Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 5

"મોમ, હું ત્યાં આખી જિંદગી નથી રહેવા જતો ખાલી બે દિવસની તો વાત છે. " શુંભમ તેમની મમ્મીને સમજાવી રહયો હતો.

જયારથી શુંભમે કિધું હતું કે તે બેંગલોર જવાનો છે ત્યારથી તેમની મમ્મી તેમને શિખામણ આપી રહી હતી. આખરે કંઈ માં ને તેમના બાળકની ચિંતા ના થાય...! શુંભમની મમ્મી તે સુખી પરિવારની એક એવી સ્ત્રી હતી જેમને પરેશભાઈએ એવી બધી જ આઝાદી આપી હતી. પોતાના એક ના એક શુંભમની પાછળ તેમની મમતા દિવાની હતી. તે શુંભમને એક દિવસ શું કયારે તેનાથી એક પળ પણ દુર રહેવાની પરમિશન નહોતી આપી શકતી. આજે આટલા વર્ષ પછી શુંભમ એકલો કંઈક જ્ઇ રહયો હતો એટલે સરીતાબેનને તેની ચિંતા થઈ રહી હતી.

"તું બે દિવસ રોકા કે એક મહિનો તેની પ્રોબ્લેમ નથી. તું કયારે આમ એકલો કંઈ જતો નથી ને આમ અચાનક જવાનું કોઈ કારણ તો હશે ને..??" સરીતાબેને તેમની ચિંતા વ્યકત કરતાં કહયું.

"ફેન્ડના મેરેજમા જ જાવ છું. ને એકલો નથી સાથે બીજા ફેન્ડ પણ આવે છે." શુંભમે બેંગને પેંક કરતા કહયું.

"ફેન્ડમા તે પણ આવતી જ હશે ને.....!! " એક અજીબ સવાલ શુંભમને તેમની મમ્મી સામે નજર મળવાતા રોકી રહયો હતો. તે તેમની પાસે જ્ઈ બેસી ગયો.

કોઈ એવી વાત ના હતી શુંભમ તેમની મમ્મીથી છુપાવી રાખતો. તેમના જીવનની તે દરેક પળોની પળ પળની ખબર તેમની મમ્મી પાસે રહેતી.

"હા. પણ હવે અમારી વચ્ચે દોસ્તી સિવાય બીજું કંઈ નથી. હું તે વાતને ભુલી ગયો છું. તું પણ ભુલી જાને." શુંભમ જાણતો હતો તેમની ચિંતાને એટલે આશ્વાસન રુપે તે કહી રહયો હતો પણ ખરેખર તે વાત ભુલી નહોતો શકયો.

"વાત ભુલી ગયો છો. તો ત્યાં કાલે છોકરી જોવા ગયો હતો ત્યાં શું પ્રોબ્લેમ હતી તને...?? " જે વાત કયારની સરિતાબેનના મનમાં ચાલતી જ હતી આખરે તેમને તે વાત પુછી જ લીધી.

"પ્લીઝ મોમ, અત્યારે તે વાત ના કરીએ તો જ ઠીક રહશે." શુંભમે શાંત રહેતા જ જવાબ આપ્યો.

"ઓકે નહીં કરું. પણ તારું ધ્યાન રાખજે, ને તેનાથી થોડી દુરી રાખજે."

"ઓકે માઈ બેસ્ટ મોમ. હવે હું જ્ઈ શકું..??" શુંભમે તેમનું બેંગ લિધું ને તેમના મમ્મીને હક કરી તે ઊભો થઈ ચાલવા લાગ્યો. ઘરના દરવાજા સુધી તે તેમની પાછળ પાછળ ગઈ.

બહાર નિકળતા જ શુંભમે ફેન્ડને ફોન કર્યો. બધા સ્ટેશન પર ભેગા થયા. બુકિંગ કન્ફોમ હતું ને ટ્રેન પણ સમય થતા આવી ગઈ હતી. શુંભમની સાથે રાહુલ, મિત, સુશીલ, ઈશા ને દર્શના પણ હતી. આ બધી જ તેમના કોલેજ ફેન્ડ હતા.

" મને નહોતી ખબર કે તું પણ આવવાનો છે નહિતર હું મારું આવવાનું બંધ જ રાખત. " મોટી આખો, ચહેરા પર સુંદરતા દેખડવા લગાવેલો મેકપ, જુબાનમા અપશબ્દો, અડધું અંગ પણ ના ઠંકાઈ તેવા શરીરની સાથે એકદમ ચિપકી ગયેલા તેમના કપડાં. ફેશનની દુનિયા અને એટિટયુડમાં જીવતી દર્શના શુંભમ સામે આવી તે શબ્દો બોલી રહી હતી ને શુંભમ તેને સાંભળી રહયો હતો.

"સોરી, મને હવે તારી વાતોમાં ઈન્ટરેસ્ટ નથી. ને રહી વાત સાથે જવાની તો મને ખબર હતી કે તું જવાની છે એટલે જ મે જવાનું વિચાર્યું. દુર રહી તો બધા ઈગનોર કરી શકે સામે ઊભા રહી ઈગનોર કરી જો." શુંભમે પણ એક ટોન્ડ માર્યો ને તેમની સીટ પર જ્ઇ બેસી ગયો.

થોડીવારમાં ટ્રેન તેના પાટા પર પટર પટર અવાજ કરતી ચાલવા લાગી. રાતનું અધારું રસ્તાને થોડું ઝાખું બનાવી રહયું હતું. તેમાં જ સામે સામે બેસેલ દર્શના અને શુંભમ એકબીજા દર થોડિક મિનિટે નિહાળી લેતા હતા. દોસ્તો વચ્ચે વાતોનો સિલસિલો ચાલી રહયો હતો. જેમાં કોલેજ સમયની કેટલી વાતો યાદ બની આજે ફરી જીવિત બની રહી હોય તેવું લાગી રહયું હતું.

********
સપના તેમના ઘરે જતી રહી હતી ને બધા પોતપોતાની જગ્યાએ સુઈ ગયાં હતા. આમ તો ઘર મોટું હતું પણ બધા એક જ રૂમમાં સાથે સુતા હતા. બધાને તો કયારની નિંદર આવી ગઈ હતી પણ સ્નેહાને નિંદર નહોતી આવી રહી. તેમના વિચારો તે વાતને વગોળી રહયા હતા. આજે કોઈ એવું તેમની જિંદગીમાં આવી ગયું હતું કે તેમની નિંદર પણ ખરાબ કરી રહયું હતું.

કોઈ અંજાન જે કયારે મળવાનું જ નથી તે વ્યકિત તેમની નિંદર ખરાબ કરી તેના વિચારોમાં હતો. હજું દિલ સપના સજાવી રહયું હતું. હજું મન ચકડોળએ ચડયું હતું. કોઈ કારણ વગર જ તેમની ના કંઈ રીતે હોય શકે..?? દિલ બેખબર હતું ને મન સવાલ પર સવાલ કરી રહયું જેનો જવાબ કંઈ નાહતો. ના નજરથી નજર મળી હતી. ના તે પસંદ બની હતી. છતાં પણ ખબર નહીં કેમ તે એક અજીબ ઉલજજન બની સ્નેહાની જિંદગીમાં દસ્તક દ્ઇ રહયો હતો.

આખી રાત વિચારો અને ઉલજજન વચ્ચે પુરી થઈ. સવારે જયારે તે ઊભી થઈ તો થોડું મોડું થઈ ગયું હતું. તે ફટાફટ ઓફિસ માટે તૈયાર થઈ. આખો રસ્તો તેના વિચારો બસ શુંભમ વિશે જ વિચારતા રહયા. ઓફિસે પહોંચતા જ તેમને ફોન હાથમાં લીધોને ફેસબુક ઓપન કર્યું ને શુંભમનું નામ ગોતી સીધી જ ફેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી.

તે જાણતી નહોતી કે તે શું કરી રહી છે પણ તેનું દિલ તેને શુંભમની નજીક લઇ જવાની કોશિશ કરી રહયું હતું. આજ સુધી જે છોકરી કોઈ છોકરા વિશે વિચારતી પણ ના હતી તે છોકરી તે છોકરાને ફેન્ડ રિકવેસ્ટ પણ મોકલી દીધી.

વિચારો હજું અકબંધ હતા. મોકલી તો દીધી તે એકક્ષેપ કરશે કે નહીં..?? શું તેની નજરમાં હું ખરાબ બની ગઈ તો..?? આખરે તે પણ મારા સમાજનો છોકરો જ છે. જો તે આ વાત કોઈ બીજાને જણાવી દેશે તો મારી જોબ, મારા પરિવારની ઈજજત પળમાં ધૂળ બની જશે. આ વિચારો સાથે જ તે શુંભમની ફેન્ડ રિકવેસ્ટ ડિલીટ કરવા જતી હતી ત્યાં જ શુંભમે તેમની રિકવેસ્ટને એકક્ષેપ કરી લીધી.

આજે નિરાલી ઓફિસ નહોતી આવવાની. તેમને કંઈ કામ હતું એટલે તે બહાર ગઈ હતી. સ્નેહાના વિચારો તેમને વધારે ખામોશ બનાવી રહયા હતા. તેમની ખામોશી બીજા કોઈ જોવે ને કંઈ સમજે તે પહેલાં તેમને મોબાઈલને સાઈટ મુકી કામ કરવા લાગી. આજે ઓફિસમાં કામ પણ વધારે હતું એટલે કામમાં વિચારો ભુલાઈ ગયા. પણ જયારે થોડીક પણ ફ્રી થતી ત્યારે તે જ વિચારો તેમને ફરી જકડી લેતા.

"મેડમ, આજે ફેન્ડ નથી એટલે ગમતું નથી કે કોઈ બીજી વાત છે...? " તેમની જ કેબિનમાં સાથે બેસતા એક અંકલે પુછ્યું.

"હમમ. તમે લોકો આટલું કામ આપો તો માણસ કંટાળી જ જાય ને." સ્નેહાએ મજાક કરતા કહયું.

"મતલબ મેડમને કામ કરવાનું મુડ નથી..!"

"એવું જ કંઈક છે. પણ, શું કરવું પુરું ના થાઈ ત્યાં સુધી તમે લોકો ઓફિસની બહાર નિકળવા ના દો. "

"એ પ્રોબ્લેમ તો રહેવાની." આ બધાની મજાક અને તેમની મસ્તી વચ્ચે તે વિચારો ભુલી ગઈ હતી.

વાત તો હતી જ કંઈક પણ બીજા લોકોને તે જણવા નહોતી માંગતી. અહીં ઓફિસમાં તે જે પ્રમાણે તે રહેતી તે પ્રેમાણે તે બિલકુલ નહોતી. એ જોઈને લોકો એ જ વિચારતા કે સ્નેહાની જિંદગી સૌથી ખુબસુરત જિંદગી છે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
એક બાજું શુંભમ છે જેમની જિંદગી કોઈ સાથે જોડાયેલી છે ને બીજા બાજું સ્નેહાના વિચારો શુંભમ સાથે. ત્યારે શું બંને મળી શકશે....?? શું શુંભમ સાથે સ્નેહા વાત કરી શકશે..?? શું શુંભમની જિદગીની કહાની સ્નેહા સાથે જોડાશે કે કોઈ બીજા સાથે..??શું થશે આ કહાનીનું આગળ તે જાણવા વાંચતા રહો "લાગણીભીનો પ્રેમનો અહેસાસ "