लग जा गले - 12 books and stories free download online pdf in Gujarati

લગ જા ગલે - 12

આજે નિયતિ ની આંખ છ વાગ્યા ની ખુલી જાય છે. એણે કાલે રાતે વોડકા પીધું હતું. તેથી એને થોડું અજીબ લાગી રહ્યું હતું. એ ફ્રેશ થાય છે. બહાર બાલ્કની માં થોડી વાર બેસે છે. કાલે શું થયું હતું એ યાદ કરવાની કોશિશ કરી રહી હોય છે.

ફરી એના મન અને મગજ વચ્ચે રકઝક ચાલુ થઇ જાય છે. એના મગજમાં એકસાથે ઘણા વિચારો ચાલી રહ્યા હોય છે. એ થોડી શાંત થાય છે અને વિચારવાની કોશિશ કરે છે કે એણે તન્મય સાથે કંઇ રીતે રહેવું જોઈએ.

પહેલા એ પોતાના મનની વાત સાંભળે છે. એનું મન તો એકદમ જવાળામુખી ની જેમ ભળકી રહયું હતું. એનું મન કહી રહયું હતું કે ,"કઇ રીતે તન્મય આવું કરી શકે?? શું ખામી છે મારામાં? આટલા સમયથી આટલી સરસ રીતે સાથે રહી રહયા છીએ. ઘર ચલાવી રહ્યા છીએ. મારી કોઈ વધારે કચકચ પણ નથી. તન્મય ને દરેક વાત માં મદદ પણ કરું છું. દેખાવ માં પણ વાંધો નથી. કાલે ઓછો વોડકા પીધો હતો. વધારે પી ને બધું કહી જ દેવા જોઇતું હતું. શું સમજે છે એ પોતાને? મારી લાગણીઓ સાથે રમી રહ્યો છે અને હું બસ દર વખતે એક નવી આશા લઇને એની પાછળ ફરતી રહું છું. એને કહી દેવું જોઇએ મારે કે આટલા સમયથી જયારે પણ હું રડી છું કે હસીં છુ એનુ કારણ એ જ છે. હવે નહી રહેવાય... પ્લીઝ તું માની જા. બહુ થઇ ગયું આ નાટક."

ત્યાં જ બીજી બાજુ મગજ કહી રહયું છે કે,"એને એક વાર તો તે પ્રપોઝ કર્યો છે ત્યારે ના આવી હતી તો હવે, ફરી એ જ રસ્તે શું કામ જાય છે. એવું નથી કે તન્મય ને તારા માટે લાગણી નથી. એ તો છે જ પણ તું જે રીતે વિચારે છે એ રીતે નથી. જો એવું કંઈક હોત તો એ કયારેય ભૂલથી પણ બહેન કહી ના બોલાવત. એને કોઈ લાગણી નથી મારા માટે તો હું પણ હવે કંઈ જ નહી કરૂં. આપણને કેવું લાગે જયારે આપણે કોઇને પ્રેમ ના કરતા હોય પણ, એ જોર જબરજસ્તી થી આપણને પ્રેમ કરવા કહે. એણે નથી કરવો તો નથી કરવો. જો કરવો જ હોત તો એ આટલા સમયમાં કહી જ દેત.

કિસી શાયરને ક્યા ખુબ લિખા હૈ "કોઈ અગર ઠુકરા દે તો હસકર સહ લેના, ક્યોંકી મોહબ્બત મે જબરજસ્તી નહીં હોતી".

હવે, હું કોઈ પણ મદદ એને નહી કરૂં, એક બિઝનેસ પાર્ટનર ની જેમ રહીશ, કામ પતે એટલે બને એટલી જલદી અહીં થી નીકળી જઇશ. પણ એને ભૂલવા માટે કરવું શું?"

