lag ja gale - 7 books and stories free download online pdf in Gujarati

લગ જા ગલે - 7

નિયતિ એ ઉઠી ને તન્મય બાજુ જોયું. એ સરસ રીતે સૂતો હતો. એ જલદીથી ઉઠી ગઇ. ફટાફટ ફ્રેશ થઇ ચા બનાવવા જતી રહી. તન્મય આવે એ પહેલાં જ નિયતિ અને વિવેક ચા પીવા લાગ્યા હતાં. થોડી વાર પછી તન્મય પણ ચા નો કપ લઇ લિવિંગ રૂમ માં આવ્યો. નિયતિ તન્મય તરફ જોવા મા પણ ખચકાતી હતી.

બંને રસોડામાં જઇ રસોઇ બનાવવા લાગ્યા. ફરી રસોઇ બનાવતા બનાવતા તન્મય પલક સાથે વાત કરતો હતો. પણ નિયતિ એ એ બાજુ કઇ ખાસ ધ્યાન ન આપ્યું. તન્મય એ ફોન મૂક્યો અને નિયતિ ને કહયું,"ત્રણ રોટલી વધારે બનાવજે પલક પણ ખાવાની છે." નિયતિ એ કહયું "પહેલા કહેવું હતું રોટલી નો લોટ બંધાય ગયો છે." તન્મય એ કહ્યુ,"ફરી બીજો બાધી દે ને. સોરી, હું તને કહેવાનું ભૂલી ગયો." નિયતિ બીજો લોટ કાઢવા લાગી. "ફોન અને મળવા સુધી ઠીક હતું હવે એનું જમવાનું પણ મારે બનાવવાનું?"નિયતિ એ વિચાર્યું. એ કમને જમવાનું બનાવવા લાગી. નિયતિ એ તન્મય ને પૂછયું "હવે એ અહી આવશે જમવા?" તન્મય એ કહ્યુ,"નહી ,હું એને આપી આવીશ." નિયતિ એ કહયું,"ઠીક છે. ત્યાં સુધી હું નાહી લઇશ." તન્મય ટીફીન લઇ પલક ને આપવા ગયો.

આ વાત થી નિયતિ ને થોડું તો મન દુખ થયું જ હતું. પણ એ વાત થી પણ ખુશ હતી કે રાત ની વાત ને લઇને તન્મય એ કઇ જ કહ્યુ નહી. એ કપડા લઇ ન્હાવા જતી રહી. તન્મય થોડી વાર માં ટિફીન આપી આવી ગયો.

ઘરમાં ઘણાં દિવસ થી કચરા પોતું બાકી હતું. તન્મય એ વિચાર્યું કે નિયતિ બાથરૂમમાં છે ત્યાં સુધી ફટાફટ કચરાપોતુ કરી દઉ. એણે ફટાફટ કચરો વાળી દીધો હવે પોતું કરી રહયો હતો. એ નિયતિ ની સામે આ રીતે પોતું મારતો દેખાવા માગતો ન હતો. નિયતિ નાહીને બાથરૂમમાંથી બહાર નીકળી અને રસોડામાં ગઇ. રસોડામાં જઇને એ ચોંકી ગઈ. આખા રસોડામાં પાણી પાણી થઈ ગયું હતું. નીચે તૂટેલા માટલાં ના ટૂકડા ગમે ત્યાં પડયા હતા અને તન્મય આ બધું સાફ કરી રહયો હતો.

ખરેખર તો તન્મય એ ઉતાવળ કરવામા વધારે કામ બગાડયું. તન્મય એ નિયતિ તરફ જોતાં કહ્યુ," હું જલદી જલદી માં પોતું કરવા ગયો તો માટલું પડી ગયું." નિયતિ એ ફટાફટ આવીને તન્મય પાસે થી ઝાડુ લઇ લીધું અને કહ્યું કે," હું કરી દઉ છું તમે જઇને નાહી લો. તમને કોણે કહ્યું હતું કરવાનું, હું છું ને હુ કરી દેત." એમ કહેતા નિયતિ બધું સાફ કરવા લાગી અને તન્મય ન્હાવા જતો રહ્યો.

તન્મય નાહીને આવ્યો ત્યાં સુધી નિયતિ એ બધી સફાઇ કરી દીધી. તન્મય એ કહયું,"સોરી, તને આવું કામ પણ કરવું પડે છે. નિયતિ એ કહયું એમાં શું થઇ ગયું. ચાલ્યા કરે. જો હું મારા ઘરે હોત આ બધું જાતે જ કરતી હોત." તન્મય એ રાતને લઇને તો કોઈ વાત જ ના કરી એટલે નિયતિ ને શાંતિ થઇ.

નિયતિ ફરી આજની presentation માટે તૈયાર થઇ ગઇ. આમ કેમેરા સામે ઉભા રહી બોલવું એ નિયતિ માટે કઠીન હતું અને સામે તન્મય પણ ઉભો હોવાથી વધારે કઠીન થઈ જતું. વિડીયો માં બીજો કોઇ અવાજ ના આવે એટલા માટે બારી બારણા બંધ રાખ્યા હતા અને પંખો પણ બંધ હતો. નિયતિ એ બ્લેઝર પહેર્યું હોવાથી દશ મિનિટ માં તો એ પરસેવે રેબઝેબ થઈ જતી. નિયતિ ને આદત ના હોવાથી એ શરૂઆત માં ઘણી જ ભૂલ કરી રહી હતી, તેથી એક જ શૂટ વારંવાર લેવું પડી રહયું હતું. તન્મય પણ કંટાળી જતો. છતા પણ એમણે કોશિશ ચાલુ જ રાખી. ધીરે ધીરે નિયતિ ની speech સુધરી રહી હતી.

એક બાજુ સરસ વિડીયો ચાલી જ રહયો હતો અને બીજી બાજુ તન્મય ને વધારે ગરમી લાગવા લાગી. અમદાવાદ માં ઉનાળાની ગરમી એટલે રૂમ ની દિવાલ પણ આપણે અડકી ના શકીએ એટલી ગરમી. તન્મય બહાર ની દિવાલ નજીક ઉભો હોવાથી એને ગરમી વધારે લાગતી હતી. પંખો ચાલુ કરવાની ઇચ્છા થાય પણ વિડીયો ચાલુ હોવાથી એ શકય ન હતું.

હવે એનાથી રહેવાયું નહિ એ પોતાનું ટી શર્ટ ઉંચુ નીચું કરવા લાગ્યો જેથી થોડી હવા લાગે, જેવું તન્મય ટી શર્ટ ઉંચુ કરતો એનું પેટ દેખાતુ તેથી નિયતિ નું સીધું ધ્યાન ત્યાં ગયું અને એની લીન્ક ટૂટી ગઇ. તન્મય એ વિડિયો બંધ કર્યો અને ફરી નિયતિ ને બોલવા લાગ્યો,"હવે શું થયું? આટલો સરસ વિડીયો ચાલતો હતો?" નિયતિ એ કહયું ,"તમે પણ સીધાં રહો ને શું આમતેમ કર્યાં કરો છો, ટી શર્ટ ઉંચુ કરશો નીચું કરશો. પછી મારૂ ધ્યાન ત્યાં જવાનું જ ને." આમ કહી નિયતિ હસવા લાગી. તન્મય એ કહ્યુ," અરે યાર, પણ શું કરુ? બહું જ ગરમી લાગે છે. ઇચ્છા તો થતી હતી ટી શર્ટ જ કાઢી નાખું."નિયતિ તન્મય ને ત્યાં જ બોલતા અટકાવી તરત બોલી ,"ના, ટી શર્ટ ના કાઢતા."પછી હસ્તા હસ્તા મનમાં જ વિચાર્યું,"નહી તો મારાંથી વિડીયો શૂટ જ નહી થશે..." નિયતિ મનોમન હસવા લાગી.

થોડું જ બાકી હતું, ફટાફટ વિડીયો શૂટ કરી બંને બહાર આવ્યા. તન્મય એ કહ્યુ,"આટલી ગરમીમાં presentation ના થાય આપણે રાતના સમયે જ કરવું પડશે." નિયતિ એ કહયું,"સાચું કહયું, મારી ત્વચા તો બળી રહી હોય એવું લાગે છે." તન્મય એ નિયતિ ને સરબત બનાવવા કહ્યું બંને એ સરબત પીધું પછી થોડી શાંતિ થઇ.

બંને એ થોડો આરામ કર્યો ત્યાં જ સાંજ પડી ગઇ. રાત નું જમવાનું બનાવવા માટે બંને રસોડામાં ગયા. રસોઇ બનાવતી વખતે તન્મય એ પલક ની વાત કરી. તન્મય એ નિયતિ ને કહયું,"આપણું કામ જયારે પડી ભાંગ્યું હતું. બિલકુલ પૈસા ન હતા. ઉપરથી લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. ઘરેથી પૈસા માંગી શકાય એવું હતું નહી. ત્યારે પલકે જ મને સાથ આપ્યો છે. મારો બધો ખર્ચ એ જ ઉપાડતી. એટલા માટે હું આજે એની મદદ કરૂં છું." નિયતિ આ સાંભળી મૌન થઈ ગઈ. હવે, આગળ શું કહેવું એને ખબર નહી પડી.

આ વાત થી નિયતિ ને મનમાં એક વાત નું દુખ થયું કે એ સમયે એની પાસે પૈસા ન હોવાથી તન્મય ની મદદ ના કરી શકી.

આ વાત થી નિયતિ ને સમજાય ગયું કે ખાલી મદદ કરવાની ઇચ્છા રાખવાથી કઇ ના થાય મદદ કરવી પણ પડે. આજના જમાનામાં પૈસો પણ એટલો જ જરૂરી થઈ ગયો છે કે લોકો ગિફ્ટ માં પણ એ નથી જોતાં કે કેટલું પ્રેમ થી આપ્યું છે પણ એ જરૂર જુએ છે કે કેટલા રુપિયા નું આપ્યું છે.

પણ નિયતિ ને એ વાત ની ખુશી પણ થઇ કે ભલે પૈસા ની મદદ ના થાય પણ એના સિવાય કોઇપણ મદદ એ કરી શકે છે જે પલક ના કરી શકે. બીજી ખુશી એ થઇ કે તન્મય એ નિયતિ ને આ વાત જણાવી. તેથી એ નિયતિ ને એ લાયક તો સમજે જ છે.

નિયતિ ને પલક પ્રત્યે ઇર્ષા થતી એનું કારણ એ નહોતું કે એ ખરાબ છોકરી છે. એણે તો તન્મય ની મદદ કરી હતી. પણ નિયતિ ને મનોમન તન્મય ને ખોવાનો ડર સતાવતો રહેતો. જે કયારેક ઇર્ષ્યા ઉત્પન્ન કરી દેતો.

નિયતિ તો જાણે હવે દરરોજ રાત ની જ રાહ જોતી. બંને બેડ પર સૂવાની તૈયારી કરતાં હતાં. થોડી વાર થઇ અને તન્મય સૂઇ ગયો. નિયતિ આજે ફરી તન્મય પર હાથ મૂકી સૂઇ ગઇ. નિયતિ એ વિચાર્યું કે,"એમાં શું થઇ ગયું એમને એવું જ લાગશે કે મે ઉંઘ માં જ હાથ મૂકયો છે." થોડી વાર પછી ફરી તન્મય એ નિયતિ નો હાથ પકડી બાજુ માં મૂકી દીધો.

નિયતિ મનમાં જ બોલવા લાગી "આ તન્મય કઇ માટીનો બન્યો છે. સામે થી કોઈ છોકરી આવે છે તો પણ એને કોઈ ફરક જ નથી પડતો." નિયતિ મોઢું મચકોડીને પડખું ફેરવીને સૂઇ ગઇ.

બીજો દિવસ થઈ ગયો. આજે પણ એમણે દરરોજ ની જેમ કામ પતાવ્યું. સાંજ પડવા આવી હતી. નિયતિ ને ભૂખ લાગી હતી તો એ ભેળ બનાવી રહી હતી. નિયતિ એ તન્મય ને ભેળ માટે પૂછ્યું તો તન્મય એ ના પાડતા કહ્યું કે "મને ભેળ પસંદ નથી." તેથી નિયતિ એ પોતાની અને વિવેક માટે બે ડીશ તૈયાર કરી. નિયતિ એ વિવેક ને બોલાવ્યો ત્રણેય લિવિંગ રૂમ માં બેઠા. વિવેક એ તન્મય ને થોડી ભેળ ચાખવા માટે કહયું. તન્મય એ કહ્યુ, "તમે શરૂ કરો હું થોડું જ ખાઇશ." ટેબલ પર તો બે જ ડીશ હતી અને બે જ ચમચી હતી.

થોડી વાર પછી તન્મય એ બે માંથી એક ચમચી ઉઠાવી ને ખાવાનું શરૂ કર્યું. હવે જોવાનું એ હતું કે તન્મય આખરે કોની એઠી ચમચી ઉઠાવીને ખાઇ રહયો હતો? તમને શું લાગે છે? એ એઠી ચમચી કોની હશે? એના સૌથી નજીક ના દોસ્ત ની? કે જે એની પડખે હમેશા ઉભો રહેતો કે પછી નિયતિ ની? કે જે તન્મય પર થોડો હાથ મૂકી દેતી તો પણ તે હટાવી દેતો.

એતો હવે, પછી ના ભાગ માં જ ખબર પડશે. મને તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED