lagni bhino prem no ahesas - 1 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 1

પ્રસ્તાવના

'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના કારણે જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણીભીનો પ્રેમનો અહેસાસ" આ નવલકથા લખવા પણ મને તમારા સાથની, તમારા અભિપ્રાયની જરુર છે. તમારો એક અભિપ્રાય મારી વાર્તાને વધું સારી બનાવાની કોશિશ કરી શકે. આશા છે કે બીજી નવલકથાની જેમ જ તમને આ નવલકથા પણ પસંદ આવે. તો વાંચતા રહો મારી સાથે ને તમારો અભિપ્રાય આપી મને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી.

આ વાર્તા વિશે વધું કંઈ તો હું નથી કહી રહી. પણ, એ જરૂર કહીશ કે આ એક એવી પ્રેમ કહાની છે જે કાલ્પનિક દુનિયામાં હકિકતની થોડી ઝાંખી કરાવી જાય છે. જેમાં દિલ કોઈને મેળવવા માટે તડપતું હશે, તો કોઈના કારણે કોઈનું દિલ તુટી પણ ગયું હશે.,કયારેક હસતું પણ હશે, તો કયારેક રડતું પણ હશે, તો કયારેક જિંદગીના આ સફરમાં એકલું પડી લાગણીભીનું પણ થતું હશે. કયારેક કોઈ સંજોગો તેમને અલગ રસ્તા પર જવા પ્રેરિત કરતા હશે તો કયારેક તે જ સંજોગો તેમને મળાવાની કોશિશ કરતા હશે. આ રોમાંચક પ્રેમની એક હસીન કહાની એટલે "લાગણીભીનો પ્રેમનો અહેસાસ"
💔💔💔💔💔💔

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ


"હા મમ્મી, તમે ફોન કર્યો હતો. કંઈ કામ છે....????"

"ઓફિસેથી થોડુંક જલદી આવી શકાય એમ હોય તો ઘરે આવી જા ને, તને જોવા આવવાના છે."

"આ રોજનું છે. એક દિવસનું હોય તો બરાબર છે. હું જલદી નહીં આવું. જે સમયે આવું છું તે સમયે પહોંચી જાય."

"તે લોકો અમદાવાદથી આવ્યા છે, તેમને પછી જવાનું હોય."

"હા તો હું શું કરું એમા...??આ મારી ઓફીસ છે. ઘર નહીં કે જયારે મન થાય ત્યારે નિકળી જાવ. કિધું ને સમય પર પહોંચી જાઈ."

ગુસ્સો કરતાં જ સ્નેહાએ ફોન મુક્યો ને ફરી તેમના કામમા લાગી ગઈ. પણ હવે કામમાં મન કયાં લાગવાનું હતું તેમનું. રોજના આવા લફડાથી તે થાકી ગઈ હતી. તેને ખુદ સમજાતું નહોતું કે આ બધું કયાં સુધી ચાલવાનું હતું. જયારથી તેમની કોલેજ શરૂ થઈ હતી ત્યારથી લઇ આજે ઓફિસના પણ બે વર્ષ પુરા થઈ ગયા. સખત કોઈના કોઈ આવી રીતે આવતા રહયા. કયારેક તેમના પપ્પાને પસંદ ના આવતું તો કયારેક સામે વાળાને સ્નેહા પસંદ નહોતી આવતી.

સુરતમા જ રહતા એક સામાન્ય પરિવારમા જ મોટી થયેલી સ્નેહાની જિંદગીની ડોર તેમના મમ્મી-પપ્પાના હાથમાં હતો. તેમને તેમની પસંદગી પ્રમાણે લગ્ન નહોતો કરવાના. પરિવારના લોકો જે પસંદ કરે તે જ પસંદ તેમને સ્વિકાર કરવાનું હતું. કોલેજ પુરી કરી તેમને એક પ્રાઈવેટ કંપનીમા ઓનલાઈન માર્કેટિગ જોબ જોઇન્ટ કરી. જે સમાજમાંથી તે બિલિવ કરે છે તે સમાજ છોકરીને આમ નોકરી કરવાની પરમિશન નથી આપતો. છતાં પણ તેમને મમ્મી-પપ્પાને ગમે તેમ કરી મનાવીને આ જોબ જોઈન્ટ કરી. તેમના માટે જેટલી તેમની ફેમિલી જરુરી હતી. તેટલી જ જરુરી તેમની આ જોબ પણ હતી. તેમની સાથે જ તેમના કેટલા સપના પણ હતા.

"યાર, આજે ફરી કોઈ આવવાનું છે. મમ્મીએ જલદી બોલાવી ઘરે. "કામમાં મન ન લાગતા તે ઊભી થઈ તેમની બેસ્ટ ફેન્ડ નિરાલી પાસે ગઈ.

નિરાલી તેમની કોલેજ ફેન્ડની સાથે સ્નેહાની સાચી સલાહકાર પણ છે. જયારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તેમની પાસે તેમનો રસ્તો સ્નેહાને મળી જ જતો. નાની કે મોટી બધી જ વાતો તે નિરાલીને જણાવતી ને નિરાલી તેમને. બંનેનો સમાજ અલગ હતો એટલે તેમની રેહણીકરણી થોડી જુદી હતી. સ્નેહા માટે હજું છોકરો ગોતવાનું શરૂ જ હતું. જયારે નિરાલીએ છ મહિના પહેલાં જ તેમના પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા. જોકે તેમની ફેમિલીને તે વાતથી કોઈ પ્રોબ્લેમ ના હતી. જયારે સ્નેહાની ફેમિલી આ વાતની હંમેશા ખિલાપ હોય છે. એટલે સ્નેહા કયારે કોઈ છોકરાના પ્રેમમાં ના પડી જવાઈ તે વાતની તે હંમેશા ધ્યાન રાખતી.

"શું પ્રોબ્લેમ છે તને...??એક તો તારે ફેમિલીની વાત માનવી છે ને જયારે તે લોકો કહે છે ત્યારે તારે તેનાથી દુર ભાગવું છે. લગ્ન કરવા છે કે એમ જ એકલું રહેવું છે...?? " નિરાલીએ કોમ્પ્યુટર પર નજર રાખીને જ વાત કરતા કહયું

"કોણ રહેવા દેવાનું છે મને એમ જ. પણ યાર મને આવું રોજ રોજનું નથી પસંદ." સ્નેહાએ કહયું

"તો શું કરી તું...??જયાં સુધી તું કોઈને સ્વિકારી નહીં ત્યાં સુધી તો આ પ્રોબ્લેમ રહેવાની જ છે. એટલે જા બકા ધરે ને મસ્ત રેડી થઈ જા."

"તું સમજતી નથી. મને એમ કોઈની સાથે જબરદસ્તીના બંધનમા નથી બંધાવું. મને પણ તારી જેમ પહેલાં કોઈની સાથે લવ કરવો છે ને પછી લગ્ન કરવા છે. "

"બધાના નસીબ એક સરખા નથી હોતા. તું કહે છે ને લવ મેરેજ સારા હોય છે..???પણ તે પણ સારું નથી. તેના કરતા અરેજ મેરેજ જ બેસ્ટ છે. કમસેકમ કોઈ પ્રોબ્લેમનો હલ ફેમિલી પાસેથી તો મળે. આ તો બધું એકલા જ વિચારવાનું રહે."

"કંઈ નહીં ચલ, તું કામ કર પછી આ વિશે વાત કરીશું. જે થશે તે જોયું જશે. અત્યાર સુધી જોયા છે તો આજે એક વધારે જોઈ લવ શું ફેર પડશે."

"ગુડ. જાય છે ઘરે કે....?? "

"ના. કંઇ જલદી નથી મને કોઈને જોવાની. સમય પર જાય. અડધો કલાકમાં કોઈનું કંઈ બગડી નહીં જાય." આટલું કહી તે નિરાલીની કેબિનમાંથી તેમની કેબિનમાં આવી ગઈ. બંને એક ઓફિસમાં જ હતી પણ બંનેનું કામ થોડું અલગ હતું એટલે અલગ અલગ કેબિનમાં હતી.

તેમની કેબિનમાં તેમની સાથે બીજા બે જણ પણ હતા. બંને મોટી ઉંમરના અંકલ હતા. અહીં જે મહોલ હતો તે તેના ઘરથી તદન વિરુદ્ધમાં હતો. જયાં છોકરા છોકરી સાથે વાતો કરવી મજાક મસ્તી કરવી આ બધું કોમન હતું. જયારે તે જે સોસાયટીમાં રહે છે ત્યાં છોકરા સાથે મજાક કરવાની વાત તો દુર સાથે ઊભા રહી વાત પણ કરવી એક ગુનો ગણાય છે.