નિયતિ મન બદલવા માટે નવા દોસ્ત બનાવવાનું નકકી કરે છે. એ હજું વિચારતી જ હોય છે. ત્યાં જ વિવેક જાગીને લિવિંગ રૂમમાં આવે છે એ નિયતિ ને ગુડ મોર્નિંગ કહે છે. નિયતિ પણ સામે જવાબ આપે છે. વિવેક દૂધ અને શાકભાજી લેવા માટે નીચે જાય છે. નિયતિ ફરી રૂમમાં આવે છે અને તન્મય ને જુએ છે. એ સમજી જ નથી શકતી કે તન્મય શું ઇચ્છે છે? આવું કેમ કરી રહયો છે? આટલા સમય માં તો ઘણાં લોકોના મન પીગળી જાય. તન્મય ને તો કંઇ જ ના થયું. શું એના દિલ માં કોઈ બીજા માટે લાગણી તો નથી ને? કે પછી ખુદ ને આપેલું કોઇ વચન છે જે એને રોકી રહયું છે?

ત્યાં જ વિવેક આવી જાય છે. નિયતિનો વિચાર ભંગ થાય છે. નિયતિ ચા બનાવવા રસોડામાં ચાલી જાય છે. નિયતિ વિવેક અને પોતાના માટે ચા લઇ લિવિંગ રૂમમાં આવી જાય છે. વિવેક બિસ્કીટ લઇ આવે છે. બંને ચા પી રહ્યા હોય છે અને અલક મલક ની વાતો કરી રહયા હોય છે. આમ વાત કરવા થી નિયતિ નું મન થોડું હલકું લાગે છે. બંને હસી મજાક કરતા હોય છે. ત્યાં જ તન્મય જાગી જાય છે. એ ચા લઈને લિવિંગ રૂમમાં આવે છે. ત્રણેય હસી મજાક કરવા લાગે છે. આખું વાતાવરણ એક તનાવમાથી ફરી ખુશનુમા થઇ જાય છે.

વિવેક કહી રહયો છે,"હું તો કોરોના નહી હતો તો પણ ઘરે જ રહેતો અને છે તો પણ ઘરે જ છું. આપણને કોઈ જ ફરક નથી પડ્યો. હમ જૈસે થે વૈસે હી હૈ.... પણ મેં ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવ્યું છે. ત્યાં હું મેમે બનાવીને મારી ક્રિએટીવિટી બતાવું છું. આ જુઓ તો ખરા..." વિવેક તન્મય ને ફોન માં બતાવે છે. "એકાઉન્ટ બનાવ્યું અને હજુ 40 follower પણ લાઇક તો જો.500.. 700... ફોરેન વાળા ને મારા પોસ્ટ બો ગમે છે. સવારે ઉઠીને ઇન્સ્ટા ચાલુ કરૂં તો આમ લાઇકનો જાણે ઢગલો હોય.... મસ્ત ફિલિંગ આવે. જો હમણાં જ એક પોસ્ટ મુકી છે, 3 ની લાઇક આવી અને એ ત્રણ છે તું નિયતિ અને હું.." તન્મય એ કહ્યુ, "તારા જ પોસ્ટ પર તું શું કામ લાઇક કરે?" વિવેક એ કહ્યુ, "એમાંથી થોડું કરું છું, મારા નામનું એકાઉન્ટ છે ને એનાથી કરૂં. કરવું તો પડે ને યાર.. મને પણ પોસ્ટ ગમે છે તો. મારા એકાઉન્ટ માં ભલે લાઇક ના હોય પણ આ એકાઉન્ટ માં તો છે.." આમ કહેતા ત્રણેય હસવા લાગે છે.

તન્મય ફટાફટ ન્હાવા જાય છે. નિયતિ જમવાનું બનાવવા રસોડામાં જાય છે. તન્મય નાહી ને આવે છે ત્યાં સુધી નિયતિ જમવાનું બનાવી દે છે. ત્રણેય જમવા બેસે છે. જમીને તન્મય બહાર જવા માટે તૈયાર થઇ જાય છે. બધા માસ્ક ધોવાના જ હોવાથી તન્મય રૂમાલ બાંધે છે. લોકડાઉન માં વાળ એટલા લાંબા થઇ ગયા હોય છે કે રૂમાલ સરખો બંધાતો નથી. એ નિયતિ ને બૂમ મારે છે. એને રૂમાલ બાંધી આપવાનું કહે છે. નિયતિ તન્મય ને રૂમાલ બાંધી આપે છે. પછી તન્મય સાંજે આવીશ એમ કહી ચાલ્યો જાય છે.

નિયતિ પોતાનું મન બહેલાવા માટે વિવેક ના રૂમમાં બેસે છે. બંને સાથે ટીવી જોવા લાગે છે. નિયતિ એમના બીજા મિત્રો સાથે વાત કરવાનું વધારી દે છે.

ઘરમાં વિવેક તો હતો જ જેની સાથે એ ફ્રી હોય ત્યારે બેસતી. વિવેક ને પણ નિયતિ ના વર્તન પરથી થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો હતો. વિવેક એ તન્મય ને આ વિશે કહેવાનું વિચાર્યું પણ નિયતિ એ એને આ વાત ફરી બહાર લાવવાની ના પાડી.

એના સિવાય એના બીજા બે ત્રણ ફ્રેન્ડ હતાં જેની સાથે એ કલાક સુધી વાત કરતી. પોતાની ફેમીલી સાથે પણ ઘણી વાતો કરતી. નિયતિ ને લોકો સાથે વાત કરવાનું ખૂબ જ ઓછું ગમતું. પણ મનને બીજી જગ્યાએ વાળવા માટે કંઇક તો કરવું જ પડે.

આમ એણે ઘણા દિવસ સુધી ચલાવ્યું. હવે એ સવારે વહેલી ઉઠતી અને રાત્રે મોડી રૂમમાં સૂવા માટે જતી. ત્યાં સુધી લિવિંગ રૂમમાં જ બેસી પોતાનું કામ કરતી.

એક વાર રાત ના સમયે એ બહાર જ બેઠી હતી. તન્મય વિચારે છે કે આજકલ નિયતિ કેમ રાત્રે મોડે સુધી બહાર હોય છે? એ ક્યારનો નિયતિ ની રાહ જોઈ રહયો હોય છે પણ એ હજું પણ લિવિંગ રૂમમાં જ બેઠી હોય છે. બાર વાગે નિયતિ રૂમમાં જાય છે. તન્મય હજુ પણ જાગતો જ હતો. તન્મય ને માથાના પાછળના ભાગમાં દુખી રહયું હતું તો એ રાહ જોઇને બેઠો હતો કે કયારે નિયતિ આવે અને કયારે માથું દબાવી આપે. નિયતિ બેડ પર સૂવા જાય છે ત્યાં જ ફટાફટ તન્મય એની તરફ ઉલટો થઈ સૂઇ જાય છે અને નિયતિ ને કહે છે કે, "મને અહીં દબાવી આપને દુઃખે છે." નિયતિ મનમાં જ હસવા લાગે છે.

નિયતિ તન્મય ને આંગળીઓ થી મસાજ કરી આપે છે અને મનમાં જ વિચારે છે. "હું ના હોત તો તમારું શું થાત? પણ એ તમને હમણાં ખબર નહી પડે જયારે હું નહી હોઇશ અને તમને માથું દુખશે અને દબાવવા વાળુ કોઈ નહી હોય ત્યારે ખબર પડશે. જયારે તમે સવારે ઉઠશો અને ચા બનાવવા વાળુ કોઈ નહી હોય ત્યારે ખબર પડશે, ભૂખ લાગશે અને ખાવાનું બનાવવા વાળુ કોઈ નહી હોય ત્યારે ખબર પડશે, એકલા બેઠા હસો અને હાલચાલ પૂછવા વાળુ કોઈ નહી હોય ત્યારે ખબર પડશે," ત્યાં જ અચાનક તન્મય પડખું ફેરવી દે છે અને નિયતિ પોતાના વિચારો માંથી બહાર આવી જાય છે. સવારે વહેલા જવાનું છે, આઠ વાગે ઉઠાડજે એમ કહી તન્મય સૂઇ જાય છે. નિયતિ પણ સૂઇ જાય છે.

નિયતિ એ બીજા દોસ્ત બનાવ્યા તો છે. હવે એમાંથી કોઇ નિયતિ નું દિલ જીતી શકે છે કે નહી એ પછીના ભાગમાં જોઇશું.

આ ભાગમાં તમને સૌથી વધારે શું ગમ્યું એ કહેવાનું ભૂલતા નહીં.

આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED