અહી આવવાનું થયું અને..." આટલું બોલતા જ તન્મય એ નિયતિ ને અટકાવી અને કાગળમાં કઇક લખીને આપ્યું. પણ નિયતિને તન્મય ના અક્ષર વંચાતા જ નથી.

તન્મય ની મમ્મી એ કહ્યુ, "બસ, તારી મમ્મીને ફોન કરવાની હતી તો વિચાર્યું કે પહેલાં તારી સાથે વાત કરી લઉ." તન્મય ઇશારામાં કઇ કહી રહયો છે પણ નિયતિ ને કઇ જ સમજાતું નથી. એ હા, વાંધો નહીં કહી ફોન મુકી દે છે.

ફોન મૂકી નિયતિ તન્મય ને પૂછે છે, "શું કહી રહયા હતા?" તન્મય એ કહ્યુ,"અરે, હું એમ કહી રહયો હતો કે મે મારા ઘરે એવું કીધું છે કે આપણે સાથે રહીએ છીએ એ તારા ઘરે ખબર છે."

નિયતિ એ કહયું, "કેમ??? મારા ઘરે નથી ખબર હું આ રીતે રહું છું."

તન્મય એ કહ્યુ, "તો કહી દે."

નિયતિ એ કહયું, "નહી કહી શકાય, જો બધાને ખબર પડશે તો મારી સમાજ માં કોઇ ઇજ્જત નહી રહેશે."

તન્મય એ કહ્યુ, "પણ આપણે કયાં કઇ કર્યું જ છે??"

નિયતિ એ કહયું, "એ ખાલી આપણને ખબર છે કે આપણે કઇ જ નથી કર્યું. પણ લોકો આ વાતને નહી માને. આપણે બે મહિના સાથે રહયા છીએ. બે મહિના છોકરો અને છોકરી સાથે રહયા અને એમના વચ્ચે કઇ જ નથી. એ સમજાવવું ઘણું જ મુશ્કેલ છે. તમે ઘરે ફોન કરીને કહો કે મારા ઘરે ખબર નથી."

તન્મય એ કહ્યુ, "એ નહી થાય. મારી આવી બનશે. જો મમ્મી ને ખબર પડશે કે હું જૂઠું બોલ્યો છું તો."

તન્મય ની મમ્મી નિયતિ ના ઘરે ફોન કરવા જઇ રહી છે અને નિયતિ ના ઘરે ખબર જ નથી કે એમની છોકરી બે મહિના બે છોકરા સાથે એકલી હતી. જો નિયતિ તન્મય ના મમ્મી પપ્પા ને ઘરે વાત કરવાની ના પાડશે તો તન્મય ની આવી બનશે અને નિયતિ ના મમ્મી પપ્પા ને વાત કરશે તો નિયતિ ની આવી બનશે. તન્મય એ તો પોતાના ઘરે કહેવાની સાફ ના પાડી દીધી. જો નિયતિ ના ઘરે ખબર પડી તો એમને એમ જ ફસાય જશે. હવે, નિયતિ ના ઘરે આ વાત ખબર પડી તો શું થશે? નિયતિ નું કુટુંબ તન્મય અને નિયતિ વિશે શું વિચારશે?? અને જો ઘરે ખબર ના પડે એ માટે નિયતિ શું પગલું લે છે એ પછીના ભાગમાં જોઇશું.

મને અનુસરવાનું અને અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. ગમે તો બીજા ને પણ મોકલજો.

આભાર.