સાંજના પાંચ વાગતાં જ સ્નેહાએ કોમ્પ્યુટર બંધ કર્યું ને બધું કામ સમેટી તે ઓફિસની બહાર નિકળી. ઓફિસથી ધર થોડું દુર હોવાથી તેમને ઓફિસનો સમય થોડો ઓછો જ પસંદ કર્યો હતો. સવારે દસ થી સાંજના પાંચ સુધીનો સમય તેમની અને તેમના ફેમિલી બંને માટે પ્રરફેકટ હતો.

કયારેક બસમાં તો કયારેક રિક્ષામાં કે પછી કયારેક તે પોતાની ગાડી લઇને આવતી. આજે તેમને રીક્ષામાં જ જવાનું હતું. ઓફિસની બહાર નિકળતા જ રીક્ષા ફટાફટ મળી જતી. આજે પણ તેમને તેમના સમય પર જ મળી ગઈ. ઘરે પહોંચતા સુધીમાં તેમને કયારેક ત્રણ રીક્ષા પણ બદલવી પડતી તો કયારેક બે રીક્ષાએ તે પહોંચી જતી.

કલાક જેટલી આ સફરમાં તેના વહેતા વિચારો આવનારી નવી જિંદગી વિશે વિચારી રહયા હતા. રસ્તામાં ચાલતા વાહનોની દોડધામ વચ્ચે ચાલતી તેની રીક્ષા ટ્રાફિકના કારણે ચાર રસ્તા આવતા જ ઊભી રહી ગઈ. રોજ કરતા આજે થોડી વધારે ટ્રાફિક લાગી રહી હતી. સમય ટ્રાફિકના કારણે ભાગી રહયો હતો ને તેના ઘરેથી ફોન પર ફોન આવવાના શરૂ થઈ ગયા હતા.

શાયદ મહેમાન ઘરે આવી ગયાં હતા ને તે હજું રસ્તામાં હતી. રીક્ષામાંથી ઉતરી તે થોડું ચાલી બીજી રીક્ષા પકડી ને તે ઘરે પહોંચી. હજું કોઈ ઘરે નહોતું આવ્યું. આખા દિવસ કામનો થાક તેના ચહેરા પર સાફ દેખાય રહયો હતો ને તેમાં પણ તેના આવતા જ તેમની મમ્મી બોલી,

"સ્નેહા બીજા કપડાં પહેરી ફટાફટ તૈયાર થઈ જા. તે લોકો આવતા જ હશે. "

"કપડાં પણ સારા છે ને હું પણ રેડી જ છું. જેવી છું તેવી પ્રરફેકટ છું. તેમને ગમે તો ઠીક છે ના ગમે તો પણ ઠીક છે. નહીંતર કંઈ નહીં તે તેના રસ્તે ને હું મારા રસ્તે. "

સ્વાભાવિક છે કોઈ પણ માણસ બહારથી આવે તો તેમને કોઈ ન ગમતું કામ કરવાનું કહે તો ગુસ્સો આવે જ. સ્નેહાને પણ થોડોક ગુસ્સો આવ્યો. પણ અત્યારે મમ્મીને કંઈ કહેવાનો કે તેના મનને સમજવાનો સમય નહોતો. તે ઘરમાં આવી થોડી ફ્રેશ થઇ માથું ઓળવી નાસ્તો કરવા બેસવાની તૈયારી કરતી હતી ત્યાં જ મહેમાન આવી ગયા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની જિંદગીની એક અજીબ કહાની શરૂ થઈ ગઈ છે ત્યારે શું થશે આ નવા આવેલા સંબધનું..??શું સ્નેહાના પપ્પા તે છોકરાને પસંદ કરશે..??શું તે છોકરો સ્નેહાને પસંદ કરશે....?? તે બંને કરશે તો શું સ્નેહા આ સંબધને સ્વીકારશે ...??તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

કેવો લાગ્યો આ પહેલો ભાગ તે અભિપ્રાય આપી જરુર જણાવજો. ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED