લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 35 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 35

બધાની જ વિચારચરણા એક બાજું જ્ઇ રહી હતી. સરીતાબેન પણ તેમના કાકાની વાતમાં આવી ગયા. રમણીકભાઈ હજું ચુપ હતા. ફરી એકવાર સ્નેહાના કાકાએ વાતને ઉછેરવાની કોશિશ કરી. તેમના મોટાપપ્પા તેમના કાકાની વાત સાથે સહમત થઈ રહયા હતા.

"રમણીક, જો હું એમ નથી કહેતો કે તું અત્યારે જ ના કહી દે. એકવાર હજું સમજવાની કોશિશ કરી જો તેમને. જે છોકરો કેટલી છોકરીઓ સાથે ફર્યો હોય તે છોકરો શું સ્નેહાને ખુશ રાખી શકે..!! આમેય ત્યાં આપણું કોઈ નથી. કાલ ઉઠીને કંઈ થયું તો લોકો આપણને જ કહેશે કે છોકરીને જોયા જાણ્યા વગર આપી દીધી. ભરતભાઈ એક જ આ વાત નથી કરી બીજા ઘણા લોકોએ મને આ વાત જણાવી છે. આપણે ત્યાં જોવા નથી ગયા કે તે લોકો કેવા છે. પણ, કયારેક લોકોની વાતોનો સ્વિકાર કરવો જરૂરી છે. આમ એકલામા આપણી છોકરીઓ કયારે રહી નથી ને આમ અજાણ શહેરમાં તેને એકલી કેવી રીતે મોકલી શકાય." મોટાપપ્પાની વાતની અસર રમણીકભાઈને થોડી થોડી થઈ રહી હતી. ત્યાં જ બધાની વચ્ચે સપના બોલી ઉઠી.

"મોટાપપ્પા, જરુરી તો નથી કે લોકો કહે તે વાત સાચી જ હોય. હું જાણું છું ત્યાં સુધી તો તે છોકરો અને તેના પરિવાર બંને સારા છે. "

"તો શું તું સ્નેહાની જિંદગીની જવાબદારી લઇ શકી....?? કાલે ઉઠી કંઈ થશે તો તું શું તેને આખી જિંદગી તારી સાથે રાખી..?" મોટાપપ્પાના સવાલો પર સપનાની બોલતી બંધ થઈ ગઈ.

તે હંમેશા આ લોકોના અવાજ પર શાંત બની જે થાય તે સાંભળી ચુપ થઈ જતી. આજે પણ તે બીજી કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી શકી. સ્નેહા આ બધું જોતી રહી. એકપળમાં શુંભમ સાથે થયેલી વાતો દિલમાં ફરી વળી. અહેસાસ, લાગણી, પ્રેમ બધું જ પળમાં ખતમ થઈ જશે ને તે ખાલી એમ જોતી રહી જશે. તેના દિલની અવાજ કહી રહી હતી.'સ્નેહા આજે તારો સાથ દેવા વાળું કોઈ નથી. તારો પ્રેમ બચાવવા માટે તારે આજે આ બધી મર્યાદા તોડવી પડશે. વિચારવાનું છોડી દે ને બધાની સામે અવાજ બની ઊભી થા. આજે જો તું કંઈ નહીં બોલી તો કાલે તારી જિંદગી તારો પ્રેમ બધું સમાજની વાતમો દફનાવી દીધો હશે. ને આખી જિંદગી અફસોસ કરવા સિવાય પછી કંઈ નહીં મળે. સ્નેહા આમ ચુપ રહેવાથી કંઈ નહીં મળે. તું જાણે છે અહીં હંમેશા સમાજની વાતો સ્વિકાર થાય છે જયાં સુધી તું તેમને હકિકત નહીં જણાવે ત્યાં સુધી તું તારી જિંદગીની ખુશી નહીં મેળવી શકે. ' તેના દિલની અવાજ તેને બધા સામે બોલવા માટે ઊભી કરી રહી હતી ને તે મોટાપપ્પાની વાતનો જવાબ દેવા તરત જ તૈયાર થઈ.

"હું લેવા તૈયાર છું મારી જિંદગીની જવાબદારી મોટા પપ્પા. " હંમેશા જ ચુપ અને લોકોની હા મા હા મળવાતી સ્નેહા આજે પહેલીવાર તેમના પ્રેમ ખાતર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહી હતી.

બધા જ ચુપ બેસી સ્નેહા સામું જોઈ રહયા. તેમની મમ્મી ઇશારાથી તેમને બોલવાની ના કહી રહયા હતા પણ આજે જયારે તેની જિંદગી, તેની ખુશી, તેના પ્રેમનો સવાલ હતો ત્યારે તે ચુપ બેસી જે થાય તે થવા દેવા નહોતી માગતી. જાણે છે અહીં બધાની સામે બોલવાનો અધિકાર નથી છતાં પણ તે બોલવા માટે તૈયાર હતી. કોઈ કંઈ જ નહોતું બોલી રહયું ને તેને તેમની વાતો કરી દીધી. આજે જે કંઈ કહેવાનું હતું તે વગર કોઈ ડર રાખે તે બસ બોલે જતી હતી.

"કોની વાતનો તમે સ્વિકાર કરો છો. જે ખાલી સંબધો તોડવાનું કામ કરે છે તેમનો...?? ભરતદાદાએ કયા સંબધને આજ સુધી થવા દીધો છે કે તમે આજે તેમની વાત સાંભળી વગર વિચારે તેમને ખરાબ કહી રહયા છો. ને કાકા, તમને કયા એગલથી એવું લાગી રહયું છે કે શુંભમ ખરાબ છે..?? શું તે લોકો ખુલ્લા વિચારોના છે એટલે તે ખરાબ..??" સ્નેહાના સવાલ પર ના કોઈનો જવાબ હતો ના કોઈ બોલી રહયું હતું. સપનાએ વચ્ચે એકવાર તેમને રોકવાની કોશિશ કરી પણ આજે તે રોકાઈ શકે તેમ ના હતી. આટલા બધા વર્ષોથી જે મનમા ભડાસ ચાલી રહી હતી તે કાઠવાનો આનાથી બેસ્ટ બીજો મોકો નહોતો તેની પાસે.

આનું પરિણામ શું આવવાનું છે તે નહોતી જાણતી. પણ તે એટલું જરૂર જાણતી હતી કે આજે જો તે નહીં બોલે તો આ ઘરમાં કોઈ પણ છોકરી કયારે પોતાની ખુશી માટે લડી નહીં શકે. તેમના મોટાપપ્પાએ તેમને કંઈ ના બોલવા કહયું પણ તે આજે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. રમણીકભાઈ તો એકદમ ચુપ જ હતા. તેને કયારે કોઈ પણ બાબતે સ્નેહાને રોકી નહોતી તો આજે તે કેવી રીતે રોકે.

"ઠીક છે હું તમારી વાતો આજે માની લવ કે તે છોકરો ખરાબ છે. પણ શું તમે લોકો મારા સવાલના જવાબ આપી શકશો....??હું જાણું છું તમે નહીં આપી શકો કેમકે તમે લોકો કયારે બદલવા માગતા જ નથી. કોઈ છોકરો છોકરી સાથે દોસ્તી કરે તો તે ખરાબ, કોઈ છોકરી છોકરા સાથે વાતો કરે તો તે છોકરી ખરાબ. છોકરો અને છોકરી એકસાથે ચાલે તો સમાજ તેમની વાતોને ઉડાવે. શું કામ આપણે છોકરા છોકરીને સમય સાથે ચાલવાનો અધિકાર છીનવી રહયા છીએ....? સ્નેહાનો અવાજ આખા ઘરમાં ગુજી રહયો હતો ને બધા બસ શાંત બની આજે પહેલીવાર સ્નેહાને સાંભળી રહયા હતા.

"લોકોને દેખડવા ખાતર છોકરીને ભણાવાની કેમકે તેમને સારો છોકરો મળી શકે. પણ જયારે વાત નોકરીની આવે ત્યારે બધાને ખાલી ઘરમાં કામ કરે તેવી છોકરી જોઈએ. કેમકે નોકરી કરતી છોકરી સમાજની નજરમાં ખરાબ ગણાય છે. તે ખરાબ નથી લોકોનો વિચારો ખરાબ છે એટલે તેમને તે ખરાબ દેખાય છે. બહારનું કામ કરે તે ઘરનું કામ ના કરી શકે. ને આ બધી વાતો કરવા વાળા કોણ..?? આપણે પોતે જ. જયા સુધી આપણે આપણા વિચારો નહીં બદલ્યે ત્યાં સુધી આપણે કયારે પણ કોઈ બીજાને સારી નજરે જોઈ જ નહીં શકયે. " આટલું જ બોલતા સ્નેહાની આખો રડી પડી. જે શબ્દો તેને કયારે પણ ના કહેવા જોઈએ તે શબ્દો આજે બોલાય ગયા.

"જે વાત તમે સગાસંબધીને પુછી પુછી ને કરો છો તે જ સંબધની વાત પોતાના દિકરા કે દિકરીને પાસે બેસી તેમને પુછો કે તેને શું કરવું છે..??તેને શું જોઈએ છે..?? કયારેક તેમના વિચારો પણ જાણવાની કોશિશ કરો. તો શાયદ જે સંબધો તુટે છે તે સંબધો તુટવાની શકયતા ઓછી થઈ જાય."

સ્નેહાને રડતા જોઈ બધાની આખમાં આસું આવી ગયા હતા. કેમકે આજ પહેલાં તે કયારે પણ કંઈ બોલી ના હતી જયારે આજે તે હકિકત બતાવી રહી હતી તો બધાને સમજાય રહયું હતું. તેમના મોટાપપ્પા પણ આજે સ્નેહાની વાતનો અસ્વીકાર ના કરી શકયા. જે ઘરે છોકરીના બોલતા પહેલાં જ અવાજ દબાવી દેવાતો હતો તે અવાજ આજે ગુજી રહયો હતો ને કોઈ તે અવાજને બંધ કરવા માટે ઊભું નહોતું થઈ રહયું. કેમકે આજે વાત સચ્ચાઈની હતી. આજે પહેલીવાર કોઈ દિકરી પોતાની ખુશી, પોતાના સપના, પોતાની આવનારી નવી જિંદગી માટે પરિવારને સમજાવી રહી હતી. આસું એમ જ વહી રહયા હતા ને બધાનો અવાજ શાંત હતો. આજે સ્નેહાને રોકવાવાળું કોઈ ના હતું. જેને પણ કોશિશ કરી તેને સ્નેહાએ સવાલો પુછી ચુપ કરાવી દીધા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની જિંદગી તેનો પ્રેમ જયારે સમાજ વચ્ચે તુટવાની તૈયારી કરી રહયો છે ત્યારે શું તેનો આ અવાજ તેમના પરિવારના વિચારોમાં પરિવર્તન લાવી શકશે..??? શું સ્નેહા આ વાત જણાવી શકશે કે તે શુંભમને પ્રેમ કરે છે....??શું તેનું બોલવું કંઈ કહેવું ઉલટાનું તેની જિદગી પર જ ભારી પડશે તો શું તે શુંભમની જિંદગી બની શકશે..?? શું તેમનો પરિવાર સ્નેહાની વાતો સાંભળી શુંભમને સ્વિકાર કરી લેશે કે સ્નેહાને પણ સપનાની જેમ ચુપ કરાવી તેની આઝાદ જિંદગીને ચાર દિવાલમાં પુરી દેશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ

હેલ્લો ફેન્ડ, આ વાર્તામાં તમે પણ તમારા વિચારો મને જણાવી શકો કે તમને શું લાગે કે પોતાના પ્રેમને બચાવવા શું છોકરાએ કે છોકરીએ પોતાની ચુપી અવાજને ખોલવી જોઈએ કે નહીં...

રેટ કરો અને રિવ્યુ આપો

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા

nihi honey

nihi honey 2 વર્ષ પહેલા

Sudhirbhai Patel

Sudhirbhai Patel 2 વર્ષ પહેલા

Rujita

Rujita 2 વર્ષ પહેલા

Meera Shah

Meera Shah 2 વર્ષ પહેલા