Lag ja gale (part-2) books and stories free download online pdf in Gujarati

લગ જા ગલે - 2

તમે પણ અધીરા છો એ જાણવા માટે કે આખરે એણે શું નિર્ણય કર્યો?
ચાલો, જોઇએ.
તમે કયાંક તો આ સુવિચાર વાંચ્યો જ હશે કે ખુદ નો મન પર કાબુ એટલે વિકાસ અને મનનો ખુદ પર કાબુ એટલે વિનાશ અને આપણી નિયતિ એ તો વિકાસ કરવાનો હતો. આ રીતે એ પોતાની લાગણી ને દૂર કરી ને તન્મય સાથે જ આગળ કામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે એમ પણ કામ પુરતાં જ તો સાથે હોઇશું તો એટલો વાંધો નહીં આવે.
પણ એને શું ખબર હતી કે ભવિષ્યમાં એની સાથે શું થવાનું હતું?

તન્મય અને નિયતિ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટ થી એમને ઘણો મોટો ફાયદો થવાનો હતો. બંને એ મળી ને પ્લાન બનાવ્યો અને બસ હવે ઓનલાઈન presentation બાકી હતી જેમાં નિયતિ એ દરેક વસ્તુ સામે ની કંપની ને present કરવાનું હતું. કામ માં વ્યસ્ત હોવાના કારણે એનું ધ્યાન હવે ધીરે ધીરે તન્મય પરથી હટતુ જતું હતું. એના થી નિયતિ ને પણ એનું મન થોડું હલકું લાગતું હતું.

બંને તન્મય ના ફલેટ પર હતા એમણે presentation કરવું કઇ રીતે એનો પ્લાન બનાવ્યો અને પછી નિયતિ પોતાના ફ્લેટ પર આવી એ હજુ આવી ને ફ્રેશ પણ નથી થઈ ત્યા જ ન્યુઝ માં આવ્યું કે કોરોના ની મહામારી ને કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી મેડીકલ સ્ટાફ અને પોલીસ સિવાય કોઈ એ બહાર નીકળવું નહિ.

નિયતિ ના ફોન માં રીંગ વાગી તન્મય નો જ ફોન હતો. એણે આ ન્યુઝ જોઇને જ નિયતિ ને ફોન કર્યો હતો. એમનો પ્લાન હતો કે બંને દરરોજ ઓફિસ જશે અને presentation કરશે પણ હવે આ થઈ શકે એમ નહિ હતું. આ પ્રોજેક્ટ એમના માટે ઘણો જરુરી હતો. બંને વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? હું પછી ફોન કરું છું એમ કહી તન્મય એ ફોન કટ કર્યો.

નિયતિ આખો દિવસ વિચાર માં ખોવાઈ રહી. એણે ફરી તન્મય ને ફોન કર્યો. તન્મય એ ફોન ઉપાડ્યો નિયતિ એ અધીરાઇ થી પુછ્યુ, શું થયું? કંઇ ઉપાય મળ્યો? તન્મય એ કહ્યુ ના, હજી નથી મળ્યો પણ તું ચિંતા ના કરીશ presentation થઈ તો જશે જ. આ સાંભળી નિયતિ એ હાશ અનુભવી. તો પણ હજુ પ્રોબ્લેમ તો ત્યાં જ હતી કે કરવું કઇ રીતે? આ જ વિચાર માં રાતે ઉંઘ નહિ આવી અને રાત્રે અચાનક જ વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો. આ રીતે અકાળે વરસાદ પડવો જાણે કુદરત પણ કંઇક કહેવા માગતી હતી.

બીજા દિવસે નિયતિ ને અચાનક ઘણી જ શરદી થઈ ગઈ. એ મોડે સુધી સુતી જ હતી. એ હોસ્પિટલ દવા લેવા માટે ગઇ. કોરોના આખા દેશમાં ફેલાઇ રહ્યો હોવાથી એણે ડોક્ટર પાસે જવું જ બરાબર સમજયુ. ડોક્ટર એ નોમઁલ શરદી જ છે એમ કહયું તેથી કોરોના નો ડર એના મનમાંથી નીકળી ગયો.

એ ફરી પોતાના રૂમ પર આવી કપડા બદલી ધોવા માટે નાખ્યા. પોતાના મોબાઇલ અને ચંપલ ને પણ સેનિટાઇસ કર્યા. જે રીતે ન્યુઝ માં કોરોના ના વધતાં કેસ બતાવી રહયા હતા એ સમયે એ બિલકુલ રિસ્ક લેવા માગતી ન હતી. એ જમીને દવા લઇ ફરી સુઇ ગઇ.

જયારે એની આંખ ખુલી ત્યારે સાંજના પાંચ વાગી ગયા હતા. એ થોડી ફ્રેશ થઇ ત્યાં જ તન્મય નો ફોન આવ્યો. તન્મય એ પુછ્યું શું થયું અવાજ થોડો અલગ આવે છે? નિયતિ એ કહયું કઇ નહિ થોડી શરદી થઈ છે દવા લીધી છે સારું થઇ જશે. તન્મય એ કહ્યુ ઠીક છે તું આરામ કર થોડા દિવસ. સારું,અને કામ નું શું થયું? નિયતિ એ પૂછ્યું. એનો જવાબ પણ મળી ગયો છે બસ તું હા કહે એટલી વાર તન્મય એ કહ્યુ. તો મારી તો હા જ છે, તમે કહો તો ખરા.નિયતિ એ કહ્યુ.

તન્મય થોડી વાર ચૂપ રહ્યો અને પછી એણે કહ્યું તારી તબિયત સારી થઈ જાય પછી તું મારા ફલેટ પર રહેવા આવી જા. આપણે અહી જ presentation કરીશું. કેમેરા અને બધી વસ્તુઓ હું અહી જ મંગાવી લઉ છું. નિયતિ આ સાંભળી ને એકદમ મૌન થઈ ગઈ . એ વિચારમાં પડી ગઇ. થોડી વાર માટે એ સમજી જ ના શકી કે તન્મય શું કહી રહયો છે. શું એ એને પોતાની સાથે રહેવા નું કહી રહયો છે? નિયતિ એ વળતો કોઈ જવાબ નહી આપ્યો. તન્મય એ કહ્યુ થોડા દિવસ છે હજુ તારી પાસે, તુ આરામ કર પછી આપણે જોઈએ. નિયતિ એ હા કહીને ફોન મૂકી દીધો.

હવે,નિયતિ પોતાના જ વિચારોમાં ખોવાઈ ગઈ. શું કરવું શું ન કરવું એ જ વિચારતી રહી. એક તરફ એ બને એટલી તન્મય થી દૂર રહી પોતાના મનને મનાવી તન્મય પ્રત્યે ની એ લાગણી ને દૂર કરવા માંગતી હતી. ત્યાં જ બીજી બાજુ તન્મય એને પોતાની સાથે રહેવા નું કહી રહયો હતો. એક તરફ નિયતિ નું મન આ સાંભળી ઉછળી રહયું હતું.

જયારે બીજી તરફ મગજ આ વાત સાંભળી ચિંતા અનુભવી રહયું હતું. પેલું કહે છે ને રણની રેતીમાં ફસાયા બાદ તમે જેટલી બહાર આવવા ની કોશિશ કરો એટલા જ અંદર જતાં જશો. નિયતિ નુ પણ કંઇક આવું જ હતું. એને લાગ્યું કે એ કામ માં મન પરોવીને અને બને એટલી એનાથી દૂર રહી ને એ બધું ભૂલાવી દેશે. પણ આ તો ઉલટું થઈ રહયું હતું.

એના મન માં અલગ અલગ સારા ખરાબ વિચારો આવવા લાગ્યા. ઘરે શું કહેશે? એકલી કેવી રીતે રહેશે? જવું જોઈએ કે ના જવું જોઈએ? કંઇ ખોટુ તો નહી થઈ જાય ને? નહી જાવ તો પ્રોજેક્ટ પૂરો કઇ રીતે થશે? ઘણુ નૂકશાન થશે. આવા અલગ અલગ સવાલોનો ભંડોળ મનમાં ઉમટવા લાગ્યો. થોડી વાર પછી એ શાંત થઈ અને આ બધું બાજુ મા મૂકી ને એ બેડ પર સૂઈ ગઇ. આ વિચારો કરતા કયારે ઊંઘ આવી ગઇ ખબર જ ના પડી.

રાત્રે જમવા માટે એની રુમ પાર્ટનર એ એને ઉઠાડી. બંને જમવા ગયા . નિયતિ હજુ પણ વિચાર માં જ હતી. આટલું સૂતાં બાદ હવે એને રાત્રે ઉંઘ નહી આવી. એ અને એની રુમ પાર્ટનર બંને સિરીઝ જોવા બેઠા. નિયતિ ની તબિયત માં કઇ ખાસ સુધારો આવ્યો ન હતો. મોડે સુધી જાગ્યા બાદ બંને સૂઇ ગયા.

સવારના 11:00 વાગી ચૂક્યા હતા પણ હજુ બંને સૂતા જ હતા. નિયતિ એ એનો ફોન ચેક કર્યો સ્વિચ ઓફ થઇ ગયો હતો. હવે એમ પણ કોણ સવાર સવારમાં ફોન કરશે અને જોવ તો ખરી મારો ફોન બંધ આવવાથી કોન પરેશાન થાય છે? પછી મૂકી દઇશ એમ વિચારી એ સુતી જ રહી.

થોડી વાર પછી એની રુમ પાર્ટનર ના ફોન પર તન્મય નો ફોન આવ્યો. એણે કહયું હા, એ સુતી છે અને ફોન સ્વિચ ઓફ હતો. હુ એને ફોન આપુ છુ. એમ કહી એણે નિયતિ ને ઉઠાડી અને ફોન આપ્યો. નિયતિ એ ફોન કાન પર મૂકયો. સામે થી તન્મય એ કહયું બસ તારી તબિયત પૂછવા જ ફોન કર્યો હતો. ક્યારનો ફોન કરું છું તારો ફોન બંધ જ આવે છે અહીયાં પરેશાન થાવ છું હું. નિયતિ એ કહયું હમણાં સારી છે તબિયત. તન્મય એ કહ્યુ તારા અવાજ પરથી તો બિલકુલ નથી લાગતું. તુ જલદી સાજી થઈ જા તને કંઈ નહી થવું જોઈએ. તુ પોતાનું ધ્યાન રાખ. તારે સલામત રહેવાનુ છે. તન્મય એક સાથે ઘણું બધું બોલી ગયો.

નિયતિ આ સાંભળી ખુશ થઈ ગઈ. એને થયું ચલો કોઈ તો છે જે અહી મારો ખ્યાલ રાખે છે. નિયતિ એ કહયું હા, હું મારો ખ્યાલ રાખું છું. ત્યાં જ ફરી તન્મય બોલ્યો પણ તારે એકદમ સલામત રહેવાનુ છે. નિયતિ એ ફરી કહયું અરે હા, હું અહી સલામત જ છું. આ સંભળાતાં તન્મય એ રાહતનો શ્વાસ લીધો. નિયતિ પણ હસવા લાગી. તન્મય એ કહ્યુ હવે ફ્રેશ થઈ ને ફોન કરજે. નિયતિ એ સારુ એમ કહી હસ્તા હસ્તા ફોન મૂકી દીધો.

આજે એણે નકકી પણ કરવાનું હતું કે એણે શું કરવું છે. એ વિચારે છે કે જેનાથી એ દૂર રહેવા માંગે છે એ જ ચહેરો 24 કલાક નજર સામે રહેશે. આ સમયે કરવું શું?

નિયતિ વિચારમાં ડૂબી જાય છે એ વિચારે છે કે આજના જમાનામાં છોકરો છોકરી પ્રપોઝ કર્યા બાદ જો સામે થી ના આવી જાય તો એના પછી બંને એકબીજા થી દુર થવા લાગે છે. જેથી વાત આગળ ના વધે પણ અહીં તો એવું કઇ થયું જ નહી. નિયતિ એ જયારે તન્મય ને પ્રપોઝ કર્યો ત્યારે તન્મય ની એકદમ ના હતી.

તેથી નિયતિ ના મનમાં હતું કે હવે તન્મય એની પહેલા ની જેમ સંભાળ નહી રાખે. હવે એ ખાલી કામ ની જ વાતો કરશે અને પછી અલગ થઈ જશે જેથી નિયતિ વધારે એની તરફ આકર્ષાય નહિ. પણ અહીં તો એવું કઇ થયું જ નહીં. વિપરીત હજુ સારી રીતે બંને રહેવા લાગ્યા. આ બધું જોઈ નિયતિ ને પણ મનમાં કોઈ વાર ફરી આશા જાગી જતી પણ એ વાતને ફરી બહાર લાવવી એને યોગ્ય ના લાગી. અને બીજી બાજુ તન્મય નો નિયતિ પ્રત્યે નો ભરોસો પણ અહી જોવા મળે છે.

હવે નિયતિ પાસે 2 વિકલ્પ હતા. પહેલો વિકલ્પ - તન્મય સાથે 24 કલાક રહેવું. એનો રુમ એનો બેડ શેર કરવો. સાથે જમવું સાથે કામ કરવું. બીજો વિકલ્પ- પોતાના રૂમ પર જ રહેવું અને આ પ્રોજેકટ ને ભૂલી જવો.

તમારો અદ્ભભુત પ્રતિસાદ મળવા બદલ તમારો ખુબ ખુબ આભાર મને આ રીતે પ્રોતસાહિત કરતા રહો જેથી હજુ,સારી રીતે વાતાઁ રજુ કરતો રહુ. આ વાતાઁનો બાકીનો ભાગ જાણવા મારા માતૃભારતી પર follow કરો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED