લગ જા ગલે Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ જા ગલે

આ વાર્તા છે એક છોકરી ની. એક એવી છોકરી કે જેની સાથે જે થયું એ એક સપના થી કંઇક ઓછું નહિ હતું. વાત છે આ નિયતિ ની.

એક નાનકડા ગામ માંથી આવતી નિયતિ અમદાવાદમાં પોતાની કારકિર્દી બનાવવા માટે આવી હતી. તેને એક કંપનીમાં કામ પણ મળી ગયું હતું. કહેવાય ને કે ગામડાના લોકો જયારે શહેરમાં રહેવા આવે તો એમને શહેર ની રહેણીકરણી જોઇને થોડી નવાઈ લાગે. બસ આવુ જ કઇક લાગ્યું નિયતિ ને પણ. પણ પછી ધીરે ધીરે શહેરી વર્ગ ને એ અપનાવા લાગી.

નિયતિ જે કંપનીમાં કામ કરતી હતી એ જ કંપનીમાં તન્મય શાહ નામનો એક યુવાન પણ કામ કરતો હતો. પણ એ સિનિયર પોસ્ટ પર હતો. જયારે નિયતિ માટે તો આ હજુ એક શરુઆત જ હતી અને નિયતિ એ તન્મય ના નીચે જ ખાસ કામ કરવાનું હતું.

તન્મય એક ખુશમિજાજી છોકરો હતો .કોઈ પણ વ્યક્તિ ની મદદ કરવા માં એ કયારેય પાછો ના પડતો અને પોતાને કોઈ દુખ હશે તો કોઈ ને એની ભનક પણ ના લાગવા દેતો.

નિયતિ ને કામમાં કોઈ પણ મદદ જોઇતી એ સીધી તન્મય ને ફોન કરતી. તન્મય હમેશા નિયતિ ને કામમાં મદદ કરતો. આ રીતે એમણે ઘણા વર્ષ સુધી સાથે કામ કર્યું.

અચાનક આટલાં વર્ષો પછી આજે આ કંપની બંધ થવાના આરે આવી હતી. કંપનીમાં કામ કરતા હર એક લોકો બીજી કોઈ જગ્યાએ કામ શોધી રહયા હતા. કેટલાક લોકો હોય છે એવા જે મુસીબત માં તરત રસ્તો બદલી લેતા હોય છે. પણ તન્મય અને નિયતિ એવા નહિ હતાં. એ બંને હજુ પણ એમના બોસ ની મદદ કરવા માગતા હતા અને હજુ પણ પૂરી નિષ્ઠા થી કામ કરતા હતા પણ પેલી પંક્તિ છે ને કે "ન જાણે જાનકી નાથ કાલે શું થવાનું છે. " બસ આ કંપની બંધ થવાની જ હતી કેમ કે એમનાં બોસ હારી ગયા હતા. હવે કંઈ પણ થઇ શકે એવું હતું નહિ.

એક દિવસ તન્મયે નિયતિ ને મળવા બોલાવી. બંને ગાંઠિયા રથ પાસે ચા પી રહ્યા હતા. તન્મય અને નિયતિ ઘણાં સમયથી સાથે કામ કરતા હતા. નિયતિ હંમેશા તન્મય ને માન આપતી અને તન્મય નો સ્વભાવ તો લોકો ની મદદ કરવા નો હતો જ. તેથી તન્મયે નિયતિ ને સાથે રાખવાનું વિચાર્યું.

બંને ચા પીવા ના બહાને ગાંઠિયા રથ પાસે મળીયા તો ખરા પણ બંને ના મન માં એ જ ગડમથલ ચાલતી હતી કે પહેલા વાત શરુ કોણ કરે. ત્યાં જ તન્મયે આ પહેલ કરી અને એણે કહ્યું કે "હવે આ કંપનીમાં કઇ રહયું નથી. આપણે ગમે તેટલી ઈમાનદારી થી મહેનત કરીશું તો પણ એટલું વળતર મળશે નહીં.

નિયતિ તન્મય તરફ સવાલભરી નજરે જોઈ રહી હતી. (ખરેખર, માણસે અમુક સંજોગો માં કેટલાક સાચા નિર્ણય લેવા જોઈએ અને તે ઘડી હમણાં તન્મય અને નિયતિ ની હતી. )

તન્મયે નિયતિ ને કહયું કે આપણે બંને કંઈક નવું કામ શરૂ કરીએ. એક નવી કંપની આપણી પોતાની કંપની. નિયતિ એ તન્મય ને પૂછયું પણ શેની કંપની? આપણે કરીશું શુ? આપણી પાસે વધારે પૈસા પણ નથી કે કોઈ મોટો ધંધો ચાલુ કરી શકાય. તન્મય એ કહ્યુ વધારે પૈસા ની જરૂર નથી. તારી પાસે માર્કેટીંગ અને સેલિંગ નુ નોલેજ છે અને મારી પાસે I T નું. આપણે ઓનલાઈન બિઝનેસ કરી શકીએ છીએ. નિયતિ ને હજુ પણ કોઇ વાત ગળે નહોતી ઉતરી રહી. એણે પૂછ્યું તમે કહેવા શું માંગો છો? તન્મય એ ફરી મોટા અવાજે કહ્યું કે હુ એમ કહુ છુ કે આપણી ખુદ ની કંપની હશે. તું મારી સાથે બિઝનેસ પાર્ટનર બની શકે છે. જો પાર્ટનર નહિ બનવું હોય તો હું તને જોબ પર રાખી લઇશ. આ સંભળાતાં જ નિયતિ એ તરત હા પાડી અને કહ્યું કે જોબ પર શું કામ? હુ તો બિઝનેસ પાર્ટનર બનીશ. નિયતિ એ હસ્તાં હસ્તા જવાબ આપ્યો.

કાળા માંથાનો માનવી ધારે એ કરી શકે. બંને ની મહેનત અને આવડત રંગ લાવી. એમની કંપની ઘણી સારી ચાલવા લાગી. જો નિયતિ ને કંઈ જરૂર હોય તો એ તન્મય ની સાથે વાત કરતી અને તન્મય ને કંઈ જરૂર હોય તો એ નિયતિ ની સાથે વાત કરતો. બંને એકબીજા નો સારી રીતે ખ્યાલ રાખતા હતા. આમને આમ જોતજોતામાં એક વરસ થઈ ગયું.

ધીરે ધીરે નિયતિ ને તન્મય તરફ આકર્ષણ થવા લાગ્યું અને કેમ ના થાય? બંને સાથે જ કામ કરતા હતા . તન્મય હમેશા નિયતિ ની મદદ કરતો હંમેશા એનું ખ્યાલ રાખતો તેથી નિયતિ એના તરફ આકર્ષવા લાગી હતી.

એમનુ કામ ઘણું સારું ચાલી રહ્યું હતું. ત્યાં જ એક દિવસ નિયતિ ને થયું કે હું કયાં સુધી મારી લાગણી ને આ રીતે છુપાવી રાખીશ. આમ વિચારી એણે તન્મય ને પોતાની મનની વાત જણાવવાનો નિર્ણય કર્યો. એક મોટી બિઝનેસ મિટીંગ હતી નિયતિ આ મિટીંગ પુરી કર્યા બાદ તન્મય ને જણાવવા ની હતી પણ એને હિંમત ના થઇ. બંને છુટા પડ્યા અને પોતાના ઘરે ગયા. રાત્રે સુતી વખતે નિયતિ એ તન્મય ને propose કરતો એક લાંબો મેસેજ મોકલ્યો.

તમને શું લાગે છે તન્મય નો જવાબ શું હશે? તન્મય નો ફરી મેસેજ આવ્યો અને એમા લખ્યું હતું ના, આ શક્ય નથી. નિયતિ ની આંખ માંથી આંસુ ની ધારા વહેવાની શરુ થઇ ગઇ. નિયતિ એ એનું કારણ પૂછ્યું તો તન્મય એ કહ્યુ કે મે તને કયારેય એ નજરે જોઈ નથી.

નિયતિ એ સામે બીજો કોઈ પણ જવાબ ના આપ્યો. એ બસ વિચાર માં પડી ગઈ . એની પાસે હવે 2 choice હતી. પહેલી કે એ પોતાની જીદ પર અડી ને રહે ગમે તે રીતે તન્મય ને પોતાનો બનાવે . એના માટે પછી તન્મય ને ઇમોશનલ બ્લેકમેઇલ પણ કેમ ના કરવું પડે.

બીજી choice થોડું મગજ થી કામ લઇને એક સમજદાર છોકરી ની જેમ વિચારે કે તન્મય ને એના માટે એ લાગણી નથી તો વાંધો નહીં. આપણે બળજબરીથી કોઈ ને પ્રેમ ના કરાવી શકીએ. પણ એ પ્રેમ ને ભૂલવો પણ તો મુશ્કેલ છે ને. અને જયારે આપણે જેને પ્રેમ કરતા હોય એની સાથે જ કામ કરવાનું હોય તો હજુ વધારે મુશ્કેલ થઈ જાય છે.

હવે, આવી પરિસ્થિતિ માં જો નિયતિ એ તન્મય ને ભૂલી જવો હોય તો એણે કંપની છોડી ને એનાથી દૂર જવું જ પડે એના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

તમને શું લાગે છે નિયતિ એ શું કરવું જોઈએ?