લગ જા ગલે - 3 Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ જા ગલે - 3

નિયતિ એ પહેલાં ની જેમ જ મગજથી કામ લીધું. એ વિચારવા લાગી કે,"હમણાં લોકડાઉન ના સમયમાં બધા એકબીજા ની સાથે રહેવા નું તો દૂર મળી પણ નથી શકતા અને એવા સમયમાં તને તન્મય સાથે રહેવાનો મોકો મળી રહયો છે.

લોકો પોતાના crush ને જોવા માટે પણ તરસતા હોય છે. જયારે તને એની સાથે 24 કલાક સાથે રહેવાનો મોકો મળી રહયો છે. આનાથી વધારે સારું નસીબ તો હમણાં શું હોઇ શકે? તું જા તન્મય પાસે એની સાથે રહે.

તે તન્મય સાથે જે સપના જોયા હતા એ સપના ને હકીકત માં માણવાનો અવસર મળ્યો છે. ભલે થોડા દિવસ માટે પણ તું એની સાથે ત્યાં રહેશે તો ખરી. શું ખબર ત્યાં સાથે રહયા બાદ તન્મય નું મન પણ બદલાય જાય." આ રીતે નિયતિ પોતાની સાથે જ વાતો કરતી હતી.

ઘણું વિચાર્યા બાદ નિયતિ એ તન્મય સાથે રોકાવાનું નક્કી કર્યું. એના મનમાં તો જાણે લડ્ડુ ફૂટવા લાગ્યા. એને જોરથી ચિલ્લાઈ ને પોતાની ખુશી વ્યક્ત કરવાની ઇચ્છા થતી પણ અહી એ શક્ય હતું નહી. એનું મન તો એમ પણ પહેલા થી આ જ ઇચ્છતું હતું પણ થોડું મગજ થી પણ કામ લેવું પડે. નિયતિ ની તબિયત પણ થોડી સુધરી હતી.

એણે તન્મય ને ફોન કર્યો અને જણાવ્યું કે એ ત્યાં આવવા માટે તૈયાર છે પણ "લોકડાઉન માં જવું કઇ રીતે? તમે કંઈ ઉપાય શોધો." નિયતિ એ તન્મય ને કહયું. તન્મય એ કહ્યુ,"હું એકલો તો નહી નિકળી શકું કેમ કે જો નિકળીશ તો પોલીસ ના ડંડા પડશે તો હું પલક ને કહું છું એ ડોક્ટર છે અને એનું એક પેસન્ટ તારા એરિયા માં પણ છે તો એ તને સાથે લઈ આવશે." નિયતિ એ હા પાડી. એણે ફોન કટ કર્યો. હવે એ તન્મય સાથે રહેવાના સપના જોવા લાગી હતી. આજે એણે બધી પેકિંગ કરી દીધી. કાલે એણે તન્મય ના ઘરે જવાનું હતું.


બીજા દિવસે બપોરે એણે પલક ને ફોન કર્યો. પલક અને તન્મય સારા દોસ્ત હતા. નિયતિ એ પલક ને ફોન તો કર્યો પણ એણે ઉઠાવ્યો નહિ. એણે પલક ના ફોન ની ઘણી રાહ જોઇ પણ એનો ફોન ના આવ્યો. હવે નિયતિ ને ટેન્શન હતું કે એ તન્મય ના ઘરે જઇ શકશે કે નહીં. નિયતિ એ તન્મય ને ફોન કર્યો. તન્મય એ કહ્યુ કે,"એમની સોસાયટીમાં બહાર થી કોઈ ને પણ અંદર આવવા નથી દેતા. જો તુ આવશે તો તને પણ નહી આવવા દે. તુ એક કામ કર, આજે ત્યાં જ રહે કાલે જોઇશું શું થાય છે?નહિ તો તારે પોતાના રુમ પરથી જ વિડીઓ બનાવી મને મોકલવા પડશે." આ સાંભળી નિયતિ એ જોયેલા સપના માં જાણે તિરાડ પડી ગઇ. એણે દુખી અવાજે હા કહી ફોન મૂકી દીધો.

કેટલીક વાર કુદરત આપણી પાસે શું કરાવવા ઇચ્છે છે એ ખબર જ નથી પડતી. જયારે નિયતિ તન્મય ના ઘરે જવા ઇચ્છતી ન હતી ત્યારે સંજોગો એવા બન્યા કે ત્યાં જવું જ પડે એમ થઈ ગયું હતું. હવે જયારે નિયતિ ત્યાં જવા માટે એકદમ તૈયાર થઈ ગઈ ત્યારે સંજોગો એવા થઈ ગયા કે ત્યાં જઇ શકાય એમ જ નથી. આજે નિયતિ ખૂબ જ ઉદાસ હતી. એને જમવાનું પણ ના ભાવ્યુ. એને પોતાના રૂમ નો એક વિડીયો બનાવી ને તન્મય ને મોકલવાનો હતો જેથી તન્મય નક્કી કરી શકે કે નિયતિ પોતાના રુમ માં presentation આપી શકશે કે નહીં.

નિયતિ વિડીયો લઇ રહી હતી પણ અંદર થી તો એ જ અવાજ આવતો હતો કે મારે તન્મય ના ઘરે જવું છે. નિયતિ એ તન્મય ને વિડીયો મોકલ્યો. તન્મય એ વિડિયો જોયો અને કહ્યું. ત્યાં નહી થાય તારે અહી જ આવવું પડશે. આ જવાબ વાંચી નિયતિ ના મુખ પર થોડું સ્મિત આવી ગયું. છતાં પણ સવાલ તો હજુ એ જ હતો કે એમની સોસાયટીમાં જવું કઇ રીતે?

માણસ મુશ્કેલીમાં હોય ત્યારે તેને ભગવાન જ યાદ આવે, બસ નિયતિ પણ ભગવાન ના શરણે ગઈ, હમણાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હતી તેથી નિયતિ જેમના ઘરે ભાડે રહેતી ત્યાં દરરોજ આરતી થતી એ પણ ત્યાં આરતી ઉતારવા માટે જતી. પણ આજે એ ખૂબ જ મોટી ઉમ્મીદ લઇને મા ની આરતી ઉતારી રહી હતી. એ રાત્રે પણ એણે પોતાના ફોન માં ગણેશ અને શિવ ની જ આરતીઓ સાંભળી. બીજા દિવસે રામ નવમી હતી. નિયતિ ને અંદર થી અવાજ આવતો હતો કે બધું બરાબર થઈ જશે. અને એ પહેલાં થી જ માનતી આવી છે કે જે થાય એ સારા માટે જ થાય. આ સમયે પણ એણે એવું જ માન્યું.

બીજા દિવસે સવારે ઉઠતા જ તન્મય નો ફોન આવ્યો અને એણે કહ્યું,"કે આજે તને આવવા દેશે મે વોચમેન સાથે વાત કરી લીધી છે." આ સાંભળી નિયતિ ખુશીથી પાગલ થઈ ગઈ. એણે ફોન કટ કર્યો. એ શાંત થઈ અને પોતાની સાથે જ વાત કરવા લાગી. "શાંત નિયતિ શાંત હજુ સવાર પડી છે, તારે સાંજે જવાનું છે ત્યાં સુધી કંઈ જ કહી ના શકાય, કંઇ પણ થઇ શકે છે." તો પણ આ વખતે એને દિલ થી થતું હતું કે તન્મય ના ઘરે જરૂર પહોચશે.

નિયતિ એ બપોર પછી પલક ને ફોન કર્યો. પલક એ આ વખતે ફોન ઉપાડ્યો અને એણે કીધું કે, "હું સાંજે સાત વાગ્યા ની આજુબાજુ ફ્રી થઇશ પછી હુ તને લેવા આવીશ." હવે નિયતિ સાત વાગવા ની રાહ જોઈ રહી હતી. એ ત્યાં કેવી રીતે વ્યવહાર કરશે. કેવા કપડા પહેરીશ? શું નહી પહેરું? આ બધું વિચાર્યા કરતી. તમને થતું હશે કે કપડાં માં આટલું શું વિચારવાનું? જે હોય એ લઇને ચાલ્યા કરવાનું. પણ છોકરીઓ નુ એવું નથી હોતું એને તો ગમે ત્યાં જવું હોય અને આટલા બધા કપડા હોય છતાં પણ કહશે આજે શું પહેરું? કઇ સારું છે જ નહી. છોકરીઓ આ વાત ને સારી રીતે સમજી શકશે અને છોકરાઓ એમની ગર્લફ્રેન્ડ ને કપડાં ની ખરીદી માટે લઇ જતા હશે તો તેઓ સારી રીતે સમજી શકશે કે એમનાં કપડા લેવા માં પણ ઘણા નખરા હોય છે. આપણે તો શું બસ સારા પેન્ટ શર્ટ નાખ્યા અને નાઇટ માટે એક બોકસર નાખ્યું કામ પત્યું.

નિયતિ એ બધો સામાન ફરી જોઇ લીધો કંઈ રહી તો નથી ગયું ને? સાંજના સાત વાગ્યા. નિયતિ એ સામે થી પલક ને ફોન કરી દીધો. પલક એ કહયું કે એ પંદર મિનિટ માં સોસાયટીની બહાર આવશે. નિયતિ બહાર નિકળવા માટે બરાબર તૈયાર થઈ ગઈ. એણે સફેદ રંગ નો એપ્રોન પહેરી લીધો જેથી લોકો ને લાગે મેડીકલ સ્ટાફ છે, તો વધારે કોઈ પ્રોબ્લેમ ના થાય. નિયતિ પોતાના ઘર થી સોસાયટીની બહાર બેગ લઈ ને ચાલવા લાગી. એમની બાજુમાં રહેતા ભાઇએ એને બૂમ પાડી અને કહ્યું કે, "તને પોલીસ પકડશે." નિયતિ એ વળતો જવાબ આપ્યો,"નહિ પકડશે, હું ડોક્ટર સાથે જાવ છું." એમ કહી એ આગળને આગળ ચાલવા લાગી. એના પગ જાણે કહી રહયા હતા કે, હવે તન્મય નું ઘર ના આવે ત્યાં સુધી મારે ચાલ્યા જ કરવું છે.

સોસાયટી ની બહાર પલકની કાર ઉભી હતી. એણે પાછળની ડીકી માં સામાન મૂકવા માટે ઇશારો કર્યો. નિયતિ એ પોતાનો સામાન ડીકી માં મૂકી દીધો અને આગળની સીટ પર બેસી ગઇ. પલક એ નિયતિ ને પૂછયું,"કેવું લાગે છે તને?" નિયતિ એ કહયું,"ઘણું જ સારું લાગે છે. ઘણા સમય પછી બહાર નીકળી છું, આજુબાજુ બધું વેરાન જ દેખાય છે." પલક એ કહયું," હા, એ તો છે. મારે તો દરરોજ વિઝિટ માટે બહાર નિકળવાનું જ હોય એટલે મારા માટે તો આ રોજનું છે." પછી ગોવા બીચ અને મુંબઈ કલબની વાતો કરવા લાગ્યા.

પલક નિયતિ સાથે સારી રીતે જ વાત કરતી અને નિયતિ પણ પલક ને માન આપતી. છતાં પણ છોકરીઓમાં તો ઇર્ષ્યા કરવું એમનાં સ્વભાવ માં જ હોય છે અને જયારે પોતાની ગમતી વ્યક્તિ સાથે કોઈ બીજી છોકરી હોય ત્યારે છોકરીઓ નો ચહેરો જોવા જેવો હોય છે. એવું નથી કે બધી છોકરી એવું જ કરે છે. કેટલીક છોકરીઓ ને આવા સમયે કેવી રીતે રહેવું એ આવડે છે. તેથી એ સંબધ ને સાચવી લે છે. આ બંને પણ એમાંની જ હતી.

રસ્તામાં એક પોલીસે કાર થોભાવી પણ ડોક્ટર છે એમ કહયું એટલે જવા દીધા. હવે, તન્મય નું ઘર આવવામાં ખાલી પાંચ મિનિટ બાકી હતી. પલક એ નિયતિ ને કહયું,"કે તન્મય ને ફોન કરીને કહે કે આપણે પહોંચવાના જ છીએ નીચે સોસાયટીની બહાર આવી જાય." નિયતિ તન્મય ને ફોન કરીને કહે છે કે,"અમે પહોંચી જ જવાના." તન્મય એ કહ્યુ,"હા, હું નીચે જ ઊભો છું."

હવે, ત્યાં પ્હોચયા બાદ શું થયું એ પછીના ભાગમાં જોઇશું.
મને અનુસરવાનું ભૂલતા નહીં. તમારો એક એક અભિપ્રાય મારા માટે ઘણો કિંમતી છે. તો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. ગમે તો બીજા ને પણ મોકલજો.
આભાર.