lagni bhino prem no ahesas - 3 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 3

"શું વિચાર કર્યો તે....?? પપ્પાના હા મા હા કે કંઈક નવું કરવાનો....!!" નિરાલીએ લંચના ડબ્બાને ખોલતા પુછ્યું.

ઓફિસમાં આમ તો ઘણી છોકરીઓ હતી પણ બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી કોઈને એકસાથે જમવાનો સમય ના મળતો. નિરાલી અને સ્નેહાનો સમય ફિક્સ હતો રોજનો. એટલે તે કોઈની રાહ જોયા વગર જ જમવા બેસી જતી.

"કંઈ નવું કરવું છે. મારે બાકી લોકો જેવી જિંદગી નથી જીવવી." સ્નેહાએ તેમનો ડબ્બો ખોલતા કહયું

"બધાની જિંદગી એક રસ્તા પર જાઈ છે, લગ્ન ને પછી છોકરા જણવાના . તો શું તે બધું તું નથી કરવા માંગતી..??"

"તે પણ કરવું છે. પણ, કંઈક અલગ રીતે જિંદગીને એક નવી રાહ તરફ લઇ જવી છે. જેમાં પરિવારની ઈજ્જતની સાથે મારી ખુશી ને મારું સપનું પણ હોય. "

"એ શકય નથી કે તને બંને એકસાથે મળે. કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે છે. તારી ખુશી હું જાણું ત્યાં સુધી મારી જેમ લવ મેરેજમાં છે ને તારી ફેમિલી તે સ્વિકારી ના શકે. "

"એ જ તો પરિસ્થિતિને બદલવી છે મારે. પણ તે પહેલાં મારે કોઈના પ્રેમમાં પડવું છે. વગર કોઈ સ્વાર્થ મારે તેમને દિલથી પ્રેમ કરવો છે. તાકી તે પણ એક દિવસ ખુદ એ સ્વિકાર કરી શકે કે પ્રેમની દુનિયા જેટલી ખુબસુરત બીજી કોઈ દુનિયા જ નથી."

"બકા આ બધું સપનાની દુનિયામાં જ સારું લાગે. રીયલ લાઈફમાં એ જ શકય છે કે સામે વાળો આપણને જેટલો પ્રેમ કરે તેટલો જ આપણે તેને કરવાનો. "

"એવું જરુરી નથી કે મને પ્રેમ હોય તો તેને પણ હોય. જેમ મારી પસંદ તે છે તેમ તેની પસંદ કોઈ બીજૂં પણ હોય શકે ને...! "

"ચલ માની લીધું કે તું કોઈને એવો પ્રેમ કરવા માગે છે. પણ તે પહેલાં કોઈને તારે પસંદ તો કરવો જ પડશે કે વગર પસંદે જ લવ કરી લેવો છે...??"

"મને મારી કિસ્મત પર વિશ્વાસ છે કે હું જે વિચારીશ તે જરૂર થશે."

"તું ખરેખર અજીબ છે."

"એ તો છું જ." લંચ ની સાથે જ બંનેની આવી અજીબ વાતો રોજ ચાલ્યા કરતી.

જિંદગીમાં કંઈક અલગ કરવાના જુનુનના કારણે સ્નેહા ખુદ પોતાની જાતને બદલવા માંગતી હતી. તેમને લાગતું કે જિંદગીમાં જે કંઈ પણ છે તે બધું જ જીવતા શિખવું જોઈએ ને સાથે તેમને એનજોઈ કરતા પણ શિખવું જોઈએ. પણ આ બધું જ બધાની જિંદગીમાં નથી હોતું તે પણ તે જાણતી જ હતી. છતાં પણ તેને તેજ કરવું હતું જે શકય નથી.

ખુલ્લા અને મસ્ત વિચારો વાળી સ્નેહાની જિંદગી ભલે સાદી અને સરળ દેખાતી હોય. પણ તે સાદી અને સરળ છોકરી બિલકુલ નહોતી. અત્યાર સુધી લોકોથી દુર રહેવાનું કારણ તેમનું સપનું હતું. જે તેમને પુરું કરી લીધું હતું. એક સારી કંપનીમા એક સારી પોસ્ટ પર રહેવાનું સપનું તેમનું કોલેજ સમયથી જ હતું.

જિંદગી જો હસાવે તો મારે હસવું છે. જિંદગી જો રડાવે તો મારે રડવું પણ છે. કંઈક કરવું છે કંઈક કરી બતાવવું છે. આવા અજીબ વિચારો વચ્ચે જીવતી સ્નેહાની જિંદગી થોડીક નહીં પણ વધારે જ અજીબ લાગતી હતી. આ વાત તેમની ઓફિસમાં પણ બધા જ જાણતા હતા. પણ તેમના પરિવારના લોકોને તેમની જાણ નહોતી. કેમકે સ્નેહા ત્યાં સંસ્કારી છોકરી તરીકે બધાની જ વાતોનો સ્વિકાર કરતી હતી.

**************
"શું વિચાર્યું બેટા....??છોકરી પસંદ આવી કે નહીં..?"પરેશભાઈ શુંભમ ને પુછી રહયા હતા.

પરેશભાઈ શુંભમના પપ્પા છે. જે અમદાવાદમા એક કાપડની દુકાન ચલાવે છે. બધી જ રીતે સુખી ગણાતા પરેશભાઈના પરિવારમા બધાને પોતાની રીતે જિંદગી જીવવાનો અધિકાર હતો. વધારે પૈસાવાળા ના હતા પણ જેટલું હતું તેટલું પૂરતું ગણાતું. શુંભમ પણ તેમની સાથે કામ કરતો હતો.

"આ્ઈ એમ સોરી પપ્પા, પણ મને ત્યાં નથી કરવું."

"ઠીક છે તને જ્યા યોગ્ય લાગે ત્યા કરજે. પણ મારી તો એક સલાહ છે કે છોકરીઓમા રંગ રુપ જોયા કરતા તેમના સાફ દિલને સમજવાની કોશિશ કરજે. " પરેશભાઈ કયારે પણ શુંભમ ને ફોર્સ નથી કરતા. તેને જે કંઈ કરવું તેની મરજીથી કરવાનો તેમનો હક છે એ સમજી તેમને આ વાત ને અહીં જ બંધ કરી દીધી.

શુંભમ પરેશભાઈનો એક જ લાડકો છોકરો છે. શુંભમની ખુશી માટે તે બધું કરવા તૈયાર છે ને શુંભમ પણ તેમના મમ્મી પપ્પાની ખુશી ખાતર બધું જ કરવા તૈયાર છે. પણ, તેનું મન લગ્ન કરવા નથી માનતું.

કોઈ સાથે પહેલાં રિલેશનસિપમાં જોડાયા પછી શાયદ તેમને કોઈના પર પણ વિશ્વાસ નથી બેસતો આ વાત પરેશભાઈ પણ જાણે જ છે. એટલે જ તે તેને વધારે કંઈ નથી કહી શકતા.

બપોરના બે વાગતા રોજની જેમ આજે પણ ઘરેથી ટિફિન આવી ગયું. બંને બાપ દિકરો સાથે જ જમવા બેસતા ને બંને વચ્ચે કેટલી વાતો પણ થતી. આજે પણ આ વાતોનો સિલસિલો શરૂ જ હતો.

"શું લાગે છે તને કે તું આમ જ તારી જિંદગીને તેની યાદમાં પુરી કરી દેઇ....??" પરેશભાઈએ ટિફિનને ખોલ્યું ને શુંભમને તેમના હાથે પિરસતા જ પુછ્યું."

"ખબર નહીં, પણ હાલ તો એવું જ કંઈ વિચાર્યું છે. "શુંભમે કહયું.

"હું તને તેના વિશે કંઈ કહેવા નથી માગતો. પણ જો તું તેની યાદમાં આખી જિંદગી વિતાવવા માગતો હોય તો તે વાત શકય નથી. કેમકે, જિંદગી એક એવી રમત છે જયાં દાવ આપવાનું ચુકી જ્ઈ્એ તો તે દાવમાં નુકશાન આપણને જ થાય છે બીજા કોઈને નહીં."

"આ વિચારે જ તમારી સાથે છોકરી જોવા આવ્યો હતો. પણ હજું હું ખુદ એ વાતથી પ્રિપેર નથી કે હું તેમની સાથે નવી શરૂઆત કરી શકી કે નહીં, તો હું એમ કોઈની જિંદગી કેવી રીતે ખરાબ કરવાનું વિચારી શકું...??તે લોકોની લાઈફ સ્ટાઈલ આપણા લોકોથી તદન વિરુધ છે. તે છોકરી મારી પાસે પ્રેમની આશા લઇ ને આવે ને હું તેમને તે પ્રેમ જ ના આપી શકું તો તેની જિંદગી પણ મારી જેમ જ ખામોશ બની જાય." શુંભમ હંમેશા તેમના પપ્પા સાથે ફેન્ડલી વાતો કરતો. જે કંઈ કહેવું હોય તે આમ જ સામે કહી દેતો.

"તું જે વિચારે છે તે એકદમ યોગ્ય છે. મને ગર્વ છે તારી ઉપર કે તું પ્રેમની સાથે સાચી સમજ પણ રાખે છે. " વાતોની સાથે જ જમવાનું પણ પુરુ થઈ ગયું હતું. પરેશભાઈ ટિફિન પેક કર્યુ ને તે ઊભા થવા જતા હતા ત્યાં જ શુંભમે કહયું.

"પપ્પા, કાલે શાયદ બેગલોર જવાનું થાઈ તો હું જ્ઈ શકું....??"એક ફેન્ડ ના મેરેજ છે."

"એમા પુછવાનું હોય...??તારા માટે બધી છુટ છે તારે જ્યાં જવું હોય ત્યાં તું જ્ઈ શકે છે. "

"થેન્કયું પપ્પા." શુંભમે તેમના પપ્પાને ગળે મળતા કહયું ને તેમને દુકાની બહાર જતા જ કોઇને ફોન લગાવ્યો.

"હેલો, કાલની ટિકિટ કરાવી લે આપણે જવાનું છે. ને યાદ રહે આ વાતની ખબર બીજા કોઈને ના થવી જોઈએ કે આપણે તેમની સાથે જ્ઈ્એ છીએ."

આટલું જ કહી શુંભમે ફોન કટ કર્યોને તે ફરી તેમના કામમાં લાગી ગયો. દુકાનમાં કામ વધારે રહેતું એટલે સમય તેમને કોઈની સાથે વાતો કરવાનો ના મળતો. પરેશભાઈ થોડો આરામ કરવા પાછળ ગોડાઉનમાં ગયા ને શુંભમ તેમનું કામ કરવા લાગી ગયો.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
એક બાજું સ્નેહા ના સપના છે ને બીજું બાજું શુંભમની ખામોશ જિંદગીનું રહસ્ય. શું તેમનો મેળાપ થવો શકય હશે...?? શુંભમ કોની સાથે બેંગલોર જ્ઇ રહયો છે ને તે આ વાત શું કામ છુપાવવા માગે છે...?? શું ખરેખર તે જે કહે છે તે હકિકત છે કે કોઈ બીજી જ વાત છે..?? શું સ્નેહાને તેના વિચારો મુજબ કોઈ મળશે...?? શું તેની કિસ્મત શુંભમ સાથે જ જોડાવાની હશે તો તેમની પ્રેમ કહાની કેવો વળાંક લઇ શકે તે જાણવા વાંચતા રહો "લાગણીભીનો પ્રેમનો અહેસાસ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED