લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 36 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 36

ચાંદની રોશની આજે શિતળ નહોતી આજે એકદમ જીણી ખીલેલ હતી. રાતનો સમય હતો ને સ્નેહાના ઘર ખાલી સ્નેહાના અવાજથી ગુજી રહયો હતો. આજે તે ખુદ ભાનભુલી બની રહી હતી. કોઈ શબ્દો તેની લાગણીને જાણે હઠ કરી ગયા હોય તેમ તે શબ્દો તેને બોલવા મજબુર કરી રહયા હતા. તે આજે ચુપ થાય તેમ ના હતી.

"હું જાણું છું આપણા ઘરે આમ કોઈ પણ છોકરીને બોલવાની પરમિશન નથી. છતાં પણ, મે તમારા સામે આજે અવાજ ઉઠાવવાની ભુલ કરી. મોટાપપ્પા, તમે જ વિચારો શું છોકરીની જિંદગી એટલે ખાલી ચુપ રહી બધું જ સાંભળી બેઠું રહેવાનું...?? શું તેમને બોલવાનો કોઈ અધિકાર ના હોવા જોઈએ...??શું તેને તેની મરજીથી જીવવાના પણ અધિકાર ના હોવો જોઈએ...??સાસરે ગયા પછી તો તેની જિંદગી મર્યાદા બની રહી જાય છે પણ શું તેમના પપ્પાના સામે તેને કંઈ કહેવાનો અધિકાર ના હોવો જોઈએ...??શું કામ એક છોકરીને આ બધું સહન કરવાનું..??" સવાલો સામે ના કોઈ જવાબ હતા ના કોઈ કોઈનો અવાજ. બસ બધા સ્નેહાને સાંભળી રહયા હતા.

"આજે તમે જ વિચારો કે દીદુંએ તમને તેમની વાત જણાવાની કોશિશ કરી. પણ તમે ના કહી એટલે તે ચુપ થઈ ગઈ. શું કામ તેને બોલવાનો અધિકાર નથી..??? કેમકે તે આ ઘરની સદશય નથી રહી એટલે કે પછી તે એક દિકરી છે જેની જિંદગી ચાર દિવાલના કેદ ખાનામાં ગૂંચવાઇ ગઈ છે એટલે...!!કે પછી મર્યાદાના કારણે આજે તેના સપના તેની જિંદગી ખાલી બીજા માટે જ રહી ગઈ છે...?આજે ખાલી દીદું જ નહીં પણ એવી ઘણી છોકરીઓને મે જોઈ છે જે ખાલી બહારથી ખુશ છે અંદરથી તુટી અને હારી ગયેલ છે. પોતાના દુઃખની વાત કોને કરે..??પપ્પાના ઘરે તેને સાંભળવા વાળું કયારે કોઈ ના હતું ને પતિના ઘરે કરે તો લોકોને ભવાડા લાગે. બસ એકખુણામા બેસી રડી લેવાનું ને ફરી લોકોને હસવાનું કામ. શું કયારે પણ તેમને પોતાની ખુશી પોતાનું દુઃખ બતાવાનો પણ મોકો ના મળવો જોઈએ...??" સ્નેહાના શબ્દો સાથે જ આસુંની ઘરા વહી રહી હતી.

કયાં સુધીની ચુપી અવાજ પછી તેમના મોટાપપ્પાએ સ્નેહાની વાતો વચ્ચે જ બોલ્યા."તારો શું વિચાર છે...?? આજે પહેલી શરૂઆત હું તારાથી કરવા માગું છું. તને શું જોઈએ છે..??" આટલું બોલતા જ તેની આખો પણ ભીની થઈ ગઈ હતી.

"મને કંઈ નથી જોતું જો તમે કંઈ આપવા જ માગતા હોય તો આપણી ઘરની દિકરી કે વહું ને તમારી સામે તેમના મનની વાત કરવાનો મોકો આપો. મોટા પપ્પા આ એક મોકો તેની જિંદગીની સૌથી મોટી હિમ્મત બની જશે. જો તેના દિલમાં કંઈ હશે તો તે તમને જણાવી શકશે. તેને કયારે કોઈ ખોટો ફેંસલો કરવાની જરૂર નહીં રહે. " તેને જે માંગવું હતું જે કહેવું હતું તે કહી ના શકી ને તેમને આજે બીજાની ખુશી માગી લીધી.

"આજ સુધી જે પણ ચાલતું આવ્યું છે તે બધા જ નિયમોનો હું ભંગ કરું છું બેટા. તારી જેમ મને કહેવા વાળું કોઈ ના હતું. મને શું ખબર કે તમે બધી છોકરીઓ આટલું બધું સહન કરો છો. સમાજને જે વાતો કરવી હોય તે કરે હું મારી બધી દિકરીને ભણાવી પણ અને તેને જે કરવું હોય તે કરવાનો મોકો પણ આપી. કાલે તું ઓફિસે બિંદાસ જાજે બેટા. આ બાબતે તારા પપ્પા કે મમ્મી તને કંઈ કહે તો મને આવી જણાવજે. " મોટાપપ્પાની વાત સાંભળી સ્નેહાની આખો ખુશીથી છલકાઈ ગઈ. તે કંઈ બોલી ના શકી ને તેના પરિવારને જોતી રહી.

પરિવારના લોકો એટલા પણ ખરાબ નથી હોતા જેટલું સ્નેહા વિચારી રહી હતી. બસ તેને કોઈ કહેવાવાળું નહોતું. આજે તેને એ વાતની ખુશી નહોતી કે તે આટલું બધું બોલી શકી. આજે તેને ખુશી એ વાતની હતી કે તેનો પરિવાર છોકરીઓ ને પણ એટલો જ સન્માન કરે છે જેટલો છોકરાને.

સ્નેહાના વિચાર પર આજે ખરેખર બધાને ગર્વ થઈ રહયો હતો. વાતો થંભી ગઈ હતી ને શુંભમના ઘરે શું જવાબ આપવો તેની વિચારણા ફરી ચાલતી હતી. સ્નેહાના મનમાં હજું તે જ વાત ફરી રહી હતી કે તેનું આ બધું કહેવું કંઈક તેના જ પ્રેમની રાહ ના બદલી દેઇ. તેના આસું તો રુકી ગયા હતા પણ તેના દિલની ધડકન તે રોકી નહોતી શકતી. સ્નેહાને વિચાર આવ્યો કે બધાને કહી દવ પણ તે જ વિચારે તે કહેતા રુકી ગઈ કે આજે જે બધા માટે આઝાદી મળી તે આઝાદી તેના કારણે ફરી છીનવાઈ ના જાય.

"મોટો પપ્પા, તમે આજે બધાને આઝાદી આપી દીધી સ્નેહાના કહેવા પ્રમાણે. પણ જેને બધા માટે આઝાદી માગી તેની ખુશી શું છે તે તમે જાણવાની કોશિશ નહીં કરો..??તે તમને નહીં કહી શકે એ વાત મને ખબર છે. કેમકે, તેને આજે જે વાત કહી છે તે વાત કહયા પછી તે પોતાની ખુશી નહીં માગી શકે. કેમકે તેની ખુશી તેનો પરિવાર છે ને તેની હિમ્મત શુંભમ છે. જો આજે સ્નેહા આ બધું કહી શકી તેનું કારણ ખાલી શુંભમ જ છે. "

"મતલબ તું કહેવા શું માંગે છે જે વાત હોય તે સાફ સાફ કહી દે. " રમણીકભાઈએ કહયું

"ના. દીદું તું કોઈને કહી નહીં કહે. પ્લીઝ...!" સ્નેહાને બધા સામે આ વાત નહોતી લાવવી પણ સપના હવે ચુપ રહે તેમ ના હતી.

"તને શું લાગે કે તું ના કહીશ ને હું ચુપ રહીશ એમ..! તું અમારી ખુશી માટે બધી મર્યાદા તોડી શકતી હોય તો હું તારી ખુશી માટે કોઈને કંઈ ના કહું. "

"સપના જે વાત હોય તે સાફ વાત કર આમ વાતને ગોળગોળ ફેરવાનું બંધ કર. " તેમના મોટા પપ્પાએ કહયું.

"મોટાપપ્પા, સ્નેહા શુંભમને છેલ્લા છ મહિનાથી ઓળખે છે તેમની સાથે વાતો કરે છે તેમને તે પસંદ પણ છે. " સપના આટલું જ બોલી ત્યાં જ તેમના મોટાપપ્પાએ પોતાનો ફોન કાઠયો ને તરત કોઈને ફોન લગાવ્યો.

બધી જ વાતો થંભી ગઈ. કોઈ કંઈ ના બોલ્યું. કોઈને પણ એ વાત ના સમજાણી કે મોટાપપ્પા શું કરી રહયા છે. સપના પણ પોતાની અધુરી વાત પુરી કર્યો વગર જોતી રહી ગઈ ને સ્નેહા પણ.

"હેલ્લો, ગોરબાપા કેમ છે. માફ કરજો આટલી રાતે તમને ફોન કર્યો. પણ વાત જ એવી છે કે ફોન કરવો પડયો. બીજી બધી વાતો આપણે પછી કરીશું પણ અત્યારે તમે તરત જ જોવો કે આ મહિનામાં સંગાઈનું મુર્હત કયારે છે."

મોટાપપ્પાની વાતો બધા જ સાંભળતા રહયા. સ્નેહાના ધબકારા ફરી ધબકી ગયા. ફરી ખુશી ખીલી ઉઠી ને ફરી ચહેરા પર રોનક આવી ગઈ. મન થઈ આવ્યું અત્યારે જ શુંભમને આ ગુડન્યુઝ આપી દવ. પણ હજું સંગાઈની તારીખની રાહ જોવાની હતી.

મોટાપપ્પાએ તે ફોન મુકયોને બીજો ફોન લગાવ્યો. " હાલો, બાલુભાઈ અમારા વેવાઈને ફોન કરી દો કે આવતા રવિવારે સંગાઈનું મુહૂર્ત સારું છે. તેમને ખાલી ચા પાણી પીવા હોય તો પણ ભલે ને મોટી સંગાઈ કરવી હોય તો પણ ભલે. અમે બધી જ રીતે ત્યાર છીએ."

પળમાં જ વાતાવરણ બદલાઈ ગયું. બધાના ચહેરા પર ખુશીની રેખા પથરાઈ ગઈ. સ્નેહા તો એટલી ખુશ હતી કે તેને અત્યારે જ તેના મોટાપપ્પાના ગળે મળવાનું મન થઈ આવ્યું પણ આ ઘરે આમ કોઈને ગળે મળવાનો રિવાજ નહોતો. તે પોતાની ખુશીને રોકી નહોતી શકતી. એટલે તે તરત જ ત્યાથી ઊભી થઈ પાછળની રૂમમાં જતી રહી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
વિશ્વાસ હોય તો બધું જ મળે છે. આજે સ્નેહાના વિશ્વાસે એ સાબિત કરી બતાવ્યું કે વિશ્વાસની જંગ હંમેશા જીતે છે. આજે બધું જ બરાબર થઈ ગયું સ્નેહાને તેનો પરિવાર પણ મળ્યોને તેનો પ્રેમ પણ. તો શું આ પ્રેમનો સિલસિલો આમ જ રહશે..?? હજું સ્નેહાની જિંદગીની કહાની બાકી છે ત્યારે તેની આવનારી નવી જિંદગીની રાહ કેવી હશે..??આગળ શું થશે ને સ્નેહા શું આમ જ ખુશ રહી શકશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

રેટ કરો અને રિવ્યુ આપો

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા

Deepa Nimish Radhanpura

Deepa Nimish Radhanpura 2 વર્ષ પહેલા

nihi honey

nihi honey 2 વર્ષ પહેલા

Niketa

Niketa 2 વર્ષ પહેલા

Vibhu Sodha

Vibhu Sodha 2 વર્ષ પહેલા