lagni bhino prem no ahesas - 9 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 9

સાંજે ઘરે પહોંચ્યા પછી જમવાનું પૂરું થતા રાતે અગિયાર વાગ્યે સ્નેહા ફોન લઈ બેસી ગઈ. હવે વાતો ફેસબુક પર નહોતી હવે વાતો વોર્ટસપ સુધી પહોંચી ગઈ હતી. તેમને શુંભમ ને મેસેજ કર્યો.

"હાઈ"

થોડીવારમાં મેસેજનો જવાબ આવ્યો "બોલ"

"પહોંચી ગયા...?"

"ના થોડીવારમાં પહોંચી જાય."

"ઓકે. બોલો."

"કંઈ નહીં તું બોલ...??"

"કંઈ નહીં. એકવાત પુછું...??"

"હમણા જવાબ નહીં આપી શકું, બેટરી ખતમ થઈ ગઈ છે. ઘરે પહોંચી મેસેજ કરું."

"ઓકે. નો પ્રોબ્લેમ." સ્નેહાએ મેસેજ બંધ કર્યા ને બીજા મેસજમાં લાગી ગઈ.

અમદાવાદ આવવાની તૈયારીમાં હતું. શુંભમ તેમના ફેન્ડને મળી રહયો હતો. આ પછી કયારે આવી રીતે મળવાનો સમય મળશે કે નહીં તે કોઈ નહોતું જાણતું. એકપછી એક બધાને તે ગળે મળી રહયા હતા. છેલ્લે એક દર્શના બાકી હતી. તેમને તે ના મળી શકયો.

"મહોબ્બત દોસ્તી પણ ખતમ કરી જાય એ હું નહોતી જાણતી ." દર્શનાએ શુભમની પાસે આવતા કહયું.

"ના દોસ્તી ખતમ થાય છે ના પ્રેમ. ખાલી માણસો વચ્ચેની થોડી દુરી આવી જાય છે. બાકી લાગણીઓ તો હંમેશા એકબીજા માટે વરસે જ છે." શુંભમે તેમને પણ ગળે લગાવી.

અહેસાસ બંનેને ફરી એકબીજાના કરવાની કોશિશ કરી રહયો હતો. લાગણીઓ ફરી ભીજાઈ ગઈ હતી. ફરી સ્નેહ અને પ્રેમનો મિલાપ થઈ રહયો હતો. ફરી વિચારો થંભી ગયા હતા ને દિલ બધું ભુલી ઘબકી રહયું હતું. એકમેકને જયારે આજે આવી રીતે મળી રહયા હતા ત્યારે જાણે એકબીજા ને મળે વર્ષો વિતી ગયા હતા એવું લાગી રહયું હતું. શુંભમની આખો ભીની બની ગઈ હતી. સાથે દર્શૅનાની પણ. પ્રેમની સાથે દોસ્તી પણ કંઈક તુટી ગઈ હતી જે એકવાર ફરી જોડાવાની કોશિશ કરી રહી હતી.

"અરે, તમારે બંનેને આમ જ ઊભું રહેવું હોય તો આગળના સ્ટેશનની રાહ જોવો. એ બહાને આજની રાત પણ તમને મળશે. " રોહનની મજાક ભરી વાતો સાંભળતા બંને એકબીજાથી અલગ થઇ ગયા.

ટ્રેન ધીમી પડી ગઈ હતીને તેનો અવાજ થોડો વધી રહયો હતો. બહારની ઠંડી હવા ગરમીમાં પરિવર્તન થઈ રહી હતી. શુંભમને દર્શના એકબીજાની સામે જોઈ રહયા. બોલવા માટે શબ્દો ના નિકળી શકયા. ખાલી ધબકતી ધડકન બધું કહી રહી હોય તેવું લાગ્યું. ટ્રેનના પાવાનો અવાજ આવ્યો જાણે ટ્રેન અહી સ્ટેશન પર ઊભા રહેવાનો ઇશારો કરી રહી હોય. બધા જ પોતપોતાનો સામાન લઇ બહાર આવી ગયાં ત્યાં જ ટ્રેનનું સ્ટેશન આવતા તે થંભી ગઈ.

બાર વાગ્યે ટ્રેન અમદાવાદ સ્ટેશન પર આવી ઊભી રહી. ભાગમ દોડ કરતા લોકોની વચ્ચે પણ રાત નજર આવી રહી હતી. બહાર અધારું હતું ને સ્ટેશનમાં લાઈટનો પ્રકાશ દેખાય રહયો હતો. ટ્રેનમાંથી ઉતરી બધા સ્ટેશનની બહાર નિકળ્યા. અહીંથી બધાની મંજિલ અલગ હતી. બધાને અલગ અલગ રાસ્તે જવાનું હતું. કોઈને ડ્રાઈવર લેવા આવવાનો હતો, તો કોઈને ટેક્ષી પકડી જવાનું હતું, તો કોઈને તેમના પપ્પા લેવા આવવાના હતા. શુંભમને તેમના પપ્પા લેવા આવી પહોચ્યા હતા.

બધાને બાઈ બોલી તે તેમના પપ્પા સાથે ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા સુધીમાં રાતના એક જેવું થઈ ગયું હતું. તેમાં પણ જ્ઇ થોડા ફ્રેશ થઈ જમવા બેઠો ત્યા તો દોઠ વાગી ગયો હતો. સુવાની તૈયારી સુધીમાં બે થઈ ગઈ. આજે સફરનો થાક હતો એટલે મમ્મી પપ્પા સાથે બીજી કોઈ વાત ના થઈ ને તે તેમની રૂમમાં જ્ઇ સુઈ ગયો. મોબાઈલ હાથમાં લીધો તો તેમને યાદ આવ્યું કે સ્નેહાને કંઈ વાત કરવી હતી પણ આટલી રાતે મેસેજ ના કરાઈ તે વિચારે તે સુઈ ગયો.

ઈતજાર માણસને કેટલા વિચારો કરવા મજબુર કરી જાય છે. હમણા મેસેજ આવશે તે ઇતજારે તેમને રાતના એક વાગ્યા સુધી રાહ જોઈ. પણ, કોઈ મેસેજ ના હતો. વિચારો નિંદર બની ભાગી રહયા હતા. 'શું ખરેખર તે મને ઇગનોર કરવા માગે છે કે કોઈ બીજું પણ કારણ હોય શકે..?? હજું તો હું તેના વિશે કંઈ નથી જાણતી તો પછી મને તેની કોઈ વાતનું આટલું ખરાબ કેમ લાગે છે...??આ્ઈથીગ મારે આ લફડામાં ના પડવું જોઈએ. કંઈક હું ખોટું તો નથી કરી રહી ને....!! મારી એક ભુલ મારી જિંદગીને બદલી શકે છે. મારે આ રસ્તાને અહી જ બદલી દેવો જોઈએ. ' વિચારોની વચ્ચે ફરતું સ્નેહાનું મન રાતના મોડે સુધી જાગતું રહયું.

રાત અંધકારમય બનતી જ્ઇ રહી હતી. સ્નેહાના વહેતા વિચારો તેમની રાતની સાથે તેમની નિંદર પણ લઇ ગયા હતા. શુંભમને મળ્યા પહેલા તે હંમેશા સમય પર સુઇ જતી જયારે આજે શુંભમને મળ્યા પછી તે બરાબર સુઇ શકતી ના હતી. કંઈક તો હતું એવું જે તેને શુંભમની નજીક લઇ જ્ઇ રહયું હતું.

આખી રાત તેમના વિચારો વચ્ચે જ પુરી થઈ ગઈ. સવારે તે રોજના સમય પર ઊભી થઈ તેમનું કામ પતાવી ઓફિસ માટે નિકળી ગઈ. આમ તે કયારે રસ્તામાં ફોન ના લેતી પણ આજે શુંભમનો મેસેજ આવ્યો કે નહીં તે જોવા તેમને ફોન હાથમાં લીધો. અઢળક મેસેજને ઇગનોર કરતા તેમને સીધા જ શુંભમના નામ ને ચર્ચ કર્યું. પણ તેમનો કોઈ મેસેજ ના હતો. વિચારો ફરી કંઈ નવી રાહ પકડે તે પહેલાં જ તેમને એ વિચારી 'ગુડ મોર્નિંગનો' મેસેજ કર્યો કે હું તો તેમના જેવી નથી ને તે ના કરે તો કંઈ નહીં હું જ કરી દવ.

અડધો કલાક પછી જયારે તે ઓફિસ પહોંચી ત્યારે તેમનો મેસેજ આવ્યો ગુડ મોર્નિગ. સ્નેહાએ તરત જ બીજો મેસેજ કર્યો. " શું કરો...??"

"ઉઠયો છું હજું." શુંભમે મેસેજ કર્યો.

"ઓકે. થાક ઉતરી ગયો."

"હમમ, થોડીવાર પછી કોલ કરજે. હું બહાર દુકાન જવા નિકળું ત્યારે."

"ઓકે, મેસેજ કરજો." આટલું જ કહી વાતો બંધ થઈ ગઈ. સ્નેહા જાણતી હતી કે અત્યારે પણ ખાલી ઈતજાર જ કરવાનો છે. તેમનો કોઈ મેસેજ નહીં આવે.

આજે પણ નિરાલી નહોતી આવવાની. સ્નેહાને આ બધી વાતો તેમને બતાવાનું મન થતું પણ ફોન કરતાં તે રુબરુમાં મળીને જ બતાવવા માગતી હતી. તેમને ફોન સાઈટ પર મુકયો ને કામમાં લાગી ગઈ. થોડીવારમાં જ શુંભમનો મેસેજ આવ્યો. તેને વિશ્વાસ નહોતો થતો કે આટલી જલદી શુંભમ મેસેજ કરશે...! ચહેરા પર એક ખુશીની રેખા પથરાઈ ગઈ. તેને તરત જ કોલ કર્યો.

" ખરેખર વિશ્વાસ નથી આવતો કે તમે આટલી જલદી રેડી થઈ જશો." સ્નેહાએ બીજી કોઈ પણ વાત ન કરતા પહેલાં સીધી જ મજાક શરૂ કરી.

"તમારી જેમ અમારે સમય ના લાગે." શુંભમે પણ મજાક કરતા કહયું.

"ઓ એવું. બોલો...??"

"કંઈ નહીં તું કે તારે કંઈ કામ હતું...??"

"હા પણ અત્યારે નહીં રાતે મેસેજમા કહી. ઓફિસમાં થોડું કામ છે."

"ઓકે. બાઈ." સ્નેહાને મનમાં એમ હતું કે શુંભમ વાતો કરશે પણ અહીં તો ખાલી આટલી જ વાતો થતી જેટલી સ્નેહા પુંછતી.

કંઈક કોઈ લાગણી ખીલી ઉઠી હતી પણ હજું તે અહેસાસ નહોતો જે પ્રેમનો પ્રકાશ પાથરે. શુંભમનો ફોન મૂકતા જ તે કામમાં લાગી ગઈ પણ તેનું મન કામમાં ના લાગ્યું. વિચારો ખાલી શુંભમના હતા. તે બદલી રહી હતી. કોઈના વિચારોમાં તે ખોવાઈ રહી હતી. તેમનું ધ્યાન કામની જગ્યાએ વાતોમાં જ્ઇ રહયું હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની કહાની પ્રેમની નવી રાહ તરફ જ્ઈ રહી છે જયારે શુંભમની જિંદગીમાં કોઈ બીજું પણ છે ત્યારે શું તેમના બંનેનો રસ્તો એક થઈ શકશે..?? શું શુંભમ પણ સ્નેહાની જેમ આકર્ષિત થઈ શકશે..??શું સ્નેહા જે રસ્તા પર ચાલી રહી છે તે રસ્તાની જાણ તેમના ઘરે થશે તો શું થશે સ્નેહાનું...?? શું આ કહાની લાગણી રૂપી નાવને આગળ વધવા દેશે કે કોઈ વાવાઝોડું તેમની જિંદગીના રસ્તાને હંમેશા દુર કરી દેશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED