lagni bhino prem no ahesas - 6 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 6

આખા દિવસનો ઓફિસનો થાક ને તેમાં આજના આ વિચારોના કારણે તે થોડી વધારે થાકી ગઈ હતી. કયારેક ઘરે આવી તે મમ્મીને રસોઇ બનાવવામાં મદદ કરતી તો કયારેક વધારે થાકી ગઈ હોય તો એમ જ આવી આરામથી બેસી જતી. કાલ રાતનો ઉજાગરો ને આજના વિચારોના કારણે તેમનું માથું વઘારે ભારી હતું. તે ઓફિસેથી આવી થોડો નાસ્તો કર્યો ને સીધી સુઈ જ ગઈ.

"શું થયું બેટા આજે કેમ વહેલા સુઈ ગઈ." પપ્પાએ આવતા જ સ્નેહાના માથા પર હાથ ફેરવ્યો ને તરત જ સ્નેહા જાગી ગઈ.

"કંઈ નહીં પપ્પા, થોડું માથું દુખતું હતું. " સ્નેહાએ તેમની આંખોને ખોલતા કહયું.

"જમવું નથી તારે...??" પપ્પાએ કહયું.

"ના. મે આવીને નાસ્તો કર્યો છે. " બધા જમવા બેસી ગયા ને સ્નેહા થોડીવાર એમ જ સુતી રહી. સુતા પછી તેમનું માંથુ થોડું હળવું થઈ ગયું હતું.

જમવાનું પુરું થતા તે કામ કરવા ઊભી થઈ ને પછી કામ કરી સીધી જ પથારી કરી. રાતના અગિયાર વાગી ગયા હતા. પહેલાં નિંદર કરી લીધી હતી એટલે તેમને નિંદર હવે કયાં આવવાની હતી. પથારીમાં સુતા સુતા બધા જ ફોન ચલાવી રહયા હતા. સ્નેહાએ પણ હાથમાં મોબાઈલ લીધો ને ફેસબુક ઓપન કર્યું. કેટલા લોકોના મેસેજ એમ જ આવ્યા હતા. તેને કયારે પણ કોઈ સાથે કોઈ મતલબ ના હતો એટલે કોઈને રીપ્લાઈ ના કરતી. બધાના મેસેજ વાંચી તે એમ જ રહેવા દેતી.

અચાનક દિલમાં શુંભમનું નામ યાદ આવ્યું ને તેને શુંભમના નામને ઓપન કર્યું. શુંભમ પણ ઓનલાઈન જ હતો. મન હજું કંઈ વિચારે તે પહેલા જ આગળીઓએ શુંભમને મેસેજ કરી દીધો. તેની નજર તે મેસેજને જોવે ત્યાં જ સામેથી પણ 'હાઈ' નો મેસેજ આવી ગયો હતો.

દિલ વગર કંઈ વિચારે ઘબકવા લાગ્યું. મન ઉમ્મીદના કિરણ જગાવી રહયું હતું ને આગળિયો ફરી મેસેજ કરવા તડપાપડ થઈ રહી હતી. બંનેમાંથી કોઈ અંજાણ ના હતું. બંને એ વાત જાણતા હતા કે સામે તે જ છે જેની સાથે બે દિવસ પહેલાં મુલાકાત થયેલી. તે પણ એક એવી મુલાકાત જેમાં નજરથી નજર પણ નહોતી મળી.

શુંભમ બેંગલોર મેરેજમા જ બધા ફેન્ડ સાથે બેઠો હતો. તેને વાતોમાં ખ્યાલ નહોતો રહયો કે તેમને સ્નેહાને મેસેજ કરી દીધો છે. જયારે બીજો મેસેજ આવ્યો "કેમ છે " ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ છોકરીનો મેસેજ હતો જેને તે બે દિવસ પહેલાં જ જોવા ગયો હતો.

દોસ્તોમાંથી નજર હટી તેનું ધ્યાન સ્નેહાની ફેસબુક ડીપી પર ગયું. તે ખુબસુરત ચહેરા પર તેની નજર બે ઘડી બસ તેમને જોઈ રહી. દિલ કંઈ સમજે કે કંઈ વિચારે તે પહેલાં જ દર્શનાનો અવાજ તેમના કાને પહોંચ્યો તેમને તે મેસેજને ઇગનોર કર્યો ને દર્શનાની સામે નજર કરી. મહોબ્બત સામે હતી તો દિલ કોઈ બીજા વિશે કેવી રીતે વિચારી શકે..!

દર્શનાએ એક કપલ ગેમ શરૂ કરી. જેમાં કપલ ડાન્સની સાથે સંગીતની મહેફિલ જામવાની હતી. શુંભમને આ બધું વધારે પસંદ હતું. કોલેજમાં તેની જોડી હંમેશા દર્શના જ હતી જયારે આજે દરશૅનાની જોડી કોઈ બીજું થઈ ગયું હતું. તેને જલન ફીલ થતી. પણ, જયારે હવે કંઈ રહયું જ ના હતું તો ખોટી તકલીફ લેવાનું કંઇ કારણ ના હતું. તેને પણ તેની જોડીમાં ઈશાને પસંદ કરી. તે પણ દેખાડવા જ માગતો હતો કે તેના વગર તે ખુશ છે. પણ, ખરેખર તે દર્શના વગર ખુશ નહોતો.

