લગ જા ગલે - 10 Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લગ જા ગલે - 10

બીજા દિવસની સવાર પડી. નિયતિ દરરોજ ની જેમ જ રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. તન્મય પાછળ થી છાનોમાનો આવ્યો અને નિયતિ ને ગલીપચી કરવાં લાગ્યો. નિયતિ એ કહયું, "શું કરો છો?? મને જમવાનું બનાવવા દો..."

નિયતિ જમવાનું લઇ લિવિંગ રૂમમાં આવી. ફટાફટ જમીને પોતપોતાનાં કામે લાગ્યા. આજે નિયતિ અને તન્મય નું કામ ઘણું વધારે હતું અને એમણે જલદી થી પૂરૂ કરવાનું હતું.

લોકડાઉન ના સમયમાં લોકો ઘરે જ અલગ અલગ વાનગીઓ બનાવી ને ખાતા. નિયતિ એ પણ એનો ફાયદો ઉઠાવી ઘણી બધી વસ્તુ બનાવતા શીખી લીધી.

સાંજે નિયતિ એ ચા સાથે ચીઝ સેન્ડવીચ બનાવી હતી. દર વખતની જેમ તન્મય ને ખાવા માટે પૂછ્યું તો એણે કહ્યું ,"હું ખાલી થોડું જ ચાખીશ." તેથી નિયતિ એ બે જણની જ સેન્ડવીચ તૈયાર કરી. વિવેક એ તન્મય ને એની સેન્ડવીચ માંથી થોડું ચાખવા કહયું પણ તન્મય એ ના પાડતા કહ્યું, "તું ખાય લે, હું અને નિયતિ એકમાંથી ખાય લઇશું." નિયતિ અંદરો અંદર ખુશ થતી હતી.

તન્મય ના ફોન પર એની બહેન નો વિડીયો કોલ આવે છે. પણ તન્મય નો આગળનો કેમેરો બગડેલો હોવાથી એમાં ચહેરો દેખાતો ન હતો. તેથી એ વિડીયો કોલ માટે નિયતિનો ફોન માંગે છે. નિયતિ ફોન માં પાસવર્ડ ખોલી રહી હોય છે. ત્યાં જ તન્મય બોલે છે, "ખબર નહી ફોન માં એવો તે કયો અણું બોમ્બ છુપાવીને રાખ્યો છે જે પાસવર્ડ રાખવો પડે છે. " નિયતિ એ કહયું, "તમારા ફોન માં પણ પાસવર્ડ તો છે જ ને.." તન્મય એ કહ્યુ, " હા, તો... લે , જોઇ લે પાસવર્ડ શું છે.? મારે શું?" આમ કહી તન્મય પોતાના ફોન નો પાસવર્ડ નિયતિ ને બતાવી દે છે. મોબાઇલ નો પાસવર્ડ એક એવી વસ્તુ છે જે પોતાના વ્યક્તિ સાથે પણ ભાગ્યે જ share કરતા હોઈએ છીએ. આ વસ્તુ નિયતિ સાથે share કરવું આ વાત બંને ને હજુ નજીક લાવી દે છે.

પછી નિયતિ નો ફોન લઇ એને પૂછે છે,"તારા ફોન માં મારી બેન નો નંબર છે?" નિયતિ એ કહયું, "મારા ફોન માં તમારી બેનનો નંબર કયાંથી હોવાનો?" તન્મય નિયતિ ના ફોન માં એની બહેન નો નંબર સેવ કરી દે છે. ત્યારબાદ વિડીયો કોલ કરે છે. નિયતિ રૂમમાં આવી જાય છે એની બહેન પણ હવે નિયતિ ને ઓળખવા લાગી હતી.


રાત્રે રોજની જેમ જ ફરી બંને project ના કામ પર લાગ્યા. તન્મય આ કામ સાથે બીજા પણ start up કરી રહયો હતો. એનું કામ પણ તન્મય ને હવે રહેવા લાગ્યુ હતું.

તન્મય ની પણ ઉંમર થઇ ગઇ હતી. હવે ઘરની જવાબદારી આવવાની હતી. લગ્ન ની જવાબદારી આવવાની હતી. કોઈ પણ છોકરો ઇચ્છતો હોય છે કે લગ્ન પહેલાં એ બરાબર સેટ થઇ જાય. તેથી એ બીજા કામ પણ સાથે સાથે થોડા ઘણા કર્યા કરે છે એ કામ નું પણ થોડું ટેન્શન હતું.

મોડી રાત સુધી કામ કર્યા બાદ બંને સૂવાની તૈયારી કરે છે. તન્મય નિયતિ ને કહે છે, "અરે યાર... એ બનાવને પ્લીઝ..." નિયતિ એ કહયું, "એ શું?? શરબત?" તન્મય એ હસ્તા હસ્તા કહયું, " હા... એ જ."

નિયતિ બંને માટે સરબત બનાવીને લાવે છે. ત્યારબાદ નિયતિ પડખું ફેરવીને સૂઇ જાય છે. દર વખતે તન્મય જલદી સૂઇ જાય છે પણ આજે એ આમથી તેમ પડખું ફેરવ્યા કરે છે. નિયતિ પણ જાગતી જ હતી. ઉંઘ આવવાની તૈયારી જ હતી ત્યાં જ તન્મય નિયતિ ને જગાડે છે, "નિયતિ, જાગે છે??" નિયતિ આંખ ખોલે છે. તન્મય નિયતિ ને કહે છે, "માથું ઘણું દુખે છે, દબાવી આપને." નિયતિ તન્મય તરફ પડખું ફેરવીને પૂછે છે, "બોલો, કયાં દુખે છે???" તન્મય લાડકવાયા અવાજે માથે હાથ મૂકતાં બોલે છે,"અહીંયા...." નિયતિ તન્મય તરફ થોડી નમીને એનું માથું દબાવી રહી હોય છે, નિયતિ ના લાંબા કાળા છૂટા વાળ તન્મય ના ચહેરા ને અડી રહયા હતા. થોડી વાર પછી તન્મય સૂઇ જાય છે અને નિયતિ પણ ફરી બીજી બાજુ પડખું ફેરવી સૂઇ જાય છે.

પોતાનો પ્રેમ તમે I love you કહીને જ દર્શાવી શકો. એવું જરૂરી નથી. આ રીતે કામ થી થાકયા હોવા છતાં અડધી રાતે સરબત બનાવી પીવડાવવું, માથું દબાવી આપવું, કપડાં ધોવા, આ પણ એક જાતનો પ્રેમ જ છે. જેમાં કોઈ જ સ્વાર્થ છુપાયો નથી. આપણી મમ્મી પણ આ બધું આપણા માટે કરે જ છે. એ કયારેય I love you કહીને પ્રેમ નથી દર્શાવતી પણ આપણા માટે ના નિસ્વાર્થ કામો જ એનો પ્રેમ કહી જાય છે.

નિયતિ બરાબર ઉંઘ માં જ હોય છે. ત્યાં જ તન્મય આજે ફરી હાથ નિયતિ પર મુકે છે. તન્મય ઊંઘ મા નિયતિ ને પોતાની તરફ ખેંચી રહયો હોય છે. આજે નિયતિ ફરી મૂંઝવણ માં આવી ગઈ. એણે થોડું દુર જવાનો પ્રયત્ન કર્યો અને તે સૂઈ ગઈ પણ ઊંઘમાં તે તન્મય ની એકદમ બાજુમાં કયારે આવી ગઈ, ક્યારે તન્મય એ નિયતીને બાહોમાં લીધી એ બંન્ને જણ ને ખબર ન પડી, જયારે નિયતી સવારે ઊઠી ત્યારે એને ખબર પડી કે એ રાત્રે આ રીતે સૂતી હતી, એના ચહેરા પર મુસ્કાન આવી જાય છે, કેમ ના આવે? પોતાની મનગમતી વ્યક્તિ જો સાથે હતી, પણ બીજી બાજુ એના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું હતું કે સાચે જ તન્મયને ઉંઘ માં કંઈ ખબર પડતી નથી.?

તન્મય ની જગ્યાએ બીજું કોઈ હોત તો ખબર નહી પોતાની મર્યાદા માં રહી શકતે કે નહી. પણ ખરેખર હજુ પણ તન્મય પોતાની મર્યાદા થી બહાર ના જ ગયો. જાણે એ સમયે પળવાર માટે એ મર્યાદા પુરસોતમ ના બની ગયો હોય. એવું લાગી રહ્યું હતું.

નિયતિ આના કરતા વધારે ઇચ્છતી પણ ન હતી. બસ, એ એટલું જ ઇચ્છતી હતી કે તન્મય એને એક વાર ખૂબ જ સરસ રીતે બાહોમાં લઇ લે. જેથી આટલા સમયથી ભાંગી પડેલી નિયતિ માં થોડો જીવ આવી જાય. ભગવાને એ સાંભળી લીધું અને થઇ ગયું.

પણ હજું વાર્તા પૂરી નથી થઈ. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત... હવે આગળ જતા નિયતિ અને તન્મય નું શરુ થયેલું આ પ્રેમ પ્રકરણ કયાં સુધી જાય છે .... એ હવે પછીનાં ભાગ માં જોઇશું.

તમને આ ભાગમાં શું લાગ્યું? તન્મય ઉંઘ માં આ રીતે કરી રહયો હતો? શું એને નહોતી ખબર કે આ નિયતિ છે? કે પછી એ જાણી જોઈને કરી રહયો હતો.? મને જરૂરથી જણાવો.

મને અનુસરવાનું ભૂલતા નહીં, જેથી આગળનો ભાગ આવે તો તમને જાણ થઇ જાય. તમારો અભિપ્રાય જરૂર થી આપજો. જો ગમે તો બીજા ને પણ મોકલજો.

આભાર.