આવું કેમ Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આવું કેમ

દિવ્યા શાહ . વલસાડની બ્યુટી ક્વીન.દેખાવે ઘણી જ સુંદર.ગ્રેજુએશન પતાવી એક એડવર્ટાઈઝિંગ કંપનીમાં જોબ કરતી હતી.અનાયસે જ બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો ને જીતી ગઈ.જીત્યા પછી જાહેરાત માટેનાં અસાઈન્મેન્ટ્સ મળવાં લાગ્યાં.બે-ત્રણ સારાં પ્રોજેક્ટસ પર કામ પણ કરી રહી હતી.એક પ્રોજેક્ટ આઉટડોર માટે હતો.પણ દિવ્યાએ ના પાડી.કેમ? પ્રશ્ન થયો ને મનમાં.ચાલો જાણીએ કેમ આવું?

" મમ્મી મને ખૂબ જ સારી ઓફર મળી છે.પૈસા પણ સારાં મળશે.પણ....."

"પણ શું?"

"કામ માટે આઉટડોર જવું જોશે."

"ના આપણે નથી કરવું એવું કામ.અહીં રહીને જ જે કામ થાય એવું જ કામ હાથ પર લેવાનું."

"પણ મમ્મી કેમ?"

"ના ના આપણને એવું ન પોષાય. તારાં પપ્પા તો નોકરી કરાવવા માટે પણ ના કહેતાં હતાં.તારી જીદ હતી એટલે પરાણે માન્યા છે."

મમ્મી સામે દિવ્યા વધારે દલીલ ન કરી શકી.નાનાં નાનાં અસાઈન્મેન્ટ્સ કરીને જ ખુશ રહેતી.દિવ્યા જે પણ કામ કરતી એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરતી.

ઉંમરલાયક હતી એટલે સગાં-વ્હાલાં દિવ્યા માટે છોકરો બતાવતાં રહેતાં હતાં.એકવાર દિવ્યા મમ્મી સાથે એની માસીનાં ઘરે ગઈ હતી ત્યારે માસીનાં દૂરનાં નણંદનાં દીકરાએ એને જોઈ હતી.જેનું નામ મીતેશ.મીતેશને દિવ્યા ખૂબ જ ગમી ગઈ હતી.પણ ત્યારે વાત આગળ ચાલી નહિ.

દિવ્યાની ઉંમર વધતી જતી હતી એટલે દિવ્યાની મમ્મી ઉષાબહેનને એનાં લગ્નની ચિંતા સતાવતી હતી.દિવ્યાનું ક્યાંય ગોઠવાતું ન હતું.અને આ જ મનની વાત ઉષા બહેને પોતાની બેન એટલે કે વર્ષામાસીનાં મોઢે બોલી નાંખી.એમની વાત સાંભળી વર્ષામાસીએ કહ્યું," મારાં દૂરનાં એક નણંદ છે એની પણ પોતાનાં દીકરા માટે આ જ ફરિયાદ છે."

પછી તરત જ એમનાં મનમાં એક ખ્યાલ આવ્યો કે મીતેશ અને દિવ્યા.....એમણે તરત જ ઉષાબહેનને કહ્યું.

"દીદી, મારાં ધ્યાનમાં એક છોકરો છે, જો તું હા પાડે તો આગળ વાત ચલાઉં."

"હા,હા છોકરો સારો ને ઘર સારું હોય તો મને ક્યાં વાંધો છે જ."

"ઓ.કે. ,તો હું તને વૉટ્સ ઍપ પર ફોટા સાથે વિગત મોકલાવું છું."

"એ હા , ઠીક છે."

મીતેશ મુંબઈ રહેતો હતો ને દિવ્યાને પણ કામ કરવાની છૂટ હતી. દિવ્યાને લાગ્યું કે એનાં કામને વેગ મળશે.માણસો પણ ખુલ્લા વિચારો ધરાવતાં હતાં.એટલે દિવ્યાએ જરા રસ દાખવ્યો.મીટીંગ થઈ મીતેશને તો દિવ્યા ગમતી જ હતી દિવ્યાને પણ મીતેશ પસંદ પડ્યો ને લગ્ન લેવાઈ ગયાં.

લગ્ન પછી થોડાં દિવસ તો બરોબર રહ્યું પણ પછી દિવ્યાને ઘરમાં ફાવ્યું નહિ. મીતેશની સારી કંપનીમાં જોબ હતી જે છૂટી ગઈ હતી.સાસરીવાળાંનાં ખુલ્લા વિચારો જે લગ્ન વખતે દેખાતાં હતાં તે માત્ર વાતો પૂરતાં જ સીમિત હતાં એ લોકોનાં વર્તનમાં જણાતાં ન હતાં.

દિવ્યાને મુંબઈમાં એક એજન્સી થ્રુ ઘણાં સારાં પ્રોજેક્ટ્સ મળ્યા. પણ માંડ એકાદ વરસ થયું હશે ને ખબર પડી કે દિવ્યા પ્રેગ્નેટ છે.દિવ્યાને હજી બે-ત્રણ વર્ષ પછી બાળક જોઈતું હતું.પણ પાછું ઉષા બહેન અને મીતેશ આગળ એનું ચાલ્યું નહિ.અને બાળક માટે કામ છોડવું પડ્યું.પાછું એને મનમાં થયું કે આવું કેમ?

દિવ્યાનાં મનમાં આગળ વધવાનું જે સપનું હતું એ અધૂરું જ રહી જતું હતું.એણે ઘરમાં જ રહીને થાય એવાં અવનવાં કામનાં અખતરા કરી જોયાં પણ ફાવ્યું નહિ.પણ એક તક એને સાપડી જેમાં એને ફાવી ગયું.ઘરની પાસે જ એક ઈન્સ્ટીટ્યુટ હતી જે ટી.વી.,ફિલ્મ કે મોડેલિંગનાં કાર્યમાં રસ ધરાવતાં છોકરાં - છોકરીઓને ટ્રેઈનીંગ આપતી હતી.ત્યાં દિવ્યા કામ કરવા લાગી એટલે બાળક ઘર,વર બધું સચવાઈ જતું.દિવ્યાની ટિપ્સ , ટ્રેઈન કરવાની પધ્ધતિ ઈન્સ્ટીટ્યુટનાં મેમ્બર્સ ને સારી રીતે ફાવતી હતી.દિવ્યાની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ હતી.દિવ્યા સારાં એવાં પૈસા પણ કમાવવા લાગી હતી.

આમ તો દિવ્યા ખુશ જ હતી.પણ મનમાં હજી ક્યારેક થાય છે કે આવું કેમ? ન તો લગ્ન પહેલાં પોતાને મનગમતું કંઈક કરી શકી કે ન તો લગ્ન પછી.આજનાં શિક્ષિત યુગમાં પણ એક દીકરી કે એક પત્ની સ્વતંત્ર રીતે નિર્ણય તો લઈ શકી જ નહિ.