લગ જા ગલે - 9 Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લગ જા ગલે - 9

મને ખબર છે તમે રાહ જોઇ રહ્યા છો કે આખરે નિયતિ એ શું કર્યુ? તો ચાલો, જોઇએ.

જો કોઇ મમ્મી આ વાર્તા વાંચી રહી હશે તો એ જરૂર ખુશ થશે, કેમ કે નિયતિ એ તન્મય ની મમ્મી નો ભરોસો ના તોડયો. ભલે તન્મય એમને એમ એની સાથે સૂતો રહયો પણ નિયતિ એ એને હાથ પણ ના લગાડયો.

હવે, તમે લોકો તમારા મનપસંદ વ્યક્તિ સાથે આ રીતે હોત અને તમે શું કર્યુ હોત એ તમે જાણો. પણ નિયતિ એ તો આ જ કર્યું.

બીજા દિવસની સવાર થઇ. બધા પોતપોતાના કામે લાગ્યા હતાં. તન્મય નોર્મલ જ વ્યવહાર કરતો હતો. એને કાલ રાતની જાણે કઇ ખબર જ ના હતી. લોકડાઉન ને કારણે કોઇ કામવાળા આવતા ન હતાં તો બધું કામ જાતે જ કરવું પડતું હતું. નિયતિ જમ્યા બાદ કપડાં ધોવા બેઠી. બાજુ માં તન્મય ના કપડાં પણ પડયાં હતાં. તન્મય એ એને પોતાના કપડાં ધોવાની ઘણી જ ના પાડી. છતાં પણ નિયતિ એ ધોઇ જ દીધા.

નિયતિ બાલ્કની માં કપડાં સૂકવી રહી હતી. તન્મય લિવિંગ રૂમમાં બેસી ન્યુઝ જોઇ રહ્યો હતો. ન્યુઝ માં નરેન્દ્ર મોદી એ લોકડાઉન લંબાવવાનુ કહયું.

નિયતિ પંદર દિવસ માટે જ છે એમ માની ને આવી હતી અને આ તો લોકડાઉન વધતું જ જતું હતું. જયાં સુધી લોકડાઉન ના ખૂલે ત્યાં સુધી કયાંય જવાય એવું ન હતું. આ ન્યુઝ થી બધાને ઘણું દુખ થયું હતું. ખૂબ જ ઓછા લોકો હતાં જેને લોકડાઉન લંબાવવાની ખુશી હતી. નિયતિ એમાંની જ એક હતી. અને કેમ ના થાય? પોતાના મનપસંદ વ્યક્તિ સાથે આ રીતે હજુ વધારે સમય વિતાવવાનો મોકો મળ્યો હતો.

લોકડાઉન ના સમયમાં રામાયણ ઘણું જ ચાલી રહ્યું હતું. એ પણ દરરોજ જોતી. રામ નવમી ના દિવસે નિયતિ એ આ ઘરમાં પગ મૂક્યો હતો. ત્યારથી એની રામ પ્રત્યે ની શ્રધ્ધા હજુ વધી ગઇ હતી. આજે લોકડાઉન લંબાયુ એ સાંભળી ને પણ એણે સૌથી પહેલાં શ્રી રામ નો જ આભાર માન્યો.

એવું કહેવાય છે કે,"જયારે તમે મુશ્કેલીમાં હોવ ને ત્યારે બધું ભગવાન પર છોડી દો. એ જે કરશે એ તમારા ભલા માટે જ હશે." નિયતિ એ પણ બધું ભગવાન પર છોડી દીધું , તન્મય પ્રત્યે કોઈ આશા રાખવાનું પણ છોડી દીધું અને મોજ થી રહેવા લાગી.

આજે સાંજે ખાલી સ્ક્રીપ્ટ તૈયાર કરવાની હતી. શૂટીંગ ન હતું. તેથી બંને લિવિંગ રૂમમાં બેઠા હતા. તન્મય ન્યુઝ જોઇ રહ્યો હતો. નિયતિ રૂમમાંથી હેર ઓઇલ લઇને આવી અને પોતાના વાળ માં માલીશ કરવા લાગી. આ જોઇ તન્મય એ કહ્યુ, "મને પણ કરી આપને." અરે વાહ, નિયતિ તો આ સાંભળી ખુશ થઈ ગઈ.

તન્મય માટે એ નવરત્ન તેલ લઇને આવી. તન્મય ખુરશી માં બેઠો હતો અને નિયતિ ઉભી ઉભી તેલ થી માલિશ કરી રહી હતી. નિયતિ એ પોતાના જીવનમાં કયારેય કોઇ ના માથે માલિશ નહોતું કર્યું. તન્મય પહેલો હતો જેને માથે એ તેલ માલીશ કરી રહી હતી. નિયતિ નો બધો પ્રેમ આ તેલ દ્વારા તન્મય ના વાળમાં સમાય રહયો હતો.

આજે રાત્રે કામ પૂરું કરતા એક વાગી ગયો. બંને બેડ પર હતા. નિયતિ એ તન્મય ને કહયું, "ફરી ભૂખ લાગી કઇ ખાવાનું છે?" તન્મય એ કહ્યુ, "મેગી હશે." નિયતિ એ પૂછ્યું, "હું બનાવું?" તન્મય એ કહ્યુ, "હા, બનાવને એમાં પૂછવાનું શું હોય? તારૂં જ ઘર છે રાણી બની ને રહે." નિયતિ ખુશ થઈ મેગી બનાવવા ગઇ. જતાં જતાં એણે તન્મય ને પૂછયું, "તમે ખાશો?" તન્મય એ ના પાડી.

નિયતિ એક ડીશમાં મેગી લઇને આવી અને ખાવા લાગી. એને ખબર હતી કે તન્મય પણ ખાશે જ. બંને એક જ ડીશમાં એક જ ચમચી થી ખાતા હતા.

ત્યારબાદ બંને સૂઇ ગયા. નિયતિ પણ સીધી સૂઇ ગઇ. આજે ના તો નિયતિ એ તન્મય પર હાથ મૂકયો હતો. ના તો તન્મય એ નિયતિ પર મૂકયો હતો. પણ જયારે બંને ભર ઉંઘ માં હતા ત્યારે તન્મય ના ડાબા હાથની અને નિયતિ ના જમણા હાથ ની હથેળી એકસાથે હતી અને બંને હાથ ની આંગળી ઓ એકબીજા સાથે પરોવાયેલી હતી.એવું લાગતું હતું કે, જાણે બંને ઉંઘ માં પણ એકબીજા ને જીવન ભર સાથ આપવાનું કહી રહયા હોય.

આજના ભાગ થી તમને શું લાગે છે? તન્મય ને શું નિયતિ પ્રત્યે વધારે લાગણી ઉદભવશે? શું આ જ બંને નો પ્રેમ છે?

હવે આગળ ખબર પડશે કે આ બંન્ને વ્યવહારીક સાથીઓ શું અંગત જીવનમાં એકબીજા ના સાથી બની શકશે? એના માટે પછી નો ભાગ જોવાનું ભૂલતા નહિ. ગમે તો કોમેન્ટ કરજો અને બીજાને પણ મોકલજો.

આભાર.