રાતના બાર વાગી ગયા હતા ને ઘરે આવેલ સ્નેહાના કાકા અને મોટા પપ્પા ઘરે જતા રહયા હતા. તેના ગયા પછી સ્નેહાએ પથારી કરીને બધાએ સુવાની તૈયારી કરી. સપના હજું તેમની સાથે જ હતી એટલે બંને બહેનો અલગ રૂમમાં સુવા માટે ગઈ.
"દિદું આજે મને બધું જ મળી ગયું. મારો પ્રેમ, મારી જિંદગીની સૌથી મોટી ખુશી. તું વિચારી પણ નહીં શકે આજે હું કેટલી ખુશ છું. જો કદાચ મને મારા પ્રેમ પર વિશ્વાસ ના હોત તો આજે આ શકય ના બનત. " સ્નેહાએ તેમની ખુશી જાહેર કરતા કહયું.
"વિશ્વાસ જ સૌથી મોટી જંગ છે. જે જંગ જીતી જ્ઈ્એ તો બધું મળી રહે. પણ, તે જ નથી જીતી શકાતી. આ ગુડન્યુઝ શુંભમને નથી આપવી તારે....?? સપનાએ તેમની પથારીમાં સુતા કહયું.
"સવારે આપી દેવા. અત્યારે ફોન કેવી રીતે.....?? " સ્નેહાએ હાથમાં ફોન લેતા કહયું.
"ઓ.... મારી સામે વાતો કરવામાં તને પ્રોબ્લેમ છે એમ જ કહી દેને..!!"
"ના, એવું કંઈ નથી. મને જયારે મોટા પપ્પા સામે કંઈ બોલતા શરમ ના આવી. તો શું તારી સામે આવે એમ..!!! "આટલું કહેતા જ સ્નેહાએ શુંભમને ફોન લગાવી દીધો.
પહેલી જ રિંગે શુંભમે ફોન ઉઠાવ્યો. શુંભમ પાસે આ ન્યુઝ પહેલાં જ પહોંચી ગઈ હતી. પણ અહીં જે કંઈ પણ બન્યું તેની જાણ તેમને ના હતી. એટલે સ્નેહાએ તે બધી જ વાતો કરી. સપના બસ શાંત બની એમ જ વાતો સાંભળી રહી હતી. સ્નેહા એટલું ધીમે ધીમે બોલી રહી હતી કે બાજુમાં સુતેલી સપનાને તેના શબ્દો બહું ઓછા સંભળાઈ રહયા હતા. બંનેની વાતો કયાં સુધી ચાલતી રહી ત્યાં સુધીમાં સપના સુઈ પણ ગઈ હતી.
રવિવાર આવવામાં ખાલી ચાર દિવસની વાર હતી ને સંગાઈની તૈયારી હજું બધી જ બાકી હતી. આ ચાર દિવસમા મોટી સંગાઈ થવી શકય ના હતી. એટલે થોડું ટુંકમાં જ પતાવવાનો વિચાર કર્યો ને બહાર કોઈ વાડી કે ફાર્મ ના રાખ્યુંને સોસાયટીમાં જ સંગાઈનું કામ પુરું કરવાનું વિચારી લીધું. સ્નેહાએ આ ચાર દિવસમાં ઓફિસમાં છુટી મુકી દીધી ને સપના પણ આ ચાર દિવસ સુધી હવે અહીં જ રહેવાનું વિચારી લીધું.
બીજે દિવસે સવારે વહેલા ઉઠી ફટાફટ કામ પતાવી સ્નેહા સપનાની સાથે પાલૅર ગઈ. સંગાઈની તૈયારીઓમાં આ તેમનું પહેલું લિસ્ટ હતું. તેમના મમ્મી -પપ્પા જયાં પણ જરૂર હતી ત્યાં રૂબરૂ જ્ઈ સંગાઈનું આમંત્રણ આપવા માટે નિકળી ગયા. કામ હજું ધણા હતા ને સમય ઓછો. સ્નેહાની મદદ કરવા તેમની કાકાની છોકરીઓ પણ રોકાવા આવી ગઈ હતી. ઘરમાં પ્રસંગે હતો એટલે રોનક જામેલ હતી. બધા જ સ્નેહાની સગાઈથી ખુશ હતા.
શુંભમના ઘરે આટલી બધી તૈયારી ના હતી છતાં પણ સ્નેહા માટેની ખરીદી શરૂ હતી. તેને એક દિવસ પહેલા જ અમદાવાદથી નિકળવાનું હતું એટલે તેમના માટે ખાલી ત્રણ દિવસ જ બાકી હતા. આમ તો અત્યારના સમય પ્રેમાણે ઘરેણા છોકરી પોતે જ પસંદ કરવા જાય છે પણ સ્નેહા દુર હતી એટલે આ વાત શકય ના હતી. શુંભમના મમ્મી-પપ્પાએ એક જ દિવસમાં બધી જ તૈયારી કરી લીધી ને બીજે દિવસે તેમને પેકિંગ પણ કરી લીધું.
તૈયારીઓ બંને ઘરે જોરદાર જામી ગઈ હતી. તેમાં શુંભમ અને સ્નેહાને વાત કરવાનો સમય ના મળતો. થોડો સમય મળતો તે પણ કયારેક તો તેમાં સંગાઈના દિવસનું પ્લાનિંગ જ થતું. બીજે દિવસે પણ તૈયારી એમ શરૂ હતી. નાનું એવું ફંકશન હોવા છતાં પણ કેટલી બધી તૈયારીઓ ઘરમાં રહેતી.
તૈયારીઓમાં સમય કયાં જતો તે પણ ખ્યાલ ના રહેતો ને સંગાઈનો દિવસ જલદી આવી ગયો. શુંભમના પરિવારવાળા વધારે બધા સુરતમાં જ રહેતા હતા એટલે તે લોકો આગળના દિવસે જ રાતે સુરત આવી ગયા જેથી કરી સવારે સ્નેહાના ઘરે સમય પર પહોંચી શકાય. સ્નેહા સવારે વહેલા ઉઠી પાલૅરમા જતી રહી ને તે તૈયાર થઈ નવ વાગ્યે ઘરે આવી ત્યાં સુધીમાં બધી જ તૈયારી થઈ ગઈ હતી.
સંગાઈનું મુહૂર્ત દસ વાગ્યા નું હતું ને મહેમાન આવવાની તૈયારીમા જ હતા. સ્નેહાની નજર બસ શુંભમને આવવાનો ઈતજાર કરી રહી હતી. ધીમે ધીમે મહેમાનો આવવા લાગ્યા હતા. ફાઈનલી આજે જે દિવસનો તે ઈતજાર કરી રહી હતી તે દિવસ તેની જિંદગીનો સૌથી ખુબસુરત પળ લઇ ને આવી હતી. બહાર મહેમાન આવી રહયા હતા એટલે મહેમાનના સ્વાગત માટે બધા જ બહાર વ્યસ્ત હતા ને તે એકલી જ રૂમમાં બેઠી હતી.
તે બધી જ પળો એકપછી એક યાદ બની વહી રહી હતી. શુંભમ સાથેની પહેલી મુલાકાત, તેના સાથેની પહેલા વાતચીત બધું જ યાદ બની વહી રહયું હતું ત્યાં તેમની ફેન્ડ નિરાલી ત્યાં આવી પહોંચી.
"ખબર જ છે અમને બધાને કે તને તેની બહું જ યાદ આવે છે. પણ થોડી ઊચી નજર કરી અમારી સામે પણ જોઈ લે. અમે આટલા ખરાબ નથી લાગતા. " નિરાલીના અવાજથી તે તેના વિચારોમાંથી બહાર આવી ને તેને તરત જ નિરાલીને ઊભા થઈ ગળે લગાવી દીધી.
"આ કોઈ આવવાનો સમય છે તારો..?મે તને સવારે વહેલા આવવા કહયું હતું ને તું અત્યારે આવી. જયારે બધા મહેમાન આવી ગયા ત્યારે."
"સોરી, પણ હજું જેને આવવું જોઈએ તે તો નથી જ આવ્યો ને એટલે હું તેને કરતાં થોડી જલદી છું. " નિરાલીએ મજાક કરતા કહયું ને બંને ફરી હસી પડયું.
અત્યારે બીજી કોઈ વાત તો ના થઈ શકે. પણ, જે વાતો કરવી જોઈએ તે બંને વચ્ચે એમ જ થઈ ગઈ. સ્નેહાની ખુબસુરતીની તારિફ કરતા નિરાલી આજે થાકતી નહોતી. એલો કલરની ચોલીમા તેને ખુબસુરતી ચાર ચાંદ લગાવી રહી હતી. આમ તો તે ખુબસુરત જ છે પણ આજે શુંભમના પ્રેમનો રંગ તેની ખુબસુરતીમાં વધારે નિખાર લાવી રહયો હતો. બંને ફેન્ડની વાતો ચાલતી જ હતી ત્યાં જ સ્નેહાના સસરા વાળા આવી ગયા છે એવું કોઈ અંદર આવી કહી ગયું ને સ્નેહા તરત જ ઊભી થઈ બહાર જોવા ઊભી થઈ.
સંગાઈના ગીત ગવાઈ રહયા હતાને કેટલા મહેમાનો એકસાથે સ્નેહાના ઘર બાજું આવી રહયા હતા. આ બધામાં સ્નેહા ખાલી શુંભમના મમ્મીને ઓળખતી હતી. બાકી બધા તેમના માટે અંજાણ હતા. બધા શેરીમાં પહોંચી ગયા ત્યાં જ પાછળ એક ફોરવીલ આવીને તેમાથી શુંભમ બહાર નિકળ્યો.
એકનજર સ્નેહાની તેના પર થંભી ગઈ. આખો બીજું કંઈ જોવાનું ભુલી ગઈ ને શુંભમના લુક પર જ સ્થિર બની ગઈ. એલો કલરની શેરવાની તેના હેન્ડસમ લુક પર એકદમ મેચ થતી હતી. બંનેની નજર મળવાની તૈયારી જ કરી રહી હતી ત્યાં જ નીચેથી અવાજ આવ્યો ને સ્નેહા રૂમમાં જતી રહી. દિલ મળવા માટે આતુર બની રહયું હતું. બંનેના દિલ જોરશોરથી ધબકી રહયા હતા. બસ થોડિક જ મિનિટમાં બંનેની મુલાકાત થવા જ્ઈ રહી હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ફાઇનલી આજે સ્નેહાનો પ્રેમ સંગાઈ સુધી પહોચી ગયો ત્યારે શું આ સંબધ હંમેશા પ્રેમ બની સ્નેહાની જિંદગીને રોંનક કરતો રહશે...??કયારે થશે હવે તેમના લગ્ન....??હજું જિંદગીની નવી શરૂઆત થઈ જ રહી છે ત્યારે શું સ્નેહા અને શુંભમની જિંદગી એક ખુશીની રાહ બની રહી શકશે...??પ્રેમ કરવો સહેલો છે પણ પ્રેમની બધી જ રાહ મુશકેલ હોય છે ત્યારે શું સ્નેહાની આગળની રાહ હવે કેવી હશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"