શુંભમ તેમની પાર્ટીમા સ્નેહના મેસેજનો જવાબ આપવાનું ભુલી ગયો હતો. સ્નેહા ઈતજાર કરી રહી હતી કે તેને મસેજ આવશે પણ રાતના એક વાગ્યા સુધી તેમનો કોઈ રીપ્લાઈ ના હતો. તેજ પળે તેના વિચારો ફરી શરૂ થઈ ગયા હતા. વિચારોની વચ્ચે મન ફરી ભારી થઈ રહયું હતું. તેમને નેટ બંધ કર્યુ ને મોબાઈલ સાઈટ પર મુકી સુવાની કોશિશ કરી પણ નિંદર વિચારોમાં જ ખોવાઈ ગઈ હતી.

અવિચલ વહેતા સ્નેહાના વિચારો એક જ વાત પર સ્થિર હતા કે, શું તે પણ બાકી લોકો જેવો જ હશે...?? શું તેને પણ એમ જ લાગતું હશે કે છોકરી કોઇ વાતની પહેલાં શરૂઆત કરે તો તે છોકરી ખરાબ હશે..?? હું કેવી રીતે ભુલી શકું કે તે પણ એજ સમાજથી જે સમાજમાં હું જીવું છું. જયાં છોકરીને પોતાની પસંદ ના પસંદ સમજવાનો કયારે મોકો મળતો જ ના હતો. મે શું કામ તેમને મેસેજ કર્યો..??જયારે હું કયારે છોકરા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી. શું કામ મને એવું લાગ્યાં કરે છે કે તે કંઈક અલગ છે..??જયારે બધા છોકરા એક જેવા જ હોય છે. જેમને ખાલી જિસ્મ સાથે મતલબ હોય, પ્રેમ સાથે નહીં. હવે નહીં. આજે જે ભુલ થઈ તે ભુલને ફરી કયારે નહીં દોહરાવું. હવે હું તેમને આમ કયારે મેસેજ નહીં કરું.

સવાલ પણ તે જ હતી ને જવાબ પણ તે જ હતી. આ એકલતાના વિચારો હતો કે કોઈ તરફની લાગણી તે ખુદ સમજી નહોતી શકતી. મન સવાલ પર સવાલ કરી રહયું હતું ને દિલ તે સવાલના જવાબ અહેસાસ બની આપી રહયું હતું. પણ મન તે વાત સ્વિકાર કરવા તૈયાર નહોતું.

મોડી રાત સુધી શુંભમની પાર્ટી ચાલી. તે રૂમમાં સુવા ગયો. હાથમાં મોબાઈલ લીધો તો ફેસબુક વાળું પેજ એમ જ ખુલ્લું હતું. તેમાં સ્નેહાની તસ્વીર ફરી આંખ સામે તરવરી ગઈ. કંઈક અહેસાસ તેના દિલમાં પણ ખિલ્યો. તેમને યાદ આવ્યું કે તેમને સ્નેહાના મેસેજનો કોઈ જવાબ નહોતો આપ્યો. જયારે હંમેશા બધા જ મેસેજનો જવાબ આપતો હતો. સમય ઘણો થઈ ગયો હતો. અત્યારે તે મેસેજ કરી શકે એમ ના હતો કેમકે તે જાણતો હતો કે આટલી રાતે કોઈ છોકરીને મેસેજ કરવો ગલત વાત છે.

થોડીવાર એમ જ સ્નેહાના ફેસબુક પર રહેલા બધા જ પિક ને તેમને જોયા. લોકો પાસેથી તેમને સ્નેહા વિશે જાણવા મળ્યું હતું પણ તે કંઈ કંપનીમા જોબ કરે છે તે તેને ફેસબુકમાંથી ખબર પડી. પણ તેનો કોઈ મતલબ ના હતો જયારે તે ઓલરેડી એકવાર તેમને ના કહી દીધી હતી. રાત ઘણી થઈ ગઈ હતી ને આખો દિવસનો થાક તેમની આખો ને નિંદર તરફ ખેંચી રહયો હતો. ફોન એમ જ સાઈટ પર રહી ગયો ને તેમને કયારે નિંદર આવી ખબર ના રહી.

આ બાજું સ્નેહાને પણ મોડી રાત પછી નિંદર આવી ગઈ હતી. બે અલગ વિચારોના લોકો વચ્ચે મેળાપ શકય ના હતો. શુંભમની જિંદગી પહેલાંથી કોઈ સાથે જોડાયેલી હતી. ને સ્નેહાની જિંદગી આઝાદ સપનાની ઉડાન તરફ જ્ઈ રહી હતી. એક બાજું ડર હતો પરિવારની ખુશીનો ને બીજું બાજું પોતાની જ જિંદગીના કેટલાક એવા સપના. રાત બંનેની એવા અનેક અલગ અલગ સપના સાથે પુરી થઈ ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમની વાતની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે શું આ વાત આગળ વધશે કે અહીં જ પુરી થઈ જશે...?? શું સ્નેહા ફરી વખત મેસેજ કરવાની કોશિશ કરશે..??જયારે શુંભમ આજે પણ દર્શનાના પ્રેમમાં છે ત્યારે શું તે દર્શના સાથે ફરી જોડાઈ જશે..?? શું છે તેમની અને દર્શનાની કહાની..???શું આગળ સ્નેહા અને શુંભમની જિંદગીમાં એકબીજાને મળી શકશે.....??કે કહાની કોઈ બીજા જ રસ્તા પર નિકળી જશે.... તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમ નો અહેસાસ".........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED